ડરનો સાયો ગહેરો
આત્માનો પહેરો
"મને યાર બહુ જ ડર લાગે છે... આ હવેલીમાં બહુ જ સન્નાટો છે યાર!" વિના બોલી પણ સ્વયોગ એ કોઈ રિસ્પોન્સ જ ના આપ્યો.
"અરે આ મારા ખાનદાનની એકલૌતી નિશાની છે... પપ્પા કોઈ કારણસર વેચી જ દેવાના છે એટલે જ તો એમને મને અહીં છેલ્લી વાર જોવા મોકલ્યો છે." સ્વયોગ બોલ્યો.
"અરે પણ આ આટલી ડરાવણી કેમ છે?! જો તો ખરો, અંધારું પણ કેટલું છે! તું મારો હાથ છોડતો ના પ્લીઝ!" વિના એ સ્વયોગ નો હાથ પકડી લીધો અને એનાથી વધારે કરીબ આવી ગઈ.
"પણ તું મને કેમ અહીં લાવ્યો છું!?!" વિના એ બેરુખીથી પૂછ્યું.
"કેમ એટલે શું વળી! મારે તને મળવું હતું... કેટલાય સમયથી આપને મળતા જ ક્યાં હતા!" સ્વયોગ બોલ્યો.
બંને એક પછી એક મોટા રૂમોમાં દાખલ થતાં ત્યાં બધું જોતાં અને આગળ વધી જતાં.
"યાર... કાશ, તું આ હવેલીનો પ્રિન્સ હોત અને હું પ્રિન્સેસ!" કહેતની સાથે જ વિના એ ખુદને સ્વયોગ વળગી જઇ શરમ છુપાવવા ચાહી.
"હા... જ તો વળી, તું તો હંમેશાં મારા માટે પ્રિન્સેસ જ છું! આઇ લવ યુ સો મચ, માય પ્રિન્સેસ!" સ્વયોગે એના બંને હાથથી એના ગાલને ટચ કરતા કહેલું.
અચાનક જ કોઈ પરછાઇ સ્વયોગની ઠીક પાછળથી પસાર થઈ ગઈ તો વિના તો ગભરાઈ જ ગઈ!
"સ્વયોગ, સ્વયોગ, ત્યાં કંઇક છે! કોઈ પરછાઇ આમ જ પસાર થઈ ગઈ! યાર ચાલને અહીં થી મને બહુ જ ડર લાગે છે! આઇ એમ જસ્ટ જસ્ટ સો અફ્રેડ!!!" વિના બોલી રહી હતી તો ત્યારે જ સ્વયોગે પાછળ ફરીને જોયું ત્યાં કંઈ જ નહોતું.
"અરે યાર, તું મારામાં ધ્યાન આપને... આ તો તું બહુ જ ડરી ગઈ ને એટલે તને આવા બધા ભ્રમ થાય છે... ત્યાં કંઈ જ નહિ!" સ્વયોગે કહ્યું અને ને વધારે બાહોમાં ભીંસી.
"અરે પણ મેં જોયું..." એ આગળ બોલી રહી હતી પણ સ્વયોગે એ કોઈ રિસ્પોન્સ જ ના આપ્યો.
"ચાલ... ઘરે જઈએ... તું બહુ જ ડરી ગઈ છું! ધ્યાન રાખજે ઓકે!" સ્વયોગે તાકીદ કરી.
એ પછી સ્વયોગ એણે એના ઘરે ડ્રોપ કરીને પોતાના ઘરે ચાલ્યો ગયો.
એ રાત્રે જ વિનાની મમ્મીનો ચિંતાતુર અવાજ કૉલ પર સ્વયોગ એ સાંભળ્યો તો એ બહુ જ ચિંતામાં આવી ગયો.
"અરે યાર... વિના ને તો કોઈ આત્માએ કબજામાં કરી લીધી છે! એ અલગ જ અવાજમાં વાતો કરે છે! મને બહુ જ ડર લાગે છે... તું પ્લીઝ કંઇક કર... અહીં આવી જા યાર!" કૉલ પર વિનાની મમ્મી કહી રહી હતી.
"હા... આંટી તમે જરાય ચિંતા ના કરો, હું હમણાં જ કોઈ તાંત્રિક ને લઈને આવું છું, જસ્ટ ડોન્ટ વરી!" એણે કહી તો દીધું પણ એ અંદરથી ખૂબ જ ડરી ગયો હતો અને મનમાં વિનાને ખોવાનો ખૌફ પણ ખૂબ જ હતો.
ધડકતા દિલ અને એક તાંત્રિક સાથે એમના મમ્મી પપ્પા સાથે સૌ વિનાના ઘરે પહોંચી ગયા.
વધુ આવતા અંકે..
____________________
આવતાં એપિસોડ 2માં જોશો: "અરે આ પ્રિન્સ સ્વયોગ કોણ છે?!" સ્વયોગથી બોલી જવાયું.
"આપના વંશમાં એક પ્રિન્સ હતા... જે એક નોકરાણી ની છોકરી સાથે પ્યાર કરતા હતા... જ્યારે કિંગને એમના વિશે ખબર પડી તો એણે..." સ્વયોગના પપ્પાની વાત અડધી કાપતા જ અલગ અવાજમાં વિના બોલી - "તો એણે મને જીવતી મારા જ ઘરમાં સળગાવી દીધી!!! અને બીજી બાજુ પ્રિન્સ ને પણ લાગ્યું કે હું એણે ધોખો આપીને બીજે ક્યાંક ચાલી ગઈ છું તો એણે પછી બીજી જગ્યાએ લગ્ન કરી લીધું!"
આ દરમિયાન જ સ્વયોગના પપ્પા ની આંખોમાંથી આંસુઓ વહી રહ્યાં હતા.