Life is a first in Gujarati Motivational Stories by Kanzariya Hardik books and stories PDF | જીવન એક પહેલી

Featured Books
Categories
Share

જીવન એક પહેલી

અહીં એક નાનકડી વાત સ્વરૂપ પસંદગી વાત કરવા માગું છું વ્યક્તિ અંદર થી જોતો નથી પણ પોતાની બહાર થી સારા દેખાવાનો પ્રયત્ન કરે છે આ વાતો માં એક સ્વરૂપ સમજાય તે માટે મે અહીં અંકી છે......
એક આખું ગ્રુપ કોલેજ છોડ્યાના ઘણા વર્ષો પછી પાછું ભેગું થયું. બધાજ મિત્રો સેટ હતા અને ઘણા પૈસા કમાઈ રહ્યા હતા. એ લોકો પોતાના ફેવરેટ પ્રોફેસરના ઘરે ભેગા થયા. પ્રોફેસર સાહેબે એમના
મ કરીયર વિષે પૂછ્યું ધીરે ધીરે વાત જીવન માં વધતા સ્ટ્રેસ અને કામ ના વધતા પ્રેશર પર આવી ગઈ. આ મુદ્દા પર બધાજ એકમત હતા .ભલે એ હવે આર્થિક રીતે ઘણા મજબુત હતા પણ હવે એમના જીવનમાં એ મજા, સુખ અને શાંતિ નથી જે પહેલા હતી.......
પ્રોફેસર સાહેબ ખૂબ ધ્યાનથી વાત સાંભળી રહ્યા હતા, એ અચાનક ઉભા થયા અને કિચનમાં જઈને પાછા આવ્યા અને બોલ્યા,, ડીયર સ્ટુડન્ટ' હું તમારા બધા માટે ગરમા ગરમ 'ચા' બનાવીને આવ્યો છું, પણ પ્લીઝ તમે બધા કિચનમાં જઈને પોત-પોતાના માટે 'કપ' લેતા આવો. છોકરાઓ ઝડપથી અંદર ગયા ત્યાં જાત જાતના કપ મુક્યા હતા, બધાજ પોતાના માટે સારામાં સારો કપ શોધવા લાગ્યા.
કોઈએ ક્રિસ્ટલ નો શાનદાર કપ ઉઠાવ્યો તો કોઈએ પોર્શીલેન નો કપ લીધો, તો કોઈએ કાચનો કપ સિલેક્ટ કર્યો.

બધાના હાથમાં ચા આવી ગઈ પછી પ્રોફેસર સાહેબ બોલ્યા,

"જો તમે ધ્યાન આપ્યું હોય તો, જે કપ દેખાવમાં શાનદાર અને મોઘાં હતા તમે એજ કપ લીધા છે, સાધારણ દેખાતા કપની તરફ જોયું પણ નથી." જ્યાં એક તરફ આપણા માટે
સૌથી શ્રેષ્ઠ વસ્તુની ઝંખના રાખવી એક નોર્મલ વાત છે,
ત્યાં બીજી તરફ એ આપણા જીવન માં સ્ટ્રેસ અને પ્રોબ્લેમ્સ લઈને આવે છે.. ફ્રેન્ડસ, એ તો પાક્કું છે કે કપ ચાની ક્વોલીટીમાં કોઈ બદલાવ નથી લાવતો, એ તો બસ એક સાધન છે જેના માધ્યમથી તમે ચા પીવો છો. અસલમાં તમને જે જોઈતું હતું .એ માત્ર ચા હતી, કપ નહિ.
છતાંય તમે બધા શ્રેષ્ઠ કપ ની પાછળજ ભાગ્યા,
અને પોતાનો કપ લીધા બાદ બીજાના કપ ને નિહાળવા લાગ્યા. હવે એક વાતને ધ્યાનથી સાંભળો,

"આપણું જીવન ચા સમાન છે,
આપણી નોકરી, પૈસા, પોઝીશન કપ સમાન છે.
એ બસ જીવન જીવવાના સાધનો છે ખુદ જીવન નહિ... અને
આપણી પાસે કયો કપ છે એ ના તો આપણા જીવન ને
ડીફાઇન કરે છે, ના તો એને ચેન્જ કરે છે.

ચા ની ચિંતા કરો, કપ ની નહિ... દુનિયાના સૌથી ખુશકિસ્મત લોકો એ નથી જેની પાસે બધુંજ સર્વ શ્રેષ્ઠ છે, પણ એ લોકો છે જેની પાસે જે છે એનો સર્વ શ્રેષ્ઠ ઉપયોગ કરીને જીવન ને રંગીન બનાવે છે, મોજ માણે છે, અને ભરપુર જીવન જીવે છે.

(1) સાદગી થી જીવો,
(2) સૌને પ્રેમ કરો,
(3) સૌનો ખ્યાલ રાખો,
(4) જીવન નો આનંદ લો.
(5)એકબીજા સાથે જોડાયેલા રહો.
આ જ સાચું જીવન છે. 'જમાવટ' તો જીંદગીમાં હોવી જોઈએ.... બાકી 'બનાવટ' તો આખી દુનિયા માં છે જ... હસતા' શીખો યાર..
રડતા' તો 'સમય' શીખડાવી દેશે.......
આ વાચીયા બાદ તમે સમજી ગયા હશો કે દુનિયા હંમેશા પોતાના બહાર દેખાવ કરે છે તેની અંદર શું કોને ખબર તો તમે બધા આ વાત ધ્યાન રાખજો તમે આવી રીતે નો કરતા સ્વચ્છ અને મસ્ત રહો તમે સારું જીવન જીવો એવી હું શુભેચ્છાઓ આપું છું.........

વિવિધ એવા રંગો થી રંગાયુ છે મારું છે
ગુજરાત નરસિંહ મહેતા અને મીરાબાઈ પ્રેમભક્તિ ઓળખાયું મારું ગુજરાત
અનેક સોનેરી ગૌરવગાથા થી સજ્જ એવું મારું ગુજરાત