Love Forever - 3 in Gujarati Love Stories by Minal Vegad books and stories PDF | લવ ફોરેવર - 3

Featured Books
Categories
Share

લવ ફોરેવર - 3


Part :- 3

" આર યુ ઓકે.....??"
" હા....." પાયલ એ બંધ આંખે જ જવાબ આપી દીધો પછી ધીમેથી પોતાની આંખ ખોલી જોયું તો સામે બીજું કોઈ નહિ પણ કાર્તિક ઊભો હતો.
" તું સૂતી જ રહે....હું આવું છું." પાયલ સોફા પર બેઠી થતી હતી ત્યાં કાર્તિકે તેને સૂઈ રેહવાનું જ કહ્યું.
" આ કાર્તિક અત્યારે શું કરતો હશે અહી..??" કાર્તિકે ના પાડી હતી છતાં પાયલ સોફામાં બેઠી થઈ ગઈ અને વિચારવા લાગી.
" મગજ ને થોડો રેસ્ટ આપીશ તો જલદી સારું થશે." કાર્તિક પોતાનો રૂમાલ ઠંડા પાણીમાં પલાળી ને લાવ્યો હતો એ પાયલ ના માથા પર રાખતા બોલ્યો.
" આ વળી શું છે...?? તને લાગે છે આનાથી ફાયદો થશે??" પાયલ પોતાના બન્ને હાથ માથા પર રાખેલા રૂમાલ પર મુકતા બોલી.
" હા... હું એક સ્પોર્ટ્સ પ્લેયર છું. તો આવું બધુ તો બેઝીક છે..." કાર્તિક પાયલની સામે બેસી ગયો.
" ઓહ.....!! પણ તું અત્યારે...." પાયલ આગળ કાઈ બોલે એ પેહલા કાર્તિકે મોઢા પર આંગળી રાખી ચૂપ રેહવાનો ઈશારો કર્યો અને આંખો બંધ કરી આરામ કરવાનું કહ્યું. પોતે પણ બાજુમાં મેગેઝિન હતી એ લઈ વાંચવા લાગ્યો. પાયલ તો થોડી વાર કાર્તિક સામે જોઈ રહી પછી પોતે પણ સોફામાં પાછળ માથું ટેકવી આંખ બંધ કરી દીધી.
પાયલ ની આંખ ખુલી ત્યાં તેણે જોયું તો કલાક જેવું થઈ ગયું હતું. પોતાને ક્યારે નીંદર આવી ગઈ એ તો એને પણ ખબર નહોતી. આટલા આરામ પછી પાયલ ને એકદમ સારું લાગતું હતું. હવે માથામાં વધારે કાઈ દુખાવો પણ નહોતો અને એકદમ સારું મેહસૂસ કરી રહી હતી. પાયલ સોફામાં સરખી બેઠી થઈ સામે જોયું તો કાર્તિક તેની સામે જ જોઈ રહ્યો હતો અને એના ચહેરા પણ હંમેશા હોય એવી જ એકદમ ક્યૂટ સ્માઈલ હતી.
" થેન્કસ...... !! આને તો સાચે કામ કર્યું.... ઇટસ વર્કીંગ!!" પાયલ કાર્તિક નો રૂમાલ હાથમાં લઈ બોલી.
" ધેન.... લેટ્સ ગો....!!" કાર્તિક ઊભો થયો અને ચાલવા લાગ્યો.
" ક્યાં.....??" પાયલ ને કાઈ સમજાયું નહિ.
" ક્યાં જવાનું છે...??" પાયલ કાર્તિક પાછળ પાછળ ચાલતા બોલી. કાર્તિક કાઈ પણ બોલ્યા વગર પોતાની કાર પાસે આવ્યો અને કાર સ્ટાર્ટ કરી.
" ગેટ ઈન...." પાયલ હજુ બહાર જ ઊભી હતી એટલે કાર્તિકે કહ્યું.
" આપણે ક્યાં જઈ રહ્યા છીએ....??" આવું પાયલ એક વાર નહિ પરંતુ આખા રસ્તે દસ થી અગિયાર વાર પૂછી ચૂકી હતી પરંતુ કાર્તિક કાઈ પણ બોલ્યા વગર ચૂપચાપ ગાડી ચલાવતો રહ્યો.
