Scam - 10 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | સ્કેમ....10

Featured Books
  • નિતુ - પ્રકરણ 64

    નિતુ : ૬૪(નવીન)નિતુ મનોમન સહજ ખુશ હતી, કારણ કે તેનો એક ડર ઓછ...

  • સંઘર્ષ - પ્રકરણ 20

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • પિતા

    માઁ આપણને જન્મ આપે છે,આપણુ જતન કરે છે,પરિવાર નું ધ્યાન રાખે...

  • રહસ્ય,રહસ્ય અને રહસ્ય

    આપણને હંમેશા રહસ્ય ગમતું હોય છે કારણકે તેમાં એવું તત્વ હોય છ...

  • હાસ્યના લાભ

    હાસ્યના લાભ- રાકેશ ઠક્કર હાસ્યના લાભ જ લાભ છે. તેનાથી ક્યારે...

Categories
Share

સ્કેમ....10

સ્કેમ….10

(નઝીર આઝમી ડૉ.રામને ગમે તેમ બોલે છે. હવે આગળ...)

સાહિલ તેના પપ્પા ચિરાગ અને મમ્મી સ્મિતા જોડે આવ્યો હતો. ડૉકટરે તેને જોઈને સ્માઈલ કરીને પૂછ્યું કે,

"હાય સાહિલ, વૉટસ ધ નેકસ્ટ?"

"નથીંગ ડૉકટર અંકલ..."

સાહિલે ઉદાસ અવાજે બોલ્યો.

"વીચ લેંગ્વેજ ડુ યુ કમ્ફર્ટેબલ ફોર ટૉક?"

"ગુજરાતી..."

"ઓકે, માય બૉય..."

"બટ પાપા..."

"પાપા તમે પાછું નવું પ્રેશર લાવ્યા?"

ડૉકટરે ચિરાગભાઈને કહ્યું તો તે બોલ્યા કે,

"ના... ના... ડૉકટર, એ તો ખાલી એમ જ..."

"જુઓ મને ખોટું નહીં કહેવાનું. ચાલો તમે બહાર જતા રહો, આ તમારી પનીશમેન્ટ છે."

"પણ મારો દીકરો અંદર છે?..."

"ભલે, પણ તમે આઉટ... સ્મિતામેમ તમે પણ..."

"ઓકે..."

કહીને ચિરાગભાઈ અને સ્મિતાબેન બહાર જતા રહ્યા.

"સાહિલ હવે ખુશ ને?.. હવે મારો ફ્રેન્ડ બનીશ?"

"હું અને તમે ફ્રેન્ડ?"

"યસ... ચાલ આપણે ગેમ રમીએ. મને ગેમ રમવી બહુ ગમે છે."

"સાચે જ ડૉ.અંકલ..."

"અંકલ... અહીં કોણ છે અંકલ? મારું નામ તો રામ છે અને તારું સાહિલ. મને રામ કહે કે બ્રો કહે, પણ અંકલ નહીં..."

"ઓકે, પણ બીગ બ્રો તમે મારી જોડે રમશો, એ પણ અત્યારે?..."

"હાસ્તો, વળી રમવા માટે થોડો સમય જોવાય... નો હું તો એવું નથી માનતો"

"હું પણ નહીં... પણ મારા મમ્મી પપ્પા મારી જોડે રમતા નથી કે રમવા પણ નથી દેતા. ખાલી દાદી જ રમતા હતા... અને મને મગદળના લડ્ડુ પણ ખાવા આપતાં."

"રિયલી... મગદળના લાડુ તો મને પણ ખૂબ જ ભાવે. તને ખૂબ ભાવે?"

"હા, મને અને મારી દાદીને પણ ખૂબ જ ભાવે, પણ મમા અને પાપા ખાય પણ નહીં અને અમને ખાવા પણ ન દે."

"કેમ?"

"ખબર નહીં પણ, લેકટોસ એન્ડ સુગર...."

"કોઈ કોઈ વાર ચાલે?"

"દાદી એમ જ કહેતા, પણ તે.."

"પણ તે ખાવા ન દેતાં, એમ ને? ઓહ... ડેમ ઈટ, મારી પાસે આપણા બંનેના માટે મગદળના લાડુ નથી."

"ઓહ..."

"કંઈ નહીં પણ, મારી જોડે ચૉકલેટ છે."

"વાઉ... સાચે જ, આ પણ મને દાદી જ ખાવા આપતાં."

ત્યાં સુધીમાં લેડી આસિસ્ટન્ટે કલરવાળા ટૉયસ અને આઈસ મૂવમેન્ટ ટૉયસ ટેબલ પર મૂકયા.

"ઓકે સાહિલ, મારી જોડે ટૉયસ છે, તેનાથી રમીશું. ચાલો સાહિલ મને એકવાર આ કલર ધ્યાનથી જો અને પછી રાઈટ પ્લેસ સાથે મને આંખો બંધ કરીને કહે જો?"

સાહિલે એમ કરીને એક પછી એક બધા જ ટૉયસ રમતાં રમતાં પોતાના ટેસ્ટ પાસ કરી લીધા. પછી ડૉ.રામે કહ્યું કે,

"વાઉ સાહિલ, આટલી સ્પીડી... ગ્રેટ યાર... હવે આ દીદી જોડે થોડી વાર બીજા ટૉયસરૂમમાં જઈને બીજા ટૉયસ જોવાનું પસંદ કરીશ."

"યસ સર..."

