સ્કેમ….9
(ડૉ.રામ પોતાના પિતાની સેફટી માટે પોલીસને મદદ લેવાનો વિચાર કરીને એ માટે તેમને ફોન કરે છે. હવે આગળ...)
સીમા રામે બોલેલા શબ્દો સમજે તે પહેલાં જ ડૉ. રામ પાછા એકદમ જ સોફટ અવાજમાં,
"ડર નહીં બેટા, હું તારી જોડે છું... મને પણ મારા દાદી બહુ જ ગમતાં હતાં. અને જયારે મારા દાદી સ્ટાર બની ગયા એટલે મને બહુ યાદ આવતા હતા... પણ તું જો આટલો ડરીશને તો તારી દાદીને નહીં ગમે... એક વાત પૂછું મમ્મી પપ્પા વઢે એટલે દાદી તને બચાવતા હતાને... હવે કોઈ તને વઢથી નથી બચાવતું... મમ્મી પપ્પા ચાલો સાહિલને સોરી કહો... વેરી ગુડ... સાહિલને ગમ્યું... બોલ સાહિલ..."
પહેલાં અલગ અને પછી બીજું અલગ કંઈક બોલવું સાંભળીને ગભરાઈ પણ તેના માટે નવાઈ નહોતી એટલે ડૉ. જેવા ચૂપ થઈ ગયા, પછી તે પણ સૂઈ ગઈ.
ડૉ.રામનું વિરોધાભાસી રાતમાં બોલેલું સાંભળીને સીમા વિચારમાં પડેલી જોઈને રંજનબેને કહ્યું કે,
"સીમા આજે તને શું થયું છે? તમારા બંને વચ્ચે કોઈ પ્રોબ્લેમ થયો છે, કે શું?"
સીમા પોતાની જાતને સંભાળતી બોલી કે,
"ના મમ્મી, કેમ એવું લાગ્યું?"
"કેમ ના લાગે બેટા, કાલે રામ ગુમસુમ હતો અને આજે તું છે. બધું બરાબર છે ને?"
નિમેષભાઈએ ચિંતા વ્યક્ત કરતાં બોલ્યા.
"હા, મમ્મી પપ્પા, આ તો બસ એમ જ..."
"મને ખબર છે, બેટા કે પપ્પા તમને છોડીને જતા રહે તો દીકરીને એમના ગયા પછી વધારે દુઃખ થાય. પણ બેટા, તારે વેવાણને સાચવવાનાં છે. અને અમે તો છીએ જ... તને કંઈ તકલીફ હોય તો કહેજે ને તારા પપ્પા નહીં પણ સસરા પપ્પા હજી બેઠા છે."
"જી પપ્પાજી..."
એને મનમાં થયું કે,
'મારે રામ જોડે વાત કરવી જ પડશે.'
ત્યાં તો રામ નાઈટડ્રેસ ની જગ્યાએ તૈયાર થઈને આવ્યો. તે જોઈને સીમાએ પૂછ્યું કે,
"રામ આટલા વહેલા હોસ્પિટલ..."
"હા સીમા, કાલની બધી જ એપોઇન્ટમેન્ટ આજે ટ્રાન્સફર કરી હતી, એટલે.."
"સારું..."
'કંઈ નહીં સાંજે વાત કરીશ...'
વિચારીને સીમાએ મન મનાવ્યું. ડૉ.રામ જેવા હોસ્પિટલ પહોંચ્યા તો નઝીરનો માણસ તૈયાર હતો તેમને લઈ જવા માટે. કારમાં બેઠા પછી માણસે ડૉકટરને પૂછ્યું કે,
"સાહેબ તમે પોલીસને ફોન કેમ કર્યો હતો?"
"એ તો મારો મિત્ર હતો એટલે તેરમાની વિધિમાં કેમ ના આવ્યો, એ પૂછવા કર્યો હતો."
"સાચું બોલે છે, ડૉકટર?"
"હા..."
"ખોટું નહીં બોલવાનું ડૉકટર, જો ભાઈજાનને ખબર પડશે તો તમારી ખેર નહીં."
"ના, એ તો હું?..."
"કેમ જીભ થોથવાઈ ગઈ ને? તમે તમારા ફાધર રિલેટડ વાત કરતાં હતાં ને બરાબર?"
"હા... પણ તમને ખબર કેવી રીતે પડી?"
"એ બધો તમારો વિષય નથી, શું થયું?..."
"બસ હમણાંથી મારા ફાધર વિશે કોઈ પૂછપરછ કરતો હતો એટલે એના વિશે તપાસ કરવા માટે કહ્યું હતું."