" તુ અહી જ ઊભી રહે. હું ગાડી પાર્ક કરીને આવું." પાયલ એ કારમાંથી બહાર નીકળી જોયું તો હોસ્પિટલ નું બિલ્ડિંગ હતું.
" આપણે અહી શા માટે આવ્યા છીએ..??" કાર્તિક કાર પાર્ક કરી સીધો મેઈન ગેટ તરફ ચાલવા લાગ્યો અને પાયલ તેની પાછળ પાછળ જઈ રહી હતી.
" ચેક અપ માટે....!!" કાર્તિક લિફ્ટ પાસે ઊભો રહ્યો.
" કોના......?? " પાયલ તો એકદમ ગભરાઈ ગઈ હતી.
"મારા...." કાર્તિક અને પાયલ લીફ્ટમાં હતા.
" પરંતુ 8 ફ્લોર પર તો ન્યુરોલોજીસ્ટ છે. તને કાઈ મગજની બીમારી છે." પાયલ ને હજુ કાર્તિક પર ડાઉટ હતો.
" ડૉ. દવે સાથે એપોઈન્મેન્ટ છે." કાર્તિક રિસેપ્શન પર આવી કેહવા લાગ્યો.
" હા... સર, તમારો જ વેઇટ કરતા હતા." રીસેપ્શનિસ્ટ એ કહ્યું.
" ગુડ ઈવનિંગ ડોક્ટર...!!" કાર્તિક ગ્રીટિંગ કરતા બોલ્યો.
" હેલ્લો કાર્તિક...!! હાઉ આર યુ??" ડોક્ટર કોઈક ફાઈલ જોઈ રહ્યા હતા એ ફાઈલ એક બાજુ મુકતા બોલ્યા.
" ગુડ..!! તો શું થયું છે તમને??" ડોક્ટર પાયલ સામે જોઈ પૂછવા લાગ્યા.
" મને ......?? મને કાઈ નથી થયું. આઈ એમ એબ્સુલૂટલી ફાઈન!!" પાયલ ને સમજાયું નહિ ડોક્ટર કાર્તિક ને બદલે પોતાને કેમ પૂછી રહ્યા હતા.
" ઓફિસ માં આજે ટેબલ નું મૂડ ખરાબ હતું ત્યાં આ મેડમ વચ્ચે આવી ગયા અને ટેબલ એ મેડમ ના કપાળ પર પંચ લગાવી દીધો. ધડામ....!!" કાર્તિક એકદમ એક્શન સાથે કહી રહ્યો હતો.
" ગુડ જોક...!!" ડોક્ટર હસવા લાગ્યા. પાયલ એકદમ ગુસ્સા સાથે કાર્તિક સામે જોઈ રહી હતી.
" મિસ. અહી આવી જાવ." ડોક્ટરે પાયલ ને તેમની પાસેની ચેર પાસે આવવાનું કહ્યું. પરંતુ હજુ પાયલ કાર્તિક ને જ ઘુરી રહી હતી.
" ગો....!!" કાર્તિકે એકદમ ક્યુટ સ્માઈલ સાથે પાયલને કહ્યું. પાયલ હજુ ગુસ્સામાં જ હતી એ ડોક્ટર સામે જઈ બેસી ગઈ.
" અત્યારે તો એકદમ ફાઈન છે. ઘાવ કાઈ ઊંડો નથી. ટેબલ નો ખૂણો એકદમ નસ પર વાગ્યો હતો એટલે થોડી વાર નસ માં લોહી જામી ગયું હતું અને એટલે જ દુખાવો તથા ચક્કર જેવું લાગી રહ્યું હતું." ડોક્ટર પેલા ઘાવ પર પટ્ટી મારી રહ્યા હતા.
" થેંક્યું ડોક્ટર!!" પાયલ હવે શાંત થઈ ગઈ હતી.
" અત્યારે ફક્ત પેઇન કિલર લખી આપુ છું. અને માથામાં દુખાવો કે ચક્કર જેવું લાગે તો આઈસ પેક કે પછી ઠંડા પાણીમાં કપડું પલાળીને થોડી વાર માથા પર રાખવું એટલે લોહી જામી ગયું હોય તો એ ઓગળી જાય. અને વધારે તકલીફ જણાય તો કોન્ટેક્ટ મી." ડોક્ટર દવા પ્રિસ્ક્રાઈબ કરતા બોલ્યા.
