Scam - 1 in Gujarati Fiction Stories by Mittal Shah books and stories PDF | સ્કેમ....1

Featured Books
  • द्वारावती - 70

    70लौटकर दोनों समुद्र तट पर आ गए। समुद्र का बर्ताव कुछ भिन्न...

  • Venom Mafiya - 7

    अब आगे दीवाली के बाद की सुबह अंश के लिए नई मुश्किलें लेकर आई...

  • My Devil Hubby Rebirth Love - 50

    अब आगे रुद्र तुम यह क्या कर रही हो क्या तुम पागल हो गई हों छ...

  • जंगल - भाग 7

          कुछ जंगली पन साथ पुख्ता होता है, जो कर्म किये जाते है।...

  • डेविल सीईओ की मोहब्बत - भाग 69

    अब आगे,अर्जुन, अराध्या को कमरे से बाहर लाकर अब उसको जबरदस्ती...

Categories
Share

સ્કેમ....1

નમસ્કાર વાચકમિત્રો,

આપના ખૂબજ મહત્ત્વના પ્રતિભાવો અને મારી 'રાજુલ- પ્રીતની નવી રીત' વાંચવા બદલ.

હું એક નવી જ નવલકથા સાથે ઉપસ્થિત થઈ છું. મેં કંઈક અલગ જ વસ્તુ પર લખવા પ્રયત્ન કર્યો છે.

"સ્કેમ...."

*******

સ્કેમ....1

અંધારી એવી એક જગ્યા જયાં ચકલું પણ ફરવાની ધૃષ્ટતા પણ ન કરી શકે. ના તો સૂરજનું કિરણ પ્રવેશવા તૈયાર હોય. ના કોઈ અવાજ સંભળાય કે ના અંદર હવાની હાજરી  મહેસૂસ થાય, જાણે આ બધાનું દુનિયામાં  અસ્તિત્વ છે કે નહીં અહીં ખબર નહોતી પડી રહી.

તે રૂમમાં સ્મેલ પણ એટલી વિચિત્ર અને એટલી ગંધાતી આવી રહી હતી કે કોઈ શ્વાસ પણ ના લઈ શકે. કે પછી ના કોઈ ત્યાં જીવતો રહી શકે.

ત્યાં ચારે બાજુ બોકસ જ બોકસ હતાં. થોડા ઘણાં ખાલી પીપડાં હતાં. બસ પછી ફકતને ફકત ભીંતો જ ભીંતો દેખાઈ રહી હતી. બારી કે બારણાં આ જગ્યાએ હતાં કે ન હોતાં તેની પણ ખબર જ નહોતી પડી રહી.

અને આવી અંધારી રૂમમાં એક માણસ જાણે કોઈ અંડરગ્રાઉન્ડ થયો ના હોય તેમ ત્યાં ખુરશી પર સૂઈ ગયેલો હતો. થોડીવારે બહારથી એક માણસ ત્યાં આવ્યો અને તેને જોઈ રહ્યો પછી તે માણસને એને પગથી લાત મારી પણ તે ઊઠી નહોતો રહ્યો. એટલામાં જ બીજો માણસ આવ્યો અને કહ્યું કે,

"જગલા, હજી જાગ્યો નથી આ?"

"ના, ઉસ્તાદ..."

"હમમમ... એક કામ કર, એના પર પાણી રેડ."

"હા, ઉસ્તાદ..."

તે માણસ પાણી રેડે છે, પણ તે માણસ જાગી નહોતો રહ્યો. ફરીથી તે માણસ થોડો ગુસ્સામાં જ,

"અલ્યા, ફરીથી રેડ..."

આમને આમ કેટલી વાર પાણી રેડે છે. છતાં જાગી નથી રહ્યો એટલે અકળાઈને કહ્યું કે,

"જગાડ એને... નહીંતર આપણું કામ કેમ થશે. સમજ પડે છે કે નહીં, ડોબા? આટલો ક્લોરોફોર્મ કેમ સૂંઘાડયો? ખબર નથી પડતી કે હવે શું કરવું? પેલો જલ્લાદ હમણાં જ આવશે, પછી શું કરીશું? જગાડ આને..."

"હા... સલીમ ઉસ્તાદ..."

એવામાં કોઈના આવવાનો અવાજ સંભાળ્યો એટલે પેલા બંને ડરી ગયા. શું કરવું ના કરવું અવઢવમાં જ ત્યાં ઊભા રહી ગયા. પણ તે માણસને બધી જ ખબર હોય તેમ તે બીજી ખુરશી પર બેસી ગયો અને બોલ્યો કે,

"બેવફૂકો... ખબર પડે છે તમને કે નહીં, આને આમ ન જગાડાય. આ તો આપણા ખાસ મહેમાન છે. એમની સારી એવી રીતે સરભરા કરો. ડોલ ભરીને પાણી લાવ અને એના પર રેડ."

તેના પર પાણી પડતાં જ તે વ્યક્તિએ ધીમે ધીમે આંખો ખોલીને તે લોકોને જોવાનો પ્રયત્ન કરવા લાગ્યા. બધાને વારાફરતી જોયા છતાં તે બરાબર ઓળખી ના શકયો.

