આપણે વર્ષો થી જાણીએ જ છે અને યુગોત્તર એકજ વાત કહેવાઈ છે કે
"નારી તું નારાયણી ".
સમાજ ને લોકોના મોઢે એક જ શબ્દ કે,
" લજ્જા નું બીજું નામ સ્ત્રી".
પણ શું તમે આનાથી સહમત છો ? આ બધુજ સાચું હોય શકે પણ 100% તો નહિ જ .કેમકે શુધ્ધ સોનાના દાગીના લેવા જાવ તોય એમાં હલકી ધાતુ નું મિશ્રણ હોય જ છે .એમ સ્ત્રી હોય કે પુરુષ કમી તો બધામાં રહેવાની જ.કોઈ એક કિસ્સો કે અમુક બનાવો પરથી ફક્ત સ્ત્રી જ સારી ,સ્ત્રીઓ જ અબળા ને પુરુષો કઠોર ,પાપી અને કુલક્ષણો ધરાવતા હોય એવી છાપ સમાજમાં ફેલાયેલી છે. પણ એનાથી એમ ના કહી શકીએ કે જે બનાવો કે પરિસ્થિતિ અને હેવાનિયતમાંથી સ્ત્રીઓ પસાર થાય છે ,વાત ત્યાં સાબિત થઈ ગઈ .આજના કળિયુગમાં આનું વિપરીત બનવું પણ કંઈ આશ્ચર્ય ની વાત નથી.
સદીઓથી એક પુરુષ સ્ત્રી નું શોષણ કરતો ચિતરાયો છે ,પણ દરેક સિક્કા કે હિસ્સાની બે બાજુ હોય છે. આજે હું તમને એવી જ સ્ત્રીશોષણ થી વિપરીત બાજુ કહેવા જઈ રહી છું. કદાચ હું ખોટી પણ હોઈ શકું ,આપના વિચારોમાં ફીટ ના પણ બેસે આ વાત પણ કડવી તોય સત્ય હકીકત છે એ મારા મતે.આપ એનો કેટલો ને કેવો સ્વીકાર કરશો એ આપ ઉપર છોડી દઉં છું.🙏
******************************
નાનકડું પણ રૂપાળું એવું મારું ગામ .નથી પાર્ક કે નથી કોઈ મોટી બજાર ,નથી લોકોના ઊંચા સપના કે નથી નાના સ્વાર્થ.બસ છે તો હરિયાળા ખેતરો અને કિંમતી મોલ ,ઊંચા પર્વતો અને નાના ઝરણાં.
એવા જ કઈક સપના મારા બા બાપુજી એ જોયા અને એના એ સપના ને પૂરા કરતા જોવા એના ફળ સ્વરૂપે હું આવી પહોંચ્યો મુંબઈ જેવી માયા નગરી માં ,ઉચ્ચ અભ્યાસ માટે .ગામ અને મારા પરિવાર માટે કંઇક કરી છૂટવાની ધૂન માં .
પૂછશો નહિ મારું નામ ? હું જ કહી દવ.મારું નામ છે અર્પિત .મુંબઈ ની ચહેલપહેલ ને ભીડ ,જનમેદની એટલી કે કદાચ પરિચિત ને એકવાર ખોયા પછી શોધવાય મુશ્કેલ પડે એવી ભીડ અહીંયાના રેલ્વે અને પ્લેટફોર્મ પર તો મારા જેવાના નામ કે ઠામ ની શું વિસાત? મોટા મોટા અમીરો ને સ્માર્ટ લોકોય એની ચકાચોન માં ખોવાયા તો મારા જેવો નાનકડો માણસ ક્યાંથી બાકી રહે ?
ટ્રેન મુંબઈ પ્લેટફોર્મ પર આવી .સવારના ૭ વાગ્યા હતા . મે પ્લેટફોર્મ ની બહાર આવીને ત્યાંથી એક રિક્ષાવાળાને એડ્રેસ બતાવ્યું . એણે મને ત્યાં લઈ જવા માટે હા પાડી અને મેં ૧૦૦ રૂપિયાના ભાડામાં રિક્ષા બાંધી. એ એડ્રેસ મારા ઘર નું હતું જ્યાં મારે ભાડે થી રોકાવાનું હતું. પછી કોઈ હોસ્ટેલ કે એવો ઇંતેજામ થશે એટલે હું ત્યાં જતો રહીશ એમ વિચારીને એ પસંદ કર્યું હતું. હું આવ્યો ઘર કંઈ રીતે મળ્યું એની મથામણ માં તમને નથી મૂકતો. આપણે આગળ વધીએ .
