ડિસ્ક્લેમર: આ એક કાલ્પનિક વાર્તા છે. તથા તમામ પાત્રો અને તેમની વચ્ચેના સંવાદો કાલ્પનિક છે. આ લખવાનો હેતુ માત્ર મનોરંજન નો છે.
"સર,ચમોલીના ધરતીકંપમાં બહુ નુકશાન થયું છે. રાહત પેકેજ તાત્કાલિક જાહેર કરવું પડશે. અત્યારે માહોલ જોતા વિલબ બહુ નુકશાન કરશે." પ્રધાનમંત્રીના પર્સનલ સેક્રેટરીએ કહ્યું.
"હા.અમે આજે બપોરે એ જ ચર્ચા કરતા હતા, હું કહું એ પ્રમાણે ન્યુઝ મીડિયામાં આપી દો.
"પણ, સાઉથના અમુક રાજ્યો પોતાને ત્યાં મદદ માટે મોટું બજેટ માંગે છે અત્યારે ચમોલીમાં આપણે જાહેર કરશું તો એ લોકો" સેક્રેટરીએ વાત અધૂરી છોડી.
"હું દેશ આખાનો પ્રધાનમંત્રી છું. જ્યાં પહેલી જરૂર છે ત્યાં પહેલા મદદ પહોંચાડવાની મારી ફરજ છે. હું કહું એમ મીડિયા માટે ન્યુઝ તૈયાર કરો. ભલે અમ્મા નારાજ થતા, એમનાં રાજ્યને જરૂર હોય ત્યારે આપણે રાહત પેકેજ આપી એ જ છીએ." મક્કમ અવાજે પ્રધાન મંત્રી એ કહ્યું.
xxx
."ઠીક છે. તારા બાપે મારી સાથે લગભગ 20 વર્ષ કામ કર્યું અને પછી દગો કર્યો પણ એ 20 વર્ષ યાદ કરીને હું તને 2 મિનિટ આપું છું બોલ તારે બોલવું હોય એ હું સાંભળું છું." અનોપચંદે કહ્યું અને એ સાથેજ એની સામે ભૂતકાળ તરી ગયો. આજથી 15-16 વર્ષ પહેલાં પાડાવેડુ ગામના નદી કિનારો અને એ નદી કિનારે સફેદ મુળુ (લૂંગી) અને બનીયન પહેરી ઉભેલો પડછંદ શંકર રાજુ પતિ. જાણે અત્યારે જ સામે ઊભી કહી રહ્યો હતો. 'શેઠજી તમે નિશ્ચિંત થઈને જાવ આ બધા રૂપિયા હું આપણા સ્ટાફના ઘરવાળા સુધી પહોંચાડી દઈશ અને આ જે ડોક્યુમેન્ટ છે એ બધા યથા સ્થાને પહોંચી જશે. આજે ઘરે આરામ કરી કાલે સવારે આપણા કામે નીકળી જઈશ. તમારે હજાર કામ હોય હવે તમે છુટ્ટા.'
'પણ શંકર આ રૂપિયા પહેલા પહોચાડજે કેમ કે સાઉથમાં આપણા કોણ અને કેટલા માણસો છે એ તો મનેય ખબર નથી અને જે અકારણ દેશ માટે અને કંપની વતી મર્યા છે એમના કુટુંબી.."
'તમે ફિકર ના કરો શેઠ મારા હાથમાં રૂપિયા આવ્યા એટલે એમને પહોંચી ગયા માનજો. હવે હું 2-3 મહિના પછી ઓફિસમાં કોન્ટેક્ટ કરીશ." કહી ને શંકર નદીના પટ પરથી વિદાય થયો એ દ્રશ્ય અનોપચંદની આંખમાં તરવરી રહ્યું. એણે કહ્યું "બોલ, ગણપત શું કહેવું છે તારે એ દગાખોર વિશે તને 2 મિનિટ આપી બોલી નાખ."
"મારો બાપ દગાખોર ન હતો.તમે એને રૂપિયા અને ડોક્યુમેન્ટ આપ્યા એના અડધી કલાકમાં જ એનું ખૂન થઈ ગયું હતું અને એના મોતમાં સૌથી મોટો ફાળો મારી માંનો હ્તો." બોલતા બોલતા ગણપત રડી પડ્યો.
"પણ એ તો ક્યાંક મસ્ક્ત કે ઓમાન ભાગી ગયો હતો એવા ખબર મળેલા મને." અનોપચંદે કહ્યું.
