An innocent love - 24 in Gujarati Fiction Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | An innocent love - Part 24

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

An innocent love - Part 24

પાછળના ભાગમાં આપણે જોયું કે...


બોલ હવે સમજી મારી ઢીંગલી, કે રાઘવ અને તારો ક્લાસ કેમ અલગ અલગ હોવા જોઈએ અને તે તારી પાસે તારા ક્લાસમાં કેમ ન બેસી શકે?"

વંદના બહેન હવે સુમનનો હાથ પકડી પોતાની પાસે લાવતા એની આંખોમાં બદલાતા ભાવ જોઈ બોલ્યા.



હવે આગળ.......

બાળકનું સાચું ઘડતર એના નાનપણમાં થાય છે જેનો મોટા ભાગનો સમય સ્કૂલમાં એના શિક્ષક સાથે વિતે છે. માટે જ એક શિક્ષક ધારે તો સમાજ માટે ઘણું કરી શકે છે. તે એના વિદ્યાર્થીઓને સાચું જ્ઞાન અને રસ્તો બતાવી એક યોગ્ય વ્યક્તિત્વ નો વિકાસ કરી શકે છે.

નાનકડો છોડ ઉછરે છે તે આગળ જઈ વટવૃક્ષ બને છે કે થોરનાં ઝાંખરા તેનો સમગ્ર આધાર તે છોડવાઓ ની કેળવણી અને તેને મળેલ ખાતર અને વાતાવરણ ઉપર આધાર રાખે છે, માટે એક શિક્ષક, એક ગુરુ ઈચ્છે તો બાળકના નાનપણ રૂપી છોડને ભણતરની સાથે યોગ્ય કેળવણી આપી એનું ભવિષ્ય ઉજ્જવળ બનાવી શકે છે. અને તે ઉજ્જવળ ભવિષ્ય એક વિકસિત દેશનું ભવિષ્ય પણ ઉજાળી શકે છે.

વંદના બહેને નાનકડી સુમનને ઉંમર પ્રમાણે બાળકોની અલગ અલગ ક્ષમતાને રમત રમતમાં એટલી સુંદર રીતે સમજાવી દીધી હતી કે સુમનની સાથે ક્લાસના બધા બાળકો પણ તે વાત સમજી શક્યા હતા.

સુમન સામે જોઈ વંદના બહેન ધીમું ધીમું મુસ્કુરાઈ રહ્યા હતા અને મનોમન સુમનના હાવભાવ કળી રહ્યા. સુમન ધીરેથી પોતાની બેન્ચ ઉપર ગઈ અને રાઘવની બેગ લઇ આવી. પછી કશું પણ બોલ્યા વગર રાઘવનો હાથ પકડી એને ક્લાસની બહાર નીકાળતી બોલી,

"જા તારા ક્લાસમાં જઈને બેસ, હવેથી તારે અહીં નથી બેસવાનું".

"પણ સુમી, તું એકલી કેવી રીતે બેસીશ, તું જ કહેતી હતીને કે તારે મારી પાસે જ બેસવું છે", રાઘવ સુમનનો નિર્ણય એકવાર ફરી તપાસવા માંગતો હતો.

"ના હવે તારે જરૂર નથી મારી પાસે મારા ક્લાસમાં બેસવાની, દેખ તું કેટલો મોટો થઇ ગયો છે તાડ જેવો, એટલે તારે તારા ક્લાસમાં તારી ઉંમરવાળા છોકરાઓ સાથેજ બેસવું જોઈએ, અને હા આ ક્લાસમાં મને ગમી ગયું છે, વળી માનસી પણ છે અહીં મારી સાથે, એટલે તું મારી ચિંતા ન કરતો, મને ધીરે ધીરે અહીં ફાવી જશે.

"પણ...સુમી... "
"પણ બણ કંઈ નહિ, તને કહ્યું ને, મને ફાવી જશે અને જો આપણા વંદના મેમ પણ કેટલા મસ્ત છે, એટલે હવે તો મને મજા આવશે અહીં, તું તારે નિરાંતે તારા ક્લાસમાં જા હોને, આપણે રીસેશમાં મળીએ જલ્દી", રાઘવને વચ્ચેથીજ અટકાવતી સુમને રાઘવને ક્લાસની બહાર ધક્કો મારી દીધો,અને ફટાક કરતી ક્લાસમાં આવીને પોતાની જગ્યાએ બેસી ગઈ.

રાઘવ અને સુમનની મીઠી મધુરી નોકઝોક જોઈ વંદના બહેન પોતાનું હસવું રોકી શક્યા નહિ અને ખડખડાટ હસી પડ્યા.

"વાહ, મારી પરી કેટલી સમજદાર થઈ ગઈ છે", વ્હાલથી સુમનના માથે હાથ ફેરવતા વંદના બહેન સુમનને તાકી રહ્યા.

"હાસ્તો વળી, હું પહેલા ધોરણમાં જો આવી ગઈ, એટલે સમજદાર થવું પડે ને", બંને હાથોની અદબ વાળતી સુમન રોફથી બોલી.

