Utavlu paglu in Gujarati Short Stories by Alpesh Umaraniya books and stories PDF | ઉતાવળું પગલું

Featured Books
Categories
Share

ઉતાવળું પગલું

બધાને ખબર હતી કે મધુ અને રાઘવ વચ્ચે છેલ્લા ઘણા સમયથી ઝગડાઓ ચાલતા હતા. પરંતુ વાત મોતના ઉંબરા સુધી આવી જશે એ કોઈને પણ ખબર ના હતી. વાત જાણે એમ હતી કે મકાનના બીજા માળે ઘરમાં રહેલા બાથરૂમમાં બંનેની લાશ મળી આવતા પોલીસ ઘટના સ્થળે આવી પહોંચી હતી અને લાશની વાત તો પોલીસ પહોંચે એ પહેલાં તો વાયુવેગે પ્રસરી ચૂકી હતી. પોલીસ તપાસ હાથ ધરતા જે બહાર નીકળીને આવ્યું એ બહુ જ દર્ડનીય અને પીડાજનક હતું.


મધુ એક સામાન્ય ઘરમાં ઉછરેલી પરંતુ સંસ્કારી અને સુંદર હતી. ગામમાં નિશાળ થી વધીને આગળ ભણવા માટે ના હોવાથી એ ૧૦ સુધી જ ભણી હતી. એમ પણ ગામડામાં લોકોને છોકરીને રેઢી મૂકવામાં ક્યાં માને છે. પોતે મધુ ૧૮ વર્ષની થઈ ગઈ ત્યાં તો તેના લગ્ન બાજુના જ ગામના રાઘવ જોડે કરી દેવામાં આવ્યા હતા.

રાઘવ એક મધ્યમ પરિવારમાંથી આવતો હતો. પોતે તેની ખુદની કરિયાણાની દુકાન કરેલી હતી. એવું ના હતું કે ભણવામાં હોશિયાર નાં હતો. પોતે બી કોમ પાસ કરીને નોકરી પણ કરી શકતો હતો. પણ એનું માનવું એવું હતું કે જ્યારે પોતે જ પોતાના માલિક બની શકતા હોય તો બીજાની ગુલામી શાને કરવી. શહેર ગામડાં થી દૂર અને આજુબાજુ એવી કોઈ દુકાન નાં હોવાથી પોતાનો ધંધો સારો એવો ચાલતો હતો. વર્ષો જતાં એની દુકાનમાં વધારો કરીને અને પોતે એકલો પહોંચી ના વળે એટલે જોડે સંજય નામનાં છોકરાને રાખ્યો હતો.

સંજય નાનપણથી એકલો જ રહેતો હતો. એના મમ્મી એને જન્મ દેતા જ સમયે ગુજરી ગયા હતા. પપ્પાએ એને મોટો કર્યો હતો. સમય જતાં એને પપ્પા પણ કેન્સરના કારણે મૃત્યુ પામ્યા. પોતાના ઘરની જવાબદારી પોતાના ખભે આવી ગઈ હોવાથી એને રાઘવનની દુકાનમાં કામ કરવાનું ચાલુ કરી દીધું હતું. દુકાનની ક્યો સામાન ખૂટે છે. અને ક્યો પડ્યો છે અને કેટલો ચાલશે એ બધી જ જાણકારી સંજય રાખવા લાગ્યો. રાઘવને પણ વિશ્વાસ હતો તેથી દુકાન સંજયના ભરોશે છોડી ને એ અવારનવાર શહેર ખરીદી કરવા જતો રહેતો.

મધુ અને રાઘવ ના લગ્નની શરૂઆતમાં બધું જ સારું ચાલતું હતું. મધુ રાઘવ માટે એનું મન ભાવતું ભોજન કરી આપતી હતી. એની બધી જરૂરિયાતો મધુ પૂરી કરી આપતી હતી એ પછી ભલે જમવાની હોય કે પથારી પર. તો રાઘવ પણ અમુક વાર મધુ માટે કંઇકને કઈક ગિફ્ટ લઈ આવતો હતો તો ક્યારેક મધુ જોડે બહાર ફરવા જતાં રેહતો હતો. ખોટ હતી તો બસ એક સંતાનની જે લગ્નના ૫ વર્ષ પછી પણ ના પૂરી થઈ. આ વાતને લઈને બંને વચ્ચે ઝગડા ચાલુ થઈ ગયા હતા. અને વાતને ફેલાતા ક્યાં વાર લાગે છે. બધાને ખબર પડી કે બંને વચ્ચે પરિસ્થિતિ બગડી છે.


