Friends Special.. on friendship Day- 61 in Gujarati Poems by Hiren Manharlal Vora books and stories PDF | મારો કાવ્ય ઝરૂખો ભાગ 61 - દોસ્તી સ્પેશ્યલ

Featured Books
Categories
Share

મારો કાવ્ય ઝરૂખો ભાગ 61 - દોસ્તી સ્પેશ્યલ

કાવ્ય 01

મારા દોસ્તો ને અર્પણ.....🌹🌹

આમ તો એકબીજા ની ટાંગ ખેંચવા માંથી
ઊંચા નથી આવતા હરામી દોસ્તો મારા
પરંતુ તકલીફ મા ખંભે ખંભો મિલાવી ઉભા રહે
એવા પ્યારા બહાદુર દોસ્તો છે મારા

મારા દોસ્તો છે 108 એમ્બ્યુલન્સ જેવા
ફોન કરતા એક પણ ક્ષણ બગાડ્યા વગર
આવે તુરંત દોડતા.

ભૂલે ચુકે મુસીબત જો પડે કોઈને આડી
તો દોસ્તો મુસીબત ને ટલ્લે ચડાવે એવી
કે મુસીબત પાછું વળી જોવે નહી માથું ફેરવી

ટોપા, ડોફા, મૂર્ખા કહી બોલાવે એકબીજાને
છતાં અમારી દોસ્તી પાકી છે એવી
કે નથી આપતા કોઇ કોલ દોસ્તી નિભાવવા ના

દુખ સામે લડવા દોસ્તો ની ફોજ છે ખડી
આભાર દોસ્તો નો કે દુખ, દર્દ કે પીડા ને
ફરકવા દેતા નથી

એક પળ પણ ચાલે નહી સળી કર્યા વગર
એક પળ પણ ગમે નહી દોસ્તો વગર
જીવવા ની મજા આવે નહી યારો વગર

કોઇ દોસ્ત ભાગે જો ગ્રુપ છોડી
તો ટીંગાટોળી કરી પાછા ખેંચી લાવે
એવા ટીખલી દોસ્તો ની ટોળકી છે અમારી

દોસ્તો વગર સ્વર્ગ પણ લાગે નરક જેવું
દોસ્તો સાથે નરક પણ લાગે સ્વર્ગ જેવું
દોસ્તો સાથે જ દુનિયા છે મસ્તીભરી રંગીન

બચપણ થી યુવાની સુધી મળ્યો છે
દોસ્તો નો સહારો અતૂટ બંધન જેવો
ઉંમર ને વધતા અટકાવે છે નટખટ દોસ્તો

આમ તો દુશ્મની નથી મારે કોઇ જોડે
પણ મારા દોસ્તારો ની દોસ્તી જોઈ
દુશ્મન પણ પ્રભુ જોડે માંગે દોસ્તારો
મારા દોસ્તો જેવા

હે ઈશ્વર,
ભલે રહે મારી તીઝોરી ઝર ઝવેરાતો થી ખાલી
પણ એક થી એક ચડે એવા કોહિનૂર સમાન
દોસ્તો થી ભરેલી રાખજો હંમેશા ઝોળી મારી

હે ઈશ્વર,
આજે સાંભળજો મારી નાની એવી અરજ
મારા દરેક દોસ્તો ને રાખજો તંદુરસ્ત અને મસ્ત
સાથ રાખજો અમારો બધાનો અતૂટ જીવનભર

Happy Friendship Day
To all my lovely best Friends

કાવ્ય 02

દોસ્ત,
તુ કૅમ આવો છે
ધાર્યા બહાર નો છે
છતાં દિલ મા વસનારો છે,

દોસ્ત,
તુ મારો પડછાયો છે
તુ મારો સાચો હમદર્દ છે
તુ મારા સુખ દુખ નો સાથી છે,

દોસ્ત,
તુ સાવ અલગ છે
તુ દુખ મા આગળ હોય છે
તુ સુખ મા છેલ્લે હસતો બેઠો હોય છે,

દોસ્ત,
તુ નટખટ છે
તુ હંમેશા હસાવતો રહેતો છે
તુ મારા માટે તારણહાર છે,

દોસ્ત,
તુ મારી ઢાલ છે,
તુ મારું સુરક્ષા કવચ છે,
તુ મારા માટે કૃષ્ણ સમાન છે,

દોસ્ત,
તુ બંધુ પણ છે
તુ લોહી ના સગપણ વગર નો અનોખો સંબંધ છે
મારા આયખા નો તુ આત્મા છે દોસ્ત...

