લવ રિવેન્જ-2 Spin Off
Season -2
પ્રકરણ-15
"અરે....!? તું અચાનક....!?" ઘરના ડ્રોઈંગરૂમમાં એન્ટર થઇ રહેલાં સિદ્ધાર્થને જોતાંજ સોફામાં બેઠેલા કરણસીંઘને ચ્હાનો કપ આપી રહેલાં રાગિણીબેન આશ્ચર્યથી બોલ્યાં.
"સુરેશનો ફૉન આયો 'તો....!" સિદ્ધાર્થ જવાબ આપે એ પહેલાંજ કરણસીંઘ બોલ્યાં અને પછી સિદ્ધાર્થ સામે જોઈને સહેજ કડક સ્વરમાં કહ્યું "તું આવાં વરસાદમાં અને એટલાં મોડાં રાતે અહિયાં આ'વાં નીકળી ગ્યો.....!?"
"વિકટને અરજન્ટ કામ હતું ... હું ઘેર જાત...! તો મારે લેટ થાત એટલે....!" સિદ્ધાર્થ ખચકાટ સાથે બોલ્યો પછી રાગિણીબેન સામે જોયું.
"હાં પણ આવાં વરસાદમાં એન્ફિલ્ડ લઈને....!? આટલું મોટું રિસ્ક....!? હાઇવેથી આ'વાનું હોય તો ના લેવાય....!?" કરણસીંઘ એવાજ સ્વરમાં બોલ્યાં "કાર લેવી જોઈએને....!?"
"તમારો છોકરો કોઈનું સાંભળે છે જ ક્યાં ....!?" રાગિણીબેન ટૉન્ટમાં બોલ્યાં.
"તમારો છોકરો કોઈનું સાંભળે છે જ ક્યાં ....!? સાંભળે છે જ ક્યાં ....!?" તેમનાં સ્વરમાં પોતાનાં માટે રહેલો તિરસ્કાર સિદ્ધાર્થ પારખી ગયો.
"એને તો બસ પોતાનું ધાર્યું કરવું હોય છે....!" રાગિણીબેન ફરીવાર એવાંજ સ્વરમાં બોલ્યાં અને કિચન તરફ ચાલતાં થયાં.
"તમારો છોકરો ...!?" સિદ્ધાર્થના મનમાં રાગિણીબેનના એ શબ્દો પડઘાઈ રહ્યાં અને કિચન તરફ જઈ રહેલાં રાગિણીબેનની પીઠ તાકી રહી તે સ્વગત બબડ્યો "તો હું તમારો નઈ એમને .....!?"
"હવે તું આયો જ છું ....!" હાથમાં પકડેલાં ચ્હાનાં કપમાંથી ચ્હાનો ઘૂંટ ભરતાં-ભરતાં કરણસીંઘ બોલ્યાં "તો પછી મારી જોડે ઓફિસે આઈને સ્ટૉક વગેરે જોઈ લેજે....! અને એકાઉન્ટ પણ...!”
“અ....હું થોડું સૂઈ લવ....!?” સિદ્ધાર્થ બોલ્યો “આખી રાત ડ્રાઈવ કર્યું છે...તો....!”
“હાં..હાં....! કોઈ વાંધો નઈ...!” કરણસિંઘ વચ્ચેજ બોલી પડ્યાં “એમપણ અત્યારે વરસાદ ચાલુજ છે....!”
એક અછડતી નજર પલળેલાં સિદ્ધાર્થ ઉપર નાંખીને કરણસિંઘ બોલ્યાં અને ચ્હાનો કપ કૉફી ટેબલ ઉપર મૂકી ટેબલ ઉપર પડેલું છાપું ઉઠાવી વાંચવા લાગ્યાં.
પાછાં ફરીને સિદ્ધાર્થે મુખ્ય દરવાજાની બહાર જોયું. દરવાજાની બરાબર સામે તેમનાં ઘરનો લોખંડનો મોટો ગેટ દેખાતો હતો અને જાળીવાળાં ગેટની પેલી બાજુ સોસાયટીનો રોડ અને સામેની બાજુ સોસાયટીના અન્ય મકાનો દેખાતાં હતાં. બહાર પડી રહેલાં વરસાદને લીધે સામેનાં ઘરો થોડાં ધુમ્મસમય દેખાતાં હતાં. રેલવે સ્ટેશનથી ઘરે આવતી વખતે જ ચાલું થયેલી વરસાદની “હેલી”એ સિદ્ધાર્થને પલાળી દીધો હતો. હજીયે એવોજ વરસાદ ચાલું હતો.
છાપું વાંચી રહેલાં કરણસિંઘ સામે એક નજર જોઈને સિદ્ધાર્થ ઝડપથી ડ્રૉઇંગરૂમમાં એકબાજુ પોતાનાં રૂમ તરફ જતી સીડીઓ ચઢી ગયો. પોતાનાં બેડરૂમમાં આવીને સિદ્ધાર્થે સૌથી પહેલાં પોતાનાં બેડની જોડેના ડ્રૉઅરમાંથી જૂનાં આઈફૉનનું ચાર્જર ગોતી કાઢ્યું અને પોતાનો ફૉન ચાર્જરમાં ભરાવી ડ્રૉઅરની ઉપરનાં પ્લગમાં ચાર્જર ભરાવ્યું અને સ્વિચ ચાલું કરી દઈ ઝડપથી વૉર્ડરોબ તરફ ગયો. વૉર્ડરોબમાંથી ટોવેલ લઈને સિદ્ધાર્થ ઝડપથી બાથરૂમ ભરાઈ ગયો. ગરમ પાણીથી નહાઈને ફ્રેશ થઈને સિદ્ધાર્થે નાઈટ ટ્રેક અને ટીશર્ટ પહેરી લીધી. થાકને લીધે નહાવા છતાંય તેની આંખો બરાબર ઘેરાઈ રહી હતી. ધડ દઈને બેડમાં પડતું મૂકી સિદ્ધાર્થે નાના બાળકની જેમ ઓશીકું લઈને આમતેમ ચોળ્યું અને માથું ઓશિકા ઉપર બરાબર “સેટ” કરીને આંખો મીંચવા લાગ્યો. આંખ મીંચતાં પહેલાં દીવાલ ઉપર લાગેલી વૉલ ક્લોક ઉપર તેની નજર અમસ્તાજ પડી. સવારનાં લગભગ સાડાં નવ વાગ્યા હતાં. જોકે બહાર ઘેરાયેલાં કાળાં વરસાદી વાદળોને લીધે રૂમમાં સામાન્ય અંધારું હતું. આંખો મીંચી દઈને સિદ્ધાર્થ ઘસઘસાટ ઊંઘવા માંડ્યો. ઊંઘમાં પણ તેને લાવણ્યા અને તેણીનાં ભૂતકાળનાં વિચારો સતાવતાં રહેવાનાં હતાં.
****
“સિડ ના આયો...!” પાર્કિંગમાં ઊભાં-ઊભાં ક્યારની સિદ્ધાર્થની રાહ જોઈ રહેલી લાવણ્યા કૉલેજના ગેટ સામે જોઈને બબડી.
સવારના લગભગ દસ વાગવા આવ્યા હતાં. સાડા આઠ વાગ્યાની લાવણ્યા રાહ જોઈ રહી હતી. હજી સુધી સિદ્ધાર્થનો કોઈ અત્તોપત્તો નહોતો.
“કદાચ હજી નઈ ઉઠ્યો હોય...!” પોતાને ઠાલું આશ્વાસન આપતી હોય એમ લાવણ્યા બબડી “એમેય ગઈકાલે કેટલું બધુ લેટ થઈ ગ્યું ‘તું....! એને તો એટલું મોડું જગાતું પણ નઈ હોય...!”
એકલાં-એકલાં લાવણ્યા વિચારી રહી હતી.
“હું જ પાગલ છું....!” લાવણ્યા પોતાની ઉપરજ ચિડાઈને બબડી અને માથું ધૂણાવી રહી “એટલાં મોડાં એ છોકરાને છેક રિવરફ્રન્ટ બોલાઈ લીધો....! એય આવાં વરસાદમાં....! હુંહ....!”
એકલાં-એકલાં બબડી લાવણ્યાએ પોતાનું મોઢું મચકોડયું.
“એણે પ્રોમિસ કરી છે....! એ આવશે...!” સિદ્ધાર્થે કૉલેજ આવવાની કરેલી પ્રોમિસ યાદ આવાતાં લાવણ્યા બબડી.
તેણીના હોઠ મલકાઈ ઉઠ્યા.
“એ પાકું આવશેજ...!” ફરીવાર લાવણ્યા આશાભરી નજરે કૉલેજના ગેટ સામે જોવાં લાગી.
***
“તમે જે નંબરનો સંપર્ક કરવા માંગો છો....તે નંબર સ્વિચ ઑફ છે...!”
