Prem - Nafrat - 38 in Gujarati Love Stories by Mital Thakkar books and stories PDF | પ્રેમ - નફરત - ૩૮

Featured Books
  • You Are My Choice - 35

    "सर..."  राखी ने रॉनित को रोका। "ही इस माई ब्रदर।""ओह।" रॉनि...

  • सनातन - 3

    ...मैं दिखने में प्रौढ़ और वेशभूषा से पंडित किस्म का आदमी हूँ...

  • My Passionate Hubby - 5

    ॐ गं गणपतये सर्व कार्य सिद्धि कुरु कुरु स्वाहा॥अब आगे –लेकिन...

  • इंटरनेट वाला लव - 91

    हा हा अब जाओ और थोड़ा अच्छे से वक्त बिता लो क्यू की फिर तो त...

  • अपराध ही अपराध - भाग 6

    अध्याय 6   “ ब्रदर फिर भी 3 लाख रुपए ‘टू मच...

Categories
Share

પ્રેમ - નફરત - ૩૮

પ્રેમ-નફરત

- મિતલ ઠક્કર તથા રાકેશ ઠક્કર

પ્રકરણ-૩૮

રચનાને જલદી કોઇએ જવાબ ના આપ્યો એટલે એ ઊભી રહી ગઇ. હિરેન અને કિરણ એવી અપેક્ષા રાખીને બેઠા હતા કે લખમલભાઇ એને ખખડાવી નાખશે. લખમલભાઇએ કોઇ જવાબ આપવાને બદલે આરવ સામે જોયું. એમની આંખોમાં પ્રશ્નાર્થ હતો કે,'આ અહીં કેમ આવી છે?'

આરવે બધાંને સંબોધીને કહ્યું:'મેં રચનાને બોલાવી છે. આપણે નવા તૈયાર કરવા ધારેલા મોબાઇલનું પ્રેઝન્ટેશન જોઇ લઇએ...'

આરવે કોઇના જવાબની રાહ જોયા વગર ટેબલ પર રહેલા કોમ્પ્યુટર તરફ ઇશારો કરતાં રચનાને કહ્યું:'રચના, મારા કોમ્પ્યુટરના ફોલ્ડરમાં તેં મૂક્યું છે એ પ્રેઝન્ટેશન બતાવી દે....'

હિરેન અને કિરણ કંઇ બોલી શક્યા નહીં. લખમલભાઇએ મૂક સંમતિ આપી.

રચનાએ કોમ્પ્યુટર પાસે જઇને એમાંથી ફોલ્ડર શોધી પ્રેઝન્ટેશન બતાવવાનું શરૂ કર્યું.

આરવે ભૂમિકા બાંધતા કહ્યું:'આ મોબાઇલ આપણે પહેલી વખત બનાવવા જઇ રહ્યા છે. બીજી કંપનીના મોબાઇલની સરખામણીએ એમાં સુવિધાઓ અને ફિચર વધારે છે. નવી પેઢી આ મોબાઇલ પ્રત્યે વધારે આકર્ષાય એવો અભિગમ છે. જૂની પેઢીના ગ્રાહકોને મોટાભાગે વાત કરવા કે પછી વોટ્સએપ જોવા પુરતો કે પછી પત્તાની કે લુડોની નાની નાની ગેમ રમવા માટે મોબાઇલનો ઉપયોગ રહે છે. યુવા પેઢી જ નહીં આજના કિશોર કે તેનાથી પણ નાની ઉંમરના બાળકો સ્માર્ટ ફોન ચલાવવા બાબતે બહુ સ્માર્ટ થઇ ગયા છે એવા કેટલાક દેશ – વિદેશના સંશોધનોને આધાર બનાવીને આપણે આ વધુ સ્માર્ટ ફોન તૈયાર કરી શકીએ એમ છીએ. અને સ્વાભાવિક છે કે એ કારણે તેની કિંમત વધશે...રચના, તું વિગતવાર સમજાવી દે...'

