Scam - 2 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | સ્કેમ....2

Featured Books
Categories
Share

સ્કેમ....2

સ્કેમ....2

(નઝીર નામના આંતકી સાથે સાગર જેવા ડિફેન્સ ઓફિસરને કિડનેપ કરી કંઈક માહિતી કઢાવવા પ્રયત્ન કરે છે. હવે આગળ...)

"એટલે... સાગર સર... હમણાં જ ખબર પડી જશે."

એમ બોલીને નઝીર એક બેલ વગાડે છે અને એક વ્યક્તિ અંદર આવે છે. તેની નજીક જઈને નઝીર કાનમાં કહે છે. તે વ્યક્તિ એ પણ હામી ભરતાં જોઈ નઝીર બોલ્યો કે,

"તો પછી મારા કહ્યા મુજબ તેની પાસેથી મને ઈન્ફર્મેશન કઢાવી આપો..."

"જી..."

બોલીને તે આગળ વધ્યો તો સાગરે તેમને બરાબર ધ્યાનથી જોવા લાગ્યો,

"નજીક આવનાર વ્યક્તિ ટોલ, ડાર્ક અને હેન્ડસમ તો હતો જ પણ સાથે સાથે તેની પર્સનાલિટી કંઈક અલગ જ હતી. તેની ચાલવાની ઢબ, કોઈને જોવાની નજર કંઈક અલગ જ રજુ કરી રહી હતી. જે આવા આંતકીઓ સાથે ફિટ બેસે એવી નહોતી. તેને જોઈને લાગી રહ્યું હતું કે તે કોઈ એજયુકેટડ વ્યક્તિ હશે, જાણે કે કોઈ ડૉક્ટર.... 40 વર્ષનો કદાચેક હશે, પણ ફિટનેસથી તો માંડ 30 વર્ષનો જ લાગી રહ્યો છે.'

આવનાર વ્યક્તિએ કહ્યું કે,

"સોરી..."

તો સાગરે કહ્યું કે,

"સાગર... મારું નામ સાગર છે."

"ઓકે, મારું નામ ડૉ. રામ... સાયકોલોજીસ્ટ"

"ઓહ... ફેમસ સાયકોલોજીસ્ટ. કેમ્બ્રિજ યુનિવર્સિટીમાં જઈને પોતાની ડીગ્રી કમ્પ્લીટ કરેલી. તમે બોમ્બે જ નહીં આખા ઈન્ડિયા ના જાણીતા સાયક્રાટીસ. કેટલા લોકો તમારા પાસે ટ્રીટમેન્ટ કરાવવા રાહ જોવે છે. સૌથી વધારે તમારું કાઉન્સલીંગ વધારે અસરકારક હોવાથી લોકો મહિનાઓનું વેટિંગ કરે છે."

"હા, એ જ હું..."

"તો પછી અહીં કયાંથી, તમે પણ દેશદ્રોહી?"

ડૉ.રામ કંઈ બોલ્યા વગર તેમની સામે જોઈ રહ્યા, સાગર ડૉ.રામને જોઈ રહ્યા તો તે સાગરને,

"સાગર 45 વર્ષનો પુરુષ. તે પણ એટલો જ હેન્ડસમ, સ્માર્ટ લાગી રહ્યો હતો. તેનું કસાયેલું શરીર જોઈને એવું કહી શકાય કે પહેલાં તે આર્મીમાં હશે. ચહેરા પર મારના નિશાન તે વાતને સાબિત કરી રહ્યા હતા. આટલા નિશાન પછી પણ તેની સ્માર્ટનેસ, સુંદરતા દેખાઈ રહી હતી.

આટલા માર ખાધા પછી પણ તેના ચહેરા પર જે ખુમારી ઝળકી રહી હતી એ કોઈપણ ને મોહિત કરે એવી હતી. વળી, પાછો આ લોકોના કહેવા પ્રમાણે તે દેશભક્ત હતો, અને એટલો જ જીદ્દી પણ એટલો જ હતો. જો આ લોકોએ કિડનેપ કર્યો છે તો તે દેશ માટે મહત્વની પોસ્ટ પર હશે. વળી, તે પોતાના કામમાં કાબેલ વ્યક્તિ જરૂર હશે એ તો ડૉકટર સમજતા હતાં જ. આવા વ્યક્તિને આજે તેમને હિપ્નોટાઈઝ કરીને માહિતી કઢાવવાની હતી.'

"સોરી સાગર સર.... પણ..."

"ઈટસ્ ઓકે, ડુ યોર ડયુટી..."

ત્યાં જ નઝીરે જોરથી બોલ્યો કે,

"એ ડૉક્ટર ગુસપુસ નહીં... કામ કરો, જલ્દી..."

સાગરે પણ નઝીરને કહ્યું કે,

"તું ગમે તે તિકડમ કર, પણ મારી પાસેથી કંઈ જ માહિતી નહીં મેળવી શકે."

"જોઈએ, સાગર સર..."

ડૉ.રામે એક લોકેટ જેવું કાઢયું અને કહ્યું કે,

"આના પર તમારી નજર સ્થિર રાખો."

