સ્કેમ….8
(રામ અને સીમાના લગ્ન થઈ ગયા અને રામે હોસ્પિટલ પણ ખોલી દીધી. હવે આગળ...)
મારી આ સુંદર સફરને રોકતી ફોનની રિંગ વાગી. ફોન મેં રીસીવ કર્યો તો સામે નઝીર આંતકીનો હતો. તેના સ્વભાવ મુજબ મને ગમે તેમ બોલવા લાગ્યો કે,
"એ ડૉકટર કાલે મને માહિતી લાવી આપ. નહીંતર તારું કામ અટકી જશે..."
"પણ એ માટે એ જવાબ આપે તો જ ને હું ઈન્ફર્મેશન આપું ને.."
"એ મને ખબર ના પડે..."
"જુઓ એ અનકોન્શિયસ થાય તો ના ચાલે. એ ફકત સબકોન્શિયસ થાય તો જ આપણું કામ થાય. અને આપણને માહિતી મળે."
"એ તો ખબર છે, પણ બીજો કોઈ ઉપાય હોય તો બતાવ."
"મને તો એવી ખબર નથી, પણ જોવું ફરીથી પ્રયત્ન કરું."
"બીજી વારમાં ઈન્ફર્મેશન મળી જશે."
"કેવું છે, ઘણીવાર પેશન્ટ હિપ્નોટાઈઝ કર્યા પછી બધા જવાબ ના આપી દે અને સૂઈ જા. પણ ધીમે ધીમે ત્રીજા ચોથા પ્રયત્ને કહે છે."
"ઓકે, એવું હોય તો કાલે ફરીથી હિપ્નોટાઈઝ કર."
"કાલે ઘરમાં ધાર્મિક વિધિ છે એટલે બીઝી છું. પરમ દિવસે જ કાઉન્સલીંગ કરીશ."
"ઓકે... પરમ દિવસે મારો માણસ લેવા આવી જશે."
"જી... "
કહીને મેં ફોન મૂકયો. ચીફ ઓફિસર સાગર જોડે માહિતી કેવી રીતે કઢાવવી એ માટેની તૈયારીમાં મન લગાડીને પ્રશ્નો તૈયાર કર્યા. પછીના દિવસે ઘરમાં મારા સસરાની તેરમાની વિધિ ચાલી રહી હતી. અને આ કારણોસર ઓપીડીમાં રજા રાખી હતી એટલે એ દિવસ એના માટે ચિંતા વગરનો તો હતો.
પણ કદાચ ચિંતામુક્ત મન નહોતું થઈ રહ્યું એટલે તેના ચહેરા પર વ્યગ્રતાએ પોતાનું સામ્રાજ્ય ફેલાવી દીધું હતું અને એ જોઈ રંજનબેન પામી ગયા હોય તેમ તેને એકબાજુ લઈ જઈને કહ્યું કે,
"બેટા શું વાત છે? બધી વિધિ બરાબર થઈ રહી છે, તો પછી આટલી ચિંતામાં કેમ ફરે છે?"
"એવું કંઈ નથી, મમ્મી. તને નાહકનો ભ્રમ થયો છે..."
ડૉ.રામે કહ્યું તો તેમની મમ્મીએ કહ્યું કે,
"બેટા, મા છું તારી એટલે એમ ના કહેતો કે કંઈ નથી."
"મા, શું તું પણ? આ તો પેશન્ટ વિશે વિચાર તો હતો ને એટલે?"
"આજ સુધી તો કયારેય ઘરમાં એના વિશે વાત નથી કરી તો પછી આજે કેમ? સાચું કહે તું તારા સસરા વિશે વિચારે છે ને?"
"ના, મમ્મી..."
"બેટા મને ખબર છે, મને પણ સીમાને જોઈને દુઃખ થાય છે. એમાં ખાસ કરીને કપિલાબેન જોઈને, એમનો શોક દૂર કરવો એ આપણી જવાબદારી છે. પણ એ માટે આમ આપણી તબિયત તો ના બગાડાય. આપણે હિંમત રાખીશું તો તે બંનેને હિંમત આપી શકીશું."
"હા, મા.. આ તો મન છે એટલે વિચારે ચડી ગયું. બસ હવે નહીં વિચારું. હવે તમે જાવ અને પૂજાની સામગ્રી કે કામ બરાબર છે કે નહીં તે દેખી લો."
"સારું..."