“આ છોકરો તો જબરો ફૉન બંધ કરીને બેઠો છે....!” સિદ્ધાર્થનો ફૉન હજીપણ સ્વિચ ઑફ આવતાં ચિડાયેલી નેહા બબડી “હજી સુધી કૉલેજય નઈ આયો....! છે ક્યાં આ છોકરો...!”
કૉલેજના કોરિડોમાં ઊભેલી નેહા બેચેનીપૂર્વક આમતેમ જોઈ રહી. ત્યાંજ તેણીની નજર કોરિડોરમાં છેક છેલ્લે સામે દેખાતી સુરેશસિંઘની કેબિનના દરવાજા ઉપર પડી.
"અંકલને ખબર હશે.....!" સિદ્ધાર્થ વિષે સુરેશસિંઘને પૂછવા માટે નેહા તેમની કેબીન તરફ ચાલવા લાગી.
તે હજીતો થોડું ચાલી હતી ત્યાંજ સુરેશસિંઘ તેમની કેબીનમાંથી બહાર નીકળ્યાં અને તેણી તરફ ચાલતાં-ચાલતાં આવવાં લાગ્યાં.
"ગૂડ મોર્નિંગ સર ....!"
"ગૂડ મોર્નિંગ સર ....!" કોરિડોરમાં સામે મળતાં લગભગ દરેક વિદ્યાર્થી સુરેશસિંઘને વિશ કરતાં અને સુરેશસિંઘ માથું હકારમાં નમાવી પ્રતિભાવમાં હળવું ઔપચારિક સ્મિત આપતાં.
"ગૂડ મોર્નિંગ સર ....!" સુરેશસિંઘ પોતાની નજીક આવતાં નેહાએ પણ ઔપચારિકતા દાખવી.
"ગૂડ મોર્નિંગ ....!" સુરિસિંઘે પ્રતિભાવમાં કહ્યું અને સ્મિત કરી ઊભાં રહ્યાં "કેવું ચાલે છે ભણવાનું ....!?"
"સરસ ચાલે છે....!" નેહાએ ઔપચારિક સ્મિત કર્યું અને સુરેશસિંઘ ત્યાંથી જવા લાગ્યાં.
"અ ...અંકલ....એકઝામ યુથ ફેસ્ટિવલની પે'લ્લા આવશે..કે પછી આવશે...!?" સુરેશસિંઘની જોડે ચાલતાં-ચાલતાં નેહા પૂછવા લાગી.
"હજી યુનિવર્સીટીની ડેટ્સ આઈ નથી .....!" સુરેશસિંઘ ઔપચારિક સ્વરમાં બોલ્યાં અને ચાલતાં રહ્યાં "તોય...! મોટેભાગે તો યુથ ફેસ્ટિવલની પે'લ્લાજ હશે....!"
"હમ્મ ....!" નેહા બોલી અને સિદ્ધાર્થ વિષે કેમનું પૂછવું એ વિચારી રહી.
"કઈં બીજું પૂછવું 'તું ...!?" પોતાની જોડે ચાલી રહેલી અને વિચારી રહેલી નેહાને સુરેશસિંઘે પૂછ્યું.
"હ ....! હા ...અ ...! સિદ્ધાર્થ પછી ગઈ રાતે ઘેર આઈ ગ્યો 'તો ને....!?" નેહાએ પૂછ્યું "અમે ડિનર માટે ગ્યા 'તા ...! તો થોડું લેટ થઇ ગ્યું 'તું ....!"
"થોડું નઈ ...!" સુરેશસિંઘે સ્મિત કર્યું અને મીઠો ગુસ્સો કરતાં હોય એમ બોલ્યાં "ઘણું લેટ થઈ ગ્યું 'તું ...!"
"એ તો વરસાદને લીધે....!" નેહા છોભીલી પડી હોય એમ સંકોચપૂર્વક બોલી.
"હમ્મ ....!" સુરેશસિંઘે સ્મિત કર્યું અને સામે જોઈ ચાલતાં રહ્યાં.
"સિદ્ધાર્થ હજી ઊંઘે છે....!?" નેહાએ નકલી સ્મિત કરીને પૂછ્યું "આયો નઈ હજી ....!?"
"ના....ના....એ તો રાતે જ બરોડા ગયો ....!" સુરેશસિંઘ સ્મિત કરીને બોલ્યાં "વિકટને કઈંક અર્જન્ટ હતું એટલે....!"
"હમ્મ ....! એનો ફૉન પણ સ્વિચ ઑફ આવે છે....!" નેહાથી બોલાઈ ગયું "અ ...આઈ મીન....!"
"એ ચાર્જર ઘેર ભૂલી ગ્યો ....!" નેહાના ચેહરા ઉપરના એ મુગ્ધ અને ચિંતાતુર ભાવ જોઈને સુરેશસિંઘ મનમાં મલકાઈને બોલ્યાં "એ સીધોજ બરોડા નીકળી ગ્યો ...! ઘેર ન'તો આયો ....!"
"ઓહ....! અચ્છા ....!" નેહા સહેજ નિરાશ સૂરમાં બોલી.
"એ કદાચ આજે અથવા કાલે આઈ જશે...!" સુરેશસિંઘ કોરીડોરમાં અટક્યાં અને સ્મિત કરીને બોલ્યાં.
કોરીડોરમાં વળીને તેઓ ચાલતાં થઈ થયાં.
"મને કીધા વગર બરોડા ભાગી ગ્યો એમ.....!?" કોરિડોરમાં ઊભાં-ઊભાં નેહા શૂન્યમનસ્ક થઈને વિચારી રહી.
****
“આ છોકરી અહિયાં શું કરે છે....!?” કૉલેજ બિલ્ડીંગ તરફ જઈ રહેલી અંકિતા કૉલેજના પાર્કિંગ શેડમાં ઊભા-ઊભા આમતેમ આંટા મારી રહેલી લાવણ્યાને જોઈને બબડી.
“કોની રાહ જોતી હશે આ....!?” અત્યંત બેચેનીપૂર્વક આમતેમ આંટા મારી રહેલી અને ગેટ સામે જોઈ રહેલી લાવણ્યાને જોઈ અંકિતા વિચારી રહી.
“હુંય પાગલ છુંને....!” અંકિતા જાતેજ હસીને બબડી “એને તો રોજ જુદા-જુદા હોય છે....હી..હી...!”
પાછું ફરીને અંકિતા છેવટે કૉલેજ બિલ્ડીંગ તરફ ચાલવા લાગી. કોણ જાણે કેમ, લાવણ્યાની બેંચેનીના વાઈબ્સ તેણીને પણ ફીલ થયાં હોય એમ અંકિતા પણ વિચારતી રહી. આજ પહેલાં કદીપણ તેણે લાવણ્યાને આટલી બેચેન નહોતી જોઈ. કેન્ટીન તરફ જતાં-જતાં અંકિતાએ પ્રયત્નપૂર્વક લાવણ્યાના એ વિચારોને દબાવવાનો પ્રયત્ન કર્યો છતાંય લાવણ્યાની એ બેચેની વિષેનું કુતૂહલ શમ્યું નહીં.
****
“લાવણ્યાને કૉલ કરી લવ....!” બે-અઢી કલ્લાકની ઊંઘ ખેંચી લીધા બાદ સિદ્ધાર્થે ઊઠતાંજ બેડની જોડેના ડ્રૉઅર ઉપર ચર્જિંગમાં પડેલો પોતાનો આઈફોન હાથમાં લેતાં બબડ્યો “એ રાહ જોતી હશે....!”
“તું કાલે કૉલેજ આઈશને.....! આઈશને...!?” આગલી રાતે લાવણ્યાએ જેટલું આજીજીપૂર્વક પૂછ્યું હતું, તેણીનો એ ચેહરો યાદ આવી જતાં સિદ્ધાર્થ બે ઘડી શૂન્યમનસ્ક થઈ ગયો.
“તું કાલે કૉલેજ આઈશને.....!?” લાવણ્યાનાં ચેહરા ઉપરની એ ઈનોસન્સ જોઈને સિદ્ધાર્થ ખાતરીપૂર્વક બોલ્યો હતો કે કૉલેજ આવશેજ.
“પ્રોમિસ પણ કર્યું’તું....! પણ નિભાઈ નાં શકાયું.....!” સિદ્ધાર્થ બબડ્યો અને માથું ધૂણાવતાં- ધૂણાવતાં પોતાનો ફૉન સ્વિચ ઓન કરવાં લાગ્યો.
ચર્જિંગમાં ભરાવતી વખતે ફ્રેશ થવાની ઉતાવળમાં સિદ્ધાર્થ મોબાઈલ સ્વિચ ઓન કર્યા વગરજ જતો રહ્યો હતો અને પછી બહાર આવતાની સાથેજ થાકને લીધે બેડમાં પડતું મૂકીને સૂઈ ગયો હતો.
