Scam - 26 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | સ્કેમ....26

Featured Books
Categories
Share

સ્કેમ....26

સ્કેમ....26

(ડૉ.રામ કેવી રીતે નઝીર આંતકીના ચુંગલમાં ફસાયો, તે જણાવ્યું. સાગરને ડૉકટર પર થોડો થોડો વિશ્વાસ આવી રહ્યો છે. હવે આગળ...)

"મારા આ ડર કે તકલીફ સાથે લડવા માટે ત્રણ જણાનો એટલે કે જોડે મેં સોલ્વ કરેલા ત્રણ કેસને આભારી છે."

સાગરને આશ્ચર્યના સાગરમાં છોડીને ડૉકટરે કહ્યું કે,

"ત્રણ જણ કહો કે ત્રણ પેશન્ટ જ કહો કારણ કે મેં તેમનો ઈલાજ કરતાં કરતાં મારો પણ ઈલાજ કર્યો."

"નવાઈ ઉપજે તેવી વાત છે તમારી ડૉકટર. પેશન્ટ ડૉકટર કે ડૉકટર પેશન્ટ? અજીબ કેસ છે અને આવો અજીબ કેસ જાણવો મને ગમશે."

ડૉકટર પણ સાગરના શબ્દો સાંભળીને ખુશ થઈ ગયા.

"હા... હા, એ તો સાચી વાત. પણ એક વાત કહું તો મારી સાચી ડૉકટર મારી પત્ની સીમા છે."

"શું તે પણ ડૉકટર છે?"

"ના, તેને તો હોસ્પિટલ મેનેજમેન્ટનો કરેલો છે. એટલે એને સારી રીતે આવડે છે કે મેં હોસ્પિટલ સ્ટાફ સાથે કેવી રીતે વાત કઢાવવી, કામ કરાવવું, વિગેરે..."

"આમાંથી તમારો ઈલાજ?"

ડૉકટરના મુખ પર હાસ્ય આવી ગયું.

"કહું છું સાગર, મારી પત્ની એટલે કે સીમાને મારા પર શક પડયો. હું તેને ટાળતો રહ્યો અને તે વધારે વહેમાઈ. તેને મારી લેડી આસિસ્ટન્ટ સાથે કોન્ટેક્ટ કર્યો અને તેની પાસેથી સલીમ વિશે જાણ્યું. એટલું જ નહીં તેની જોડે જાસૂસી પણ કરાવી. એક દિવસે બધી જ વાતો ભેગી કરીને જેમ પોલીસ ચોરને આંતરે તેમ મને આંતર્યો.

મને કહે કે મારે મંદિરે જવું છે અને આજે તો તમે ચાલો જ. તમને તો ખબર જ છે કે હોમ મિનિસ્ટર આગળ આપણું શું ચાલે એટલે મંદિરે ગયા. મારો ડ્રાઈવર કહો કે મારા પર નજર રાખનાર માણસને મંદિર બહાર રાખીને મંદિરે દર્શન કરીને મને એક જગ્યાએ બેસાડીને મને બધું જ પૂછવા લાગી. પણ હું બોલી ના શકયો તો તે મને કેસ વિશે પૂછવા લાગી. એ વખતે મારી પાસે ત્રણ કેસ મેજર હતા.'

"એમાંનો એક કેસ હતો જાનકીનો, એનો ડર હતો કે તેને દીકરો નહીં જન્મે તો તેની ઘડપણમાં સેવા કરનાર કોઈ નહીં હોય. આ ડર તેના પર હાવી થઈ રહ્યો હતો અને તેનો પતિ તેને સપોર્ટ નહોતો કરી રહ્યો. એટલે એ ડ્રિપેશનમાં આવી ગઈ હતી. મેં તેને ખૂબ સમજાવી કે તે આ માનિસકતા છોડી દે.'

"તો આગળ કેવી રીતે તમે જાનકીને સમજાવશો?"

સીમાને જવાબ આપતાં મેં તેને કહ્યું કે,

"જાનકી એક વાત કહે કે તું પણ એક દિકરી જ છે અને તારે લડવું તો પડશે જ , ભલે પોતાની દિકરીઓ છે તો પણ, દીકરીઓ ને તેમની વેલ્યુ સમજાવવા માટે. સ્ત્રી એ તો ભગવાન ના સુંદર સર્જનોમાં નું એક સર્જન છે. અને આ સર્જન એટલું તો નબળું ના જ હોય કે તેને પોતાની જ વેલ્યુ આંકવાની જરૂર પડે.  દુનિયા જો વેલ્યુ ના કરી શકતી હોય તો તેને બતાવવાની જરૂર નથી. બસ તું તારા જીવન પર આગળ ધ્યાન આપ તને કોઈ પાછળ નહીં હટાવી શકે.'

