Chor ane chakori - 30 in Gujarati Fiction Stories by Amir Ali Daredia books and stories PDF | ચોર અને ચકોરી - 30

Featured Books
Categories
Share

ચોર અને ચકોરી - 30

(કાંતુ અને એના સાથીને હાથતાળી આપીને કેશવ ગાઢ જંગલમા વાંદરાની જેમ ઠેકડા મારતો ભાગ્યો).... હવે આગળ વાંચો.....
કાંતુ એના સાથીઓ સાથે વીલા મોઢે દૌલતનગર પાછો આવ્યો. બેવ હાથના આંગળા એકબીજામાં ભેરવીને નીચુ માથુ રાખીને. ઠોઠ નિશાળિયો જેમ માસ્તરની સામે ઉભો રહે એમ એ ચારે જણ શેઠ અંબાલાલની સામે ઉભા હતા અને અંબાલાલ લાલપીળા થઈને એ ચારેયની ક્લાસ લઈ રહ્યા હતા.
"અલ્યાવ. ચાર ચાર જણા હોવા છતા એક ડોહલાને નો સાચવી શક્યા? અને તમને હાથતાળી દઈને ઈ ભાગ્યો તો ભાગ્યો. પણ તમે પાડા જેવાવ. આવા ઉંચા કદાવર થઈને એને પકડી નો શક્યા? અને પાછા આવુ બુંદયાળ ડાચુ લઈને મારી સામે આવીને ઉભા રેતા તમને શરમેય નો આવી? ન્યા જંગલમા કોઈ નદી નાળુ નોતુ ડુબી મરવા સાટુ? તમારીતે જાતનાવ. નકરા દેખાવે જ પેલવાન છો. કંઈ કામના નથી તમે લોકો. તમને પાળ્યા એના કરતા બે ચાર કુતરા પાળ્યા હોત તો એ. એ ચોરના પેટનાને ભાગવા નો દેત." આટલો આક્રોશ ઠાલવતા હાફ ચડી ગયો અંબાલાલને કાંતુ અને એના સાથીઓ નીચુ માથુ રાખીને શેઠના શબ્દબાણ સાંભળતા રહ્યા. અંબાલાલ નો શ્વાસ જરા નીચે બેઠો એટલે કાંતુએ માથુ ઉંચુ કર્યા વગર કહ્યુ.
"તમે કહેતા હો તો એક આંટો પાલીનો મારીયાવી.?"
"તે અડધે રસ્તેથી પાછા આય ગુડાણા તો ન્યા ગ્યા હોત તો શુ ઝાટકા વાગતા તા?" અંબાલાલ નો ક્રોધ શાંત થતો ન હતો.
"અમે વિચાર કર્યો તો જાવાનો. પછી થયુ. કે એ પાલી નય ગયો હોય તો? નકામો સમય બગડશે તમને આ બધુ જાણ કરવામા." કાંતુએ ત્રુટક ત્રુટક સ્વરે કહ્યું.
"ઠીક જાવ હવે જાતા હો તો. અને ખબરદાર.યાદ રાખજો ખાલી હાથે પાછા આવ્યા છો તો." અને કાંતુ એના સાથીઓ સાથે હવે પાલી જવા રવાના થયો.
કેશવ ગાઢ જંગલમા દોડી દોડીને હવે થાક્યો હતો. ભુખથી એનુ પેટ કંઈક ખાવા માટે વલખી રહ્યુ હતુ. અને તરસથી એનુ ગળુ શોષાઈ રહ્યુ હતુ. સુરજ આથમવા આવ્યો હતો. એટલે જંગલના ઝાડવાના પડછાયા વધુ લાંબા ને લાંબા લાગી રહ્યા હતા. વધુ ભેંકાર અને વધુ વિકરાળ લાગી રહ્યા હતા. એ સતત દિશાહીન અવસ્થામા ચાલી રહ્યો હતો. એને ખબર ન હતી કે પોતે ક્યા જઈ રહ્યો છે. પહેલા દોડી દોડીને અને હવે ચાલી ચાલીને એના પગ હવે જવાબ દઈ રહ્યા હતા. પણ થાક ઉતારવા બે ઘડી પણ ઉભુ રેવુ ખતરાથી ખાલી નથી એમ એ સારી રીતે જાણતો હતો. એને ખબર હતી કે જો એ. કાંતુ કે એના સાથીઓના હાથ લાગ્યો તો લોકો એને જીવતો નહી મુકે. એટલે એ ઝડપભેર પગલા ભરતો ચાલતો હતો. અંધારુ વધતુ જતુ હતુ. જંગલી જાનવરો અને તમરાઓના અવાજો એના કાને ભટકાઈને હ્રદય સોંસરવા ઉતરતા જતા હતા. હ્રદય એનુ ગભરાટના કારણે જોશભેર ધડકતુ હતુ કયારેક કયારેક હ્રદય ધબકારો પણ ચુકી જતુ હતુ. હવે તો એના ચાલવાની ગતિ પણ ધીમી પડી રહી હતી. એના પગ હવે એનો સાથ દેવાની ના પાડી રહ્યા હતા. અને એ પરાણે એના શરીર ને જાણે ખેંચી રહ્યો હતો. એને દારુ પીવાની લત તો હતી. પણ દૌલતનગરમા આવીને.અંબાલાલ ના સિકંજામા સપડાયા પછી તો એક ટીપુ સુદ્ધાય એને પીવા નોતુ મળ્યુ. છતા આજે એ કોઈ શરાબી નશામા લથડીયા ખાતો હોય એવી રીતે ચાલી રહ્યો હતો.વગર પીધે થાકેલી હાલતમા એ રીતસર લથડીયા ખાય રહ્યો હતો. અને પછી અચાનક એણે સમતોલ પણુ ખોયુ. અને એ બેભાન થઈને જમીન ઉપર પછડાયો.
.,...ઘનઘોર જંગલમા બેભાન પડેલા કેશવ નુ શુ થાશે વાંચો આવતા અંકમાં ..