“ચલ..ચલ ભાઈ....! ચાલુ થા....ચાલુ થા...!” મોબાઈલની સાઈડ પેનલ ઉપરનું પાવર ઓન કરવાનું બટન દબાઈને ફૉન ચાલુ થવાની રાહ જોઈ રહેલો સિદ્ધાર્થ અધિર્યા જીવે બબડ્યો.
થોડીવાર થવા છતાય ફૉન ચાલુ નાં થતાં સિદ્ધાર્થે વધુ એકવાર પાવર ઓન કરવાનું બટન દબાવ્યું.
“અરે ભાઈ....! શું માંડ્યુ છે તે આ....!?” રૂમમાં એકલો હોવા છતાં સિદ્ધાર્થ એકલાં-એકલાં બબડતાં-બબડતાં બોલ્યો અને ચિડાઈને વધુ બે-ત્રણ વખત પાવર બટન દબાવી દીધું.
ઘણો પ્રયત્ન કર્યા છતાં પણ સિદ્ધાર્થનો ફૉન ઓન જ ના થયો.
“સિદ્ધાર્થ....!” ત્યાંજ કરણસિંઘનો અવાજ આવ્યો.
સિદ્ધાર્થે બેડરૂમનાં દરવાજા તરફ જોતાં તેઓ અંદર આવી રહ્યાં હતાં.
“થઈ ગ્યો તૈયાર....!?” અંદર આવતાંજ તેમણે બેડમાં પલાંઠી વાળીને બેઠેલાં સિદ્ધાર્થને કહ્યું.
“અમ્મ...નાં...હું બસ ….!” સિદ્ધાર્થ સહેજ થોથવાયો અને બેડમાંથી ઊભો થઈ ગયો “મારો ફૉન બગડી ગ્યો લાગે છે...! ચાલુ નઈ થતો....!”
“તો પછી કરજેને....!” પોતાની આદત મુજબ કરણસિંઘ સહેજ કડક સ્વરમાં બોલ્યાં “અત્યારે વરસાદ બંધ થયો છે...’ને બપોરનો ટાઈમ છે....તો ટ્રાફિક પણ ઓછો હશે...! જલ્દી કર......ઑફિસે પો’ચી જઈએ....!”
“ચલ જલ્દી....!” સિદ્ધાર્થ કઈં દલીલ કરે એ પહેલાં તો કરણસિંઘ બહાર જવાં પણ લાગ્યાં “હું નીચે રાહ જોઉં છું તારી....! જમવાનું પણ ઑફિસેજ કરી લેજે....!”
એટલું બોલીને કરણસિંઘ બહાર નીકળી ગયાં અને ડ્રૉઈંગરૂમમાં જવાં સીડીઓ ઉતરી ગયાં.
“આઈ મિસ યુ ટૂ ડેડ.....! હુંહ....!” કરણસિંઘના આદત મુજબના બિહેવિયરને યાદ કરીને સિદ્ધાર્થ હસ્યો અને ટોંન્ટમાં બોલ્યો.
બેડમાંથી ઊભા થઈને સિદ્ધાર્થ તૈયાર થવા લાગ્યો.
****
“ઓલી રખડેલ જોડે એટલા મોડા એ ક્યાં ગ્યો હશે....!?” સિદ્ધાર્થ વિષે વિચારતાં-વિચારતાં નેહા મનમાં બબડી “એ પણ મને કીધા વગર.....!”
“યાર આ સંકલનના દાખલા તો ભયંકર અઘરા છે હોં....!” પ્રેમ પોતાની જોડે બેઠેલી નેહા તરફ સહેજ ઝુકીને બોલ્યો.
સ્ટેટનો લેકચર ચાલી રહ્યો હતો.
“હમ્મ....!” પ્રેમે વિચારો ભંગ કરતાં નેહાએ ઔપચારિક સ્મિત કર્યું અને તેની સામે જોઈ પાછું સામે ભણાઈ રહેલાં પ્રોફેસર તરફ શૂન્યમનસ્ક જોવા માંડ્યુ.
“પાછો આજે મને કીધા વગર બરોડા જતો’ર્યો....!” નેહા પાછી સિદ્ધાર્થના વિચારોમાં ખોવાઈ ગઈ “ખબર નઈ એના મનમાં શું ચાલે છે.....!?”
નેહાની સામે ફરીવાર આગલી રાતનું સોસાયટીના ગેટ આગળ ઉભેલાં લાવણ્યા-સિદ્ધાર્થનું દ્રશ્ય તરવરી ઉઠ્યું. લાવણ્યાનો ચેહરો યાદ આવી જતાં નેહા મગજ તપી ઉઠ્યું.
****
“બીજી કોઈ જગ્યાએ શેડ જોયો પછી....!?” જમતાં-જમતાં કરણસિંઘે સિદ્ધાર્થને પૂછ્યું.
બંને ઓફિસમાં કરણસિંઘની કેબિનમાં જ જમવા બેઠાં હતાં.
“જોયો તો...! બ્રોકરે એક જગ્યાએ બતાયો ‘તો.....!” સિદ્ધાર્થ જમવાનો કોળિયો ચાવતાં-ચાવતાં બોલ્યો “પણ નાની જગ્યા છે....! આપડા કામની નઈ....!”
“ગાંધીનગર પણ એક યુનિટ ખોલવાનો વિચાર છે....!” કરણસિંઘ જમતાં-જમતાં બોલ્યા.
“ગાંધીનગર....!?” હળવાં આશ્ચર્યના ઝટકા સાથે સિદ્ધાર્થે કરણસિંઘ સામે જોઈને પૂછ્યું.
“હમ્મ....!” કરણસિંઘ શાંત સ્વરમાં બોલ્યા “સુરેશ પણ હેલ્પ કરશે....! અમદાવાદ અને ગાંધીનગર બેય જગ્યાએ ધંધો સાંભળવામાં .....!”
“એમને કૉલેજમાંથી ટાઈમ મલશે....!?” સિદ્ધાર્થ શંકા જતાવતો હોય એમ બોલ્યો.
“કાઢસે...!” દાળની વાટકીમાંથી ચમચી ભરી દાળનો ઘૂંટ પી તેઓ બોલ્યાં “તું તો છેજ ને ત્યાં...!”
કરણસિંઘની વાત સમજવાનો સિદ્ધાર્થ પ્રયત્ન કરી રહ્યો.
“મારે કાયમ ત્યાંજ રે’વાનું છે....!?” સિદ્ધાર્થે સહેજ પરેશાન સ્વરમાં પૂછ્યું.
“તારાં અને નેહાના મેરેજ પછી તને અમદાવાદ સેટલ થવામાં કોઈ પ્રોબ્લેમ તો નઈ ને....!?” કરણસિંઘ બોલ્યાં.
કેટલીક ક્ષણો સુધી સિદ્ધાર્થ સમજી ના શક્યો કે કરણસિંઘે પ્રશ્ન પૂછ્યો હતો કે પોતાનો નિર્ણય જણાવ્યો હતો.
જોકે કરણસિંઘને નીચું જોઈને શાંતિથી જમતાં જોઈ સિદ્ધાર્થ સમજી ગયો કે મેરેજ પછી સિદ્ધાર્થે અંદવાદ સેટલ થવાનું છે એ નિર્ણય ઓલરેડી લેવાઈ ચૂક્યો હતો.
એક ઊંડો નિશ્વાસ નાંખી સિદ્ધાર્થે પાછું જમવાનું કન્ટીન્યુ કર્યું.
“મારે આઈ સ્ટોરમાં જવું છે....! મારો ફૉન બતાવવા...! ચાલુ નઈ થતો...!” જમવાનું પતાવી ઊભા થતાં-થતાં સિદ્ધાર્થ બોલ્યો.
“તો સાંજે જઈ આવજેને....! મેં સીએને બોલાવ્યાં છે....!” કરણસિંઘ બોલ્યાં “એમની જોડે તારે બેસવું પડશે....!”
“સારું...!” સામી દલીલ કરવાનો કોઈ અર્થ નથી એ જાણતો સિદ્ધાર્થ ટૂંકમાં બોલ્યો અને ઊભો થઈ ગયો.
“એણે ખબર નઈ કેટલાં કૉલ કર્યા હશે.....!” તેને લાવણ્યાની દયા આવી ગઈ “કેટલી રાહ જોઈ હશે....!”
****
“ઉફ્ફ....! કંટાળો આઈ ગ્યો...!” કૉલેજના બોરિંગ લેકચરથી કંટાળેલી નેહા લેકચર પત્યા પછી ક્લાસમાંથી બહાર નીકળતાં-નીકળતાં બોલી.
કામ્યાની જોડે ત્રિશા પણ ચાલી રહી હતી.
