An innocent love - 25 in Gujarati Fiction Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | An innocent love - Part - 25

Featured Books
  • बुजुर्गो का आशिष - 9

    पटारा खुलते ही नसीब खुल गया... जब पटारे मैं रखी गई हर कहानी...

  • इश्क दा मारा - 24

    राजीव के भागने की खबर सुन कर यूवी परेशान हो जाता है और सोचने...

  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

  • My Devil Hubby Rebirth Love - 50

    अब आगे रुद्र तुम यह क्या कर रही हो क्या तुम पागल हो गई हों छ...

Categories
Share

An innocent love - Part - 25

પાછળના ભાગમાં આપણે જોયું કે...


"એક તો પરવાનગી વગર ક્લાસમાં આવે છે તે પણ મોડો, પૂરો પિરિયડ ખતમ થવા આવ્યો છે. તને કાલે તો જોયો નહોતો ક્લાસમાં, ક્યાં હતો? મારી સામે જોઈ જબાબ આપ મને", હવે રાઘવના ક્લાસ ટીચર તેની ઉપર વધારે ગુસ્સે થઈ એને લડી રહ્યા હતા.


હવે આગળ.......


રાઘવ પાસે હવે કોઈ છૂટકો નહતો તે વધારે ગભરાતો ટીચર સામે જોવા લાગ્યો. પણ આ શું ટીચર તો એની સામે બનાવટી ગુસ્સાથી મરક મરક હસી રહ્યા હતા.

"અરે તું તો ગભરાઈ ગયો કાનુડા, હું તો બસ તને ડરાવવા માંગતી હતી. મને ખબર છે તું કાલે આ ક્લાસમાં કેમ નહોતો આવ્યો. સ્કૂલ છૂટતી વખતે વંદના બહેને મને બધું જણાવ્યું હતું. તને તારી મિત્રએ એની સાથે તેના ક્લાસમાં બેસવાની જીદ કરી હતી માટે વંદના બહેનની મરજીથી તું એના ક્લાસમાં બેઠો હતો. તે તારી મિત્રને મદદ કરવા આમ કર્યું હતું માટે તારા ઉપર ગુસ્સો નહિ ખુશ થવાનું હોય કે મારા ક્લાસમાં આટલો સમજદાર છોકરો ભણે છે, માટે મારાથી ગભરાવાની કે ડરવાની કોઈ જરૂર નથી તારે. જા હવે તારી જગ્યા ઉપર જઈને બેસી જા." ટીચરના આ શબ્દો સાંભળી નિરાંતનો શ્વાસ લેતો રાઘવ પોતાની જગ્યાએ જઈ બેસી ગયો.

"ચાલો બાળકો હવે એક પછી એક અહી ક્લાસની વચ્ચે આગળ આવી ને ઉભા રહો અને બધાને તમારા હાથમાં જે પણ રમકડું હોય એના વિશે ૫-૬ વાક્ય કહીને બતાવો. જેમ કે એ શું છે, એનો રંગ, એનો આકાર વગેરે વગેરે."

બધા બાળકો એક પછી એક આગળ આવી પોત પોતાના રમકડાં વિશે આવડે એવું કંઈ ને કંઈ દર્શાવી રહ્યા. વળી આવું કરવામાં એમને જરા પણ કંટાળો નહતો આવી રહ્યો ઉલટાનું બધા એનો આનંદ માણી રહ્યા હતા.

કોઈને સિંહ, તો કોઈને ગાય, કોઈને મોગલી તો કોઈને મિકી માઉસ, કોઈને મોર તો કોઈને ટોમ એન્ડ જેરી જેવા જાત જાતના રમકડાં મળ્યા હતા.

આજે બાળકોને રમત રમતમાં એક સાથે ઘણું બધું શીખવા મળ્યું હતું. રમકડાનું નામ, રંગ, એનો આકાર, તે કેવા અવાજ કરે, ક્યાં જોવા મળે છે, વગેરે વગેરે.

તે રમત રમતા રમતા ક્યાં સમય વીતી ગયો છોકરાઓ ને ખબરજ ન રહી અને રિસેસનો બેલ પડતા બધા છોકરાઓ ખુશ થતા ક્લાસની બહાર નીકળી ગયા.

સુમન દોડીને રાઘવના ક્લાસ તરફ ચાલવા લાગી.

"અરે સુમન ઊભી રહે, મને પણ તારી સાથે લઇજા", પાછળથી આવીને માનસી સુમનને ઊભી રાખી બોલી.

"હા કેમ નહિ. અમને પણ મજા આવશે. આપણે બધા ભેગા થઈ મજા કરીશું." સુમનને પણ માનસીની વાતથી મજા આવી.

બંને વાતો કરતા ચાલી રહ્યા હતા ત્યાજ સામેથી રાઘવ આવતો દેખાયો.

"રાઘવ, જો મે કહ્યું હતુ ને, માનસી આજથી મારી દોસ્ત બની ગઈ. અને તને ખબર છે વંદના મેડમે એને મારી પાસેજ બેસાડી દીધી", ખુશ થતી સુમન રાઘવને વાત જણાવી રહી.

