સ્કેમ….14
(આશ્વીને બતાવવા આકાશ અને સ્મિતા બંને ડૉ.રામ પાસે લઈ જાય છે. હવે આગળ...)
આશ્વી ડૉકટરને કહે છે કે,
"મને એવું લાગે છે કે હું ફેઈલ થઈ જઈશ તો પછી મારા મમ્મી પપ્પાને કેવું લાગશે? મારો ભાઈ ડૉકટર છે અને હું ફેઈલોયર. "
"હમમમ... પછી."
"મારા ફેઈલ થવાથી મારા મમ્મી પપ્પાને સમાજમાં શરમ આવશે... હું ઠોઠ ગણાઈશ ને!"
"તું અત્યાર સુધી કયારેય ફેઈલ થઈ છે?"
"ના, હું તો હંમેશા ફર્સ્ટ રેન્ક જ લાવી છું."
"તું તો રેન્કર છે, તો પછી તને એકઝામ કે સિલેબસ ટફ કેમ કરીને પડે. તું બસ તારા મગજ પર તારા વિચારોને હાવી થવા દીધા છે અને અત્યારથી જ રિઝલ્ટ વિચારી લીધું છે."
આશ્વી ચૂપચાપ આંખો નીચી કરીને સાંભળી રહી અને આંખમાંથી આસું સતત વહી રહ્યા હતા.
"બેટા, જીવનમાં કયારે આપણે પાસ થઈએ કે ફેઈલ તે તો નક્કી જ નથી હોતું કે આપણા હાથની વાત પણ નથી હોતી. આપણે તો ફકતને ફકત મહેનત જ કરી શકીએ. હું તને મોટી મોટી વાતો નહીં કહું, પણ એટલું જ કહીશ કે કૃષ્ણ ભગવાને અર્જુનને કહ્યું હતું કે, 'કર્મ કર ફળની આશા ન રાખ.' બસ બેટા તું પણ રિઝલ્ટ વિશે ના વિચાર બાકી બધું થયા કરશે."
"જી ડૉકટર..."
"બેટા, તું બહુ ના વિચાર અને ફકતને ફક્ત ટાઈમ મેનેજ કરીને મહેનત કર. તે આગળ સ્ટડી કરેલું છે કે નહીં વિચાર્યા વગર બસ લાગી જા."
"જી ડૉકટર..."
આશ્વીને રોતી જોઈ ડૉકટરે કહ્યું કે,
"નો ક્રાઈંગ, આઈસક્રીમ ભાવે છે તને?"
"જી..."
"સરસ, આ મારી લેડી આસિસ્ટન્ટ જોડે જા, તે તને બહાર આઈસક્રીમ ખાવા લઈ જશે.'
અને મીરાંને કહ્યું કે,
"આકાશભાઈને અંદર મોકલો."
"જી સર..."
કહીને મીરાં આશ્વી સાથે બહાર ગઈ અને આકાશ અંદર આવ્યો.
"આકાશભાઈ અને સેજલબેન આશ્વીની એક જ જગ્યાએ પીન અટકેલી.છે. એ માટે હું તમને કંઈ પૂછું?"
"હા સર.."
"તમે કયાંક તેના પર પ્રેશર તો નથી કરતાં ને કે તે રેન્ક આવો જ લાવે કે આટલા પર્સન્ટેજ લાવે જ, એની થીંગ?"
આકાશ અને સેજલે એકબીજાની સામે જોઈ રહ્યા.અને પછી,
"હા, ડૉકટર અમને પણ આશ્વીને મારા દીકરાની જેમ તેને ડૉકટર બનાવવામાં માંગીએ છીએ."
આકાશનું બોલવું સાંભળીને ડૉકટરે થોડો ગુસ્સો આવ્યો પણ કહ્યું કે,
"આ તો ખોટી વાત છે અને તમારે સમજવું જોઈએ કે દરેકની એક જ કેટેગરીમાં ના અંકાય. ખેર જવા દો, આમ તો આ વાત નાની જ છે, એમ કહી શકાય કે એક સોયની ધાર જેવી. જે તલવારની જેમ લોહીલુહાણ ના કરે, પણ તમને દર્દ તો આપ્યા જ કરે. તેને પ્રેશર આપવાનું છોડી દો. તેને એક ટાઈમ ટેબલ બનાવી આપો અને ધ્યાન રાખો કે તે તેને બરાબર ફોલો કરે."
"ઓકે ડૉકટર."
"આવતીકાલની એપોઇન્ટમેન્ટ આપું છું, તેને જોડે ફરીથી વાત કરીશ અને એક દવા લખી દઉં છું, જેનાથી તેને સ્ટ્રેસ થાય નહીં. દવા ફકત રાતે જ આપવાની છે. પ્લીઝ નો પ્રેશર..."
