Udhaar Len den - 2 in Gujarati Comedy stories by Mansi books and stories PDF | ઉધાર લેણ દેણ - 2

The Author
Featured Books
  • तेरा...होने लगा हूं - 9

    मोक्ष क्रिश को लेकर शेखावत हाउस के लिए निकल गया। वहीं स्कूल...

  • गुरु का मिलना

    कहावत सुनी ही होगी जब शिष्य तैयार होता है गुरु प्रकट होता है...

  • द्वारावती - 79

    79                             रात्रि भर उत्सव यमुना तट पर ब...

  • ट्यूशन

    मेरे पिता जी का ट्रांसफर जलालाबाद (थानाभवन) से बदायूं हो गया...

  • बदलाव ज़रूरी है

    नमस्कार दोस्तों कैसे हैं आप सब, आशा है सब बढ़िया ही होंगे. आग...

Categories
Share

ઉધાર લેણ દેણ - 2

ભાગ ૨
ગિરીશ અને શીલા પોતાના ઘરે આવી ને વાત કરે કે આ આપડા નવા પડોશી તો સારા લાગે છે ,શીલા એ કહ્યું હાં મને બી એવું જ લાગે છે.ત્યાં મીરા અને રામ સૂઈ ગયા બીજા દિવસે સવારે બંને દંપતી વહેલા ઊઠી ગયા . રામ ને ઓફિસ જવા ના લીધે મીરા એ જલ્દી જલ્દી ચા નાસ્તો બનાવ્યો .અને બંને એ નાસ્તો કરી લીધો .પછી રામ જલ્દી ઓફિસ જવા નીકળ્યો ત્યાં જ નીચે ગિરીશ ભાઈ મળ્યા એમને કહ્યું મારે બી અહી પાસે જ જવું છે મને તમારી ગાડી માં છોડી દેશો ,રામ ને ખુબજ મોડું થતું હતું પરંતુ તે ગિરીશ ભાઈ ને ના નહિ પાડી શક્યો. તે ગિરીશ ભાઈ ને છોડી ને જલ્દી ઓફિસ માટે તેના રસ્તે ગયો . બીજી બાજુ રામ ને ઓફિસ જતા જોઈ શીલા બહેન મીરા બહેન ના ઘરે ગઈ. મીરા રસોડા માં હતી , શીલા દરવાજો ખટકવ્યા વગર જ અંદર આવતી રહી અને મીરા ના ઘર માં ધ્યાન થી બધી વસ્તુ જોતી હતી જે મીરા એ ઘર માં સજાવ્યું હતું તે ,ટીવી સોફા બધું જોતી હતી.
ત્યાજ મીરા બહાર આવી અને તેને અચાનક શીલા બહેન ને જોઈ થોડી ચકિત થઇ ગઈ. તેને કહ્યું અરે શીલા બહેન તમે અહી અચાનક .શીલા એ કહ્યું હાં , મને થોડું લીંબુ આપો ને માટે ઢોકળા બનાવવા છે એટલે થોડું ઘટયું છે . મીરા એ કહ્યું હા હા હું લાવું. મીરા લીંબુ લાવવા ગયી એટલી વાર માં તો શીલા ની ચિલ જેવી નજર આખા ઘર માં પડી ગઈ તેને આખા ઘર ની વસ્તુ જોઈ લીધી .મીરા લીંબુ લાવી ને શીલા ને આપ્યું ,મીરા એ કહ્યું આવો બેસો ને. શીલા એ કહ્યું ના ના રસોઈ બાકી છે હું પછી આવીશ.મીરા એ સારું કહી દરવાજો બંધ કર્યો. શીલા બહેન કોઈ વસ્તુ લઈ ને પછી આપવા ના આવે. ( પહેલા ના જમાના માં તો વાટકી વ્યવહાર હતો એટલે જો એક વાટકી ખાંડ લીધી હોય તો પછી તે એક વાટકી ખાંડ પાછી આપવા આવતા પણ આપડી વાર્તા ના શીલા બહેન તો કંજૂસ રહ્યા પાછું કઈ થોડું આપે😂 ) .પરંતુ એમ રોજ રોજ ઉધાર વસ્તુ તો કેમ પોસાય પણ મીરા ભોળી પડતી હતી એટલે ના નો પાડી સકે .રાત થઈ રામ ઓફિસ થી ઘેર આવ્યો તેને કહ્યું મીરા જલ્દી ચલ જમી લઈએ બહુ ભૂખ લાગી છે.