Hu ane Krishna Vasadi - 10 in Gujarati Fiction Stories by ananta desai books and stories PDF | હું અને કૃષ્ણ વાંસળી - 10 - કાન્હાનો અવાજ અને કાન્હા નો સ્વીકાર

Featured Books
  • ભાગવત રહસ્ય - 158

    ભાગવત રહસ્ય-૧૫૮   એક વખત મહારાષ્ટ્રમાં સંતો ની મંડળી એકઠી થય...

  • નિતુ - પ્રકરણ 68

    નિતુ : ૬૮ (નવીન)નિતુની અણનમ આંખો એને ઘૂરી ઘૂરીને જોઈ રહી હતી...

  • ઉર્મિલા - ભાગ 10

    દરવાજા પર પ્રાચીન ભાષામાં ખોદાયેલા શબ્દો "મૂકી દેવું એ જ મુક...

  • આસપાસની વાતો ખાસ - 11

    10. હિતેચ્છુ “અરે સાહેબ,  હું તો તમારો  મિત્ર અને હિતેચ્છુ છ...

  • છેલ્લો દિવસ

    અંગ્રેજી કૅલેન્ડર પ્રમાણે આજે વર્ષનો છેલ્લો દિવસ છે. આવતીકાલ...

Categories
Share

હું અને કૃષ્ણ વાંસળી - 10 - કાન્હાનો અવાજ અને કાન્હા નો સ્વીકાર

કાન્હાનો અવાજ

“કેમ દેવી મારે મારા પ્રેમનો પરિચય આપવો પડે છે! તમે એકલા જ મારા રંગમાં
નથી રંગાયેલા. હું પણ વ્યાકુળ અને નિર્થક છું. હું પણ તમને ચાહું છું. તમને મળવા
માંગુ છું. રાસ રમવા માંગુ છું. તમારી બાજુમાં બેસીને વાંસળીના સૂર વગાડવા
માંગુ છું” 
“હું પણ તમને અફાટ ચાહું છું. તમારી આંખોના નિતરતા નીરને સાફ કરવા માંગુ
છું અને તમારા ચહેરા પરની લતોને સવારવા માંગુ છું. હું પણ અફાટ પ્રેમ કરું છું
તમને..”
“હા દેવ જાણુ છું. છતાં મનની વ્યાકુળતા મને મજબૂર કરી દે છે. તમને સવાલો
પૂછવા માટે. વિચલિત થઈ જાઉં છું હું તમારાથી દૂર થઈને...”
“સમજુ છું પ્રિયે. પરંતુ આ દૂરી મને પણ તો તીરની જેમ ચૂભતી રહે છે. હું પણ
દરિયાની જેમ ખારો થતો જાઉં છું, છતા પણ આ દુનિયાની મર્યાદાઓ અને મારું
કર્તવ્ય મને બાંધી રાખે છે, એ બધી જ ખારાશ મારામાં ભરી રાખવા માટે. તમે એ
નદી થય જાવ છો જેને મારામાં ભળી જવાની રાહ હું પણ રોજ જોતો હોઉં છું.
હું પણ તમારા પ્રેમમાં નાહવા ઈચ્છુ છું. હું પણ ઇચ્છું છું કે તમારો ખીલતો ચહેરો
જોઈ ને, મારા મોર પાંખો નાચી ઉઠે. હું પણ અથાગ પ્રેમ આપવા માંગુ છું તમને
અને એ જ અપાર પ્રેમ ઈચ્છુ છું તમારી પાસેથી. હા કરું છું અફાત પ્રેમ, આભ

ફાટી જાય એટલો પ્રેમ અને છે મને પણ ઈચ્છા તમને મળવાની, વાત કરવાની અને
તમારા પ્રેમમાં એકાકાર થઈ જવાની..”