"એ અફવા મારી માં એ ઉડાવેલી. એને ખબર હતી તમારી અને મારા બાપુની મિટિંગ વિષે. એણે ઘરમાં પુરી તૈયારી કરી રાખેલી. ઘરમાં લગભગ 20 કિલો લોટ ગુંથીને રાખ્યો હતો. મસ્ત ઝહેરવાળી ખીર બનાવેલી અને પોતાના પ્રેમીને પણ બોલાવી રાખેલો. બપોરે મારો બાપ 4 વાગ્યે ઘરે આવ્યો કે તરત એને જમવાનું પીરસ્યું. જમીને થાક અને ઝહેરની અસરથી એ અર્ધ બેહોશીમાં ત્યાં જ ઢળી પડ્યો. તરત મારી માંએ છુપાવેલા પ્રેમી ને બહાર બોલાવ્યો અને એ બેઉએ મળીને મારા બાપના હાથ પગ બાંધી દીધા અને એક કોથળામાં બેહોશીની હાલતમાં જ ભરીને નદી કિનારે લાવ્યા. નશીબ પણ એમને સાથ આપતું હતું અને ધોધમાર વરસાદ ચાલુ હતો ગામમાં કોઈ આવરો જાવરો ન હતો. હું મારા કાકો કે જે પોલીસ ખબરી તરીકે કામ કરતો હતો એને ગામ ગયેલો જે નદીના સામે કાંઠે આવેલું છે. પણ કોણ જાણે કેમ કોઈને કહ્યા વગર હું હોડી લઈને અમારે ગામ પરત આવ્યો હતો. એ મારી માં ને ખબર ન હતી. મારી સગી આંખે મેં એને અને એના પ્રેમીને મારા બાપને જીવતે જીવંત નદીના કોતરમાં ઠુંસી દેતા જોયા હતા, મારી ઉંમર 12 વર્ષની હતી. નદીના કોતરમાં મારા બાપને કોથળા સાથે હાથ પગ બાંધેલી હાલતમાં દાબીને ઉપર બહુ બધો ગૂંથેલો લોટ અને ફ્રૂટના ટુકડા એ લોકો એ નાખ્યા જેથી માછલીઓ અને બીજા પ્રાણીઓ એને ખાઈ જાય અને એની લાશ મળે નહિ. આમેય મારો બાપ કંપનીના કામે કોઈ અજ્ઞાત સ્થળે જવાનો હતો મારી ચાલાક માંએ ગામમાં 2-4 દિવસ અગાઉ જ વાત ફેલાવી દીધી હતી કે એ મસ્ક્ત કમાવા જવાનો છે. વર્ષે બે વર્ષે આવશે. થોડા દિવસ પછી મેં મારા કાકા ને આ વાત કરી એ દરમિયાન મારી માં છડેચોક એના પ્રેમીના ઘરમાં બેસી ગઈ હતી અને તમે સ્ટાફના ઘરવાળાને આપવા આપેલ રૂપિયા એ ઉડાવતી હતી અને તમારા અગત્યના ડોક્યુમેન્ટ એના પ્રેમીએ કોકને વેચી નાખ્યા જેના મબલખ રૂપિયા મળ્યા અને તમારા અમુક લોકો ઉઘાડા પડી ગયા અને પછી એક પછી એક એમના કમોત થવા લાગ્યા જેના માટે તમે મારા બાપને જિમ્મેદાર માન્યો.
"પણ હુ છેલ્લે એને મળ્યો એ પછી છેક મારા માણસો અચાનક મરવા મંડ્યા ત્યાં સુધી મને ખબર જ ન હતી. અને પછી ખબર મળી કે શંકર રાજુ પતિ મસ્કત કે ઓમાન ભાગી ગયો છે મેં ત્યાં પણ તપાસ કરાવી પણ કોઈ પત્તો ન લાગ્યો. પણ તારે કે તારા કાકા એ કોઈ રીતે મારો સંપર્ક કરવો જોઈતો હતો." અનોપચંદે કહ્યું.
"મારી ઉંમર એવડી ન હતી કે હું ત્યાં મુંબઈ સુધી આવીને તમને મળું હું તમને ઓળખતો પણ ન હતો. અને મારા કાકા એ બે એક વાર તમારો સંપર્ક કરવાની કોશિશ કરી એ વાતની મારી માં ને ખબર પડી ગઈ. તો એના પ્રેમીની ઓળખાણથી એણે મારા કાકા ને 3-4 વર્ષ માટે જેલમાં પુરાવી દીધો એક હત્યાના કેસમાં. આતો એની પોતાની ખબરી તરીકે સારી છાપના લીધે અમુક અફસરો એ મહેનત કરી ખરી હકીકત બહાર લાવ્યા ત્યારે 4 વર્ષે એ છૂટ્યા. એજ અફસરોની મહેરબાનીથી હું પોલીસ ઓફિસર બન્યો." ગણપતે કહ્યું.