" થેંક્યું ડોક્ટર...!!" પાયલ ચેર પર થી ઊભી થઈ.
" થેંક્યું સો મચ.... ડોક્ટર!!" કાર્તિક ડોક્ટર સાથે હેંડશેક કરતા બોલ્યો.
" હું તને જેટલો માનતી હતી એટલો પણ તું ડમ્બ નથી...." બન્ને રસ્તામાં હતા. પાયલ પેલો ઠંડા પાણીનો રૂમાલ જે રીતે કાર્તિકે રાખ્યો હતો એ વાત યાદ કરી કેહવા લાગી.
" એ તો સામે વાળા ના નઝરિયા પર ડિપેન્ડ છે. જેસી જિસકી સોચ!!" કાર્તિક નું ધ્યાન આગળ રસ્તા પર હતું.
" એટલે તું એમ કહેવા માંગે છે હું પણ ડમ્બ છું..??" પાયલ પોતાની આંખો ઝીણી કરી કાર્તિક સામે જોવા લાગી.
" મે બી.....!!" કાર્તિક પોતાની હસી છુપાવતા ધીમેથી બોલ્યો.
" આની સાથે તો વાત કરવી જ બેકાર છે." પાયલ મોઢું બગાડી ચૂપચાપ બેસી ગઈ.
" કાર્તિક....., પરંતુ તું અત્યારે અહી કેમ?? તારે તો ફંકશન માં હોવું જોઈએ ને..??" પાયલ થોડી વાર ચૂપ બેસી રહી વળી કાઈક વાત યાદ આવી એટલે પૂછવા લાગી.
" ત્યાં બેઠો બેઠો બોર થતો હતો એટલે વિચાર્યું તારી સાથે થોડું એન્ટર્ટનમેન્ટ થઈ જસે." કાર્તિક હળવી સ્માઈલ સાથે બોલ્યો.
" હા હું તો છું જ જાણે જોકર..." પાયલ ફરી ચૂપચાપ બેસી ગઈ.
" આગળ ક્યાં ટર્ન લેવાનો છે કેહજે.." પાયલ એ જોયું તો પોતાની સોસાયટી નજીક પહોંચવા આવી ગયા હતા.
" એની કોઈ જરૂર નથી. હું અહી જ ઉતરી જઈશ." પાયલ કાર્તિક સામે જોયા વગર જ બોલી.
" વળી પાછી તું ચક્કર ખાઈને પડી જઈશ તો મારી અત્યાર સુધીની બધી મેહનત પર પાણી ફરી વળશે અને તને આટલી મોટી ને ઉઠાવી પડશે એ પણ જુદું.... ચૂપચાપ બેસી રહે અને કઈ બાજુ આગળ જવાનું છે એ કહે....." કાર્તિક થોડા ઊંચા અવાજે બોલ્યો.
" આગળ થી રાઈટ..." પાયલ બોલી.
" બસ બસ અહી જ..." ઘર બહાર ગાડી નો અવાજ આવ્યો એટલે દાદી બહાર આવ્યા.
" આ માથા પર શું થયું બેટા..??" દાદી પાયલ ના માથા પર પટ્ટી જોઈ ચિંતામાં પડી ગયા.
" કાઈ નહિ દાદી! થોડો એવો ટેબલ નો ખૂણો વાગ્યો હતો." પાયલ એકદમ હસતા ચેહરે બોલી.
" આ કોણ છે...??" દાદી કાર્તિક સામે આંગળી કરી પૂછી રહ્યા હતા. કાર્તિક હજુ અંદર જ બેઠો હતો.
" અમારા સર નો ભાઈ છે." પાયલ કાર્તિક સામે જોઈ જવાબ આપી રહી હતી.
" અંદર આવ ને બેટા!!" દાદી કાર્તિક સામે હાથ ઊંચો કરી બોલ્યા.
" દાદી.... એને મોડું થતું હશે.." પાયલ નો સહેજ પણ વિચાર નહોતો કે કાર્તિક તેના ઘરે આવે.
" જી દાદી... હું તો એકદમ ફ્રી જ છું." કાર્તિક પોતાની કાર માંથી બહાર આવી પાયલ સામે જોઈ બોલ્યો.
પાયલ ના ઘર બહાર અવાજ સાંભળી રીમા પણ ત્યાં પહોંચી ગઈ અને કાર્તિક ને જોઇને એકદમ ખુશ થઈ ગઈ.