"ઓકે સર... અમારી દીકરી ઠીક થઈ જશે ને તો ખરી?"
સેજલે પૂછ્યું.
"હા, કેમ નહીં. મેં કહ્યું ને કે સોયની ધાર જેવી વાત છે અને તેની પીન ત્યાં અટકેલી છે તો થઈ જશે. અને એકઝામ પણ સરસ રીતે આપશે તે. બસ તમારે તેને ખુશ રાખવી પડશે અને પ્રેશર પણ નહીં કરવાનું, સમજયા."
"ઓકે એન્ડ થેન્ક યુ સર..."
બંને એકસાથે કહ્યું અને ફી ચૂકવીને બહાર નીકળ્યા.
સીમા મનમાં વધારેને વધારે મૂંઝાઈ રહી હતી. એને લાગી રહ્યું હતું કે,
'રામ લાંબા સમય બાદ ફરી પાછો એ જ મનોસ્થિતિમાં ગુજરી રહ્યા છે. એટલે જ તે રામ જોડે વાત કરવા માંગતી હતી, પણ રામ કોઈક વખતે મમ્મી પપ્પા સાથે તો કોઈક વખતે યશ અને શના સાથે રહે છે અને મારી જોડે વાત કરવાનું ટાળી દે છે. જાણે એમને મારી અકળામણ દેખાઈ જ નથી રહી.'
તેને કંઈક યાદ આવતાં,
'કંઈ નહીં તે મારી જોડે વાત નથી કરતાં ને તો હું બીજી રીતે શોધીશ.'
તેને મીરાંને ફોન કર્યો,
"હાય મીરાં, સીમા હિયર..."
"હાય મેમ.."
"મેમ મેમના ચક્કરમાં ના પડ. મને ભાભી સમજીને કહે કે હોસ્પિટલમાં કોઈ પ્રોબ્લેમ થયો છે?"
"ના, મેમ."
"તો પછી સર આટલા ટેન્શનમાં કેમ રહે છે? કોઈ પેશન્ટનો ક્રિટિકલ પ્રોબ્લેમ છે?"
"ના મેમ, આમ તો બધા નોર્મલ જ કેસ છે, જે જલ્દીથી ત્રણ ચાર મહિનામાં જ સોલ્વ થઈ જાય તેવા છે."
"હમમ, ઓકે તો પછી હોસ્પિટલમાં કોઈ બદલાવ કે કંઈક એવું જે તને ખૂંચી રહ્યું હોય તેવું છે ખરું?"
"ના મેમ, પણ એક વાત પૂછું?"
"હમમમ..."
"મેમ, કોઈ દિવસ નહીં ને આજે તમે આટલી બધી કેમ પૂછતાછ કરો છો, એનીથીંગ સિરિયસ?"
"હા અને ના બંને છે?"
એમ કહીને સીમાએ બધી વાત કહી અને પછી,
"આ વાત કોઈને ના કરતી, સરને પણ નહીં. અને ફોન વિશે તો ખાસ."
"શ્યોર મેમ, યાદ આવ્યું કે હમણાંથી હોસ્પિટલમાં રીસેપ્શનીસ્ટ અમનની જગ્યાએ સલીમ કરીને નવો એક માણસ આવ્યો છે. તે મોટાભાગે પેશન્ટ ના હોય એટલે સરની આસપાસ જ મંડારાયેલો રહે છે. તેને કંઈ કામ આવડતું નથી પણ સર એને કંઈ પણ નથી કહેતા."
"હમમ, તેને નવો હાયર કર્યો?"
"ના મેમ તેને અમન મૂકીને ગયો છે, અમન જેવું કામ તો શું પણ કંઈ કામ નથી કરતો."
"સારું હવે તું સર અને તે માણસ સલીમ પર બરાબર ધ્યાન રાખજે. અને કંઈક અજુગતું લાગે તો મને કહેજે."
"ભલે મેમ, આજ સુધી બરાબર ધ્યાન નથી આપ્યું પણ હવેથી બરાબર ઓબ્ઝર્વેશન કરીશ. જો કંઈક હશે તો તમને કહીશ."
"સારું અને સરને ફોન વિશે કંઈ ના કહેતી."
કહીને સીમાએ ફોન મૂકયો. રામનો હોસ્પિટલમાં થી આવવાનો સમય થયો હોવાથી ઘરના કામમાં લાગી. ડૉ.રામે માથું દુખવાનું બહાનું કરીને વહેલા સૂઈ ગયા.
(શું મીરાંને ડૉકટર આંતકી જોડે મળી ગયા છે, એ ખબર પડશે ખરી? રામ તેને પણ સીમાની જેમ તને પણ ચકમો આપશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....15)