રૂમ પર પહોંચીને હું તૈયાર થયો .પછી બહાર નાસ્તો કર્યો અને ત્યાંથી સીધા કોલેજ જવા માટે નીકળ્યો.કોલેજ નું પણ નામ જ હતું મારી પાસે એટલે એના માટે પણ મારે એક ટેક્સી ની જ જરૂર પડી .જે ટેક્સી ભાડે કરી એ મને ત્યાં ઉતારી ગયો .પૈસા ચૂકવી હું ફટાફટ મારા કોલેજ માં પ્રવેશ્યો .પહેલેથીજ મને મોડું થયું હતું એટલે ઉતાવળ માં હું મારા ક્લાસ ને શોધતો હતો અને ત્યાં જ ,
"એ ચક્રમ ,દેખાતું નથી સામે ?"
ત્યારે મને ભાન થયું કે હું કોઈ સાથે ટકરાયો છું .એટલી ઉતાવળ માં ને ગભરાટ માં હતો કે મને ભટકાયાનું ભાન જ ન રહ્યું. નસીબજોગે એ જ મારો વર્ગ હતો. એટલે હું તો ક્લાસ મળી ગયો એની ખુશીમાં સ્માઇલ કરતો હતો પણ સામેવાળી વ્યક્તિ ને લાગ્યું કે મેં આમ જાણી જોઈને કર્યું છે એટલે એમણે મને થોડો ખખડાવ્યો .
" sorry me'm".
" It's ok .but next time be careful."
સામે નજર કરી તો નજર ત્યાંજ અટકી રહી. એ જ હોઠ પર કે જે મને જ ઠપકો આપતા હતા .આટલી તકરાર પછી અને એક નાનકડા સ્મિત સાથે અમે છુટા પડયા.હું મારા ક્લાસ માં એન્ટર થયો .રોન તો ત્યારે નીકળી જ્યારે મને ક્લાસ માં એકાઉન્ટ માં લેક્ચર માં ખબર પડી કે એતો મારા એકાઉન્ટ ના મેડમ છે. હું જરાક ક્ષોભ અનુભવી રહ્યો. મેડમ ક્લાસમાં બધાને માર્કસ પૂછતા હતા જે સ્કોર થી અમે એડમીશન લીધું હતું. વર્ગમાં ફર્સ્ટ રેંક હું હતો .મેડમે મને ક્લાસમાં ઊભો કર્યો અને પરિચય આપવા કહ્યું .મે મારો પરિચય આપ્યો. મેડમ પેહલા મળ્યા ત્યારે નારાજ હતા એ હવે એમના મુખ પર ના દેખાયું .હું પણ થોડો રાહત અનુભવી રહ્યો.
લેક્ચર પૂરું થતા બધા બહાર જવા લાગ્યા ત્યાં જ મેડમ મને બોલાવીને થોડું મારા વિશે મારા ફેમિલી વિશે પૂછે છે. અને આગળ ના જીવનની શુભકામનાઓ સાથે મને કોલેજ માં welcome કરે છે. હું પણ મેડમ થી પ્રભાવિત થયો.એમનો સ્વભાવ સારો લાગ્યો. અને દેખાવ તો પુછો જ નહિ .નામ પ્રમાણે દેખાવ ."કામિની ".
બીજા દિવસે હું કોલેજ જવા બસ ની રાહ જોતો ઊભો હતો ને ત્યાં જ "એ ચક્રમ "એમ બૂમ સંભળાઈ.જોયું તો કામિની મેડમ મને બૂમ મારતા હતા. હું એમની ગાડી પાસે ગયો . એમણે મને ગાડીમાં બેસવા કહ્યું. હું પણ બસની હેરાનગતિથી છુટવા એમની કાર માં બેસી ગયો .મેડમ મને પાછળ નહિ પણ આગળ ની સીટ પર બેસવા કહે છે. હું થોડા ખચકાટ સાથે આગળ બેસી જાવ છું. સાંજે પણ મેડમ મને સાથે જ આવવા કહે છે. હું પણ હા પાડી દઉં છું.