પણ તેને કિડનેપ કરનાર આ જ વ્યક્તિ છે તે સમજી ગયો. પણ કેમ? સમજે તે પહેલાં જ એક અવાજ સંભાળ્યો કે,

"સાગર સર... તમારું સ્વાગત બરાબર થઈ રહ્યું છે અને સરભરા ઓકે છે ને? કંઈ બાકી રહી જાય તો કહેજો...."

'આ કોણ છે, આમનો બોસ? મને કેમ પકડયો, શું કામ છે મારું?' એ વિચાર આગળ વધે તે પહેલાં જ અવાજ પરથી અને તેની આંખો અંધારાથી ટેવાઈ જતાં જ ખુરશી પર બેઠેલ વ્યક્તિ ઓળખી ગયો.

સામે બેઠેલ એ માણસે પાયજામો, ઉપર કુર્તો પહેરેલો હતો. માથા પર પઠાણી ટોપી, પીઠ પર રૂમાલ ઓઢેલો અને પગમાં મોજડી પહેરેલી હતી. તેના ચહેરા પર ખુન્નસ દેખાઈ રહ્યું હતું જ, પણ સાથે સાથે તે ભયાનક પણ લાગી રહ્યો હતો. તેની ચહેરા પરના શીળીના ડાઘ સાથે કપાળ વાગેલું નિશાન, તેની ભયાનકતામાં વધારો કરી રહ્યા હતા.

સાગર બોલ્યો કે,

"તું... નઝીર આઝમી છે ને?... બરાબર ને?"

"હમમમ... ઓળખી ગયા સાગર સર તમે તો.... તમારી યાદશક્તિ તો તેજ છે...."

"મારી યાદશક્તિ કેટલી તેજ છે તે ચેક કરવા લાવ્યો છે અહીં?"

સાગર પોતાના અસલ મિજાજ પર આવતાં કહ્યું, તો તેના ધારદાર કટાક્ષથી નઝીર હસવા લાગ્યો. પછી કહ્યું કે,

"સેન્સ ઓફ હ્યુમર પણ સારી છે, સાગર સર...."

કટાક્ષ સાંભળીને સાગર બોલ્યો કે,

"મારી યાદશક્તિ અને સેન્સ ઓફ હ્યુમર પર કોમ્પ્લીમેન્ટ કરવાનું રહેવા દે અને સીધી રીતે કહે કે શું કામ અહીં લાવ્યો છે મને?"

"અરે... અરે.... આટલો બધો ગુસ્સો... કહીશ તમને. તમારા વગર એ કામ શકય તો નથી જ.'

"તમને આટલું બધું યાદ છે તો પછી આપણી છેલ્લી મુલાકાત, તે વખતે મેં કહેલી વાત પણ યાદ હશે ને?"

"હા, તો એનું શું?"

"બસ પછી એ જ તો કામ છે. એ જણાવી દો, પછી તમે છૂટા. બાકી મારે તમારું કોઈ પર્સનલ કામ નથી."

"ભૂલી જજે.... એ વાત ને કે... જે માટે આ કાંડ કર્યો છે એ તો તને નહીં જ કહું."

"હમમમ... ભલે, ના કહો પણ મને બોલાવતાં આવડે છે ને, સર..."

કટાક્ષમાં નઝીર બોલી રહ્યો હતો જયારે સાગર કટાક્ષમાં હસી રહ્યો હતો પછી તે જ રીતે જવાબ આપતાં કહ્યું કે,

"શું કરશો, નઝીર આઝમી??? થર્ડ ડીગ્રી... મારા પરિવારને મારી નાખવાની ધમકી... બોલોને, શું કરશો?'

"મારા માટે તો આ બધું સેવ ચણા મમરા બરાબર છે. તને એ પણ ખબર છે ને?"

"હા, કેમ નહીં... એટલી તો ખબર રાખવી જ પડે ને કે તમે એક ટ્રેનડ આર્મી ઓફિસર છો. અને આર્મી ઓફિસર તો પોતાનો જીવ હથેળીમાં લઈને ફરે છે. તે કોઈનાથી કે ના કોઈ વાતને લઈને ડરતો નથી.'

"એના માટે તો થર્ડ ડીગ્રી કે ફોર ડિગ્રી બધું ચણા મમરા કે વોર્મઅપ જેવું જ ગણાય, એનાથી તું શું ડરવાનો. અને સાચું કહું તો આ મારા માટે પણ ચણા મમરા જેવું જ છે. મને આમાં મજા ના આવે. અને એટલું તો યાદ રાખ કે હું નઝીર આઝમી છું, કોઈ ઓલો પોલો વ્યક્તિ નથી. છતાં તને કહી દઉં કે તારા માટે મેં કંઈક હટકે અલગ જ વિચારી રાખ્યું છે."

"શું વિચાર્યું છે, તે? કોઈ નવી ટેકનિક કે પછી એસિડ છાંટવાનો કે વાયરસ મારા શરીરમાં  દાખલ કરવાનો? મને પણ તમારા જેવા આંતકી પર અજમાવવા માટે નવી ટેકનિક જાણવા મળે એટલે મને કહેજે."

"અરે...અરે... આટલું બધું... જયાં કળથી કામ થઈ શકે તો પછી બળથી શું કામ લેવું."

"એટલે???"

(શું કરશે નઝીર આઝમી? કેવી રીતે પોતાની વાત કઢાવશે?

જાણવા માટે વાંચો આગળનો ભાગ, સ્કેમ....2)