"વાહ સુમી, તને તો બે દિવસમાં જ ક્લાસમાં ફાવી ગયું અને નવી દોસ્ત પણ બનાવી લીધી. હવે મન લગાવીને ભણવામાં ધ્યાન આપજે જેથી તું મોટી બની ડોક્ટર બની શકે", સુમનના મોં ઉપર છલકાતી ખુશી જોઈને રાઘવ પણ ખુશ થતા બોલ્યો.

"શુ વાતો કરો છો બંને તોફાનીઓ?", રાઘવ અને સુમન વાતો કરી રહ્યા હતા ત્યાં સુધી મીરા અને કિશોર પણ આવી ગયા અને તેમની મસ્તી કરતા બોલ્યા.

"હું હવે ડોક્ટર બનવાની", સુમન હરખાતી બોલી.

"હા હા, જોઈ મોટી ડોક્ટર બનવાની. હજુ ભણવાનું તો શીખ. પછી ડોક્ટર બનવાનું વિચાર જે." મીરા તેને ચિડવતી બોલી.

"હા કેમ નહિ, ભણીને જ બનીશ ને વળી."

"અરે અરે તમે બંને પાછા શરૂ થઈ ગયા. તમારા ઝગડામાં આપણી રિસેસ ખતમ થઈ જશે", કિશોર બધાને શાંત પાડતો બોલ્યો.

"હા ભાઈ ચાલો, બાકી આ બંને હમેશા ઝગડતા જ રહેશે."
રાઘવ કિશોરની વાતમાં સૂર પુરાવતો બોલ્યો.

"ચાલ સુમી, તને કઈક નવું બતાવું", રાઘવ સુમનનો હાથ ખેંચી સ્કૂલના ગેટ આગળ લઈ જાય છે.

ગેટની બહારનો નજારો જોઈ સુમન ખૂબ ખુશ થઈ જાય છે.
ત્યાં રીસેસ માં બાળકો માટે જાત જાતની ખાવાની વસ્તુઓ લઈ ઘણા બધા લોકો એમનો ઠેલો લગાવી ઊભા હતા.

જાત જાતની ખટ્ટી મીઠ્ઠી, તીખી આમલી, આંબોલિયા, આથેલા આમળા, કોઠા, ગોરસ આંબલી, મસાલાવાળી કાકડી, કાતરા અને નાની મોટી પિપરમીન્ટ કેટ કેટલી વસ્તુઓ હતી ખાવા માટે.

"બાપરે, આટલું બધું, આ બધું જોઇને મનેતો બધીજ વસ્તુઓ ખાવાની ઈચ્છા થઈ આવી. મે ક્યારે આ બધું જોયું નથી",
સુમન હોઠ ઉપર જીભ ફેરવતી ઉછળી પડી.

"એટલેજ તો તને અહી લઈ આવ્યો. આપણે જ્યારે પણ ઈચ્છા થાય ત્યારે રિસેસમાં અહી આવી જવાનું", રાઘવ સુમનને સમજાવી રહ્યો.

"પણ આનાતો પૈસા થતાં હશે ને, મને તો બાપુ આટલા પૈસા ન આપે", સુમન થોડી નિરાશ થતા બોલી.

"હા તો હું છું ને, હું મારા અને કિશોર ભાઈના પૈસામાંથી તને જે જોઈએ તે અપાવીશ", હવે તો ખુશને, રાઘવ કિશોર તરફ નજર ફેરવતો બોલ્યો.

"હા ચલો આજે તમને બધા છોકરાઓને મારી તરફથી જે જોઈએ તે અપાવું. તમે લોકો પણ તમારા આં મોટા ભાઈ કિશોરને શું યાદ કરશો", કિશોરની વાત સાંભળી બધા ગેલમાં આવી ગયા અને ઠેલા ઉપર દોડી ગયા.

માનસીને પણ બધા સાથે મજા આવવા લાગી હતી અને તે પણ એમની સાથે જોડાઈ ગઈ.

ભરપેટ નાસ્તો કરી બધા વાતોએ વળગ્યા ત્યાજ રિસેસ ખતમ થવાનો બેલ વાગ્યો અને કુદતા કુદતા બધા પોતાના ક્લાસમાં જઈ બેઠા.


🎉 હજુ પણ યાદ છે, સ્કૂલની ઘંટીની તે લાંબી ટન ટન,
મારી વ્હાલી રિસેસ..

હજુ પણ યાદ છે, ચટપટી નાસ્તાની તે ઉજાણી,
મારી વ્હાલી રિસેસ..

હજુ પણ યાદ છે, અવનવી રમતોની તે રમઝટ,
મારી વ્હાલી રિસેસ..

હજુ પણ યાદ છે, દોસ્તો સાથેની તે ખટપટ,
મારી વ્હાલી રિસેસ..

હજુ પણ યાદ છે, એટલીજ મને તું,
મારી વ્હાલી રિસેસ..🎉


✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)