“હાં યાર ખરેખર....!” જોડે ચાલી રહેલી કામ્યા બોલી “વરસાદને લીધે આમેય સંખ્યા ઓછી હોય છે.....ને પછી સાહેબ ભણાવવાની જગ્યાએ ફાલતુ વાતો કરી કરીને પકાવે છે....!”
“હમ્મ....! એમાંય આ રાવલ સર તો ખરેખર હોં....!” ત્રિશા મોઢું બગાડીને બોલી “ભણાવવું ના હોય....એટ્લે ‘તું ક્યાંથી આવે છે....!?’ ‘તાલાં પપ્પા છું જોબ કલે છે....!?’ ‘તાલાં ઘલમાં કોણ-કોણ છે....!?’ જેવા ફાલતુ સવાલો પૂછે છે બધાને ઊભા-ઊભા કરી-કરીને....! આવી શું પંચાત....!?”
કામ્યા અને નેહા બંને હસ્યાં.
“પંચાતથી યાદ આયુ....!” કોરિડોરમાં ચાલતાં-ચાલતાં નેહાએ પૂછ્યું “આપડી કૉલેજની ક્વિન ક્યાં છે....!?”
નેહાએ ક્વિન શબ્દ અત્યંત વેધક ટોંન્ટમાં કહ્યો. જોકે કામ્યા કે ત્રિશા બેયમાંથી એકેયને એ ટોન્ટ ના સમજાયો.
“શું ખબર.....!?” કામ્યા ખભા ઉછાળીને બોલી.
“મને અંકિતા સવારમાં પૂછતી’તી ....!” ત્રિશા બોલી “કે એ પાર્કિંગમાં કોની રાહ જોતી હશે....!?”
“કોની રાહ જોતી’તી....!?” કામ્યાએ પૂછ્યું.
“અરે મને શું ખબર...!?” કામ્યા બોલી “એ તો અંકિતાએ એને સવારમાં પાર્કિંગમાં જોઈ ‘તી....! એટ્લે એ મને એમજ પૂછતી’તી.....!”
“ઓહ....! તો તારે કે’વું જોઈએને...!” નેહા હસીને ટોંન્ટમાં બોલી “એ રોજે છોકરાઓ બદલે છે....! કોને ખબર આજે કોની રાહ જોતી હોય....હી..હી...!”
બંને જણાં હસ્યાં અને કેન્ટીન તરફ જવાં કોરિડોરમાં વળવાં લાગ્યાં. વળવાંની જગ્યાએ નેહા સીધી ચાલી ગઈ.
“અરે.....ઓય...! કેન્ટીન આમ છે....!” કામ્યાએ અટકીને સહેજ મોટેથી નેહાને કહ્યું.
“હું તો ઘેર જઉં છું....!” નેહા અટક્યાં વગર ચાલતાં-ચાલતાં બોલી “મને કંટાળો આવે છે...!”
બોલતાં-બોલતાં નેહા કૉલેજ બિલ્ડીંગમાંથી બહાર નીકળવાં ચાલી ગઈ.
બિલ્ડીંગના પગથિયાં ઉતરીને નેહા ગેટ તરફ જવાં પેવમેંન્ટ ઉપર ચાલવા લાગી.
“અરે...!?” ગેટ તરફ જતાં-જતાં નેહાની નજર અમસ્તાજ પાર્કિંગ શેડ તરફ ગઈ જ્યાં તેણીએ લાવણ્યાને ઊભેલી જોઈ.
“આ બલા તો હજીયે અહિયાંજ છે....!” ત્રિશાએ કહ્યું હતું કે લાવણ્યા સવારની પાર્કિંગમાં કોઇની રાહ જોવે છે એ વાત યાદ આવી જતાં નેહાને આશ્ચર્ય થયું.
“નક્કી સિદ્ધાર્થની જ રાહ જોતી લાગે છે....!” લાવણ્યા સામે જોઈ રહી નેહા મનમાં બબડી.
આમતેમ આંટા મારી રહેલી લાવણ્યાનું ધ્યાન જોકે નેહા તરફ નહોતું.
“હી...હી....તો તો છેડવીજ પડશે....!” કઈંક વિચાર મગજમાં આવી જતાં નેહા પાર્કિંગ શેડ તરફ ચાલવા લાગી.
“આ છોકરો તો હજી ના આયો...!” સવારની સિદ્ધાર્થની રાહ જોઈ રહેલી લાવણ્યા બબડી.
સાંજ પડવા આવી હતી અને કૉલેજ પૂરી થવામાં લગભગ કલ્લાકેકની વાર હતી. સિદ્ધાર્થ આવશે એ આશાએ લાવણ્યા હજી પણ પાર્કિંગમાં જ સિદ્ધાર્થની રાહ જોઈ રહી હતી.
“નેહાને ખબર હશે....!” પાર્કિંગ શેડ તરફ આવી રહેલી નેહાને જોઈને લાવણ્યાને કોઈ આશા જડી હોય એમ તે ખુશ થઈ ગઈ.
“ન...નેહા...!” પાર્કિંગ શેડમાં લાવણ્યાની જોડે હજીતો નેહા પહોંચીજ હતી ત્યાંજ લાવણ્યા સામેથી તેણી તરફ ધસી ગઈ “સ...સિદ્ધાર્થ નઈ આયો....આજે....!? ક્યારે આવાનો....!?”
લાવણ્યાના સ્વરમાં રહેલી અત્યંત બેચેની પારખી જતાં નેહાએ મનમાંજ કુટિલ સ્મિત કર્યું.
“એ તો બરોડા જતો ર્યો....!” નેહા માંડ પોતાનું કુટિલ સ્મિત દબાવીને બોલી.
“બ...બરોડા જતો ર્યો....!?” લાવણ્યાને આઘાત લાગ્યો હોય એમ તેણીને ફડકો પેઠો “પ...પણ ક..કેમ....!?”
“એને અહિયાં નઈ ફાવતું....!” ખભાં ઉછાળી નેહા સ્વાભાવિક સ્વરમાં ખોટું બોલી “એ એવું કે’તો ‘તો...કે અહિયાં બવ ફાલતું લોકો છે....!”
“અહિયાં બવ ફાલતું લોકો છે....! ફાલતું લોકો છે....!” લાવણ્યાનું મન ભાંગી પડ્યું.
“ઓહ....હું તો ભૂલીજ ગઈ....!” નેહા નાટક કરતી હોય એમ બોલી “વરસાદને લીધે હું તો આજે એક્ટિવા લઈને ન’તી આઈ હી..હી...! બાય...!”
કુટિલ સ્મિત કરીને નેહા પાછી કૉલેજના ગેટ તરફ ચાલતી થઈ ગઈ.
“હવે તડપતી રે’ તું હરામી.....!” નેહાને કલેજે સહેજ ઠંડક થઈ હોય એમ તે મનમાં બબડી “જ્યાં સુધી સિદ્ધાર્થ પાછો ના આવે ત્યાં સુધી....!”
****
“સિડ ના આયો....!” આઘાત પામી ગયેલી લાવણ્યા એકલાં-એકલાં બબડી “એણે પ્રોમિસ કરી’તી...ત...તોય ના આયો....!”
લાવણ્યાની આંખ ભીની થઈ ગઈ. નેહા જે બોલીને ગઈ એ શબ્દો હજીપણ તેણીનાં કાનમાં પડઘાઈ રહ્યાં હતાં.
“એ ના આયો....! એ...ન...ના આયો....!” લાવણ્યા ભાન ભૂલી હોય એમ બાબડાટ કરી રહી.
“હેં ...!? શું.....!? કોણ ના આયુ....!?” ત્યાંજ પાછળથી અંકિતાનો અવાજ આવ્યો “અને તું હજીપણ પાર્કિંગમાં કોની વેટ કરે છે....!?”
અંકિતાએ હવે આશ્ચર્યથી આંખો મોટી કરીને પૂછ્યું. પાર્કિંગ તરફ આવતી વખતે પીઠ કરીને ઊભેલી લાવણ્યાને તે ઓળખી નહોતી શકી.
“સિડ....સિડ ના આયો....!” લાવણ્યા ભીની આંખે અંકિતા સામે જોઈને બોલી.
“સિડ....!?” અંકિતાને આશ્ચર્ય થયું, તેને લાવણ્યાની ભીની આંખો અને અને તેણીનાં ચેહરા ઉપર રહેલાં આઘાતના ભાવો જોઈને વધુ આશ્ચર્ય થયું.
“મ્મ...મેં એને કીધું....! ટ્રસ્ટ કરીને કીધું....બધું કીધું’તું....!” આઘાતથી લાવણ્યા તૂટક-તૂટક બોલી રહી હતી.
“શ...શું કીધું...!? શેની વાત કરે છે....!? તને શું થયું છે....!?” માથે પરસેવો, વધી ગયેલાં ધબકારા, ચેહરા ઉપર આઘાત, લાવણ્યાની એવી હાલત જોઈને અંકિતાને ચિંતા થઈ.