મીરા એ કહ્યું હા ચાલો.( મીરા અને રામ જમવા બેઠા ત્યાજ તો ગિરીશ ભાઈ અને શીલા બહેન ફરી ટપક્યાં ) . રામ એ કહ્યું આવો આવો બેસો ને શીલા એ કહ્યું હાં તમે જમીલો અમે બેઠા. ત્યાં તો ગિરીશ ની ગીધ જેવી નજર ત્યાં પડેલા મીઠાઈ ના ડબ્બા ઉપર ગયી , ગિરીશ ભાઈ એ પૂછ્યા વગર તે મીઠાઈ નો ડબ્બો લઈ લીધો .અને કહ્યું મીઠાઈ તો સારી લાગે છે એક લઈ લઉ .રામ એ કહ્યું હાં હાં લો ને .ગિરીશ એ કહ્યું લે લે શીલા તું એ લે . બંને એ તે મીઠાઈ ખાધી.ગિરીશ એ કહ્યું વાહ શું મીઠાઈ છે રામ ભાઈ કાલે ઓફિસ થી આવતા આવતા અમારા માટે પણ આવી જ મીઠાઈ લેતા આવજો, રામે કહ્યું સારું હું લઈ આવીશ. તેઓ એ કહ્યું ચાલો હવે અમે જઈએ . ગિરીશ અને શીલા જતા રહ્યા .રામ મીઠાઈ નો ડબ્બો બીજે દિવસે લઈ ને ગિરીશ ને ઘરે આપવા ગયો,રામ ને થયું કે પૈસા આપશે ગિરીશ ભાઈ મીઠાઈ ના એટલે તે ઉભો હતો પણ ગિરીશ ભાઈ તો મીઠાઈ નો ડબ્બો લઈ ને ઉભા હતા ગિરીશ ભાઈ ને એમ કે રામ ને કઈક બીજું કામ છે એટલે ઉભા છે😂 ગિરીશ ભાઈ એ કહ્યું કઈ કામ છે રામ એ કહ્યું ના ના હું જાઉં .ગિરીશ એ કહ્યું હા સારું સારું. ફરી શીલા બહેન આવી, અરે મીરા બહેન ,મીરા એ કહ્યું આવો આવો શીલા બહેન . શીલા એ કહ્યું આજે ભાજી ખાવા નું મન બહુ છે પણ ટામેટા અને રીંગણ નથી મને ૨ ટામેટા અને ૧ રીંગણ આપો ને ,મીરા એ કહ્યું હા હા હું લાવું.પછી શીલા એ ભાજી બનાવી તેના ઘરે જઈ ને. બીજા દિવસે રવિવાર હતો રામ ઘરે હતો ત્યારે શીલા અને ગિરીશ આવ્યા અને કહ્યું આજે રવિવાર છે ચાલો આપડે ચારે એક ફિલ્મ જોવા જઈએ .તેમનો આ સુજાવ મીરા અને રામ ને સારો લાગ્યો . ચારે ફિલ્મ જોવા નીકળ્યા ગિરીશ એ કહ્યું આપડે તમારી જ ગાડી માં જઈએ. રામ અને મીરા એ કહ્યું હા ચાલો. તેઓ બધા થિયેટર આગળ પોહચ્યાં ગિરીશ અને રામ ટિકિટ લેવા ની લાઈન માં ઉભા હતા. રામ એ ટિકિટ લઈ લીધી જ્યારે ગિરીશ ને વારો આવ્યો ત્યારે તેને તેના ખીચા માં હાથ નાખ્યો અને કહ્યું અરે યાર શીટ હું તો મારું પાકીટ ઘરે જ ભૂલી ગયો ,અરે રામ ભાઈ તમે ટિકિટ લઈ લો ને અમારી. રામ ને ગિરીશ અને શીલા ની ટિકિટ પણ લેવી પડી . બધા અંદર હોલ માં પહોચ્યા પિક્ચર ચાલુ થઇ અડધી પિકચર પતી પછી ગિરીશ એ કહ્યું પોપકોર્ન હોય તો મજા આવી જાય રામ બધા માટે પોપકોર્ન લાવ્યો . ( પાછા ગિરીશ ભાઈ એમ પણ નથી કહેતા કે હું પૈસા પાછા આપી દઈશ જો હું રામ ની જગ્યા એ હોત તો કઈ દેત કે એ પૈસા પાછા આપી દેજે😂). બધા ફિલ્મ જોઈ ને ઘેર પાછા આવ્યા, મીરા અને રામ ખૂબ થાક્યા હતા એટલે સૂઈ ગયા. ત્યાં ઘરે શીલા એ કહ્યું વાહ જી આજ તો મફત ની પિકચર જોવાઈ ગયી આપડે તો. ગિરીશ એ કહ્યું હા સાચી વાત છે.



આ વાર્તા નો ભાગ ૩ જલ્દી આવશે , વાર્તા માં મજા આવે છે કે નહિ જરૂર કહેજો 😊