દોસ્ત,
તુ મારા માટે સર્વસ્વ છે
તને બિરદાવું કઈ ઉપમા થી
તુ તો મારા માટે સંકટ મોચન પણ છે

કાવ્ય 03

મિત્ર અને મિત્રતા

બગીચો અધૂરો છે ફુલ વગર
હું છું અધૂરો મિત્ર તારા વગર

માછલી ને ચાલે નહીં પાણી વગર
મને ચાલે નહીં મિત્ર તારા વગર

રણ લાગે સાવ ભેકાર રેતી વગર
મારી જીંદગી ભાસે ભેકાર મિત્ર વગર

મધપૂડો નકામો મધમાખી વગર
આખો જમાનો નકામો મિત્ર તારા વગર

કાન વગર કાંઈ સંભળાઈ નહીં
મિત્ર વગર મને કાંઈ દેખાય નહીં

જેમ અઘૂરી છે વાર્તા સુદામા ની કૃષ્ણ વગર
એમ અધૂરી છે મિત્રતા મારી તારા વગર

મિત્ર અને મિત્રતા ની કહાની હશે અનેક
પણ મારી ને તારી મિત્રતા લાખો મા છે એક... ....

કાવ્ય 04

તું આવ ને મિત્ર...

તું આવ ને મિત્ર પ્રેમ થી
સંગાથે થોડી મોજ કરીશું

ચા ના બે ઘૂંટ પીતા પીતા
નિરાંતે થોડી વાતો કરીશું

ચેસ ગોઠવી થોડી ગમત કરીશું
રમત મા રાણી ને પાડવા ની હોડ કરીશું

કરીશું ભૂતકાળ ની મીઠી યાદો તાજી
વીતી ગયેલી ક્ષણ નો સાક્ષાત્કાર કરીશું

ચૂકી ગયા હતા જે બસ તે યાદ કરીશું
તેનું અંતિમ સ્ટેશન ફેસબુક માં ગોતશુ

પરીક્ષા મા સારા માર્કસે ઉત્તીર્ણ થવા
કરતાં કેવી તૈયારી તેની થોડી ઝાંખી કરીશુ

કોલેજ પછી જીવનપથ માં ક્યાં ગૂંચવાઈ ગ્યાં
તે શોધવા સંગાથે પ્રયત્ન કરીશું

તું આવ ને મિત્ર થોડોક સમય કાઢી
વીતી ગયેલી ક્ષણોનો ફરી સાક્ષાત્કાર કરીશું...

કાવ્ય 05

જય વીરુ ની જોડી....

પડ્યો તારી લાગણી નો મન માં પડઘો
મિત્ર એમજ પડઘો પડે નહીં લાગણીનો

દોસ્ત તે યાદ કર્યો હશે મને દીલ થી
એમજ પડઘો પડે નહીં લાગણીનો

રૂબરૂ થયા ને અરસો વીતી ગ્યો
જાણવું છે કારણ મને આજે યાદ કર્યાનું

આમતો નથી કોઈ વાત છૂપી મારા તારા વચ્ચે
નક્કી કાંઈક ખાસ વાત કહેવી હશે તારે મિત્ર

હું જોઉં છું આજે ઉત્સુકતા થી વાટ
એ દોસ્ત તારી જોડે વાત ચીત ની

મને થોડો થોડો અંદેશો આવી રહ્યો છે
આ શહેર મા ફરી તારા આગમન નો

જામશે ફરી મારી ને તારી દોસ્તી એવી
લોકો કહેશે જુઓ જાય જ્ય વિરુ ની જોડી

પડ્યો તારી લાગણી નો મન માં પડઘો
એમજ પડઘો પડે નહીં લાગણીનો..

કાવ્ય 06



મિત્રો ની પરિભાષા...

પ્રેમ માં પડી ને થાય સરવાળા
બાદબાકી કે ભાગાકાર

મિત્રો ની મિત્રતા મા પડી ને થાય
માત્ર ખુશીઓ નો ગુણાકાર

વધતી ઉમર ને બ્રેક મારે દોસ્તી
ને નાનપણ તાજું કરાવી જાય

દિલ ની વાત પૂછ્યા વગર જાણી
દરેક અઘરા કેસ જીતી જાય

મળે ત્યારે મતલબ વગર ની વાતો
ને નાત વગર નો નાતો

હાથ લંબાવે ને હૈયું આપી દે મિત્રો
પરિભાષા ના હોય મિત્રો ની
ખુદ રામ હોવા છતાં પણ જરૂર પડે,
જો હનુમાન ની,

તો પછી મિત્રો વિનાની જિંદગી
આપણીય શું કામની!