બસ પછી તો પૂછવું જ શું ? રોજનો આજ નિત્યક્રમ બની રહ્યો. હું અને કામિની મેડમ રોજ સાથે જ જતા અને સાથેજ આવતા . રોજ કંઇક વાતો કરતા ક્યારેક એમની તો ક્યારેક મારી મારા પરિવાર ની. એકદિવસ મેડમ આવ્યા નહિ .મે ફોન કર્યો તો એમણે ફોન ના ઉપાડ્યો .એટલે મને થયું કદાચ કંઇક કામ માટે રજા પર હશે .એક દિવસ બે દિવસ .પણ એક અઠવાડીયું થયું મેડમ દેખાયા નહીં .રવિવારે હું રજા હોવાથી એમને ત્યાં પહોંચી જાવ છું. ડોરબેલ વગાડી .પણ કોઈએ દરવાજો ખોલ્યો નહિ .ફરી મે બેલ વગાડ્યો ત્યારે બે ત્રણ વખત બેલ માર્યા પછી મેડમ આવ્યા અને દરવાજો ખોલ્યો.
એમણે મને અંદર બોલાવ્યો. હું પણ એમની સાથે અંદર પ્રવેશ્યો.
અચાનક આમ મારે ત્યાં ? એમના આ સવાલ ના જવાબ માં મે કહ્યું તમે એક અઠવાિયાથી દેખાયા નહિ તો થયું તમને મળી આવું એટલે આવી ગયો. એમણે મને એક લુચ્ચું સ્મિત આપ્યું .
" કેમ મારા વગર ના રેહવાયું?"
એમના આ સવાલથી હું જરાક ખચકાયો કેમકે કદાચ મારા ઉંમર અને એમના પ્રત્યેના આકર્ષણ થી જ હું એમને ત્યાં પહોંચી ગયો હતો .પણ કંઈ ખોટું કરવાની કે ખોટું થવા દેવાનું જરાયે મનમાં પાપ નહોતું. બસ પણ હું પહેલી નજરેજ એમને ચાહવા લાગ્યો હતો અને એમના તરફ આકર્ષાયો એ વાત કદાચ એમને પણ લાગી હશે .
વાત આગળ થતા ખબર પડી કે એ ત્રણ મિત્રો સાથે રહે છે. એમાંથી એમની બે મિત્ર ઓફિસ ના કામ માટે બે દિવસ બહાર ગઈ છે ને એમને અચાનક તાવ ના કારણે એક વીક રજા લેવી પડી હતી. મારાથી સહજ એમના માથે હાથ મુકાય ગયો .તાવ વધારે તો નથી ને એ જોવા.ફરી એક સ્માઈલ એમણે આપી .એમને ખરેખર તાવ તો ના હતો પણ અચાનક ઉભા થતા એમને ચક્કર આવ્યા .હું એમને પકડી રહ્યો અને એમના રૂમ માં સુવડાવી ડૉકટર ને બોલવું એમ કરીને રૂમ માં લઇ ગયો .એમને પકડીને જાણે મારા શરીરમાં એક અલગ ધ્રુજારી થઈ હતી . જેવો હું એમને રૂમ માં લઇ ગયો અને બેડ પર સુવડાવ્યા કે એમણે મને બાહોમાં જકડી લીધો .
અચાનક થયેલા આ વર્તન થી હું થોડો આશ્ચર્ય માં પડી ગયો. એમણે મારા તરફ જોયું અને આંખ મારતા કહ્યું ચક્કર તો એક બહાનું હતું . કોઈ નથી આજે ઘરે. મારી એટલી ચિંતા કરે છે તો મારા શરીર ને પણ તારી જરૂર છે એ કેમ નથી સમજતો ?મેડમ ,આ ખોટું થશે એમ કહીને મેં છૂટવા પ્રયત્ન કર્યો પણ એમણે મને જોરથી ખેંચીને મારા હોઠ પર એમના ગુલાબની પાંખડી જેવા બે હોઠને જોડી દીધા .હું પણ જાણે કે એ સુગંધમાં વેહવાં લાગ્યો .સાચું ખોટું કંઇજ ભાન ના રહ્યું .અને ધીમે ધીમે આ ચરમસુખ અમે બેવ માણી રહ્યા. ના કોઈને પોતાના ઉંમર નું ભાન રહ્યું કે ના સબંધ નું .બસ એકજ વસ્તુનું ભાન હતું એ હતું દેહસુખ .મારા શરીરને જાણે કે સ્વર્ગ નો એહસાસ થયો . કલાક પછી અમે સંપૂર્ણ ભાન માં આવ્યા .