"એ માટે તો તમારે ભાઈજાનને જોડે વાત કરવી જોઈએ ને? પોલીસના લફરામાં થોડું પડાય. આમ પણ, તમે આપણા માણસ છો. તો પછી તમારે બીજે જવાની જરૂર કયાં છે?"
"ભૂલી ગયો... પણ તમને વાત કરી છે ને તો તમે જોઈ લેજો ને જરાક."
"સારું... ભાઈજાનને વાત કરું અને પૂછીશ કે શું થઈ શકે છે?"
આટલી વાત કરતાં કરતાં અમે ગોડાઉનમાં ની એ રૂમમાં આવી ગયા.
સાગરને હિપ્નોટાઈઝ કરવાનો પ્રયત્ન કર્યો અને અલગ અલગ રીતે પ્રશ્નો પૂછીને જાણવાનો પ્રયત્ન પણ કર્યો, આ વખતે પણ તે ગઈ વખતની જેમ તે સૂઈ ગયો અને માહિતી ના મળી તે ના જ મળી એટલે નઝીર બરાબરનો ઉશ્કેરાયો. અને ડૉ.નો કોલર પકડીને ગુસ્સામાં ને ગુસ્સામાં કહેવા લાગ્યો.
"એ ડૉકટર ડિગ્રી લીધી છે કે પછી ખાલી ખાલી સર્ટીઓ જ ભેગા કર્યા છે. તારી આ ટેકનોલોજી શું કામની, જો મારી ઈચ્છા મુજબ તેની પાસેથી ઈન્ફર્મેશન ના કઢાવી શકે તો... બકવાસ ડૉકટર ને બકવાસ તારી ટેકનોલોજી..."
"પણ નઝીર સાહેબ..."
"એ ડૉકટર કંઈ બોલતો જ નહીં. તું આઈએએસ નો સાથીદાર તો શું, નઝીરના જુતા બરાબર પણ નથી. આ નકામા થોથાને ઉપાડીને કૂવામાં નાંખ. ખબર નહીં મને પણ..."
એટલામાં
"ભાઈજાન, તમારા માટે કાવા..."
અચાનક જ મગન લઈને આવ્યો અને આપતાં કહ્યું તો નઝીર,
"તારા જેવો બકવાસ અને કામચોર જ મને મળ્યો છે..."
નઝીર પોતાનો બધો જ ગુસ્સો બરાબરનો તેના પર ઉતારવા લાગ્યો. એ જોઈને થોડી વાર માટે તો ડૉ.રામ પોતે જ ભયના માર્યા થથરી ગયા.
નઝીરના ગુસ્સો જોઈને સલીમ ઉસ્તાદ પણ ક્ષણભર માટે થથરી ગયો. છતાં હિંમત કરીને તેને ડૉ.રામને જવા કહ્યું.
"ભાઈજાન બસ... શાંત થઈ જાવ, ભાઈજાન...."
તેને નઝીરને કહ્યું.
"ના સલીમ આવા લોકો કંઈ કામને લાયક નથી હોતા."
"પણ ભાઈજાન આ ડૉકટર બેસ્ટ સાયક્રાટીસ છે. કદાચ ધીમે ધીમે પેલો બકશે."
"અચ્છા... ચલ અબ દિમાગ જયાદા ગરમ મત કર... જા કે કાવા લે કે આ..."
સલીમે મગને ઉઠાડી બીજે મોકલ્યો અને પોતે કાવા લેવા ગયો.
ડૉકટલનું પણ મગજ ભમી ગયું હતું, નઝીર માટે. તે ગુસ્સાથી બરાબરનું ફાટું ફાટું થઈ રહ્યું હતું. પોતાની ઓપીડી પર પહોંચી અને કોફીનો ઓર્ડર કરીને ચેર પર બેઠા.
'બેવકૂફ છે સાવ, આંતકીનું મગજ આમ પણ જડ જેવું જ હોય. એને શું ખબર પડે મેડીકલ ભાષામાં. હું પણ આવા જોડે કયાં ફસાયો છું."
કોફી આવતાં તે પી ને મગજને શાંત કર્યું અને તે પોતાના પેશન્ટ સાથે બીઝી થઈ ગયા. આમ પણ પેશન્ટ પાસેથી મળતી ફી કરતાં પણ તેમનું પેશન્ટ માટેનું ડેડીકેશન અને પેશન્ટના પ્રોબ્લેમ્સ સોલ્વ કરવાનું પેશન જ તેમને બધા ડૉકટર કરતાં કંઈક અલગ પાડતાં હતાં.એટલે જ તે આટલા ફેમસ ડૉકટર હતા.
(શું નઝીર ડૉકટરના ફાધરને પૂછનાર વ્યક્તિ વિશે જાણી શકશે? કે પછી તે તો નથી ને કયાંક? નઝીર આગળ શું કરશે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....10)