રાઘવ અવારનવાર શહેર જતો હોવાથી જે વધારાનો સામાન હતો એ ઘરે રહેતો હતો. તો આ કારણે સંજયની અવરજવર ચાલતી હતી. પેલા તો એવું કંઈ ના સંજયના મનમાં. પણ માણસને ક્યાં વાર લાગે છે પલરતા. બસ એક દિવસ ના થવાનું થઈ ગયું. રાઘવ સમજી ગયો જે મધુ કહેવા માંગતી હતી. અને બસ પછી તો આ નિત્યક્રમ ચાલતો જ રહ્યો. ક્યારેક પલંગમાં તો ક્યારેક બાથરૂમમાં. ક્યારેક રસોડામાં તો ક્યારેક ઓસરીમાં. બંને જાણે એકબીજા માટે ક બનેલા હોય એમ એકમેકમાં ડૂબી ગયા.

બસ ના થવાનું થઇ ગયું. મધુને મહિના રહી ગયા રાઘવને એવું જાણવામાં આવ્યું. રાઘવ ઘરે પહોંચીને મધુ કંઈ બોલે એ પહેલાં જ એનું માથું પલંગ સાથે અથડાયું અને એ ત્યાં જ લોહીની વહેતી ધારા સાથે એની આત્મા પણ વહી ગઈ. પોતે હોશમાં આવ્યો ત્યારે એને ખબર પડી કે એ શું કરી બેઠો છે. પોતાનાથી આ દુઃખ સહી ના શક્યો કે એને પોતે પણ છરી વડે પોતાની નસ કાપી નાખી અને ત્યાં જ ઢળી પડ્યો.

બસ પછી તો પોલીસ ઘટના સ્થળે આવીને તપાસ ચાલુ કરી દીધી. સબૂત અને લાશના પોસ્ટમોર્ટમ પરથી જાણવામાં આવ્યું કે મધુ ગર્ભાવસ્થા માં ના હતી. અને પડોશીઓના જાણવામાં આવ્યા એ મુજબ ઘણા સમયથી આને લઈને જગડા ચાલતા હતા. તો રાઘવ એ પોતાની પત્નીનું ખુન કરીને પોતે આત્મ હત્યા કરી લીધી. અને કેસ અહીંયા જ પતિ ગયો.

પરંતુ પાસા તો સંજય જ નાખી ગયો હતો. વાત એમ હતી કે સંજય વર્ષોથી કામ કરતો હોવાથી એને ઘરમાં ચાલી રહેલા ઝગડા વિશેની ખબર હતી. પોતે અનાથ અને પૈસાની ખેંચ રહેતી હોવાથી એને પહેલાં લગ જોઈને મધુ સાથે સંબંધ બાંધ્યા. જે પોતાની ઉગતી જવાનીમાં લાભ લઈ લીધા. પરંતુ એને તો પૈસાથી મતલબ હતો. એટલે એને બીજાના દ્વારા રાઘવ ના કાનમાં વાત નાખવી કે મધુ ગર્ભાવસ્થામાં આવી છે.
અને રાઘવ ને મધુ સામે જ ઉશ્કેર્યો જેથી મધુ જે કાંટો હતી એ પણ સાફ થઈ જાય. અને રાઘવ ખૂનના કેશમાં જેલ જાય.

પરંતુ કિસ્મત જાણે સંજયના હાથમાં હતી એમ. બંને મૃત્યુ પામ્યા. જેથી રાઘવ ની દુકાન અને મકાન બંને રાઘવ નાં નામે થઈ ગયું. કેમ કે પહેલથી જ બધાં ગામનાં નેં ખબર હતી કે આ કંઈ પરિસ્થિતિમાં ઉછરેલો છે. જેથી સંજયને સોને પર સુહાગા થઈ ગઈ. પોતે ૨ ખૂનનો દોષી હોવા છતાં એ નિર્દોષ લાગતો હતો.

કિસ્મત પણ ક્યારેક ખેલ કરે છે. ઉતાવળમાં લીધેલ પગલાં અને બીજાંની સાંભળેલી વાત પરથી ક્યારેક નિર્ણય નાં લેવો જોઈ એ.