કાવ્ય 07

રમુજી કાવ્ય રચના

ચાર દોસ્ત... મજાનાં

ચાર દોસ્ત મજાનાં મળે રોજ ચોકમાં
જીવે આઝાદ જીંદગી મોજમાં

મોજીલા દોસ્તોની હતી મોજીલી જીંદગી
મોજ માં રહે ને એતો મોજ કરાવે

મળી ગળે એકબીજા ને આપતા વાયદા
મળીશું આવી રીતે દરરોજ ચોકમાં

થયા લગન વારાફરતી ચારેય દોસ્તોના
ગુચવાયા બરાબર ના લગ્નજીવન માં
ભૂલ્યા એકબીજા ને આપેલા વાયદા

જીવન ના સુખદુઃખ ની વાતો કરવા
મળે બિચારા ચાર દોસ્ત ચોકમાં છાનામાના

ગપાટા મારતા દરરોજ થાય મોડું ચોકમાં
ઘરના ને દરરોજ બતાવે જુદાજુદા બહાના

ખોવાયા ચાર દોસ્ત મજા ના
અટવાયા એતો લગ્નજીવનમાં બરાબર ના

કાવ્ય 08

ચાલ ને દોસ્ત હોળી રમીએ...

હતો એક્બીજા માટે અનહદ પ્રેમ
રહી નહોતાં શકતાં એકબીજા વગર

નાની દુન્યવી વાતો માં ગુચવાઈ ગયા એવાં
પ્રેમ ભુલી બન્યા એકબીજા ના જાનીદુશ્મન

હોળી છે રંગો ને પ્રેમ નો તહેવાર
ચાલ ને આ હોળી ઊજવીએ અલગ રીતે

ચાલ આપણે નફરતની હોળી પ્રગટાવી ને
દુશ્મન માંથી ફરી પાક્કા દોસ્ત બની જઈએ

વર્ષો ની દુશ્મનાવટ ભૂલી
ચાલ ને એક્બીજા ઊપર ગુલાલ ઉડાડી એ

તું મારા ઉપર પીળો દોસ્તી નો રંગ ઉડાડજે
હું તારા ઉપર પ્રેમ નો ગુલાબી રંગ ઉડાડીશ

નફરત ને દુશ્મનાવટ ભૂલી
ચાલ ને દોસ્ત આપણે ફરી
આજે ગુલાલ થી હોળી રમીએ...

કાવ્ય 09

🌹 હું અને તું 🌹

"હું" તારો પડછાયો
"તું" મારો પડછાયો...

ચેન પડે નહીં એકમેક ને
એકમેક વગર એક મિનિટ પણ...

કરીએ પ્રેમ એકમેક ને અનહદ
લડીએ પણ કારણ વગર...

વાત માંડી ને કરવા જોઈ દરેક
વાત એકપણ અજાણી નહીં...

જાણી એ છીએ પસંદ
જાણી એ છીએ નાપસંદ

હું છું તારે થી તદન અલગ
તું છે મારે થી સાવ અલગ...

છતાં તું છે મારે માટે ખાસ
હું છું તારે માટે ખાસ...

"હું" અને "તું" છીએ સાથ સાથ
તો ગમ નહીં કોઈપણ વાત નું આજ

"મિત્ર" આપણામાં વિભિન્નતા છે અનેક
તેમ છતાં "દોસ્ત" આપણે છીએ એક..

બસ આમ જ સાથ રહીશું
"હું" અને "તું" જીંદગીભર...🌹




કાવ્ય 09

Happy Friendship Day to All my dear lovely friends....

Love u Friends

મિત્રો થી જીંદગી...

સંગીત દેખાય નહીં પણ કાન ને મેહસૂસ થાય છે,

હવા દેખાઈ નહીં પણ હૃદય ધડકી ના શકે તેના વગર,

સુગંધ દેખાતી નથી પણ નાક ને અનુભવાય છે,

સ્વાદ દેખાતો નથી પણ જીભ ને અનુભવાય છે,

શબ્દો ને હાથ પગ નથી પણ જીભ દ્વારા મન અને હૃદય ને અસર કરી જાય છે,

લાગણી ની કોઈ ભાષા નથી હોતી પણ આંખો ને વંચાઇ જાય છે,

દિલ ની દુઆ દેખાઈ નહીં પણ ઈશ્વર સુધી પહોંચી જાય છે,

મિત્રતા નો કોઈ રંગ નથી હોતો પણ જીંદગી મિત્રો થી જ સપ્તરંગીન બને છે,

મિત્રો જ મારો શ્વાસ છે, સંગીત છે, મીઠી ચાસણી છે ને દિલ ની ધડકન છે,

મિત્રો વગર એકપળ પણ ના રહી શકાય તો જીંદગી ની શું વાત છે...