"સારું ચાલો બહુ રમી લીધું તમે બધાએ હવે થોડું ભણી લઈએ", વંદના બહેને બધા બાળકોને સૂચના આપી.

બીજી તરફ રાઘવ પોતાના ક્લાસમાં જવા માટે ડરી રહ્યો હતો. પહેલો દિવસ તો પોતે પહેલા ધોરણમાં બેઠો હતો, હવે આ ત્રીજા ધોરણના ક્લાસ ટીચર કેવા હશે અને પોતાને પહેલા દિવસે જ ગેરહાજર રહેવા માટે શું સજા કરશે એનો વિચાર તો પોતે કર્યો જ નહોતો. પણ હવે જ્યારે પોતાના ક્લાસમાં જવાનો વખત આવ્યો એટલે રાઘવના પગ કાંપી રહ્યા હતા.

ધીરેથી પોતાના ક્લાસમાં પ્રવેશતા રાઘવે જોયું તો એના ક્લાસ ટીચર બ્લેક બોર્ડ ઉપર કઈ લખી રહ્યા હતા. તેણે ક્લાસમાં નજર ફેરવતાં જોયું તો બધા બાળકો પોતાની બુકમાં માથું ઘાલી લખી રહ્યા હતા અને પોતાને બેસવા માટે છેક લાસ્ટની બેન્ચ ઉપર એક જગ્યા ખાલી હતી.

ફટાફટ રાઘવ તે બેન્ચ ઉપર જઈ બેસવા ગયો ત્યાજ..

"છોકરા તને ખબર નથી પડતી, ક્લાસમાં પ્રવેશતા પહેલા ટીચર ની અનુમતિ લેવી જોઈએ?"

ગુસ્સાથી બોલાયેલ શબ્દો સાંભળીને રાઘવના પગ હતા ત્યાંજ જકડાઈ ગયા. રાઘવ બનતી હિમ્મત ભેગી કરી પાછળ ફર્યો પણ તે એટલો ગભરાઈ ગયો હતો કે તે ટીચર સામે પણ જોઈ નહોતો શકતો તે નીચી મુંન્ડી કરીને ઊભો રહ્યો.

સુમને બડાઈમાં રાઘવને કહી તો દીધું હતું કે તે ક્લાસમાં એના વગર બેસી શકશે પણ સમય જતા એને હવે પોતાની બાજુમાં ખાલી પડેલી જગ્યામાં રાઘવનો ખાલીપો વર્તાઈ રહ્યો હતો. પણ હવે તે કશું કરી શકે તેમ નહોતી. તેનું ધ્યાન ઘડી ઘડી દરવાજા તરફ જઈ રહ્યું હતું.

"માનસી, ઉભીથા અને જા જઈને સુમનની પાસે બેસી જા", સુમનની અકળામણ સમજી જતા વંદના બહેને માનસીને સુમનની પાસે બેસાડી.

માનસીને હવે પોતાની સાથે બેસશે તે જાણી સુમન ખુશીથી ઉછળી પડી અને ઉત્સાહમાં આવી માનસીનો હાથ પકડી લીધો.

માનસી પણ તે વાતથી આનંદિત હતી, સુમનની પાસે રહીને રાઘવ પાસે પોતે પણ રમી શકશે તેમ મનોમન વિચારતી માનસી ખુશ થઇ રહી હતી.

વંદના બહેને ક્લાસમાં ઘણા બધા રમકડાંઓનો ઢગલો કરી દીધો, એમાં કોઈ પ્રાણી તો કોઈ પક્ષી તો કોઈ કાર્ટૂન કેરેક્ટરના રમકડાં હતા.

"ચાલો હવે તમે બધા આવીને એક એક રમકડું પસંદ કરીને લઈ જાઓ", વંદના બહેને ક્લાસના બાળકોને સૂચના આપી.

બધા બાળકો ખુશ થતાં વારાફરથી એક પછી એક રમકડું ઉઠાવી પોતાની જગ્યાએ પાછા ગોઠવાઈ ગયા.અને હવે વંદના મેમ આગળ શું કરાવશે તે જાણવા આતુર થઈ રહ્યા હતા.


"એક તો પરવાનગી વગર ક્લાસમાં આવે છે તે પણ મોડો, પૂરો પિરિયડ ખતમ થવા આવ્યો છે. તને કાલે તો જોયો નહોતો ક્લાસમાં, ક્યાં હતો? મારી સામે જોઈ જબાબ આપ મને", હવે રાઘવના ક્લાસ ટીચર તેની ઉપર વધારે ગુસ્સે થઈ એને લડી રહ્યા હતા.

💐ગુરુ ર્બ્રહ્મા ગુરુર્વિષ્ણુ, ર્ગુરુ ર્દેવો મહેશ્વરઃ ।
ગુરુઃ સાક્ષાત્ પરં બ્રહ્મ, તસ્મૈ શ્રીગુરવે નમઃ ॥ 💐



✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)