મેડમ માંથી હવે એ મારા માટે ફક્ત કામિની બની રહી.એકવાર ની આદત પછી એ બીડી હોય દારું હોય કે સ્ત્રી ના છૂટે.બસ એ જ હાલત મારી થઈ ગઈ.મારા સપનાં મારા બા બાપુજી ના અરમાનો ને હું રોજ એની પથારી પર વેરવિખેર કરીને ચૂથતો રહ્યો. અને એય એની એકલતા માટે મને જંખી રહી .બેવ એકબીજાના સ્વાર્થ માટે મળતા .પણ એક દિવસ બે દિવસ હવે મને એમાં રસ ઓછો થતો ગયો.કામિની ને આ વાતનો એહસાસ ત્યારે થયો જ્યારે મેં એને હવે બેડ પર સાથ આપવા ના કહી .પણ દેહમાં લાગેલી આગ અને દાગ એમ જલ્દી થોડા જાય? બસ એ આગ હવે કામિની માટે અસહ્ય થઈ ગઈ હતી .
એક દિવસ કામિની એના ફોન માંથી એક વીડિયો મને મોકલે છે . એ જોઈને હું તરત એના ઘરે પોહંચું છું.જ્યાં હું એના ઘરે ગયો તો ત્રણેય મિત્રો બેસીને હસી રહી હતી. મારા જવાથી એ ત્રણેય મને જોઈને વધારે લુચ્ચું હાસ્ય કરી રહી. એ ક્લિપ મારા અને કામિની ના રતિસુખ માણ્યાની હતી. કામિની મારી તરફ આવી ને મને કહે બોલ હવે બેડ પર જવું છે કે ક્લિપ તારા ઘરે રવાના કરું. ? એ તારા ઘરે જોશે તો તારા બા બાપુજી તો જીવતા જ મરી જશે .એમ બોલીને બધાય મારા મજબૂરી પર હસી રહ્યા. મે કામિની ને આમ કરવા ના પાડી અને એના બદલામાં જે કહેશે એ કરવા તૈયાર છું એમ કહ્યું .એમની માંગ સાંભળીને હું અવાક્ બની રહ્યો .
તું શું સમજે છે તું પેહલો છે જેને મારા બેડ સુધી લઈ ગઈ ? ચક્રમ, એમ બોલી ફરી એ આંખ મારીને લુચ્ચું હસે છે . હું તો એની વાત સાંભળીને પથ્થર બની રહ્યો .મારા પ્રેમ અને એક આકર્ષણ નો એણે આમ ફાયદો ઉઠાવ્યો હતો. મારા જેવા કેટલાય ને એ આમ ભોગવી ચૂકી હતી .વધારે આઘાત ત્યારે લાગ્યો કે એણે મને એ ક્લિપ ના બદલામાં એના બેડ સુધી જવાની માંગણી કરી .હું મારી મજબૂરી આગળ લાચાર હતો .અને એના આ અત્યાચાર નો ભોગ બની રહ્યો. જ્યાં હું મજા કરવા ગયો પણ પછી એજ મારી સજા બની રહે છે.
આ વાત નથી તો હું મારા ઘરમાં કોઈને કહી શકતો કે નથી બહાર એના વિરોધ માં કંઈ કરી શકતો .કેમકે પુરુષપ્રધાન સમાજમાં સ્ત્રી તો બિચારી અને માસૂમ બની રહે છે ત્યાં મારા જેવા ની વાત કોણ સાંભળે ?તમે જ કહો શું એક પુરુષની આ વાત પર કોઈ વિશ્વાસ કરે ખરું ?
એક સ્ત્રી જ ભોગ બને એવું નથી પણ એક પુરુષ પણ આ દૂષણ નો ભોગ બની રહે છે. કામવાસના ની આ ગર્જના નો નાદ મારા અંતર મન ને ધ્રુજવી રહે છે....
વાંક મારો હતો પણ જ્યાં મોટા મોટા મહાન તપસ્વીઓ ના તપ ભંગ થઈ ગયા ત્યાં હું તુચ્છ માનવી કઇ રીતે બચી શકુ? ભૂલનું ભાન થતા પછતાવો થયો પણ જ્યાં આ દુષણમાં ફસાયો છું એનું દુઃખ કોને કહું ?....
મને ખબર છે મારા જેવા ઘણા પુરુષો સાથે એવું થયું પણ હશે .પણ એ વેદના, એ આર્તનાદ અને ગર્જનાને અંતરમનમાં છૂપાવવા મજબૂર બની રહેવા સિવાય કંઈ જ ન કરી શકીએ ...😔