Prem - Nafrat - 39 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૩૯

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

પ્રેમ - નફરત - ૩૯

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૯

કિરણ પણ હિરેનના મનના ગુસ્સાનો મનમાં જ પડઘો પાડવા લાગ્યો:'હજુ તો લગ્ન થયા નથી એ પહેલાં જ આ પરિવારની કંપનીમાંથી ખર્ચ કરવા લાગી છે. પપ્પાએ પહેલી વખત ખોટો નિર્ણય લીધો છે.'

હિરેન અને કિરણ પરિવારના જ સભ્યો હોવાથી જાહેરમાં કંઇ બોલી શકે એમ ન હતા. પરંતુ મનમાં જ પોતાની ભડાશ કાઢી રહ્યા હતા. બીજા બે ડિરેક્ટરો એમ વિચારીને શાંત હતા કે પરિવારની બહુમતિ છે અને અનુભવી લખમલભાઇ છે એટલે વચ્ચે બોલવાની જરૂર નથી. બંને ડિરેક્ટરોની મૂક સંમતિ દર વખતે રહેતી હતી.

રચના ત્રણ હજારના માર્જિનનો ખુલાસો કરતાં અટકી ગઇ હતી. એને થયું કે પોતાને નવા મોબાઇલના ફિચર વિશે માહિતી આપવાનું કામ સોંપવામાં આવ્યું હતું. તેને લોન્ચ કરવો કે નહીં, તેની કેટલી કિંમત રાખવી વિગેરે બાબતો આરવ અને ડિરેક્ટરોએ નક્કી કરવાની હોય. પોતે એની કિંમતના માર્જિનના મુદ્દે બોલીને ભૂલ કરી રહી છે. પોતાની ભૂલ સુધારતી હોય એમ એ અટકી ગઇ હતી. અને એને સુધારવા આરવ સામે જોઇને કહ્યું:'માફ કરશો! આ કિંમત અને માર્જિન અંગેની તમામ માહિતી આરવ સર આપશે...હું રજા લઉં છું...'

રચના આરવની મંજુરીની રાહ જોયા વગર બહાર નીકળી ગઇ.

હિરેન અને કિરણે સામસામે નજરના ઇશારાથી જ કહ્યું:'બધું આરવના ખભા પર નાખી ગઇ છે.'

આરવને પણ થયું કે રચનાએ મોબાઇલના ફિચરની માહિતી આપવા સાથે ફોનના માર્જિનની વાત કરવાની ન હતી. સારું થયું કે એને ખ્યાલ આવી ગયો.

આરવ ઊભો થઇને બોલ્યો:'રચનાએ મોબાઇલના ફિચર્સની વિગતવાર માહિતી આપી દીધી છે... અને હું માનું છું ત્યાં સુધી આ મોબાઇલ અત્યંત લોકપ્રિય થશે. રહી વાત એની કિંમતની તો આપ સૌ એના પર થનારા ખર્ચના ફાઇનલ આંકડા પછી પણ એની કિંમત પર મહોર મારી શકો છો...'

કિરણ તરત જ બોલ્યો:'આરવ, હવે તમે બંનેએ કિંમત નક્કી જ કરી દીધી છે ત્યારે બધાંએ એમાં સમય બગાડવાની જરૂર લાગતી નથી. હા, એનું વધારાનું જે માર્જિન રાખવામાં આવ્યું છે એ બાબતે તું પ્રકાશ પાડી શકે છે...'