“તું ઠીક છે ને....!?” અંકિતાએ લાવણ્યાના ખભે સહાનુભૂતિપૂર્વક હાથ મૂક્યો “તારે પાણી પીવું છે....!?”
ખભે ભરાવેલા પોતાનાં હેન્ડબેગમાંથી અંકિતા ઝડપથી પાણીની બોટલ કાઢવાં લાગી.
“મેં....એણે બ..બધું કીધું....! એણે...એણે...એ પછી પ્રોમિસ પણ કરી’તી....ક...કે આવશે....!” અંકિતા પાણીની બોટલ કાઢી રહી હતી ત્યારે લાવણ્યા બબડાટ કરે જતી હતી.
“લે...લે....! જલ્દી...!” બોટલનું ઢાંકણું ખોલીને અંકિતાએ બોટલ લાવણ્યાના હોંઠ સામે ધરી “શું થાય છે તને...!? શું કીધું’તું તે....!? કોની વાત કરે છે તું...!? આપડા ગ્રૂપના સિદ્ધાર્થની....!?”
ચિંતાતુર સ્વરમાં અંકિતાએ એક પછી એક ઘણા બધા પ્રશ્નો પૂછી નાંખ્યાં.
“હ...હા....હા....સિડ...સિડને મ્મ...મેં બ…બધું કીધું....!” લાવણ્યા માંડ-માંડ બોલી રહી હતી “એણે પ્રોમિસ કરી’તી કે...કે....એ આવશે....! આજે આવશે....... પણ ના આયો....!”
“તું ...તું પાણી પી લે...લે....!” ચિંતાતુર સ્વરમાં બોલી અંકિતાએ જોરજબરદસ્તી લાવણ્યાના મોઢે પાણીની બોટલ માંડી દઈ પાણી પીવાડાવા લાગી.
થોડીવાર પછી લાવણ્યા માંડ શાંત થઈ.
“હવે કે’ મને...શું વાત છે....!?” અંકિતાએ લાવણ્યાની પીઠ ઉપર હાથ ફેરવીને કહ્યું “તે કોને કીધું....!!? શું કીધું....!? કોની વાત કરે છે...!?”
શાંત થયા પછી પણ લાવણ્યાને ક્યારેક ક્યારેક ડૂસકાં આવી જતાં. તે શૂન્યમનસ્ક થઈને કૉલેજનાં ગેટ સામે જોઈ રહી અને સિદ્ધાર્થ જાણે સાચેજમાં આવ્યો હોય એવું દ્રશ્ય કલપી રહી.
“મેં સિદ્ધાર્થને મારો બધો પાસ્ટ કીધો....!” કૉલેજનાં ગેટ સામે જોઈ રહીને લાવણ્યા બોલવા લાગી.
****
“પણ શું પ્રોબ્લેમ છે એ તો કો’….!?” સિદ્ધાર્થે કાઉન્ટરની બીજી બાજુ સામે ઉભેલાં એપલ શૉ રૂમમાં ટેક્નિશિયનને પૂછ્યું.
સાંજે ઓફિસેથી નીકળીને સિદ્ધાર્થ કરણસિંઘને ઘરે ડ્રૉપ કરી એપલનાં સ્ટોરમાં પોતાનો બગડી ગયેલો ફૉન બતાવવાં આવ્યો હતો.
“સર....! ફૉન ટોટલી ડેડ થઈ ગ્યો છે....!” શૉ રૂમના ટેક્નિશિયને સિદ્ધાર્થનો ફૉન તપાસીને કહ્યું “કદાચ પાણીમાં પલાળવાને લીધે...!”
“પણ ભાઈ...આ તો વૉટર પ્રૂફ છે...!” સિદ્ધાર્થ શાંતિથી પણ ટોન્ટમાં બોલ્યો.
“હા....વૉટર પ્રૂફ તો છે....!” મોબાઈલ હાથમાં આમતેમ ફેરવી ઓલો છોભીલો પડ્યો હોય એમ બોલ્યો.
સિદ્ધાર્થ સહેજ ચિડાઈને ઓલા સામે જોઈ રહ્યો જે નીચું જોઈ ફૉન પોતાનાં હાથમાં રમાડી રહ્યો છે.
“હવે....!?” સિદ્ધાર્થે પૂછ્યું.
“તમારે નવો ફૉન લેવો પડશે....!” ઓલો સિદ્ધાર્થ સામે જોઈને શક્ય એટલું ઔપચારિક સ્મિત કરીને બોલ્યો.
“આ ફૉન વોરંટીમાં છે દોસ્ત....!” સિદ્ધાર્થ મોઢું બગાડીને બોલ્યો “અને ફૉન વૉટર પ્રૂફ હોવા છતાં બગડી ગ્યો...! તોય મારે પૈસાં ખરચાવના....!? તમારે રિપ્લેસ કરી આપવો પડેને....!?”
“સર...! આ મોડલ અત્યારે અમારા ત્યાં સ્ટોકમાં નથી....!” ટેક્નિશિયન બોલ્યો.
“તો તમે બીજે ક્યાં અવેલેબલ છે એ કહી શકો....?” સિદ્ધાર્થે પૂછ્યું “હું એ સ્ટોરમાં જતો આઉ...!”
“સર...! તમે એપલ યુઝર છોને....! તો તમે જાણતાંજ હશો...!” ટેક્સનિશિયન સમજાવવાના સૂરમાં બોલ્યો “તમને તો ખબર હશેજ... કે એપલ નવા મોડલ રીલીઝ કરે...એટ્લે જૂના મોડલના ભાવ અમુક લેવલથી નીચે જતાં ના રે’ એટ્લે એ જૂના મોડલનું પ્રોડકશન બંધ કરીદે છે....! સરવાળે એ મોડલ એપલ સ્ટોરમાં આઉટ ઑફ સ્ટોક થઈ જાય છે....!”
“તો મારે શું કરવાનું એ કો’...!” સિદ્ધાર્થ ઓલાંને ટોકતાં સહેજ ચિડાઈને બોલ્યો.
“સર...તમારે આનાથી એક મોડલ અપ લેવું પડે...! યા તો પછી અત્યારે એનાથી ડાઉનમાં જે SE મોડલ ચાલે છે...એમનું કોઈ...!” ટેક્નિશિયન બોલ્યો “આ મોડલના જે પૈસાં અત્યારે આવે...એ અમે બાદ આપી દઇશું...! તમારે ખાલી ડિફરન્સના પૈસાં આપવાના રે’...!”
“આનાથી અપ મોડલમાં કયાં છે...!?” સિદ્ધાર્થે પૂછ્યું અને ઓલો સિદ્ધાર્થને જરૂરી ઇન્ફોર્મેશન આપવાં માંડ્યો.
થોડીવાર પછી સિદ્ધાર્થે એક મોડલ ફાઇનલ કરી દીધું અને ડિફરન્સનાં આપવાના થતાં પૈસાં આપીને નવો ફૉન લઈ લીધો.
“સર....! તમારાં એપલ આઈડીને નવાં ફૉનમાં બધાં જૂના મેસેજ વગેરે સાથે રિસ્ટોર કરવું છે...!?” ટેકનિશયને પૂછ્યું.
“હા....! જૂનો બેકઅપ ઇમ્પોર્ટન્ટ છે...!” સિદ્ધાર્થ બોલ્યો.
“તો ત્રણેક કલ્લાક જેટલો ટાઈમ લાગશે...!”
“ઓહ તેરી...!? આખા ત્રણ કલ્લાક...!?” સિદ્ધાર્થ ચોંકીને બોલ્યો.
“અરે સર...! તમને ખબર તો છે....! એપલનો નવો અપડેટ થવામાંજ દોઢેક કલ્લાકનો ટાઈમ લેશે...!” ઓલો ટેક્સનિશિયન હેલ્પલેસ સ્વરમાં બોલ્યો “પે’લ્લા બે-ત્રણ જીબીનું અપડેટ ડાઉનલોડ થશે...પછી એ અપડેટ ફૉનમાં ઇન્સ્ટોલ થશે...! આમાં દોઢ-બે કલ્લાક તો થઈજ જશે....! અને એ પછી તમારું એકાઉન્ટ આ ફૉનમાં રિસ્ટોર કરવાનું....એમાં બીજો એક-દોઢ કલ્લાક....! સહેજેય ત્રણ-ચાર કલ્લાકનો ટાઈમ તો જાયજ....!”
“બે-યાર...!” સિદ્ધાર્થે માથે હાથ દીધો અને માથું ધૂણાવી રહ્યો “તો કેટલા વાગશે...!?”
“લગભગ સાડા આઠ વાગી જશે...!”
સિદ્ધાર્થે નિરાશામાં માથું ધૂણાવ્યું અને બોલ્યો –“જલ્દી કરી આપો ભાઈ....! ત્રાસ થઈ ગ્યો....!”