" મે તને ક્યાંક જોયો છે...." કાર્તિક હવે બહાર આવી ગયો હતો એટલે દાદી કાર્તિક ને સરખો જોઈ વિચારવા લાગ્યા.
" હા.... યાદ આવ્યું...તે દિવસે મંદિરની બહાર તે જ ગાડી ભટકાડી હતી...." દાદી યાદ કરતા બોલતા હતા.પાયલ એ તો એટલું સાંભળ્યું ત્યાં તો એને પણ યાદ આવ્યું તે દિવસે ઓફિસે કાર્તિક પણ ગાડી કફોડી હાલત માં લઇ આવ્યો હતો અને એનો ગુસ્સો સાતમા આસમાને પહોંચી ગયો.
" ઓહ.... તો તે દિવસે આપ શ્રી હતા. રસ્તા પર નીકળતા માણસોનો થોડો પણ વિચાર કરવો હતો ને. તે દિવસે મારા દાદીની હાલત કેટલી ખરાબ થઈ ગઈ હતી. મને તો એ ખબર નથી પડતી તને ગાડી ચલાવવાની પરમિશન મળી કઈ રીતે?? પોતાની મોજ મસ્તી પાછળ બીજાની જિંદગી ખરાબ થઈ જાય એનું છું. તારો લાઈફ માં થોડી પણ ગંભીરતા જેવું છે કે નહિ?? મને એ નથી સમજાતું મારા આટલા બોલવા પછી પણ તારે મારા દાદી ની પગ પકડીને માફી માંગવી જોઈ એના બદલે તું જાણે કાઈ જ ન થયું હોય એમ હસતા ચહેરે સાંભળી રહ્યો છે.... શેમલેસ!!" પાયલ તો નોનસ્ટોપ બોલી રહી હતી.
પાયલ ની વાત સાંભળી કાર્તિક દાદી સામે જઈ તેમના પગમાં વાંકો વળ્યો.
" ભગવાન, તને સો વર્ષ નો કરે દીકરા!! તારી બધી ઈચ્છા પૂરી થાય" દાદી તો એકદમ હસતા ચહેરે કાર્તિક ને આશીર્વાદ આપી રહ્યા હતા. પાયલ તો જોઈ જ રહી. તેને સમજાયું નહિ કે તેની સામે શું થઈ રહ્યું હતું. જે ગુનેગાર ને સજા મળવી જોઈએ એને દાદી આશીર્વાદ આપી રહ્યા હતા અને એ પણ એકદમ પ્રેમથી.
" હવે હું બોલું....??" દાદી પાયલ સામે જોઈ પૂછી રહ્યા હતા.
" હા...." અત્યારે જે દ્રશ્ય જોયું એનું રહસ્ય જાણવા પાયલ પણ ઉતાવળી હતી.
" શું નામ છે તારું, બેટા??" દાદી થતાં બધા અંદર આવી સોફા પર બેઠા.
" કાર્તિક..." કાર્તિક દાદીની બાજુમાં બેસી ગયો હતો.
" તે દિવસે પેલો નરાધમ તો મને જોયા વગર ફૂલ સ્પીડ માં મારી સામે ગાડી લઈને આવી જ રહ્યો હતો. હું ડઘાઈ ગઈ હતી એટલે ત્યાંથી દૂર જઈ શકી નહિ ત્યારે આ કાર્તિકે જ મારી આગળ વચ્ચે પોતાની ગાડી આવવા દીધી અને પેલાની કાર મારી સાથે અથડાવાના ના બદલે કાર્તિકની કાર સાથે અથડાય ગઈ અને તેના કાર ની હાલત સાવ ખરાબ થઈ ગઈ. એની કાર જોયા પછી હું તો ડરી જ ગઈ હતી જો આ વચ્ચે ન આવ્યો હોત તો મારી હાલત પણ કાર જેવી થઈ ગઈ હતી. પછી એ તેના કોઈ ફ્રેન્ડ ને બોલાવી તેની કાર લઈને મને ઘર સુધી છોડવા આવ્યો હતો." દાદી સામે તો જાણે પેલું દ્રશ્ય તાજુ થઈ ગયું હતું અને અત્યારે પણ દાદીના ચહેરા પર ડર ચોખ્ખો દેખાઈ રહ્યો હતો.
