The Scorpion - 21 in Gujarati Love Stories by Dakshesh Inamdar books and stories PDF | ધ સ્કોર્પિયન - પ્રકરણ -21

Featured Books
  • Mosadapreethi - 2

    ಇಲ್ಲಿ ತಾರಾ ಹಳ್ಳಿಯಿಂದ ನಗರಕ್ಕೆ ಬಂದ ಮುಗ್ಧ ಹುಡುಗಿ, ಆದರೆ ಜೂಲಿ ತಾರ...

  • Mosadapreethi - 1

    ಏರೋಪ್ಲೇನ್ ಸೀಟಿನ ಮೇಲೆ ಕುಳಿತ ತಾರಾ ನೆಮ್ಮದಿಯ ನಿಟ್ಟುಸಿರು ಬಿಡುತ್ತಾ...

  • सन्यासी -- भाग - 27

    सुमेर सिंह की फाँसी की सजा माँफ होने पर वरदा ने जयन्त को धन्...

  • ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ

    ಹರ್ಷನ ಕೀರ್ತಿಗೆ ವರ್ಷಳ ಸ್ಪೂರ್ತಿ(ಆದರ್ಶ ದಂಪತಿಗಳ ಕಥೆ)      ಲೇಖಕ -...

  • ಚೂರು ಪಾರು

    ಚೂರು ಪಾರು (ವಿಭಿನ್ನ ಪ್ರೇಮ ಕಥೆ) (ಲೇಖಕ ವಾಮನಾ ಚಾರ್ಯ) ಅಂದು ಪವನ್ ಪ...

Categories
Share

ધ સ્કોર્પિયન - પ્રકરણ -21

પ્રકરણ -21

સિદ્ધાર્થનાં મોબાઈલ પર કોઈનો ફોન આવે છે અને એ ફોનમાં ગંભીરતાથી વાત કરી રહ્યો હોય છે એની કપાળની નસો તંગ થાય છે એને ટેંશન થયું છે. ત્યાં દેવ આવી પહોંચે છે દેવે સિદ્ધાર્થ સામે જોયું એને લાગ્યું સિદ્ધાર્થ ફોનમાં બીઝી છે ત્યાં સુધી સોફીયાને મળી લઉં એ સિદ્ધાર્થને ઇશારાથી અંદર જઉં છું કહે છે અને સિદ્ધાર્થ પણ ઇશારાથી હા પાડે છે.

દેવ સોફીયાનાં રૂમ તરફ જાય છે એ હળવેથી રૂમ ખોલે છે અને જુએ છે તો સોફીયા રડી રહી છે એનો ચહેરો રડી રડીને જાણે સુજી ગયો છે. દેવ સોફીયાને જોઈ એની નજીક જાય છે અને પૂછે છે “તને ખુબ પેઈન છે ? ? શું થાય છે ? કેમ રડે છે ? ડોક્ટરને બોલાવું ?” દેવ એક સાથે ઘણાં પ્રશ્નો પૂછી લે છે...

સોફીયા પણ દેવને આવેલો જોઈ ચમકે છે એ રડી રહી હોય છે. દેવનાં આવવાથી એને રાહત થઇ હોય ખુશી થઇ હોય એવું લાગ્યું હતું દેવ પ્રશ્નો કરતો સોફીયાની નજીક આવી બેસે છે. સોફીયા રડતી રડતી દેવને વળગી પડે છે. દેવ એનાં બરડે હાથ ફેરવે છે અને એને શું થાય છે વગેરે પ્રશ્નો પૂછે છે. સોફીયા દેવનાં સ્પર્શથી ધીમે ધીમે શાંત થાય છે એ દેવ સામે જોઈ રહે છે. દેવે પૂછ્યું “કેમ શું થયું ? આર યુ ઓલ રાઈટ નાઉ ?”