કહીને તે જતા રહ્યા. ડૉ.રામે પણ પોતાના મનને ટપારતાં કહ્યું કે,
"મા કે કોઈને પણ કેવી રીતે કહેવું કે પપ્પાનું અચાનક મોત થવું એ મારા માટે તો આશ્ચર્ય છે... પણ રામ બધાને ખબર પડે એના કરતાં મનને આડું અવળું વિચારવાનું છોડ અને ઘર પર અને બીજા વિશે વિચાર."
તેરમાની વિધિ પતી અને જમણવાર ચાલુ હતો ત્યાં જ પપ્પા અને સીમાના પપ્પાના મિત્ર રસિકભાઈએ મને બાજુમાં બોલાવ્યો અને કહ્યું કે,
"બેટા, હું તારી સાથે એક વાત કરવા માટે તક જ શોધી રહ્યો હતો."
"હા, બોલોને અંકલ..."
"બેટા, તે દિવસે તારા પપ્પા તો વૉકિંગ માટે નહોતા આવ્યા અને અમે બંને જ હતાં. વૉકિંગ પછી હું આદત મુજબ નારિયેળ પાણી લેવા ગયો અને તે બાંકડા પર બેઠા હતા. હું તે લઈને જેવો બેઠક પર જવા ગયો ત્યારે..."
"ત્યારે... શું અંકલ?"
રામે અધીરાઈપૂર્વક પૂછ્યું.
"એક માણસને તે સમજાવી રહ્યા હતા કે હું નિમેષભાઈ નથી... મારું નામ ભરતભાઈ છે. ખબર નહીં તે જતો રહ્યો અને ભરતભાઈને દુખાવો થયો અને પછીની તને ખબર જ છે."
"હા, અંકલ... આ તો..."
"પણ આ બધામાં મને એવું લાગી રહ્યું છે કે તે માણસે કંઈક એવું તો કર્યું જેનાથી આજસુધી હેલ્ધી માણસને એકદમ જ હાર્ટ બેસી જાય અને તરત જ મરી જાય એ તો અશકય નથી...'
"આમ તો મને શક ના જાત બેટા, પણ કાલે એ માણસ ફરીથી આવ્યો અને મને નિમેષભાઈ વિશે પૂછત હતો. મે નથી આવ્યા એવું કહ્યું તો તેને દૂર વેનમાં બેઠેલા માણસને ઈશારો કર્યો, મેં વેન સામે જોયું તો ભરતભાઈ જોડે.વાત કરતો હતો એ જ માણસ હતો. હું કંઈ પૂછું તે પહેલાં પૂછનાર માણસ અને તે વેન જતી રહી. એટલે જ તને કહ્યું.."
"સારું કર્યું અંકલ... હું જોવું કે શું વાત છે?"
બધાના ગયા પછી ડૉકટરે પોલીસમિત્રને ફોન કર્યો,
"સર એક રિકવેસ્ટ છે કે મારા પિતા વિશે કોઈ પૂછપરજ કરે છે? તો તે વ્યક્તિ કોણ છે? એ વિશે તપાસ કરોને?"
"આટલો મોટો ડૉકટર રિકવેસ્ટ કરે એ સારું ના લાગે, સમજયો. પણ કદાચ એ તો એમ જ પૂછતાં હોય?"
"વાત એમ નથી સર, પણ હમણાં જ મારા સસરાનું હાર્ટએટેક થી ડેથ થયું છે. જે દિવસે તેમનું ડેથ થયું એ દિવસે મારા સસરા સાથે એ માણસ માથાકૂટ કરતાં તેમના એક મિત્રે દેખયા હતા. વળી, કાલે પણ મારા પપ્પા વિશે જ પૂછપરછ કરતો હતો એટલે જ કહું છું."
"ઓકે સર, હું તપાસ કરું..."
આખા દિવસના થાક લાગવાથી બધા જ પડતાં વેંત સૂઈ ગયા. ઊંઘમાં ને ઊંઘમાં ડૉ.રામ,
"કેમ બોલતો નથી? તને ખબર નથી પડી રહી કે હું કંઈક પૂછું એનો તારે જવાબ આપવો જ પડે... તારા કારણે મારે હેરાન થવું પડે છે... ચાલ જે કહ્યું તે બોલવાનું કર... બોલ હવે... જલ્દી કહે... "
સીમા એકદમ જ અવાજ સાંભળીને જાગી ગઈ, શું બોલી રહ્યા છે તે સમજવાનો પ્રયત્ન કરવા લાગી.
(શું સીમાને રામ આંતકીઓ સાથે ભળી ગયો છે, તે ખબર પડશે કે નહીં? આગળ શું થશે? ફાધર વિશે પૂછનારો કોણ છે?
જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ....9)