An innocent love - 23 in Gujarati Fiction Stories by Dhruti Mehta અસમંજસ books and stories PDF | An innocent love - Part 23

Featured Books
  • स्वयंवधू - 31

    विनाशकारी जन्मदिन भाग 4दाहिने हाथ ज़ंजीर ने वो काली तरल महाश...

  • प्रेम और युद्ध - 5

    अध्याय 5: आर्या और अर्जुन की यात्रा में एक नए मोड़ की शुरुआत...

  • Krick और Nakchadi - 2

    " कहानी मे अब क्रिक और नकचडी की दोस्ती प्रेम मे बदल गई थी। क...

  • Devil I Hate You - 21

    जिसे सून मिहींर,,,,,,,,रूही को ऊपर से नीचे देखते हुए,,,,,अपन...

  • शोहरत का घमंड - 102

    अपनी मॉम की बाते सुन कर आर्यन को बहुत ही गुस्सा आता है और वो...

Categories
Share

An innocent love - Part 23

પાછળના ભાગમાં આપણે જોયું કે...

"અરે અરે તમે બંને તો સામસામે આવી ગયા, ઊભા તો રહો. મારી વાત હજુ પૂરી નથી થઈ. જુઓ દરેક રમત મુજબ એના નિયમ પણ તો હોય છે ને, તો હજુ આં રમતના નિયમો તો મે તમને જણાવ્યા નથી." વંદના બહેન પણ આ બંનેનો મીઠો ઝગડો જોઈ વચ્ચે પડ્યા.

હવે આ કયા નિયમો હશે, તે વાત જાણવા રાઘવ અને સુમન સહિત આખો ક્લાસ થોડીજ પળોમાં શાંત થઈ ગયો અને ધ્યાનપૂર્વક વંદના બહેન શું કહે છે તે સાંભળવા માટે સજ્જ થઈ ગયા.

હવે આગળ.......

"ધ્યાનથી સાંભળજો મારી વાત, આ રમતનો નિયમ એક જ છે અને તે છે..... કે તમારે બંનેએ તમને આપવામાં આવેલ હરોળમાં રહેલ બધીજ બેન્ચના બાળકોની બુકસ્ એક મિનિટની અંદર એક સાથે જ લાવવાની છે, થોડી થોડી કરીને નહિ."
રમતનો એકમાત્ર નિયમ સમજાવતા વંદના બહેને કહ્યું.

"સારું મેડમ અમે સમજી ગયા, હવે અમે રમત શરૂ કરીએ?", રાઘવ અને સુમન બંને એકસાથે બોલી પડ્યા.

"સારું, તો ચાલો હું આં વ્હીસ્સલ પહેલી વાર વગાડું એટલે તમારે રમત શરૂ કરવાની અને બીજી વાર વગાડું એટલે બંધ કરી દેવાની.

રાઘવ અને સુમન જાણે રેસમાં દોડવાનું હોય તેમ ઊભા રહી ગયા અને જેવી વ્હીસ્સલ વાગી બંને જણા ફટાફટ એક પછી એક બેન્ચ પર જઈ બુક્સ ઉઠાવવા લાગ્યા. શરૂઆતમાં ખુબજ ઉત્સાહિત લાગતી સુમનને હવે ધીરે ધીરે એના હાથમાં વધી રહેલ પુસ્તકના ભારના કારણે મુશ્કેલી પડી રહી હતી. ખુબજ સરળ લાગતું કામ હવે એને અઘરું લાગી રહ્યું હતું. જ્યારે બીજી તરફ રાઘવ સુમન કરતા મોટો હોવાથી એના માટે તે કામ સહેલું હતું. સુમન હજુ અડધી બુકસ ભેગી કરી શકી હતી ત્યાજ રાઘવ બધી બુક્સ લઈ વંદના બહેનના ટેબલ ઉપર મૂકી ચૂક્યો હતો.

"અને આ રમતના પહેલા પડાવ માં વિજેતા બન્યો છે, રાઘવ...", વંદના બહેને ખુશીથી જાહેર કર્યું.

રાઘવ તો ખુશીનો માર્યો ઊછળી રહ્યો હતો પણ તે જોતાં જ સુમનનું મોં ફૂલી ગયું. પણ તે કશું બોલી નહિ, કેમ કે પોતેજ મોટે ઉપાડે શરૂઆતમાં ખૂબ આસાન કામ છે એમ સમજી ઉતાવળી થઇ ગઇ હતી.

"રાઘવ ઊભો રહે, હજુ તું પુરે પુરો નથી જીત્યો, હજુ એક બીજો રાઉન્ડ બાકી છે, તે પત્યા બાદ ફેંસલો કરવામાં આવશે". વંદના બહેનની આં વાત સાંભળી પાછા બધા બાળકો હવે બીજું શું કરવામાં આવશે તે જાણવા આતુર બન્યા હતા.

"હવે સુમન આમાથી એક બુક લઈને અહી આવ અને વાંચવાનું શરૂ કર", વંદના બહેન સુમન તરફ ફરતા બોલ્યા.

"પણ મેડમ, સુમનને તો હજુ વાંચતા નથી આવડતું, એતો હજું સ્કૂલ માં નવી નવી આવી છે અને આતો એનું પહેલું ધોરણ હવે શરૂ થયું છે તો એને કેવી રીતે વાંચતા આવડે પહેલા ધોરણની બુક?", સુમનને મૂંઝાયેલ જોઈને ન રહેવાતા એનો પક્ષ લેતા રાઘવ વચ્ચે જ બોલી ઉઠ્યો.

"વાંચ સુમન, ચૂપ કેમ છે", રાઘવની વાત સાંભળી ન સાંભળી કરી વંદના બહેન કહેવા લાગ્યા.

"પણ, મેડમ મને તો વાંચતા પણ નથી આવડતું હજુ આ", એકદમ રડતું મોં કરતી સુમન બોલી.

"સારું, તો ચાલ હવે રાઘવ તું વાંચ", હવે વંદના બહેન રાઘવ તરફ ફરી ને બોલ્યા.

રાઘવ તો બુક ખોલી ને સડસડાટ વાંચવા લાગ્યો.

🌛☀️અમે ચાંદો સૂરજ રમતા’તા, રમતાં રમતાં કોડી જડી
કોડીનાં મે ચીભડાં લીધાં, ચીભડે મને બી દીધાં
બી બધાં મે વાડમાં નાખ્યાં, વાડે મને વેલો આપ્યો
વેલો મેં ગાયને નીર્યો, ગાયે મને દૂધ આપ્યું...🌛

સુમન થોડીવાર તો સંભાળી રહી, પણ કઈક યાદ આવતા વંદના બહેનને કહેવા લાગી,

"મેડમ, આં બધું તો રાઘવ પહેલા ભણી ગયો છે, એટલે તો એને આવડે જ ને".

"હા તો શું થઈ ગયું, રમત તો રમત છે", વંદના બહેન ધીમું ધીમું હસી પડ્યા.

"પણ આતો બંને વખત રાઘવ જ જીત્યો, એમાં અંચઈ થઈ ગણાય.", સુમન ચિડાતી બોલી.

"પણ એમાં શું અંચઈ થઈ મને તો કઈ સમજાતું નથી?" વંદના બહેન હવે સુમન ની વાત જાણે સમજાતી ન હોય તેવો ડોળ કરતા બોલ્યા.

"જુઓ મેડમ, રાઘવ મારા કરતાં મોટો છે, તો પહેલી રમતમાં એને બુક્સ ઊંચકવા માટે પણ કોઈ વધારે બળ લગાવવાની જરૂર નહોતી પડી, અને હું બિચારી નાનકડી કેવી રીતે એટલી બધી બુક્સ ઉઠાવી શકવાની હતી?

વળી બીજી રમતમાં તમે વાંચવાનું કહ્યું, પણ રાઘવ તો પહેલા આ બધું ભણી ગયો છે, એને તો આવડવાનું જ હતુંને એમાં શું નવું હતું? હજુ ભણવાનું તો મારે બાકી છે એટલે મને ક્યાંથી આવડે?
હવે તમે કહો આતો અંચઈ જ કહેવાય ને, જ્યારે હરીફાઈ હોય તો બંને સમાન હોવા જોઈએ ને?", નાનકડી સુમને પોતાની વાત વંદના મેડમ સામે રાખી.

"હમમ....અચ્છા એમ છે. તો સાંભળ મારી નાનકડી પરી હવે ધ્યાનથી મારી વાત...

"દરેક બાળકની ઉંમર પ્રમાણે એમની શારીરિક તાકાત અને માનસિક વિકાસ અલગ અલગ હોય છે. એટલે રાઘવ તારા કરતાં મોટો હોવાને કારણે તેને તારા કરતાં પહેલાં ભણવા માટે મૂક્યો હતો. વળી એનો શારીરિક વિકાસ વધારે જ હોય અને માટેજ તે તારા કરતા વધારે બુક્સ આસાનીથી એકસાથે અહી ઉંચકીને લાવી શક્યો.

ઉંમરની સાથે સાથે એનો માનસિક વિકાસ પણ વધારે હોવાને કારણે તે એ બધુજ ભણી ચૂક્યો છે જે તું હવે ભણીશ. એટલે જે વિષય અને બાબત તમે ભણી ચૂક્યા છો ફરીથી તે ભણવાનો શું મતલબ?

માટે જ બાળકોને એમની ઉંમર પ્રમાણે એમનો વિકાસ અલગ હોવાને કારણે એમને પોતાની ઉંમરના બાળકો સાથે જ ભણાવવામાં આવે છે જેથી દરેક બાળક સારી રીતે ભણી શકે. જેમ કોઈ રમત અને હરીફાઈ એક સમાન બાળકો વચ્ચે થવી જોઈએ તેમ ભણતર પણ એક સમાન બાળકો વચ્ચે થવું જોઈએ.

બોલ હવે સમજી મારી ઢીંગલી, કે રાઘવ અને તારો ક્લાસ કેમ અલગ અલગ હોવા જોઈએ અને તે તારી પાસે તારા ક્લાસમાં કેમ ન બેસી શકે?"

વંદના બહેન હવે સુમનનો હાથ પકડી પોતાની પાસે લાવતા એની આંખોમાં બદલાતા ભાવ જોઈ બોલ્યા.

💐દેખાદેખીની હોડમાં આજ ભોળપણ ખોવાયું,
મોટા થવાના કોડમાં આજ બાળપણ રોડાયું....

હરિફાઈની દોડમાં આજ ગણતર હોમાયું,
ઓનલાઇનની સ્કૂલમાં આજ ભણતર તોલાયું...💐

✍️ધ્રુતિ મેહતા (અસમંજસ)