Highway in Gujarati Short Stories by DOLI MODI..URJA books and stories PDF | હાઈવે..

Featured Books
Categories
Share

હાઈવે..

जहा तेरीये नजर है। मैरी जा मुझे खबर है।
जहा तेरीये नजर है। मैरी जा मुझे खबर है।
बचना सका कोई आऐ कीतने ।
लम्बे है मेरे हाथ इतने ।
देख ईधर यार ध्यान कीधर है।
जहा तेरीये नजर है। मैरी जा मुझे खबर है।
એક હાથે ઇશારા આશા તરફ કરતો અને એક હાથ
ગાડીના સ્ટેરીંગ વીહ્લ પર રાખી ગાડી ચલાવતો રાજન ગાડી માં વાગી રહેલા કીશરો કુમારના મદમસ્ત ગીતમા આને મસ્તીમાં અહમદાબાદ તરફ આગળ વધી રહ્યા હતા.
"આ..હાઇ..હા શું ગીતો છે ! શું મધુર અવાજ આને સંગીત છે. સાંભળતા જ દિલ બાગ બાગ થઈ જાય." આશા સામે મસ્તી ભરી નજરે જોતા રાજન બોલ્યો.

" સામું જોઈને ગાડી ચલાવો, કંઈ ઠોકાઈ જાશોને તો ગીત ગીતની જગ્યાએ રહી જશે." આશા પણ હસતા હસતાં બોલી."
" નહીં યાર તું છોને મારી લાઈફ લાઈન પછી મને કશું નહીં થાય, તું ચીંતા નહીં કર મસ્ત મૌસમની મજા માણ."

"તમને નહીં સમજાય ! બસ‌ મસ્તી જ સુજશે." એને બંને એકબીજાને જોતા હસી પડ્યા.
આને ગાડી પણ એની રફતાર વધારી પતી-પત્નિના પ્રેમની
સાક્ષી બની આગળ વધી રહી હતી. એમાં મસ્ત ગીતો અને મૌસમ સાથ પુરાવી રહ્યા હતા. રાતના અગિયાર વાગવા આવ્યા હતા. હાઈવે એવો સૂમસામ તો નથી હોતો, પરંતુ વાહનોની ગતી એટલી ઝડપી હોય છે ને,
-કે સરર..રર...રર...ટ્ કરતા પડખે થી પસાર થઇ જાય.
ગાડી ઘોલેરાથી થોડી આગળ હજુ નીકળી આશાનું ધ્યાન રસ્તામાં છુટક છુટક બે ત્રણના ગ્રૃપમા ચાલી રહેલી વ્યક્તિઓ ઉપર ગઈ. એ જોતા બોલી, "ક્યાંના ક્યાંથી આ લોકો ચાલીને નીકળતા હશે, ભગવાન પરનો શ્રધ્ધાળુઓનો
કહેવાય શ્રધ્ધા કેહવાય કે અંધશ્રદ્ધા."
" એ બીચારા ગરીબ માણસો માટેતો ભગવાન જ સર્વસ્વ હોય, આઠ-આઠ દિવસોથી નીકળ્યાં હોય ઘરેથી." રાજનને પણ આશાની વાતમાં સાથ પુરતા બોલ્યો. અને ગાડીની ઝડપ વધારતા ફરી ગીત ગણગણવા લાગ્યો. ગાડીની હેડલાઈટ દસમીટર સુધી એકદમ ચોખ્ખી જઈ રહી હતી.
રાજનને ગાડીની સામે કોઈ કપડું ઉડતું દેખાયું. એણે જરા સ્ટેરીંગ વિહ્લ પર વજન દઈ આગળ નમી નરી આંખે જોયું અને બોલ્યો,
" કોઈ હાથ ઉંચો કરી મદદ માંગી રહ્યું હોય એવું લાગે છે."
ગાડીની સ્પિડ થોડી ઘટાડી આને આશા સામે જોતા વાત આગળ વધારી,
"બે ત્રણ જણા છે, શાયદ કોઈ મુસીબતમાં લાગે છે. શું કરવું ગાડી ઊભી રાખુ..?"
આશા એ સાંભળીને સજાગ થઈ,
" હા, કોઈ જરૂરીયાત મંદને મદદ કરવી આપડી ફરજ છે.
માનવ સંસ્કાર છે. "
ગાડી સ્પિડ ફરી થોડી ઘટાડી અને એ તરફનો માહોલ તપાસવાની કોશીશ કરતા રાજને કહ્યું,

" અરે..રે .. રેએ.. કોઈ શાયદ બેભાન થયું છે. એમને હોસ્પિટલમાં લઈ જવાની જરૂર છે.."

" ઓ..હ તો..તો ગાડી ઊભી રાખો,આપણે મદદ કરવી જ જોઇએ, શાયદ ભગવાને આપણને એમને મદદ માટે જ મોકલ્યા હોય, કોઈ ને મદદનો લહ્વોન ગુમાવવો જોઈએ..!

આશાના મનમાં એક ભોળા આને મદદના વિચારે રાજનને ગાડીની બ્રેક પર પગ મુકવાની ફરજ પાડી દીધી.
ગાડી સીધી એ અજાણ્યા માણસો ઊભા હતા ત્યાં જ ઊભી રહી. એ માણસો માંથી એક માણસ રાજનની ડ્રાઈવર સીટ પાસે આવ્યો અને બોલ્યો,

" સાહેબ ! પાણી મળશે..? પાણી‌ ખાલી થઈ ગયું છે,
અને મારા ઘરવાળા પાણી વગરના બેભાન થઈ ગયા છે..."