લાવણ્યા સાથે વાત કરવાં અધિર્યો થયેલો સિદ્ધાર્થ કંટાળ્યો હોય એમ માથું ધૂણાવીને ઊભો થયો અને સ્ટોરનાં વેઇટિંગ એરિયામાં આવી સોફાંમાં બેસી ગયો. ફૉનની માથાકૂટને લીધે સિદ્ધાર્થને સખત કંટાળ્યો આવતો હોવાનું તેણે અનુભવ્યું. જોકે આવી બધી પ્રોબ્લેમ્સને લીધે તેને લાવણ્યા વિષે વિચારવાનો પૂરતો સમય મળી જતો. સોફાંની પાછળ દીવાલે માથું ટેકવી તે લાવણ્યા વિષે વિચારી રહ્યો. હવે આગળ શું કરવું? એ વિષેનાં વિચારો પણ સિદ્ધાર્થને ઘેરી વળ્યાં.
પોતાનો સમગ્ર ભૂતકાળ નિખાલસતાથી કહી દઈને લાવણ્યાએ સિદ્ધાર્થનું મન તેણી માટે સંપૂર્ણ બદલી નાંખ્યું હતું. આથીજ સિદ્ધાર્થ હવે મૂંઝાયો હતો કે તેણે આગળ શું કરવું?
મૂંઝવણમાં ને મૂંઝવણમાં વિચારે ચઢી ગયેલાં સિદ્ધાર્થે પોતાની આંખો બંધ કરી.
“સિડ....! તું કાલે કૉલેજ આવાનો ને....!? કૉલેજ આવાનો ને....!?”
આંખો બંધ કરતાંજ તેને નજર સામે લાવણ્યાનો એ માસૂમ ચેહરો દેખાવા લાગ્યો. વધુ એકવાર સિદ્ધાર્થ લાવણ્યાના ભૂતકાળના વિચારોમાં ખોવાઈ ગયો. તેણી ઉપર થયેલાં અત્યાચારોની વાત યાદ આવી જતાં સિદ્ધાર્થને તેણી માટે કરુણા ઊપજી.
રાતના સાડા આઠ વાગ્યે લગભગ ત્રણ-સાડા ત્રણ કલ્લાકે નવો આઈફૉન રેડી થઈ જતાં સિદ્ધાર્થ પોતાનો મોબાઈલ લઈને સ્ટોરમાંથી બહાર નીકળ્યો.
“ખબર નઈ કેટલાય કૉલ કર્યા હશે આ છોકરીએ...!”રાહ જોઈ-જોઈને થાકેલી લાવણ્યાએ અનેકવાર કૉલ કર્યા હશે એમ માની સિદ્ધાર્થે પોતાનાં મોબાઈલમાં મિસ્ડ કૉલના મેસેજીસ ચેક કરવાં માંડ્યા.
“Dear Customer
Neha called you for 14 times”
“બાપરે....! આટલા બધા....!?” નેહાના મિસ્ડ કોલ્સનો મેસેજ જોઈને સિદ્ધાર્થ આશ્ચર્યથી આંખો પહોળી કરીને બબડ્યો “એવું તો શું કામ હશે....!?”
નેહાના મેસેજ જોઈ સિદ્ધાર્થ પાછો ઇનબોક્સમાં લાવણ્યાના મેસેજ શોધવા લાગ્યો.
“હશે...! એને તો કાયમ કોઈને કોઈ વાતે માથાકૂટ હોયજ છે....!” લાવણ્યાના મેસેજ શોધતાં-શોધતાં સિદ્ધાર્થ બબડ્યો અને નેહા વિષે વિચારી સહેજ ચિડાયો.
“અરે....! ભારે કરી ...! એક પણ વાર કૉલ નઈ....!?” લાવણ્યાના મિસ્ડ કૉલનો એકેય મેસેજ ઈનબોક્સમાં ના દેખાતાં સિદ્ધાર્થને આશ્ચર્ય પણ થયું અને આંચકો પણ લાગ્યો.
“whatsapp જોવા દે....!” ઈનબોક્સમાંથી બહાર નીકળી સિદ્ધાર્થે ઝડપથી પોતાનાં મોબાઈલમાં whatsapp ઓપન કર્યું.
“ઓહ તેરી....!? જબરી આ છોકરી તો...!?” whatappમાં લાવણ્યાનો એકેય મેસેજ નહોતો.
સિદ્ધાર્થ હવે લાવણ્યા ઉપર સહેજ ચિડાયો અને નાના બાળકની જેમ મોઢું બગાડીને પોતાનાં એન્ફિલ્ડ પાસે ઊભો રહ્યો.
“આમ તો કેટલું કે’કે’ કરતી’તી....!” લાવણ્યાથી નારાજ થયેલો સિદ્ધાર્થ બબડ્યો “કાલે કૉલેજ આવજે....કાલે કૉલેજ આવજે....! અને એક કૉલ કે મેસેજ પણ નઈ કર્યો..! આ છોકરી તો જબરી માયા છે....!”
લાવણ્યાનો એકપણ કૉલ કે મેસેજ ના આવ્યો હોવાને લીધે સિદ્ધાર્થ પહેલાં મૂંઝાઇ ગયો પછી લાવણ્યાથી નારાજ થયો હોય એમ ચિડાઈ ગયો.
“તો હુંય નઈ કરું....!” બાળકની જેમ રૂઠયો હોય એમ સિદ્ધાર્થે મોઢું બગાડ્યું અને ફૉન લોક કરી જીન્સના પોકેટમાં મૂક્યો અને બાઇક ઉપર બેઠો.
“એક કૉલ ના કર્યો....! હુંહ...!” ફરીવાર મનમાં લાવણ્યા ઉપર ગુસ્સો કરીને સિદ્ધાર્થે બાઇક ઘર તરફ મારી મૂક્યો.
લાવણ્યાનો એકપણ કૉલ નહીં છતાંપણ સિદ્ધાર્થ તેણીથી નારાજ થઈ તેના વિષેજ વિચારતો રહ્યો, બીજી તરફ નેહાએ અનેકવાર કૉલ કર્યા છતાં સિદ્ધાર્થને નેહા સાથે વાત કરવાનું કે તેના વિષે એકપણ વિચારવાનું મન ના થયું. જોકે આ વાતનો સિદ્ધાર્થને પોતાને પણ ખ્યાલ ના આવ્યો અને ઘરે પહોંચ્યાં પછી પણ તે લાવણ્યા વિષેજ વિચારતો રહ્યો. લાવણ્યાને કૉલ કરવાની ઈચ્છા થઈ આવી છતાંય “મેલ ઇગો” એ તેને “રોકી” લીધો.
“મેસેજ કરી જોઉ.....!?” ડાયનિંગ ટેબલ ઉપર બેસીને જમતાં-જમતા સિદ્ધાર્થ પોતાનાં મોબાઈલમાં whatsappમાં લાવણ્યાનું ચેટ બોક્સ ઓપન કરી બબડ્યો.
કોળિયો ચાવતાં-ચાવતાં સિદ્ધાર્થ whatsappમાં દેખાતાં લાવણ્યાના DP સામે જોઈ રહ્યો.
“એક કૉલ ના કર્યો...!” માથું ધૂણાવીને સિદ્ધાર્થે ફરીવાર મોઢું મચકોડયું અને ફૉન લોક કરી પાછો ડાઈનિંગ ટેબલ ઉપર મૂક્યો અને ફટાફટ જમવા લાગ્યો.
“અરે....! આરામથી પણ....!” ઝડપથી જમી રહેલાં સિદ્ધાર્થને જોઈને તેણી જોડે બેસી જમી રહેલાં કરણસિંઘની થાળીમાં રોટલી પરોસવા આવેલાં રાગિણીબેન બોલ્યાં “આટલી શું ઉતાવળ છે....!?”
“મારે મોડું થાય છે....!” સિદ્ધાર્થ ઝડપથી કોળિયા ચાવતાં-ચાવતાં બોલ્યો.
“હવે શેનું મોડું....!?” રાગિણીબેને પૂછ્યું અને સિદ્ધાર્થની જોડે બેસીને જમી રહેલાં કરણસિંઘે સિદ્ધાર્થ સામે પ્રશ્નાર્થ ભાવે જોયું.
“મારે અમદાવાદ જવા નીકળવું છે....!” સિદ્ધાર્થ રાગિણીબેન સામે જોઈને બોલ્યો અને પાછો ઝડપથી જમવા લાગ્યો.
“અત્યારે આટલાં વાગે....!?” જમતાં-જમતાં કરણસિંઘે દીવાલ ઉપર લાગેલી વૉલ ક્લોક સામે જોઈને બોલ્યાં.
રાતના લગભગ નવ સવા નવ વાગ્યા હતાં.
“બા’ર વરસાદ પણ ચાલુજ છે....!” તેમના સ્વરમાં સહેજ ચિંતા ભળી “આવામાં ટુ વ્હીલર લઈને ના જવાય....!”