"ભાઈ તને ખરેખર અન્યાય થયો છે. એ વખતે કોમ્યુનિકેશનના આટલા સાધનો ન હતા. પત્રથી વ્યવહાર થતા. અને બહારગામ કોલ કરવામાં ય ટ્રન્ક કોલ જોડવો પડતો છતાં કબૂલું છું કે મારા પક્ષે બહુ મોટી ભૂલ થઇ છે. તારા ગયેલા બાપ ને તો હું પાછો નહીં લાવી શકું કે ના તે ભોગવેલ હાડમારીઓ બદલી શકું. પણ હા હવે તું જ કહે કે હું શું કરું કે તને પડેલ તકલીફ નું હું પ્રાયશ્ચિત કરી શકું. "
"શેઠ જી મેં રૂપિયા કમાવા માટે કઈ નથી કર્યું. આ સુમિત ભાઈ વિરુદ્ધના બધા સબૂતો મેં મારા કાકા અને મારા આસિસ્ટન્ટ કે જે મારા કાકાનો દીકરો છે એણે જમા કર્યા છે એ બધું અહીં સુમિત ભાઈને આપી દઉં છું. મરીના બીચ પર લાગેલા સીસીટીવી માંથી કલીપ કેવી રીતે બદલવી એ તમે જોઈ લેજો તમારા માટે આ બહુ મામૂલી કામ છે. હું માત્ર એટલું ઈચ્છતો હતો કે દેશના ભલા માટે અનેક ન ધરેલાં કામ ઓફિસીયલી અને અને ઓફિસીયલી કરતી કંપનીનું એટલું મહત્વનું દક્ષિણ ભારતનું કામ સાંભળનાર મારો બાપ એક ગદ્દાર તરીકે કંપનીમાં યાદ કરતો હતો એને શહીદ તરીકે યાદ કરાય. અને બની શકે તો મારા બાપના મોતમાં જવાબદાર માણસને કૂતરાની મોતે મારવાના મારા પ્રયાસમાં કંપની મને સાથ આપે. 3-4 વર્ષ પહેલા મારી માં ને એના પ્રેમી એ ધક્કા મારીને કાઢી મૂકી.અને એ તો બીમારીમાં રિબાઈ રિબાઈને પોતે કરેલ પાપનો પસ્તાવો કરતા કરતા મરી, પણ એનો પ્રેમી હજી જીવે છે."
"કોણ છે એ હરામખોર સુમિતને એની વિગતો જણાવી દે. કાલે રાત પહેલા એને દુનિયામાંથી વિદાય કરાવી નાખીશ હું અનોપચંદ વચન આપું છું."
"ના શેઠ જી એમ એક દિવસમાં પતાવવો હોત તો મેં 3 વર્ષ પહેલા પોલીસમાં જોડાયો એ જ દિવસે કરી નાખ્યું હોત. મને મોત નો કોઈ ડર નથી કે જીવવાની ઈચ્છા પણ નથી. એ હજી ભલે જીવતો એ કુંડાળા કરી રહ્યો છે દેશ વિરુદ્ધ એને અટકાવવા નું કૈક કરો એને અટકાવવામાં હું બહુ ટૂંકો પડું છું."
"શું નામ છે એનું."
"ચંદ્રેશન કુમાર અહીંનો એમપી છે." જેના ઘરે ગઈ કાલે પાર્ટી હતી અને સુમિતભાઈ ગયા હતા એ જ છે મારા બાપનો કાતિલ, શ્રીલંકા અને સાઉદીમાં ઘણા કોન્ટેક્ટ છે. ડ્રગ અને હૂંડિયામણની હેરફેરમાં માહેર છે. પણ અત્યારે રાજકારણમાં બહુ ગરમા ગરમી ચાલે છે. અને અત્યારે જો એ મરશે તો એને શહીદ તરીકે પ્રોજેક્ટ કરવામાં આવશે. ભલે હજી 2-4 મહિના જીવી લેતો થોડો માહોલ ઠંડો થાય પછી વાત."
"ભલે ગણેશન તું કહે એમ થશે. હવે તું કંપનીમાં જોડાવા માંગે છે કે નહીં?"
"હા, પોલીસમાં રહીને રાજ્ય સરકારની સેવા. અને કંપનીમાં રહીને દેશ સેવા કરું એવી મારા બાપની ઈચ્છા હતી."