" દાદી....." પાયલ તો દાદી ની વાત સાંભળી એકદમ દાદી પાસે જઈ એમને ભેટી પડી.
" હવે મને છોડ....!! અને આ બિચારાને જે અત્યારે મોટું લેક્ચર આપ્યું છે એના માટે માફી માંગ...!! કાઈ પણ પૂરું સાંભળ્યા વગર શરૂ જ કરી દીધું હતું.." દાદી હવે એકદમ સ્વસ્થ થઈ ગયા હતા.
" સોરી....." પાયલ ને પણ ઘણું ખરાબ લાગ્યું હતું પરંતુ તો પણ કાર્તિક સામે જોયા વગર સોરી કહી દીધું.
" કોઈ આવી રીતે માફી માંગતુ હસે....??" દાદી પાયલ સામે જોઈને બોલ્યા. પાયલ એ કાર્તિક સામે જોયું તો એ તો પાયલ સામે પોતાનો પગ લાંબો કરી હાથથી પગ તરફ ઈશારો કરી પગમાં પડી માફી માંગવાનું કહી રહ્યો હતો.
" આઈ એમ વેરી સોરી!!" દાદી એ કહ્યું એટલે પાયલ સીધી રીતે કાર્તિક ની માફી માંગી.
" સારું... દાદી , હું હવે જાવ!! ધ્યાન રાખજો તમારું!!" કાર્તિક સોફા પરથી ઉભા થતા બોલ્યો.
" સારું....આવી રીતે ઘરે આવતો રેહજે!!" દાદી પણ તેની સાથે સાથે બહાર કાર સુધી આવ્યા.
"દાદી.... કાર્તિક બહુ જ મેહનતી છોકરો છે. એને આવો બધો ટાઈમ ન રહે." પાયલ આડકતરી રીતે કાર્તિક ને ઘરે ન આવવા માટે કહી રહી હતી.
" દાદી .....તમને મળવા માટે તો હું કોઈ પણ રીતે સમય કાઢી લઈશ!!" કાર્તિક પણ પાયલને સામે જવાબ દેતા બોલ્યો.
" રખડવા સિવાય બીજું કામ પણ છું છે.... મહાનુભાવને!!" પાયલ મોઢું બગાડતા ફક્ત કાર્તિક સાંભળે એ રીતે ધીમેથી બોલી.
" બાય દાદી.... બાય પાયલ....!!" પાયલ સામે ફરી કાર્તિક એના અંદાજમાં જ ક્યૂટ સ્માઈલ આપતો ત્યાંથી નીકળી ગયો.
*
પાયલ પોતાના રૂમમાં આવી અને અરીસા સામે ઉભી રહી પોતાના વાળ ઉપર બાંધી રહી હતી ત્યાં તેની નજર માથા પર લગાવેલી પટ્ટી પર ગઈ અને ચહેરા પર સ્મિત આવી ગયું.
" થોડો લબાડ છે પરંતુ કેરીંગ પણ છે. બિચારો હું ઉઠી ત્યાં સુધી મારી પાસે બેસી રહ્યો હતો. એક જગ્યા એ આટલા બધા ટાઈમ સુધી બેસી રેહવું એની ફિતરત નથી."
પોતાના વિચારમાંથી બહાર આવી ફરી અરીસા સામે જોયું તો પાયલ પોતાના ગાલ થપથપાવવા લાગી.
" આ હું શું બોલી રહી છું?? કાઈક આ દવા મારા મગજમાં અવળી અસર કરી નાખી હોય એવું લાગે છે. હું પેલા જંગલી જાનવર ના વખાણ કરવા લાગી હતી."
પાયલ પોતાના બેડ માં આડી પડી.
" કાર્તિક ટાઈમ એ ન આવ્યો હોત તો દાદી નું શું થાત?? તે દિવસે એને પણ કપાળ પર વાગ્યું હતું પરંતુ તેને શું થયું એમ પૂછવાને બદલે મે તો મનમાં ને મનમાં તેને કેટલી ખરા ખોટી કહી દીધી હતી.
હું જેટલો માનું એટલો પણ કાર્તિક ખરાબ નથી."
કાર્તિક ને યાદ કરતા પાયલના ચહેરા પર ફરી સ્માઈલ આવી ગઈ.


To be continue.........

Thank you!!!!!
⭐⭐⭐⭐⭐