સોફીયા જવાબ આપ્યાં વિના દેવને વળગીને રડતી રહે છે થોડીવાર રડ્યાં પછી શાંત થાય છે. દેવ એને શાંત થવાં પૂરતો સમય આપે છે. દેવ પછી પૂછ્યું “તું કહે તો ખરી તને શું થાય છે ? તને પેઈન છે ? કોઈ ડર છે ? કંઈક તો શેર કર. “

સોફીયા દેવથી હળવેથી અળગી થાય છે એ દેવની આંખોમાં જુએ છે. દેવ અને સોફીયાની જાત -નાત -ક્લચર, ભાષા, ધર્મ બધુજ જુદું છે છતાં અત્યારે બંન્નેની આંખો એકબીજામાં પરોવાઈ છે અને લાગણીની ભાષામાં વાત થઇ રહી છે. દેવે સોફીયાનાં વાળ સરખા કર્યા એનાં કપાળ પર માથે મૃદુતાથી હાથ ફેરવ્યો... સોફીયા દેવની ફરી નજીક આવી અને એને એકદમ અડીને સટીક બેસી ગઈ એને દેવથી જાણે પોતીકી હૂંફ મળી રહી હતી રાત્રીનો છેલ્લો પ્રહર વીતી રહેલો અને પછી પરોઢ થવાનો સમય હતો. દેવે સોફીયાને કહ્યું “તને નીંદર નથી આવતી ?” સોફીયા થોડીવાર દેવ સામે જોઈ રહી પછી બોલી “દેવ અત્યાર સુધી ઊંઘતી તો હતી હવે ઉઠી છું...” દેવ સોફીયાનો દીર્ઘ શબ્દાર્થ સાંભળીને હસ્યો પછી કહ્યું “તું હવે જાગીજ ગઈ હોય તો મારાં પ્રશ્નોનાં જવાબ આપીશ ?”

“તું વેનમાંથી અચાનક ઉતરીને ક્યાં ગઈ હતી ? જંગલની ઉતરતી કેડીએ કોને મળવા ગઈ હતી ? એ બાઈકવાળો કોણ હતો ? તારે શું સંબંધ છે ? તું ત્યાં ગઈ તારી સાથે શું થયું ? તારાં પગની જાંઘ પાસે આટલાં બધાં સ્કોર્પીયનનાં ડંખ ? તું બેભાન થઇ હતી તને રસ્તા પર કોણ મૂકી ગયું ? એવું તને એલોકો સાથે શું થયું ? એ લોકો કોણ હતાં ?”

દેવે એક સામટા અનેક પ્રશ્નો કરી દીધાં પછી પોતાનાં પ્રશ્નોનો પોતાનેજ થાક લાગ્યો હોય એમ શ્વાસ રોકીને બેઠો.

સોફીયા દેવની સામેજ જોઈ રહી હતી એ એક એક પ્રશ્ન સાંભળી રહી હતી પણ એનાં ચહેરા પર કોઈ ફેરફાર ના આવ્યા. એ જડની જેમ બસ સાંભળી રહી...

ત્યાં સિદ્ધાર્થ અંદર આવ્યો એણે સોફીયા તરફ જોયું અને પૂછ્યું “આર યુ ઓલ રાઈટ ?” પછી દેવની સામે જોયું અને બહાર આવવા ઈશારો કર્યો. દેવ સમજી ગયો બહાર જઈને સિદ્ધાર્થે દેવને કહ્યું “મારાં પર હમણાંજ અહીંના ડીસ્ટ્રીકટ જજ કમ મામલતદાર નો ફોન હતો જે અહીંની વહીવટી વ્યવસ્થા સંભાળે છે ... પહેલાં તો મને એ આશ્ચ્રર્ય છે કે એમનો અડધી રાત્રે ફોન હતો એમણે મને પૂછ્યું સિદ્ધાર્થ પેલા ટુરીસ્ટનું શું થયું ? એમાંય કોઈ છોકરી ઘાયલ થયેલી અને સ્કોર્પીયનનાં ડંખથી બેભાન થયેલી મળી આવી છે... કોણ છે એલોકો અને પેલાં હુમલાખોરો કોણ છે ? અહીંની શાંતિ ડહોળવાનો કોણે પ્રયત્ન કર્યો છે ?”

“મને એપણ જાણવા મળ્યું છે કે DGP રાય બહાદુર રોયનો દીકરો દેવ એ ટુરીસ્ટ લઈને આવ્યો છે ? એનાં બધાં ટુરીસ્ટ ફોરેનર છે ? એને એલોકો વિષે બધી જાણકારી છે ? અને તમે એલોકો પર પુરી નજર રાખો અને જે ડ્રગ સપ્લાયર્સ અને સ્કોર્પીયનની પણ દાણચોરી કરે છે એ પુરી ગેંગ આ પહાડી વિસ્તારોમાં ફરી રહી છે એને તાત્કાલીક પકડવાની તજવીજ કરો...” એમ કહી ફોન મુક્યો દેવે પૂછ્યું સિદ્ધાર્થ તમે શું જવાબ આપ્યો ?

સિદ્ધાર્થે કહ્યું “દેવ આ ડીસ્ટ્રીકટ મેજીસ્ટ્રેટ શૌમીક બાસુ બધુંજ જાણે છે છતાં પૂછી રહ્યાં છે એ પોતે એક નંબરનો કરપ્ટ અધિકારી છે અને સી.એમ નો મળતીયો છે એનાં પોતાનાંજ ગેરકાનૂની ધંધા અહીં શહેરમાં ચાલે છે અને તારાં ટુરીસ્ટોનો કિસ્સો છાપે ચઢ્યો છે અને એને રાજનીતીક રંગ આપવામાં આવશે એવું લાગે છે તારે સાવધ રહેવું પડશે. “

દેવે કહ્યું “સોફીયા તદ્દન સારી થઈ જાય તો એને કોલકોતાથી પાછી UK કે USA એને જ્યાં જવું હોય ત્યાં વિદાય કરી દઉં આ બધાં ટુરીસ્ટ પર નજર રાખવી પડશે.”

સિદ્ધાર્થે કહ્યું “સોફીયા કંઈ બોલી ? કોઈ જવાબ આપ્યાં ?” દેવે કહ્યું “ના હું વાતો કરતો હતો અને તમે મને બહાર બોલાવ્યો પણ એ ડીસ્ટર્બ તો છેજ કંઈક ગરબડ છે મને એવું લાગે આજ સમય છે એની પાસેથી વાત કઢાવવાનો અત્યારે એ અંદરથી હર્ટ થયેલી છે કંઈક તો એવું થયું છે કે એ દુઃખી છે એને સાથની જરૂર છે. “

સિદ્ધાર્થે કહ્યું “દેવ ટેક કેર... જરા સાચવીને આ ડ્રગ એડીક્ટ ખુબ હોંશિયાર હોય છે અને જડ હોય છે એમને કોઈ અસર નથી થતી એમને એમનાં નશામાંજ રસ હોય છે અને નશો કરવા માટે કંઈ પણ કરવાં તૈયાર થઇ જાય છે મારુ માનવું એવું છે કે આ પેલી ટોળકી સાથે ભળેલી ચોક્કસ છે પણ કોઈ ટર્મ્સમાં સંમત્તિ નહીં બની હોય... રહી વાત બળાત્કાર કે કોઈ રીતે સેક્સ કરવા માટેની કોઈ તકરાર... આ બધાં સેક્સ માટે ઓપન હોય છે બ્રોડમાઇન્ડેડ અને એમાંય નશો કર્યા પછી તો સાવ ... નશા માટે શરીર સોંપતાં અચકાતા નથી એની સાથે આ બધાથી ઉપર કંઈક બન્યું હોવું જોઈએ.”

દેવે કહ્યું “સર હું અંદર જઉં હવે પરોઢ થવા આવી છે એ કદાચ એનું મોં ખોલે તો ખબર પડે...” સિદ્ધાર્થે કહ્યું “ દેવ તું એલર્ટ રહેજે તને એક ખાસ ઇંફર્મેશન આપું કે મને ખબર મળી છે કે અહીં કલીંગપોંન્ગનાં જંગલનો એક નંબરનો હરામી ગુંડો તોષીક લામા અહીં જોવા મળ્યો છે જે તમારી કે આ ટુરીસ્ટની પાછળ હોય એવું લાગે છે ત્યાં હોટલ પર મેં મારી ટીમ મૂકી છે બહાદુર બધી બાજુ ધ્યાન રાખી રહ્યો છે. “

દેવ થોડો વિચારમાં પડી ગયો એ કંઈ બોલ્યો નહીં એણે કહ્યું “ઓકે થેન્ક્સ સિદ્ધાર્થ...” સિદ્ધાર્થે કહ્યું “ તું એની સાથે બેસ એ કંઈ...” દેવે થમ્બ બતાવ્યો અને સોફીયાનાં રૂમમાં ગયો. સોફીયા દેવ સામે જોઈ રહી. દેવે મનમાં કંઈક વિચાર્યું...

વધુ આવતા અંકે - પ્રકરણ 22