એ માણસના અવાજમાં દર્દ હતું. એકદમ દયામણો ચેહરો હતો. એ જોઈ રાજન અને આશા પીગળી ગયા, એમની પાસે પાણીનો જગ ભર્યો હતો. એમાથી પાણીની બોટલ ભરી આપી, એ માણસ બોટલ લઈ એના ઘરવાળા તરફ ગયો, એને પાણી પિવરાવ્યુ. એ ધીરે ધીરે ભાનમાં આવ્યાં.
આ બધી ક્રિયાઓ રાજન અને આશા ગાડીમાં બેઠા બેઠા નીહાળી રહ્યા હતા. એમને દયા ભાવ હતો‌, મનમા કે કદાચ
આ લોકોને આપણી વધારે કંઈ મદદની જરૂર પડશે.!
પહેલો માણસ ફરી ગાડી તરફ આવ્યો અને બો્લ્યો,

" સાહેબ ! કંઈ ખાવાનું મળશે અમને ભૂખ બહું લાગી છે, અને અમારી પાસે પૈસા પણ ખાલી થઈ ગયા છે. અમે બહુ દુરથી આવીયે છીએ.."

એમની વાતો સાંભળી રાજન અને આશા બંને એકબીજા સામું જોઈ અને લાગણીથી દયાભાવથી મદદ કરવાં તૈયાર થયા. ગાડીનો દરવાજો ખોલ્યો અને થોડી વેફર બિસ્કીટ હતા એ આપ્યા. ખીસ્સામાં હાથ નાખી વોલેટ કાઢયું. વોલેટમાં નોટોની થપ્પી હતી. એમાંથી પાંચસોની નોટ કાઢીને આપી, એ માણસ એમના ઘરવાળા તરફ ગયો. એ અને બીજા માણસે બન્ને એ મળીને પેહલાબેનને ઊભા કર્યા. આને ત્રણેય ગાડી નજીક આવ્યાં. અને ત્રણેયે રાજન સામે હાથ જોડી ઉપકાર માન્યો, માણસો સારા છે, ગરીબ અને તકલીફમાં છે, એમ વીચારી રાજન અને આશા એલોકો સાથે થોડી વાતો કરવા લાગ્યા. એટલામાં રાજનનું ધ્યાન ગાડીના આગળના અરીસા તરફ ગયું, એકદમ એક ચોથી વ્યક્તિ જે ઝાડ પાછળથી નીકળી હાથમાં ધારદાર ચપ્પુ લઈ રાજન તરફ લપકતો દાખાયો. આશાનું હજુ ધ્યાન ન હતુ. રાજન આખો પ્રપંચ રચાયેલો હતો એ સમજી ગયો, પરંતુ આશા ડરી ન જાય અને દયાભાવના
મનમાંથી ઊડી ન જાય એ વિચાર આવતા એણે મનમાં એક બીજું પ્રપંચ રચી નાખ્યુ. એનો ફોન હાથમાં લઈ કોઈને ફોન લગાડતો હોય એમ નાટક કરતાં બોલ્યો,

"અ..રે..ભાઈ ! કેટલી વાર લાગી,સાવ પાછળ તો હતો,
સારૂ આવીજા અહીં એક જણાને મદદની પણ જરૂર છે
સરકાર કોઈ મદદ કરી શકે તો વાત કરીએ...."

રાજની નજર અરીસામાં જ હતી. એ માણસ રાજનની વાત સાંભળી ત્યા જ અટકી ગયો. એ રાજને જોયું, એટલે એણે પેહલા ત્રણ સાથે ફરી વાત ચાલુ કરી.
" મારો મિત્ર છે. પોલીસમાં છે,અને હું પણ પોલીસમાં નોકરી કરૂ છું અને અમે સાથે જ નીકળ્યા હતા. એ જરા પેટ્રોલ ભરાવા ઊભો હતો. બસ પહોચે જ છે. અમે તમારી ઘણી મદદ કરી શકએ તમને તમારા ગામ પહોંચાડી દેશુ. સારૂં એમે ગાડીમાં બેઠા છીએ,
એ એક જ મીનીટમાં આવે છે, પેલા ત્રણેય સાવ ચૂપચાપ થઈ એક બીજાને જોવા લાગ્યા. આને નજર સામે રસ્તે કરી તો સામેથી એક ગાડી આવતી દાખાઈ. એટલે ત્રણેયે ફરી નાટક ચાલુ કર્યું.
" ના ..ના... સાહેબ તમે અટલા રૂપિયા આપ્યા અમે આરામથી અમારા ગામ‌ પહોંચી જઈશું. રામ..રામ..."
કરી આગળ ચાલવા લાગ્યા...
અને રાજનને તો હાથ પગ ધ્રુજવા લાગ્યા અને કપાળેથી પરસાવાના ટીપાં પડવા લાગ્યાં....ફટાફટ ગાડી ચાલું કરી અને સોની સ્પિડે ભગાડી, આ બધું જોતી આશા કંઈ સમજી ન હતી. પણ કંઈ બન્યાનો અણસાર એને આવી રહ્યો હતો. એટલે એણે રાજન સામે સવાલ ભરી નજરે જોયું.....એની નજરનો સવાલ રાજન સમજી ગયો એટલે માત્ર એટલું કહ્યું,
" દયાને ડાકણ ખાય......"
આશા ટુંકમાં ઘણું સમજી ગઈ. ચહેરાના ભાવ એકદમ બદલાઈ ગયા. અને ફાટી આંખે પાછળ ફરી ફરીને જોતી રહી ગઈ.........