આરવને ભાઇની વાત થોડી કડવી લાગી. એમણે 'અમે' કિંમત નક્કી કરી દીધી છે એવો ટોન્ટ મારવા સાથે એમને અંધારામાં રાખ્યા હોય એમ પ્રકાશ પાડવા કહ્યું છે. ઠીક છે. એ પણ એક ડિરેકટર છે. એમને જાણવાનો હક્ક છે. તે કિરણ સામે જ જોઇને બોલ્યો:'મોબાઇલની નફા સાથેની કિંમત પર વધારાના જે રૂપિયા રાખવામાં આવ્યા છે એ મોબાઇલનું એક્સક્લુઝિવ વેચાણ કરનાર ઇ કોમર્સની વેબસાઇટ પર ઓફર માટે રહેશે. આપણે કોઇપણ લોકલ દુકાન કે એજન્સી મારફત આ મોબાઇલનું વેચાણ કરીશું નહીં. તે એક જ ઇ કોમર્સ કંપનીની વેબસાઇટ પર ઉપલબ્ધ રહેશે અને એ કંપની દ્વારા આ મોબાઇલ ખરીદનારા ગ્રાહકોને રૂ.૩૦૦૦ સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવશે. આ ડિસ્કાઉન્ટના આકર્ષણથી ગ્રાહકો વધુ ખરીદી કરશે અને આપણે માત્ર એક જ કંપનીને મોબાઇલ પૂરા પાડવાના રહેશે...'

હિરેન તેને ક્રોસ કરતો હોય એમ બોલ્યો:'અને એ કંપનીની વેબસાઇટ પર આ મોબાઇલ ના વેચાય તો ?'

આરવ કહે:'એવી શક્યતા ઓછી છે. આપણો મોબાઇલ એવો હશે કે એને લોકો હાથોહાથ સ્વીકારશે. અને એક જ કંપનીને વેચાણ કરવા આપવાથી ફાયદો એ થશે કે આપણે એને જેટલો ઓર્ડર મળશે એટલા જ મોબાઇલનું નિર્માણ કરવાનું રહેશે. બિનજરૂરી ખર્ચ થતો અટકશે. તમને ખબર જ છે કે ઘણી એજન્સીઓ પાસે આપણા હાલના મોબાઇલ પડ્યા રહ્યા છે અને ઘણી વખત આપણે એને પાછા લેવા પડે છે. એ બધી ઝંઝટમાંથી આપણે મુક્ત રહીશું. આ આપણા માટે એક નવો પ્રયોગ છે. જેને વિદેશોમાં સફળતા મળી ચૂકી છે...'

આરવના દાખલા- દલીલોથી બંને ભાઇઓની બોલતી બંધ થઇ ગઇ હતી. લખમલભાઇ ખુશ થઇને બોલી ઊઠ્યા:'વાહ! તારી અને રચનાની સ્ટ્રેટેજી જબરદસ્ત છે. આપણે આશા રાખીએ કે એમાં સફળતા મળશે. બીજા કેટલાક મુદ્દાની પછી ચર્ચા કરી લઇશું. અત્યારે જો કોઇને બીજા પ્રશ્નો ના હોય તો પ્રોજેક્ટને આગળ વધારીએ...'

બધાંની મૂક સંમતિ જોઇ લખમલભાઇએ આગળ કહ્યું:'આરવ, તું નવા મોબાઇલ પર કામ શરૂ કરી દે. તને કંપનીના હિતમાં મોબાઇલનું નામ, કલર વગેરે નાના-મોટા નિર્ણયો લેવાની બોર્ડ સંમતિ આપે છે...'

હિરેન અને કિરણને થયું કે હવે આરવ અને રચનાનું રાજ આવી રહ્યું છે. ત્યારે એમને તો શું આરવને પણ ખબર ન હતી કે રચના 'ઓલ ઇન વન મોબાઇલ' કંપનીમાં કેવું રાજ કરવાની છે.

રચના મોબાઇલ વિશે જાણકારી આપીને આરવની રાહ જોઇ રહી હતી. તેના ચહેરા પર પ્રગતિનો આનંદ હતો. તે મનમાં જ બોલી:'મા, તું એ દિવસોને ભૂલી નથી એની મને ખબર છે. પણ લખમલભાઇ એ દિવસો ભૂલી ગયા હશે તો હું એમને યાદ કરાવીશ.'

ક્રમશ: