A small pit in Gujarati Moral Stories by Heena books and stories PDF | એક નાનો ખાડો

The Author
Featured Books
Categories
Share

એક નાનો ખાડો

માનવી પોતાના મન અને વિચારોની વચ્ચે હંમેશા ફસાયેલો છે. જીવનયાત્રામાં પોતે મંજિલ ના રસ્તે નીકળી તો જાય છે ,પણ રસ્તામાં આવતા પ્રેમ,સહવાસ ,સેક્સ,નફરત ,દોસ્તી ,આકર્ષણ અને બીજા ઘણાય મેળાઓની ચકમક માં એવો તો અટવાય છે કે જીવનનો સાચો ધ્યેય અને ભાન ભૂલી જાય છે. આ મેળાનો આનંદ માણવામાં મંજિલ ને પામવા નીકળેલો પોતે ક્યાં ચાલી જાય છે એનું પણ ભાન એને નથી રહેતું.

અહીં એક પ્રવાસી તરીકે નીકળેલો 'વાલજી ' નામનો યુવાન રેગિસ્તાન ની ધરતી કરતાંય' લાખી ' નામની યુવતી ના દેહની ગરમી માં એવો તો અટવાયો છે કે , એ શું પામવાં નીકળ્યો હતો અને ક્યાં જઈને ઊભો રહે છે એનું એને ભાન રહેતું નથી. અને એક નાનકડા ખાડા માં પડવાની ભૂલમાંથી નીકળવું પણ એના માટે કપરું બની જાય છે. એ પોતાના પ્રવાસનો અર્થ ભૂલી ને આ ખાડાનો નિવાસી બની રહે છે .
જ્યારે માનવી આ નાના ખાડાની ભુલભુલામણી માં પડે છે તો એમાંથી બહાર આવવું કેવું કપરું છે ચાલો જોઈએ.

**************************


કસીને બાંધેલી ખેસને છોડી પોતાના કમખાને ઉતારીને ઝડપભેર જઈ રહેલા વાલજી ના મોઢા પર નાખે છે.

શું મને છોડીને જવા માટે નજીક લાવ્યો હતો ?
રહી શકીશ મારા વગર ?...
લુચ્ચા હાસ્ય સાથે બોલતી લાખી ને જોઇને જાણે કે કોઈ ચુંબકીય આકર્ષણની અનુભૂતિ થઈ રહી હતી.વાલજી આ આકર્ષણથી નજરઅંદાઝ થવા જઈ રહ્યો પરંતુ હાથમાં પકડેલા કમાખાની સુવાસ અને માણેલા સહવાસ ની છાયા મનોજગત પર પથરાવા લાગી.

પ્રવાસે નીકળેલો લેખક વાલજી રેગિસ્તાનની કઠિનાઈઓ અને હાલાકીભર્યા જીવન વિશે લખવા માટે આમ સ્વાનુભૂતી મેળવવા આવ્યો હતો .એને ક્યાં ખબર હતી કે એ ગરમીમાં પોતે જ પીગળીને પૂરો થઈ જશે .
વાલજીના પ્રવાસમાં એને લાખી નો ભેટો હજી બે દિવસ પહેલા જ થયો હતો .બેહદ પાણી ની પ્યાસ હતી. ચારેબાજુ વલખાં મારતા જીવને ક્યાંય પાણી મળ્યું નહીં. ઝડપભેર ઉઠતાં પગ અને શરીર હાંફી રહ્યા .ત્યાં અચાનક સૂર્યનાં કિરણોની છાયામાં પોતાની આંખો મીંચીને એ ધરતીની બાહોમાં ફસડાઈ પડે છે.

આંખ ઉઘાડે છે તો પોતે એક ખાટલામાં પડ્યો છે . ઊભો થઈને બહાર જવાનો પ્રયત્ન કરે છે ત્યાં એક ખિલખિલાટ અને લુચ્ચા હાસ્ય નો અવાજ આવે છે. ધીમેથી એ અવાજની દિશામાં જાય છે .ત્યાં જઈને જુએ છે તો દરવાજો બંધ છે પરંતુ અંદર થી મસ્તીભર્યા અવાજો બહાર ફેંકાય રહ્યા હતા.વાલજી ના અંતરની તાલાવેલી જાગી ઊઠે છે અને એ આવજો વાલજીના દેહને બેકાબૂ બનાવી મૂકે છે .એક તરફ રૂમમાં ચાલતી ક્રિયાઓ અને આ બાજુ વાલજીના મનની ક્રિયાઓએ પણ પુર જોશ પકડ્યું. બંને સ્થિતિઓની લગામ હાથમાંથી બહાર છે.આ સુખની ચરમસીમાનો અંત આવતા પોતાના શરીરને ઢીલું કરીને ફરી એ ખાટલામાં પડે છે .

વિચારે એનું મન વ્યાકુળ છે કે કોણ હતું અંદર જેના આ અવાજ માત્ર થી હું ચરમસુખને પામી રહ્યો ?

એવામાં એને રૂમમાંથી બે પડછાયા બહાર આવતા દેખાય છે. પુરુષ પડછાયો પોતાનાથી દુર અને એક સુકોમળ છાયા પોતાના તરફ આવતી એ જુએ છે.ખાટલામાં પડ્યા પડ્યા પહેલી નજર એ સ્ત્રીની નાભિ પર સ્થિર થાય છે .ને ત્યાંથી લપસી પડવાનો ડર ઊભો થાય છે .આટલી સુંદર કમર જોઈને એનું દિલ એ નાભિના ઊંડા ખાડામાં ડૂબી જાય છે. સુંદર ભરાયેલા અને કસાયેલા બદન ને જોઇને બે ઘડી વાલજી ભાન ભૂલી જાય છે .

સ્ત્રી પોતાના નજીક આવે છે અને સુંદર લજામણું હાસ્ય કરીને કહે છે,હોશમાં આવી ગયા ?

વાલજી મનમાં જ બોલી રહ્યો ,' હોશમાં આવ્યો છું લાગે છે ફરી બેહોશ થવા .'

અરે ,તમને કહું છું. અવાજ સાંભળી વાલજી વિચારોની દુનિયામાંથી બહાર આવે છે. અને પેલી સ્ત્રીને એક નજરે જોતો જ રહી જાય છે .

મારું નામ લાખી છે. ને તમે મારા ઘરમાં છો. મારા ધણી (પતિ)કામ અર્થે બહાર બીજા પ્રદેશમાં ગયા છે. ને હું અંહિયા રહું છું. સવારે પાણી ભરવા જતી હતી ત્યાં તમને રસ્તે બેભાન જોયા .લાગ્યું કે કોઈ પ્રવાસી માણસ છો .એટલે મદદની ભાવના થી તમને અંહિયાં લઈ આવી.તમે બેભાન હતા ને પાણી .. પાણી... એ જ રટણ કર્યે જતા હતા તો પાણી પીવડાવ્યું ને અંહી સુવડાવ્યા હતા .સવારના અત્યારે ભાનમાં આવ્યા છો .તમારા માટે કંઈ ખાવાનું લઈ આવું .આટલું કહીને લાખી રસોડામાં જાય છે .રોટલો અને શાક લાવીને વાલજી ને જમાડે છે. થાક ના કારણે જમીને વાલજી ફરી સૂઈ જાય છે.

અડધી રાતે ફરી તેને એવા જ અવાજો અને હાસ્ય રૂમમાંથી આવતા સંભળાય છે. ધીમે ધીમે એ અવાજોને અને હાસ્યને માણતો નિંદ્રામાં જતો રહે છે .ત્યાં એ સ્વપ્નની દુનિયામાં સરી પડે છે.

ફરી એને લાખી ની એ નાભિ નજરે ચડે છે .પોતાના હાથ વડે એ ત્યાં સ્પર્શ કરે છે અને ધીમે ધીમે ભુજંગ ચંદન ને લપેટાય એમ એના બંને હાથ લાખીની કમરને વીંટળાઈ પડે છે .ત્યાંથી સહેજ ઉપર કસીને બાંધેલી ખેસ ને પોતાના હાથ વડે જોરમાં ખેંચે છે. ખુલ્લા પડેલા એના બદન ની ગરમીને પોતાના છાતી સાથે ચાંપી રહે છે. રેગિસ્તાનની ગરમી કરતાંય દાહક અને ગરમાટો એ અનુભવ કરી રહ્યો. બેકાબૂ બનેલા અંતરના ઘોડાપૂરને રોકી શક્યો નથી. ઘડીક લાખીના બદન ને તો ઘડીક પોતાના દેહને આમ એકબીજામાં ચૂર ચૂર થતા માણી રહ્યો .ચરમસીમાનો અંત અને શરીર ઢીલું કરી ફરી વાલજી જાણે કે શક્તિહીન બની રહ્યો .

સવારના પરોઢે ઊઠીને બહાર જાય છે .ત્યાં બાજુના રૂમનો દરવાજો સહેજ ખુલ્લો હોય છે. પોતાના દિવાસ્વપ્ન ની અપ્સરાને એક નજર જોવાની લાલચે અંદર નજર કરે છે. સુંદર કોમળ કાયા ,દૂધના રેલા સમ બદન અને ફક્ત આછી ચાદરમા ઢંકાયેલ અને બાકીના ખુલ્લા રહેલા બદન ને જોઇને પોતાની જાતને એ રોકી શકતો નથી ને ફરી બેકાબૂ બને છે.

રૂમમાં જઈને લાખીના એ ઊંડા ખાડાને અડકે છે.પોતાના દેહને પણ આ સ્પર્શ ગમ્યો હોવાથી લાખી પણ વાલજી ને પોતાના પર ખેંચી લે છે. પછી તો પૂછવું જ શું?જેમ આગ માં ઘી ની આહૂતિ થઈ અને ભડકો થાય એ જ ભડકો થઈ રહ્યો .

ભાનમાં આવતા વાલજી પોતાની જાતને સંભાળી રહ્યો .શું થઈ ગયું એનું એને ભાન થતા પસ્તાવાના અગ્નિ માં ફરી એકવાર એ બળી રહ્યો. પોતાના પસ્તાવાના ભાવ સાથે એ ત્યાંથી જવા નીકળે છે પરંતુ લાખીને તો આ સુખ વારંવાર જોઈએ છે. એટલે પોતે વાલજી ને ના જવા દેવા બધા જ પ્રયત્નો કરે છે. લાખ પ્રયત્નો કરવા છતાં વાલજી રોકાવા તૈયાર થયો નહિ.

અંતે લાખી હવે સ્ત્રી હોવાનો લાભ ઉઠાવે છે. લાખી હવે 'રતિ ' બની કામુકતા સમ કમખા ને ઉતારીને બાણ ની જેમ વાલજી ને માર્યું છે.

વાલજી આ ચુંબક ના તોડમાં અટવાઈ પડે છે. ચુંબકીય ધ્રુવો ની માફક ઘડીક આકર્ષણ તો ઘડીક અપાકર્ષણ ની અનુભૂતિ એને લાખી ને મૂકીને જતી વખતે થાય છે. આ હાલત માં વાલજી ને જોઇને લાખી એક મંદ મંદ લુચ્ચું હાસ્ય કરીને વાલજી ને ચૂમી રહી ..