સિદ્ધાર્થ કઈંક દલીલ કરવાં જતો હતો ત્યાંજ કરણસિંઘ આદેશાત્મક સ્વરમાં બોલ્યાં
“કાલે સવારે નીકળજે....!”
સામે દલીલનો કોઈ અવકાશ ન રહેતાં સિદ્ધાર્થે પોતાનું જમવાનું પતાવ્યું અને ડાઈનિંગ ટેબલ ઉપર પડેલો પોતાનો મોબાઈલ લઈ ડ્રૉઇંગરૂમમાંથી પોતાનાં બેડરૂમમાં જતી સીડીઓ ચઢી ગયો.
“ટ્રીન....ટ્રીન.....ટ્રીન......!”
પોતાનાં બેડરૂમનો દરવાજો હજીતો સિદ્ધાર્થે બંધજ કર્યો હતો ત્યાંજ તેનાં મોબાઈલની રિંગ વાગી.
“નેહા....!?” હાથમાં પકડેલા મોબાઈલની સ્ક્રીન જોઈ સિદ્ધાર્થ બબડ્યો અને સ્ક્રીન ઉપર સ્વાઈપ કરીને તેણે નેહાનો કૉલ રિસીવ કર્યો.
“ક્યાં છે.....!?” સિદ્ધાર્થ “હેલ્લો” બોલે એ પહેલાં જ નેહા ઉતાવળા સ્વરમાં બોલી પડી.
“ઘરે.....!” સિદ્ધાર્થે ટૂંકમાં કહ્યું.
“કયા ઘરે...!? અમદાવાદ કે બરોડા....!?” નેહાએ પૂછ્યું.
“મારું ઘર બરોડા છે....!” સિદ્ધાર્થ સહેજ શાંત પણ ટોંન્ટભર્યા સ્વરમાં બોલ્યો “અમદાવાદ મારાં મામાનું ઘર છે......!”
“હમ્મ...! અમદાવાદ ક્યારે આવાનો....!?”
“કાલે....!” નેહા સાથે વાત કરવાનું બિલકુલ જાણે મન જ ના હોય એ રીતે સિદ્ધાર્થ કંટાળજનક સ્વરમાં બોલ્યો.
“ગ્રેટ....! તો કાલે સવારે વે’લ્લા કોલેજ જતાં પે’લા શંભુ પર મલીએ....!?” નેહા શાંત સ્વરમાં કોઈપણ જાતના હાવભાવ વિનાબોલી.
“તને કેમની ખબર કે હું સવારે વે’લા આવાનો....!?” નેહાએ અચાનક મળવાનું કહેતાં સિદ્ધાર્થ ચોંકયો છતાં શાંતિથી બોલ્યો.
“એમાં ખબર શું પડવાની.....!?” નેહા સહેજ હસીને બોલી “તને ટ્રાફિકથી સખત નફરત છે....! એટ્લે ટ્રાફિક એવોઈડ કરવાં તું યા તો સવારે વે’લા નિકળીશ....! યા તો રાતે મોડા...! હમ્મ....!”
“પણ એટલાં વે’લાં મલીને તારે શું કામ છે....!?” સિદ્ધાર્થે સહેજ ચિડાઈને પૂછ્યું.
“છે...!” નેહા સહેજ કડક સ્વરમાં બોલી “તું બસ ઓલી રખડેલને મલે....! એ પ’લાં મને મલજે....!”
“ઓકે ગ્રેટ....!” સિદ્ધાર્થ કંટાળીને વાત પતાવતા બોલ્યો “ચલ...બાય....!”
“આટલી ઉતાવળ શેની છે....!?” નેહાએ ચિડાઈને પૂછ્યું અને તેનાથી બોલાઈ ગયું “ઓલી રખડેલની જોડે વાત કરવાની એટલે....!?”
“પ્લીઈઈઝ....નેહા....!” સિદ્ધાર્થ પણ સામે ચિડાઈને બોલ્યો “મારે અત્યારે એની કોઈજ વાત નઈ કરવી....! હું કાલે આવું... પછી તારે જે કે’વું હોય...એ કે’જે.....! ઓકે...બાય....!”
ચિડાઈને કહ્યાં પછી સિદ્ધાર્થે કૉલ કટ કર્યો અને મોબાઈલ હાથમાં લઈને પોતાનાં રૂમની ઓપન અર્ધવર્તુળ બાલ્કનીમાં આઈને બહાર ઊભો રહ્યો. સામે દેખાતાં ગાર્ડન સામે જોઈ રહીને સિદ્ધાર્થના મનમાં એકજ પ્રશ્ન હજીપણ ઘુમરાઈ રહ્યો હતો કે જેટલાં રઘવાટ સાથે લાવણ્યાએ તેને કૉલજ આવવાનું કહ્યું હતું, એ મુજબ તો તેણીનાં કૉલ ઉપર કૉલ આવવાં જોઈતા હતાં. આમ છતાં, લાવણ્યાએ એકપણ કૉલ તો ઠીક, મેસેજ સુદ્ધાં નહોતો કર્યો.
“જબરી છોકરી છે યાર આતો....!” સામે દેખાતાં ગાર્ડનના વૃક્ષોને જોઈ સિદ્ધાર્થ બબડ્યો.
ગાર્ડનની આગળ સોસાયટીનાં રસ્તા ઉપર લાગેલાં સ્ટ્રીટ લેમ્પના અજવાળામાં રસ્તાની આજુબાજુ ઉગાડવામાં આવેલાં વૃક્ષો અને ગાર્ડનના થોડાં વૃક્ષોના લીલા પાંદડા દેખાઈ રહ્યાં હતાં. હળવા છાંટા સ્વરૂપે વરસાદ પણ પડી રહ્યો હતો. વાતાવરણ અતિશય ઠંડુ થઈ ગયું હતું. બાલ્કનીમાં ઉભાં-ઉભાં સિદ્ધાર્થ ક્યાંય સુધી લાવણ્યા વિષે વિચારતો રહ્યો. હવે અમદાવાદ પહોંચ્યાં સુધી તેનાં મનમાંથી લાવણ્યાના વિચારો હટવાના નહોતાં.
****
“મારે અત્યારે એની કોઈજ વાત નઈ કરવી....! કોઈજ વાત નઈ કરવી....!”
“સમજે છે શું પોતાને....! મારો કૉલ કટ કરી દીધો....!” સિદ્ધાર્થે ચિડાઈને જે રીતે કહેલું એ યાદ આવી જતાં નેહા અકળાઈને બબડી.
વહેલી સવારે કૉલેજ જતાં તે સિદ્ધાર્થને મળવા શંભુ કૉફી શોપ આઈ ગઈ હતી.
“હું કાલે આવું... પછી તારે જે કે’વું હોય...એ કે’જે.....!”
ગુસ્સે થયેલી નેહા શંભુ કૉફી શોપની બહારની લોબી વાળી બેઠકમાં બેઠી હતી. ઠંડી, વરસાદી માહોલની વહેલી સવાર હોવાથી કૉફી શોપમાં લગભગ કોઈ ભીડ નહોતી.
“ક્યાં છે આ છોકરો....!” ગુસ્સે થયેલી નેહાએ પોતાનો મોબાઈલ કાઢી સિદ્ધાર્થને કૉલ લગાડ્યો.
આખી રીંગ વાગી જવા છતાંય સિદ્ધાર્થે કૉલ ના ઉઠાવતા નેહા વધુ ગુસ્સે થઈ અને પોતાનાં હાથની મુઠ્ઠીવાળી ટેબલ ઉપર પછાડી.
લગભગ વીસેક મિનીટ રાહ જોયાં પછી તેણે સામે દેખાતાં મેઈન રોડ ઉપર ભારેખમ અવાજ કરતાં રોયલ એનફિલ્ડ ઉપર સિદ્ધાર્થને પસાર થતો જોયો.
“અરે...!? આ છોકરો તો મને મલ્યા વગર કૉલેજ જતો લાગે છે....!” સિદ્ધાર્થને સીધો જતાં જોઇને નેહાને ફડકો પેઠો હોય એમ તે પોતાના સ્ટૂલ પરથી ઉભી થઈ ગઈ.
જોકે ત્યાંજ તેણીએ સિદ્ધાર્થને બાઈક ધીમું કરીને રોડની એ તરફ ઉભો રહેતાં જોયો. સામે આવતી કાર જોડેથી પસાર થઈ ગયાં બાદ તેણે બાઈક વળાવીને શંભુ કૉફી શોપની લોબીવાળી બેઠકની બાજુમાં ગલી તરફ લીધું.
“હાશ....! આયો તો ખરો...!” કૉફી શોપની સામે ગલીમાં પોતાનું બાઈક પાર્ક કરી રહેલાં સિદ્ધાર્થને જોઇને નેહા બબડી અને પાછી સ્ટૂલ ઉપર બેઠી.
