આગળ આપણે જોયું કે પૂજાના પ્રેમમાં પાગલ એવો કરણ હવે અભ્યાસ પ્રત્યે ખૂબ બેદરકાર બની ગયો અને પહેલા ક્યારેય ન કરેલા વ્યવહાર જેમ કે ઘરે માં બાપ ને ખોટું બોલવું, ભણતર માટેના પૈસા પૂજાની મોંઘી ગીફ્ટ્સ માં વાપરવા, અભ્યાસ નો સમય પૂજાની પાછળ કાઢવો, જાણે પોતાનું સર્વસ્વ એક છોકરીને નામ કરી દેવું...
હવે સમય હતો પરિણામ નો, માં બાપ થી જુઠ્ઠું બોલ્યાનુ પરિણામ, અભ્યાસ ને પ્રાધાન્ય ના આપ્યા નું પરિણામ, એક છોકરી પાછળ પોતાનું ભવિષ્ય દાવ પર લગાવ્યા નું પરિણામ... આવા અનેક પરિણામ કરણના જીવનમાં કાળા વાદળ બની ઘેરાઈ ગયા હતા, અને અતિવૃષ્ટિ થી અજાણ કારણે પોતાની જિંદગી જીવ્યે રાખતો હતો.
થોડા સમય જતા પરીક્ષાનું પરિણામ આવ્યું અને કરણ પાસ તો થયો પરંતુ ઓછા ગુણ સાથે, તે અંદરથી ખૂબ ભાગી પડ્યો, ઘરે શું કહીશ !!, પૂજાને શું પરિણામ બતાવીશ !!, હવે શું થશે !! આવા અનેક વિચાર વચ્ચે હિંમત કરીને પૂજાને જણાવ્યું કે થોડા ઓછા ગુણ સાથે પાસ થયો છે, જ્યાં પૂજા તરફથી આશ્વશન ની આશા હતી ત્યાં પૂજા એ કરણને ઠીક છે કહી ફોન મૂકી દીધો જાણે એને કોઈ ફરક પડતો જ ન્હોતો. જેને જીવથી વધુ મહત્વ આપ્યું તેણે કપરા સમયે કપાળ ફૂટ્યું !!... થોડા દિવસમાં ઘરે પણ ખબર પડી ગઈ, હવે કરણ ખૂબ ચિંતામાં હતો ત્યા પૂજાનો ફોન આવ્યો,
"પપ્પા એ મારા માટે છોકરો શોધ્યો છે અને મારે પપ્પા ની મરજી પ્રમાણે જ લગ્ન કરવા પડશે.."
"અરે પણ પૂજા મારું શું ??, આપણું શું ??, આપણા પ્રેમનું શું ??..."
"જો કરણ, હું પપ્પા સામે નહી બોલી શકુ, અને જો ભૂલથી પણ ઘરે ખબર પડશે તો મને મારી નાખશે.."
"અરે પણ પૂજા આજે નહી તો કાલે પણ તારે કહેવું તો પડશે ને !!"
"શું કહું ??... કે છોકરો માંડ માંડ પાસ થયો છે એમ ??"
"પૂજા હું ઓછા ગુણથી પાસ થયો છું, નાસીપાસ નહી , અને મારે માટે તું જ બધ્ધું છે.. હું તારા માટે કઈ પણ કરી શકું છું... પણ તારે ઘરે જાણ તો કરવી જ પડશે ને..."
"જો કરણ, મારા માટે માસ્ટર ડિગ્રી વાળા છોકરાની વાત છે... જેને છ મહિનામાં સરકારી નોકરી મળી જશે... અને હું ક્યાં ના કહું છું !! પ્રયાસ કરીશ ઘરે વાત કરવાનો, મારાથી થશે તો ઠીક નહિ તો...."
"નહી તો શું હે ...!!"
"તું ચિંતા ના કર, હું પ્રયાસ કરીશ.."
(પૂજા ફોન મૂકી દે છે...)
જ્યારે કોઈ છોકરો છોકરી ને છોડે છે ત્યારે છોકરી બૂમો પાડી પાડી ને જણાવે છે પણ છોકરી હાથ ઊંચા કરી લે તો છોકરાનું શું !!