"એટલું યાદ રાખ કે, દીકરો કે દીકરી થી આપણી લીટી નાની મોટી નથી થતી. પણ આપણી લીટી નાની મોટી થશે આપણા સંસ્કાર અને ઘડતરથી. બસ તે તમારી દીકરીઓ ને આપો અને તમારા ડરને મનમાં થી કાઢી નાંખો."

સીમાએ મને પ્રેમથી સમજાવતાં કહ્યું કે,

"જાનકીની જેમ તમારે પણ લડવાનું છે, એ પણ તમારા ડરથી કે કોઈપણ તમારા પરિવારને કંઈ નુકસાન શકે છે. બસ તું લડ અને મને બધું જણાવ કે વાત શું છે, તું કેમ રાતે ઊંઘમાં અલગ અલગ બડબડી રહ્યો છે."

સાચું કહું તો આ જ વાક્યોથી મને તાકાત મળી અને હું મારા જાત સાથે લડયો અને મારા ડરને મનમાંથી કાઢયો. મેં સીમાને નઝીર વિશે બધું જણાવી દીધું. કેવી રીતે નઝીર મને ભોળવ્યો હું ફસાયો, કેવી રીતે મને બ્લેકમેઇલ કર્યો અને કેવી રીતે મારે આ દેશદ્રોહી જેહાદનો ભાગ બનવો પડયો.'

"સાથે સાથે એ પણ કહ્યું કે, આપણો નવો ડ્રાઈવર સલીમ જ તેનો ખબરી છે. જે મારી દરેક હિલચાલની ખબર રાખવા છે અને તે આંતકીને દે પણ છે. બોલ હવે શું કરીશું."

તેને કંઈક વિચારીને  સમય માંગ્યો અને મને હોસ્પિટલ જવાનું કહ્યું. પછી તેને ડૉ.શર્મા સાથે વાત કરી, મારા મિત્રની મદદ લીધી અને ખબર નહીં શું શું કર્યું પણ તેને મારા પેનમાં સ્પાય કેમેરા લગાવી દીધો અને તેના દ્વારા મારી દરેક હિલચાલ પર બરાબર ધ્યાન રાખવા લાગી.'

"અને આમ મેં મારી એક લડત પર જીત મેળવી. પણ હવે આનાથી મોટી લડત મારી રાહ જોઈ રહી હતી."

ડૉકટર આટલું બોલતાં બોલતાં હાંફી ગયા એટલે એમને પાણી પીધું. પછી સાગરે કહ્યું કે,

"ક્રોન્ગ્રેચ્યુલેશન રામ, પણ આ લડત પછી બીજી લડત??? કેવી હતી અને કેવી રીતે લડી?"

"મારી બીજી લડત હતી હિંમત કેળવવાની. નઝીરના ઈશારે મારા સસરા ભરતભાઈની હત્યા કરી નાંખી હતી અને ખરેખર તો મારા પપ્પા નિશાન પર હતા. અને એ યાદ આવતાં જ હું ડરતો હતો કે તે કયાંક ઘરમાં મારા બાળકો, પત્ની કે મમ્મી પપ્પાને કંઈ કરશે તો. એટલે જ મેં ભલે સીમાને બધું જણાવ્યા પછી પણ હું પોલીસને માહિતી આપવા હિંમત નહોતો કરી શકતો.'

"એ મેં સાહિલનો કેસ સોલ્વ કરતાં લડી. સાહિલનો બીજો કેસ હતો જે દરેક વસ્તુ થી ડરી રહ્યો હતો.

મેં તેને કહ્યું કે,

"સાહિલ બેટા જીવનનું નામ જ ફાઈટ છે. તું ઈચ્છે કે ના ઈચ્છે તારે લાઈફમાં ફાઈટ તો કરવી જ પડશે.જો તું ફાઈટ નહીં કરે તો તું હારી જઈશ અને એ તારી દાદીને નહીં ગમે. કદાચ દાદી જ ઉપરથી તને હિંમત આપશે ફાઈટ કરવા માટે."

"ઓકે રામ, હું મારા ડરથી જ નહીં પણ લાઈફની કોઈપણ સિચ્યુએશન થી લડીશ. પ્રોમિસ..."

"નાઈસ... સાહિલ ઈઝ બ્રેવ બૉય..."

સાહિલની હિંમત વધારતાં મેં કહ્યું.

(ડૉકટર કેવી રીતે હિંમત કરશે? કેવી હશે તેમની ત્રીજી લડાઈ અને કેવી રીતે લડશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....27)