હવે બસ સિદ્ધાર્થ તેણી પાસે આવે એનીજ રાહ હતી, પછી નેહાએ તેની ઉપર રીતસરનો ‘અટેક’ કરી નાંખવાનું નક્કી કરી લીધું હતું.
ચેહરા ઉપર ગોગલ્સ, વ્હાઈટ શર્ટ, સ્કાય બ્લુ વોશ જીન્સ, એનફિલ્ડ બાઈકની બ્રાંડનાજ હાઈટોપ બૂટ્સ, બાઈક પાર્ક કરીને પોતાની તરફ આવી રહેલાં સિદ્ધાર્થ સામે નેહા જોઈ રહી હતી. ગુસ્સે હોવાં છતાંય નેહાને તે આકર્ષક પણ લાગ્યો અને પોતે ઓળખી ના શકાય એવાં મુગ્ધ ભાવો તેણીનાં મનમાં જાગવા લાગ્યાં.
પોતાને શું થઈ રહ્યું છે સમજી શકે એ પહેલાં જ નેહાના મનમાં લાવણ્યાને ઉતારવા આવેલાં સિદ્ધાર્થનું એ દ્રશ્ય આવી જતાં તે ફરીવાર ગુસ્સે થઈ ગઈ.
“ફોન કમ ન’તો ઉઠાવતો....!?” પોતાની જગ્યાએ બેઠાં-બેઠાં જ નેહાએ ઉલટ-તપાસ કરતી હોય એમ સિદ્ધાર્થને ધમકાવવાના સુરમાં બોલી.
“હું પહોંચવા જ આયો ‘તો એટલે....!” નેહાના ટેબલ તરફ ચાલતાં-ચાલતાં આવતાં સિદ્ધાર્થે પોતાનાં ગોગલ્સ કાઢતાં કહ્યું.
“મને કીધાં વગરજ તું બરોડા જતો ‘ર્યો....!?” નેહાએ એવીજ રીતે પૂછ્યું.
“તું ફીયાન્સ છે મારી....! બોસ નઈ....!” સામે રોકડું પરખાવતો હોય એમ સિદ્ધાર્થે પણ કઠોર સ્વરમાં કહ્યું અને પોતાનાં ગોગલ્સ હળવેથી ટેબલ ઉપર ફેંક્યા.
નેહા દાંત ભીંચીને સિદ્ધાર્થ સામે જોઈ રહી ઊંડા-ઊંડા શ્વાસ લઈ રહી.
“તું ઓલી રખડેલ જોડે એટલાં મોડાં શું કરતો’તો....!?” નેહાએ આગ ઝરતી આંખે પૂછ્યું.
નેહાની સામે સ્ટૂલ ઉપર બેસવા જતો સિદ્ધાર્થ સહેજ અટક્યો અને ચોંક્યો. તેને અંદાજો આવી ગયો કે તેને સોસાયટીના નાકે લાવણ્યાને ડ્રોપ કરતાં વખતે કદાચ નેહા તેને જોઈ ગઈ હશે. છતાંય તેણે જાણી જોઇને અજાણ્યાં બનવાનું નક્કી કર્યું.
“ક્યારની વાત કરે છે તું....!?” સ્ટૂલ પર બેસી સિદ્ધાર્થે ટેબલ ઉપર પડેલું કૉફી શોપનું મેનુ હાથમાં ઉઠાવ્યું અને સાવ નીરસ સ્વરમાં બોલ્યો.
“તું જાણે છે.....! નાટક ના કર....!” નેહાએ કઠોર સ્વરમાં કહ્યું અને સિદ્ધાર્થના હાથમાંથી મેન્યુ ખૂંચવી લઈને ટેબલ ઉપર પછાડ્યું “સીધે સીધું કે’.....! તું એટલાં મોડાં એની જોડે શું કરતો ‘તો...!?”
ચીડાયેલા ચેહરે સિદ્ધાર્થે નેહા સામે કેટલીક ક્ષણો જોયે રાખ્યું.
“એણે મને કૉલ કરીને રિવરફ્રન્ટ બોલાયો ‘તો....!” સિદ્ધાર્થ બોલ્યો.
“એટલાં મોડાં....!?” નેહાને જાણે વિશ્વાસજ ના આયો હોય એમ ચોંકીને બોલી “શું કામ....!?”
“એ અપસેટ હતી....!” સિદ્ધાર્થ બોલ્યો “કદાચ....! ઓલી ક્વીન વાળી વાતે....!”
“હેં....!?” નેહા ખુશ થઈને સિટમાં લગભગ કૂદી હોય એમ ઊંચી થઈને બોલી “શું થયું...શું થયું....! મને કે....!”
ઉત્સાહમાં આવી ગયેલી નેહા પૂછવા લાગી.
“એક મિનિટ....!” સિદ્ધાર્થ બોલવા જતો હતો ત્યાંજ નેહ બોલી પડી “એક પણ શબ્દ ચુકાવો ના જોઈએ...! બધુજ કે.....!”
સિદ્ધાર્થ ચિડાઈને તેણી સામે જોઈ રહ્યો.
“હું નઈ કવ....! તો તું ઝપીશ નઈને....!?” સિદ્ધાર્થ મનમાં બબડ્યો.
લાવણ્યાને મળવાની આતુરતા અને નેહા સાથે વાત કરવાની ઈચ્છા ના હોવા છતાં સિદ્ધાર્થ કમને નેહાને કહેવા લાગ્યો.
****
“બીજું કઈં ના કીધું...!?” સિદ્ધાર્થે આખી વાત કહ્યા પછી નેહાએ કંટાળી હોય એમ મોઢું બગાડીને પૂછ્યું “લાઈક....! એના સેક્સ એડવેન્ચર્સમાં એ કઈ કઈ પોઝિશન્સમાં...!”
“ઓહ કમ ઓન નેહા....! સ્ટોપ ઈંટ યાર....!” સિદ્ધાર્થ ગુસ્સે થઈ મોઢું બગાડીને ઊભો થઈ ગયો “એણે એનો આખો પાસ્ટ ઈમાનદારીથી મને કહી દીધો....! આનાથી વધારે શું એક્સ્પેક્ટેશન હોય ....!”
“ઓહ રિયલી...!” પોતાની હેન્ડબેગ ખભે ભરાવાતાં-ભરાવતાં નેહા ટોંન્ટમાં બોલી અને ઊભી થઈ “એણે તને આરવ વિષે ના કીધું હમ્મ....!?”
નેહાની વાત સાંભળી સિદ્ધાર્થ સ્પીચલેસ થઈ ગયો.
“કેમ....!? આરવ એનો પાસ્ટ નથી...!? હમ્મ....!?” કુટિલ સ્મિત કરીને નેહાએ ટોન્ટમાં પૂછ્યું.
“એણે તને આરવ વિષે ના કીધું હમ્મ....! આરવ વિષે ના કીધું...!?” શૂન્યમનસ્ક થઈને સિદ્ધાર્થ વિચારી રહ્યો “આરવ એનો પાસ્ટ નથી...!? આરવ એનો પાસ્ટ નથી...!?”
“she is a manipulative bitch Siddhaarth….!” નેહા અત્યંત ઘૃણાસ્પ્દ સ્વરમાં બોલી “તારાં જેવાં બધાજ ઈનોસન્ટ છોકરાઓને એણે આજ રીતે ફસાવ્યાં છે....! આરવને પણ....!”
“તારાં જેવાં બધાજ ઈનોસન્ટ છોકરાઓને એણે આજ રીતે ફસાવ્યાં છે....! આરવને પણ....! આરવને પણ....!”
“she is a manipulative bitch Siddhaarth….! manipulative bitch Siddhaarth….!”
“તારાં જેવાં બધાજ ઈનોસન્ટ છોકરાઓને....!”
“આરવ વિષે ના કીધું.....! આરવ વિષે ના કીધું.....!”
“આરવ એનો પાસ્ટ નથી...!? આરવ એનો પાસ્ટ નથી...!?”
સિદ્ધાર્થ પાસે કોઈ જવાબ ન હોવાને લીધે તે હજીપણ શૂન્યમનસ્ક થઈ ગયો હતો. નેહાના શબ્દો હવે તેના કાનમાં પ્રશ્ન રૂપે પડઘાઈ રહ્યાં હતાં. હવે લાવણ્યાએ કહેલાં પાસ્ટ વિષે સિદ્ધાર્થને પ્રશ્ન થવાં લાગ્યો અને તેનાં પોતાનાજ કાનમાં પડઘાવાં લાગ્યો.
“તો શું લાવણ્યા જુઠ્ઠું બોલી....!? એ બધું જુઠ્ઠું હતું.....!? જુઠ્ઠું હતું.....!?”
****
“S I D D H A R T H”
Jignesh
instagram@siddharth_01082014