સાગરે એવું કર્યું તે જોઈને ડૉ.રામ બોલવા લાગ્યા કે,

"તમે સૂવાની તૈયારી કરી રહ્યા છો.. તમને ઊંઘ આવી રહી છે.. તમારી આંખો બંધ થઈ રહી છે.. તમારી આંખોમાં ઊંઘ દસ્તક દઈ રહી છે.. તમે હવે સૂવા લાગ્યા છો.. તમે સૂઈ ગયા છો.."

આમ બોલતાં બોલતાં સાગર સૂવા લાગ્યો. ડૉકટરે બરાબર ચેક કરીને તેની વાતની અસર બરાબર થઈ રહી છે. હવે જ હિપ્નોટાઈઝનું અસલી કામ શરૂ કર્યું. ફરી પાછા તે બોલવા લાગ્યા કે,

"તમે હવે જાગી રહ્યા છો... તમારી હવે અડધી ઊંઘ પૂરી થઈ ગઈ છે.."

સાગરે અર્ધજાગ્રત અવસ્થામાં જ બોલ્યો કે,

"હા... મને હજી ઊંઘવું છે."

"તો પછી તમારું નામ કહો?"

તેનું આવું બોલવું સાંભળી ડૉકટરે પોતાનું કામ આગળ વધારતાં પૂછ્યું.

"સાગર મહેતા..."

"શું કામ તમારું?"

"ચીફ ઑફિસર ઓફ ડિફેન્સ ડિપાર્ટમેન્ટ."

"ઓકે... ત્યાં તમારે શું કામ?"

" ડિફેન્સ મિનિસ્કરનો જમણો હાથ."

આવું બધું સાંભળીને નઝીર ગુસ્સામાં કહ્યું કે,

"એ ડૉક્ટર, આ બધું તો મને ખબર જ છે, તો પછી આવું શું કામ પૂછે છે?"

"હા, પણ થિયરી પ્રમાણે કરવું પડે."

"ઓકે... ઓકે, જલ્દી..."

ડૉકટરે પોતાની વાત આગળ વધારતાં પૂછ્યું,

"હા, તો પછી ઈન્ડિયન આર્મી વિશે જણાવો."

"ઈન્ડિયન આર્મીમાં લાખો આર્મીમેન... બુલેટપ્રુફ ટેન્કર... વિમાનો... નવા આવેલા રાફેલ વિમાનો..."

"આ નહીં મારો મતલબ છે કે બોર્ડર પર ઈન્ડિયન આર્મી પર કોઈ હુમલો થવાનો છે, તે કેવી રીતે ખબર પડે?"

"એ તો બોર્ડર પર થતી હિલચાલ અમને સેટલાઈટ જણાવે..."

"પછી.."

"પછી આ ઈન્ફર્મેશન આર્મી અને એરફોર્સ ને જણાવીએ. એટલે આર્મી તે હુમલાની વળતો જવાબ આપવાની તૈયારી કરે."

"આ જણાવવાનું કામ કોણ કરે?"

"મારો આસિસ્ટન્ટ."

"ઓકે... આ રોકવું હોય તો શું કરી શકાય?"

"પોસીબલ જ નથી... મેં એક એવું સોફ્ટવેર બનાવ્યું છે કે તે સીધું સેટેલાઈટથી કનેકટ્ડ છે. જેને કોઈ બ્રેક ન કરી શકે કે ના કોઈ હેક કરી શકે."

"આસિસ્ટન્ટ ઓપરેટ કરતો હશે ને?"

"મારો આસિસ્ટન્ટ હોય કે ના હોય, ભલેને કોઈ પણ ના હોય એરફોર્સ અને આર્મી હેડકવાર્ટરને આ ઈન્ફર્મેશન મળી જ જાય. અને આ સોફટવેરને કોઈ હેક ના કરી શકે એવી સિસ્ટમ નાંખી છે."

"ઓકે, તો પછી તારું શું કામ?"

"મારું જ કામ મુખ્ય છે. ડિફેન્સ મિનિસ્ટરને ગાઈડ કરવાનું એને સુરક્ષા માટે બેસ્ટ વે બતાવવાનો..."

સાગરનો જવાબ સાંભળી ડૉકટરે કહ્યું કે,

"એમ નહીં... આ સોફટવેર બની ગયા પછી એમાં તમારે શું કામ પડે?"

"આનો પાસવર્ડ... મારા વગર ખોલવો શકય નથી. "

"હમમ, પાસવર્ડ શું છે?"

પણ કંઈ જવાબ ના મળતાં જ ડૉકટરે સાગરને ઢંઢોળ્યો પછી નઝીર આઝમીને કહ્યું કે,

"અરે... આ તો ખરેખર સૂઈ ગયો..."

"એવું કેમ કરીને ચાલે, જગાડ એને..."

ડૉક્ટર પ્રયત્ન કરે છે પણ તે જગાડી ના શકયા. આખરે કંટાળીને તે કહે છે કે,

"હવે તે નહીં જાગે, ફરીથી હિપ્નોટાઈઝ કરવો પડશે..."

"અરે...."

થોડીવાર રહીને ડૉકટરે નઝીરને કહ્યું કે,

"હું મારી હોસ્પિટલમાં જાઉં છું. કાલે ફરીથી ઈન્ફર્મેશન મેળવવા પ્રયત્ન કરીશ."

(શું માહિતી જોઈએ છે એ આંતકીને? ડૉક્ટર ફરીથી કઢાવી લેશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ... સ્કેમ...3)