 

 

કાન્હા નો સ્વીકાર

કાન્હા મારી પાસે આવ્યા અને બેઠા અને ખબર નહીં કેમ મેં પૂછી લીધું. “બોલો
કાન્હા શું દુવિધા છે?” અને કાન્હા એ કહ્યુ “દુવિધા નથી પ્રિયે, પ્રેમ છે” “મને
અપાર પ્રેમ. પણ શું કરુ ભગવાનના બિરૂદથી અંજાયેલો માણસ છું. પણ છું તો હું
પણ માણસ જ પ્રિયે. હા કરું છું અફાત પ્રેમ મારી રાધા ને”
અને આટલુ બોલતા તો કાન્હા એના હસમુખ સૌંદર્ય સાથે હોઠે થી હસતા પણ
આંખોથી રડતા હતા.
“હા પ્રિયે કરું છું પ્રેમ એને અફાત પ્રેમ... તમને પણ કરું છું. અને ખરુ પૂછો તો
તમારા અંદર રહેલા રાધાના રૂપને કરું છું” “અફાત પ્રેમ કરતો હતો રાધાને પણ
કદાચ ભગવાન હોવાનો અધિકાર કે પછી ગર્વ કે પછી મારી ફરજો એ કયારેય મને
ખુલીને પ્રેમ કરવા જ ના દીધો.”
“પણ દેવ પ્રેમ તો કરવો જ કયાં પડે છે... એ તો થય જાય છે!”
“હા..હા..હા..હા.. હા પ્રિયે... એ જ મોટી અને સાચી વાત છે. પ્રેમ કરવો નથી
પડતો થઈ જાય છે. થય તો મને પણ ગયો હતો, આજે પણ છે. પણ એનો
સ્વીકાર... એનો સ્વીકાર કરવો એ મારા માટે બધુ ત્યજી દેવાનો, મારો દુનિયામાં
આવવાના ધ્યેયને, કુદરતને નકારવા બરાબર હતુ” “પણ એને એક ને ના સવારી
એના બદલામાં એના પ્રેમએ મને આખી દુનિયાનો સ્વીકાર કરતા શીખવી દીધુ.
આખી દુનિયાના સ્વીકારની ફરજ પાડી દીધી. એને તો મેં ના સ્વીકારી પણ ત્યાર
પછી કોઇ નો અસ્વીકાર પણ મારાથી ક્યાં થયો જ છે?” 
“એને ન સ્વીકારવાનું અપરંપાર દુઃખ કે પછી એના પ્રેમની પ્રચંડ ઉર્જા અને
એકધારો પ્રવાહ, કે પછી બંને ભેગા થયને જ મને દેવ બનાવી ગયા. હું દેવ થયો
અને એને દાસીનું પણ બિરૂદ ના મળ્યું. હા, એ મારી પ્રેમીકા તરીકે પૂજ્ય છે
આજે પણ.” “પણ એનું ખરું નામ કોણ જાણે છે, એનું અસ્તિત્વ જ ક્યાં છે? એને
તો એક ઘેલી ગોપી ગણવામાં આવે છે. જેના હોવાના પૂરાવા મારા સિવાય કદાચ
કોઇ નથી આપતું. કયારેક સવાલ મને પણ થાય છે કે જો પોતાના અસ્તિત્વને

ભૂસીને જ પ્રેમ થય શકતો હોય તો હું કદાચ બહુ સ્વાર્થી હોઇશ! ક્યાં તો કદાચ હું
એવો પ્રેમ નથી કરી શકતો જેવો રાધા કરતી હતી.”
“અને મીરા, એ પણ ક્યાં રાધાથી અલગ હતી. એણે પણ તો મને અપરંપાર આપ્યુ
છે. જે માંગ્યુ એ પણ અને જે ના માંગ્યુ એ પણ." “ખરુ કહુ તો બધા મારી પૂજા
કરે છે અને હું... હું આ બે સ્ત્રીની પૂજા કરુ છું, એમનું નામ જપુ છું, ખૂબ ચાહુ છું
એમને. ક્યારેક થાય છે કૃષ્ણ માંથી કાન્હો બની જાઉં. છોડી દઉં મારી બધી ફરજો
અને ચાહી લઉં મારી રાધાને. પરંતુ હું છોડી પણ ડઉં તો પણ મારી ફરજો મને
નથી છોડતી. મારા ધ્યેય, મારી કુદરત અને મારી નિયતી મને નથી છોડતી”