કહેવાય છે કે ગરીબી મે આટા ગીલા... કૈક એવી જ હાલત હતી કરણની, અને આમ પૂજા ઘરે વાત કરશે ની રાહમાં થોડા દિવસો વીતતા ગયા અને પૂજા ના ફોન , વાત બધું ઓછું થતું ગયું... આ તરફ કરણ 'ન ઘર કા ન ઘાટ કા' જેવો થઈ ગયો. અને એવામાં જ એક દિવસ નિત્યા એ જાણ કરી કે પૂજા આજ કાલ કોઈ વિરલ સાથે પ્રવાસ કરી ને આવી છે.. અને કરણ ના પગ નીચેથી જમીન ખસી ગઈ, જે છોકરીને પૂછ્યા વિના કરણ પાણી સુદ્ધાં ન્હોતો પીતો, એ બીજા સાથે પ્રવાસ કરી આવી !!! અને કારણે પૂજા ને ફોન કર્યો, ત્યાં પૂજાએ કહ્યું કે મજબૂરી હતી, ઘરે બધા ખુશ છે આ સબંધ થી એટલે જાવું પડ્યું, અને ફોન મૂકી દીધો.
પૂજાને પોતાનાથી દૂર થતી જોઈ કરણે નક્કી કર્યું કે જાતે વિરલ સાથે વાત કરશે, અને તેણે વિરલ ને જણાવ્યું કે છેલ્લા ત્રણ વર્ષથી બંને એકબીજા ને પસંદ કરે છે અને પૂજા ઘરે જણાવતા ડરે છે માટે બંને વચ્ચે ના આવીશ,
હવે વિરલ મુશ્કેલીમાં મુકાયો, એક તો એની પોતાની ઉંમર નીકળી રહી હતી, ક્યાંય મેડ પડતો નહોતો, આ તો કોઈ સબંધી એ સરકારી નોકરીની લાલચ આપી પૂજા સાથે નક્કી કરાવ્યું હતું, એક તો ભણેલી , અને ઓછી ઉંમરની , અને દેખાવે સુંદર એટલે વિરલ ને કોઈ પણ કિંમતે પૂજા જોઈએ.. માટે વિરલએ રાજકારણ રમ્યું અને વધારી ચઢાવી ને કરણની વાત પૂજાના પપ્પા સુધી પહોંચાડી દીધી.. હવે પૂજાના ઘરે વાતાવરણ ગરમાયું, અને છેલ્લે પપ્પા એ જોરથી પૂછ્યું કે કરણ વાળી વાત સાચી છે ?? પપ્પાના ડરથી પૂજા એ ના પાડી દીધી કે એને કરણ બિલકુલ પસંદ નથી પણ એ મારી પાછળ પડ્યો છે, અને હેરાન કરે છે..
પૂજાના ઘરવાળા એ કરણના ઘરે ફરિયાદ કરી અને આખા સમાજમાં કરણને બદનામ કર્યો, અને પૂજા એ કરણ ને રસ્તે રખડતો મૂકી પૈસા અને સરકારી નોકરી ની લાલચે બીજા સાથે લગ્ન કરી લીધા.
કહેવાય છે ૨૨ થી ૨૭ વર્ષની ઉંમરમાં છોકરાની જિંદગીમાં ત્રણ પડાવ આવે છે,
૧. ડિગ્રી ૨. નોકરી ૩. છોકરી
આજે એક છોકરીને કારણ, કરણ પાસે ડિગ્રી નથી, ડિગ્રી વગર નોકરી પણ નહી મળી શકે, અને છોકરી હતી તે પણ ગઈ અને ગણા બધા સવાલ મૂકતી ગઈ જેમ કે,
"શું ભૂલ હતી કરણ ની !!"
"જો ઘરે મનાવી ના શકો તો કોઈને પ્રેમ કરવાની પરવાનગી શા માટે આપી !!"
"હવે આગળ ભવિષ્ય શું !!"
"બીજી કોઈ છોકરી પર ભરોસો કેમ કરવો !!"
આવા કેટલા તે સવાલ ....
છોકરીનું ચીરહરણ સાંભળ્યું હશે, અહી કરણનું ભવિષ્ય હરણ થઈ ગયું.
સમાપ્ત
✍🏻 ગૌરાંગ પ્રજાપતિ "ચાહ"
(મહીસાગર)