મિત્રો થી જ જીંદગી ધબકતી, ઉત્સાહિત, સંગીતમય ને આનંદમય બને છે..

મિત્રો તો ઈશ્વર તરફ થી મળેલ અમૂલ્ય વરદાન છે,

કાવ્ય 10

ભાઈબંધી...

સૂકાભઠ્ઠ પડેલા જીવન રણ મા
મિત્રો આવે સુખભરી વાદળડી બની

મારા મિત્રો ની ભાઈબંધી એવી
ના આવે વિશ્વ માં કોઈ તોલે એની

મિત્રતા ની મજબૂત સાંકળ એવી
ભાઈબંધીમા ના લાગે કાટ કદી

ગાળો આપે એકબીજા ને પેટછૂટી છતાં
ભાઈબંધી માં ઓટ ના આવે કદી

છુપાવે અમુક વાતો ભાઈ બહેન થી
ભાઈબંધી મા એકપણ વાત છૂપી નહીં

સમજે એકબીજા ને સ્વ થી વિશેષ
તકલીફ મા એકલા પડવા દે નહીં

જાણે એકબીજા ના જમા ઉધાર પાસા
આત્મવિશ્વાસ ને ઢીલો પડવા ના દે કદી

મારા બધા મિત્રો છે સાવજ જેવા
ભરોસો છે ભવરણ માં ભટકવા
નહીં દે એકબીજા ને કદી...

કાવ્ય 11

રૂ-બ-રૂ...

દોસ્તો રૂબરૂ થયા એને
વિતી ગયો એક અરસો

જાણે વીતી ગયો
આખો ઍક જમાનો

નીકળી છે પરમ ઘડી આજે
નીમ ટ્રી એ દોસ્તો ને
રૂ-બ-રૂ થવા ની

ઉત્સાહ છવાયેલો છે
હ્રિદય ને મનમંદિર માં

સવાર થી પગ નથી ટકતા
જમીન ઉપર મારા

મન વિહરે વગર વિહંગે
આભમાં

હવે ઍક ઍક સેકંડ લાગે
આજે કલાક જેવી

તમન્ના ઘણી છે મીત્રો ને
રૂબરૂ થઈ ગળે ભેટવાની

ઈચ્છા છે રોકાઈ
જાય સમય આજે

મારે વાગોળવી છે
જુની યાદો મિત્રો જોડે

હવે જલ્દી ઘડી આવે
મિત્રો ને રૂબરૂ થવાની...

કાવ્ય 12

દોસ્તો સાથે યાદો ની મહેફિલ

તું આવ ને યાર મારે દોસ્તો સાથે યાદો ની મહેફિલ સજાવી છે,

એક અરસો વીતી ગયો હોય એવું લાગે છે દોસ્તો સાથે મહેફિલ કર્યા નો,

તું આવ તો કોઈ ઈન્કાર નથી અને ના આવે તો કોઈ ફરિયાદ નથી,

આતો મહેફિલ સજવાં ની છે દોસ્તો ની અને તેમની સાથે વિતાવેલા સમય ની યાદો ની,

તું આવ તો એકલો જ આવજે, તારા "મોભા" ને એક બાજુ ટીઁગાડી ને,

તારું અહીં કોઈ કંકુ ચોખા થી સ્વાગત નહીં કરે પણ તું કહી "તુંકારો" કરવા વાળા દોસ્તો જરૂર મળશે,

તારી વેદના મા ઘટાડો કરવાં વાળા ને સુખ મા વધારો કરવા વાળા લંગોટીયા દોસ્તો મળશે,

મળવા નું મન થાય એવા દોસ્તો છે અને સંગાથે વિતાવેલ ક્ષણો ની મહેફિલ છે,

એટલે તો કહું છું કે તું "તું" થઈ ને આવજે, મજા આવશે મન મૂકી ને દોસ્તો ની આ મહેફિલ મા ....

હિરેન વોરા