સાહિલ ખનકતા અવાજે કહ્યું એટલે ડૉકટરે કહ્યું કે,

"ઓકે, નાઉ એન્જોય યોર ટૉયસ..."

પછી લેડી આસિસ્ટન્ટને કહ્યું કે,

"મીરાં મેમ, તમે તેને પચિંગ ટૉયસ ખાસ આપજો અને તેના મમ્મી પપ્પાને મારી જોડે મોકલજો."

"ઓકે, ડૉ..."

કહીને તે સાહિલને લઈને જતા રહ્યા. ચિરાગભાઈ અને સ્મિતાબેન બંને ત્યાં આવ્યા. તેમને ખુરશી પર બેસવાનું કહીને કહ્યું કે,

"જુઓ ચિરાગભાઈ મોટો કોઈ ઈસ્યુ નથી. બસ ફકતને ફકત સાહિલને તમારા બંનેનું એટેશન જોઈએ છે. એ પણ એવું જ, જે તેના દાદી તેને આપતાં હતાં. તમે બરાબર સમજી રહ્યા છો ને?"

"હા, પણ...."

"પણ શું? જુઓ બાળક કરતાં બીજું કંઈ મહત્ત્વનું નથી. માટે તેને પ્રેમ અને હુંફ આપો, તેની કેર કરો. રહી વાત તેના ડરવાની તો એ બધું જ મળતાં જ તે ડર જતો રહેશે. અને આમને આમ ચાલશે, તેને પ્રોપર એટેશન મળી જશે તો તેને દવાની જરૂર પણ નહીં પડે."

"સાચું કહું ને તો ડૉકટર, અમે બંને વર્કિંગ છીએ એટલે તેના માટે ટાઈમ કાઢવું શકય નથી."

ચિરાગે સ્મિતા સામે ગુસ્સામાં જોતાં કહ્યું, તે ડૉકટર જોઈ જતાં,

"શકય નથી નહીં, એમ કહો કે તમે તો અશક્ય જ બનાવી દીધું છે. તમારા બાળકની દવા તમારી કીસ અને હગ જ છે. સાહિલની વાત તો દૂર રહી, પણ મને તો એવું લાગે છે કે તમે બંને પણ એકબીજા સાથે કમ્ફર્ટેબલ નથી. કયાંક મારે તમારી જ કાઉન્સલીંગ તો કરવી નહીં પડે ને?"

"ના, ડૉકટર... એવું નથી..."

સ્મિતાએ હડબડાટમાં કહ્યું.

"સ્મિતામેમ... મને ખાલી લાગતું જ હતું એટલે તુક્કો માર્યો. અને હવે શ્યોર થઈ ગયો છું, પણ હાલ નહીં નેકસ્ટ ટાઈમ. સાહિલ જોડે જોડે તમારા બંનેનું પણ કાઉન્સલીંગ કરવું પડશે.'

બંને ચૂપચાપ સાંભળી રહેલા જોઈને ડૉ. પાછા બોલ્યા કે,

'હાલ પૂરતું તો ટુ ડેસ આફટર એપોઇન્ટમેન્ટ અને સાહિલ માટે દવા ત્યાં સુધી ની. અને હા, મેં આપેલી નોટમાં તમારા બંનેએ એકબીજા વિશેના વિચારો લખવાના. ભલે સારા કે ખરાબ જ કેમ ના હોય કે પછી ગમે તેવા જ હોય પણ હોનેસ્ટલી લખજો."

"ઓકે, ડૉકટર..."

ચિરાગે કાગળ લઈને અને  સ્મિતાને ઘૂરતો ઘૂરતો બહાર નીકળ્યો. સ્મિતા ઓઝપાઈ ગઈ હતી પણ તેને પોતાના ચહેરા પરના ભાવ છૂપાવી લીધા હતા.

એ જોઈને ડૉ.ને સીમા યાદ આવી ગઈ. તે પણ સવારે આવા જ ચહેરા સાથે કંઈક પૂછવું હોય તેમ તેની સામું જોઈ રહેલી પણ હું તેને અવગણીને હોસ્પિટલ આવી ગયેલો.

પણ મને સીમાનો એ ચહેરો યાદ કરીને દુઃખ થઈ રહ્યું હતું અને થોડી ચીડવવાની મજા પણ આવી રહી હતી.

મનમાં તો એવું થતું હતું કે હાલ જ ઘરે પહોંચી તેને ટાઈટ હગ આપી દઉં. પણ સાથે સાથે મને એ ખબર પણ હતી કે જેવો ઘરે જઈશ તરત જ સીમાના પ્રશ્નો મને ઘેરી વળશે અને મારે જવાબ દેવા પડશે. અને એને હું ટાળી નહીં શકું કે સાચું પણ નહીં કહી શકું.

વિચારો કરતાં કરતાં અકળાઈને ખુરશીમાં માથું ટેકવીને આંખો બંધ કરી લીધી. એટલામાં જ લેડી આસિસ્ટન્ટ આવીને કહ્યું કે,

"સર પેશન્ટ કોઈ નથી અને ના તો કોઈ એપોઇન્ટમેન્ટ બાકી છે, તો તમારા માટે કૉફી લાવું કે તમે ઘરે જાવ છો?"

(શું સાહિલના મમ્મી પપ્પાને એકબીજા સાથે નથી બનતું? સીમાના પ્રશ્નો ડૉ.રામ ટાળી શકશે? અને કેવી રીતે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....11)