"ઓ કે તારા ઘરના લોકોની વિગતો સુમિતને આપી દેજે અને આજથી તારા ઘર ખર્ચ અને બીજી બધી જવાબદારી, માત્ર તારી જ નહિ તારા કાકાની અને એના દીકરાની તમામ જવાબદારી કંપની ની છે. નિશ્ચિન્ત થઈને કામ કરજે અને ગમે તે ચમરબંધી હોય ગભરાતો નહીં. સુમિત તને 5-7 નંબર લખાવશે જે મારા અને માર દીકરાઓ અને ખાસ માણસોના છે. ગમે ત્યારે તને એવું લાગે કે તું મુસીબતમાં છે તો કોઈ પણ નંબર પર ફોન કરી જણાવી દેજે. આખી કંપની તારા પડખે ઉભી રહેશે. બીજું કઈ તારે જોઈએ છે તો બોલ.'
"ના શેઠ જી ખુબ ખુબ આભાર, આજે મારા મનમાં એક ગ્લાનિ હતી કે મારા બાપે ખોટો શેઠ પસંદ કર્યો એ દૂર થઇ ગઈ છે. અત્યારથી જ કંપનીને ઉપયોગી મને જે કોઈ માહિતી મળશે એ તમારા સુધી પહોંચાડવાની હું વ્યવસ્થા કરી નાખું છું."
"કોઈ પણ માહિતી આપવી હોય તો ક્રિષ્ના સ્વામીને ફોન કર જે. સુમિત તારી સાચી ઓળખ એને હમણાં કરાવી દેશે. એને તારા બાપે જ કંપનીમાં જોડ્યો હતો. એ લોકલ માણસ છે એટલે તારા પર કોઈને વ્હેમ પણ નહીં આવે અને એના સુધી માહિતી પહોંચાડવામાં તારા કાકાનો પણ તું ઉપયોગ કરી શકીશ." અનોપચંદે કહ્યું અને ફોન કટ કર્યો.
xxx
"મદનલાલ શું કરો છો?"
"અરે વાહ, લાલજી, તમે મને યાદ કર્યો શું વાત છે? બસ કઈ નહીં અહીં એરિયામાં એક ઘરે પૂજા હતી સવારથી ત્યાં જ હતો. હમણાં જ ત્યાંથી જમીને હમણાં આવ્યો. બસ બેઠો છું બોલો હુકમ કરો."
"હુકમમાં તો એવું છે ને કે અત્યારની પરિસ્થિતિઓ તો તમે જાણો જ છો. આપણે 272 ભેગા કરવાના છે"
"હા કાલે અમ્માની ટી પાર્ટીમાં મને પણ આમંત્રણ હતું. પણ તમને તો ખબર છે મારી. હું ક્યાંય ન જાઉં."
"એ તો બરાબર છે પણ વડીલોથી નારાજ થઇને આમ તમે નિષ્ક્રિય બેસી રહો એ પણ આવા સમયે. એ સારી વાત નથી." લાલજીએ કહ્યું.
"હું ક્યાં કોઈથી નારાજ છું. આપણું સ્વપ્ન હતું કે એક ચુસ્ત તંદુરસ્ત ભારત. આપણી કલ્પનાનું ભારત. એમાં હું ય સક્રિય હતો પણ પક્ષમાં કેટલાકને લાગ્યું કે એ સ્વપ્ન પૂર્તિમાં હું આડો આવું છું એટલે હું નીકળી ગયો." સહેજ ભારે અવાજે મદનલાલ કહ્યું.
"એ બધું ભૂલી જાવ. ટૂંક સમયમાં શક્તિ પરીક્ષણ થશે. માથા ગણાશે. આપણે ટૂંકા ન પડીયે એ માટે તમામે મળીને પ્રયાસ કરવાનો છે. પ્રધાનમંત્રીજી પણ તમને યાદ કરતા હતા."
"હું તો તમે કે પક્ષ કહે ત્યારે અને ત્યાં ઉભવા તૈયાર છું. છોકરું ગમે એટલું રિસાય માં-બાપ સાદ પાડે કે એમને જરૂરત હોય ત્યારે હાજર થઇ જ જાય. તમે કહો તો અત્યારે એમને મળી જાઉં. માંરે લાયક કોઈ પણ આદેશ હોય તો હું તૈયાર જ છું."
"આપણે કેટલાક નવા સાથી ઓ જોશે એમાંથી એકાદ એવા છે જેને તમે મનાવી શકશો".
" હું હમણાં જ આવું છું અને પ્રધાનમણત્રી જીને અને તમને મળું છું રૂબરૂ વાત કરીએ. કહી મદનલાલ ફોન કટ કર્યો.
ક્રમશ:
તમને આ વાર્તા કેવી લાગે છે. અથવા આ વાર્તા અંગેના કોઈ સૂચનો હોય તો મને 9619992572 પર વોટ્સઅપ કરી ને જરૂરથી જણાવશો