'જી...આ મોબાઇલની પહેલી મોટી વિશેષતા એ છે કે એ પૂરી ૫૦૦૦ એમએચ બેટરી ધરાવતો હશે. આજે ગ્રાહક એવું ઇચ્છે છે કે એ સવારે ઘરેથી નીકળે પછી સાંજે પાછો ઘરે પહોંચે ત્યાં સુધી બેટરી ચાલવી જોઇએ. વચ્ચે બેટરી ચાર્જ કરવાની તક ના મળે તો વાંધો ના આવે. બીજી વાત એ છે કે બેટરી વધુ પાવરની હોવા છતાં મોબાઇલને સ્લીમ રાખવાનો પ્રયત્ન થયો છે. વધારામાં બેટરી ઝડપથી ચાર્જ થાય એનું ધ્યાન રાખીશું. ૬૫ વોટનું ચાર્જર આપીશું. જો છેલ્લે બજેટમાં શક્ય હશે તો ૮૦ વોટનું આપીશું. અને પહેલી વખત આપણે સલામતિ માટે ઇનબિલ્ટ કવર આપી રહ્યા છે. એ એટલું પાતળું છે કે જો કોઇએ પોતાની પસંદનું ઉપર બીજું કવર લગાવવું હોય તો પણ વિકલ્પ રહે છે. કવરને કારણે વજન વધી જતું નથી...'

રચના બે ક્ષણ શ્વાસ લેવા રોકાઇ ત્યારે એણે ચારેય તરફ એક નજર નાખીને એમના મનોભાવ કળવાનો પ્રયત્ન કર્યો. રચનાએ નોંધ્યું કે લખમલભાઇ શાંત ચિત્તે તેની વાત સાંભળી રહ્યા હતા. હિરેન અને કિરણ સાંભળવા ખાતર બેઠા હોય એમ લાગતું હતું. આરવ બહુ ઉત્સુક્તાથી એને આગળ સાંભળવા માગતો હોય એમ નજર સાથે નજર ટકરાઇ ત્યારે ડોકું હલાવ્યું હતું.

રચનાએ પોતાની વાતનું અનુસંધાન કરતાં કહ્યું:'અને હા, બધાં પાર્ટસ આવી ગયા પછી વજન થોડું વધી પણ શકે છે. વજનમાં સાવ હલકો હશે એમ બનવાનું નથી. આપણે આધુનિક સુવિધાઓ માટે એમોલેડ સ્ક્રીન રાખવાના છે. અને ઓછામાં ઓછી ૮ જીબી રેમ/ ૧૨૮ જીબી રોમ રાખવાની છે. ૧૦૮ એમપીનો કેમેરા અને ૩૨ એમપીનો સેલ્ફી કેમેરા હશે. એવું પણ બને કે માત્ર કેમેરા માટે જ ફોન ખરીદનારાની સંખ્યા મોટી હોય! પ્રોસેસરની ડાઇમેન્સીટી ૧૨૦૦ હશે. તેથી ગેમ રમવા માટે સૌથી વધુ સારો રહેશે. તેની સાઇઝ ૬.૫ થી ૭ ઇંચ વચ્ચે રહેશે. એક વાત હું સ્પષ્ટ કરીશ કે દરેક કંપની કોઇને કોઇ એક ખાસ કારણથી પોતાના ફોનનું વધુ વેચાણ કરી રહી છે. કોઇમાં કેમેરાના પિક્સલ વધુ છે તો કોઇમાં બેટરી વધુ એમએચની હોય છે. આપણે ચાર જાણીતા ફોનની વિશેષતાઓ ભેગી કરી છે અને એમ છતાં વધારેમાં વધારે રૂ.૩૮૦૦૦ કિંમત રાખી શકાય એમ છે...'

કિરણ મોકો જ શોધતો હોય એમ બોલી ઊઠ્યો:'રચના, તેં જે ફિચર બતાવ્યા છે એની રૂ.૩૫૦૦૦ માં જ વેચાણ કિંમત રાખી શકાય એમ છે. લાગે છે કે જે પાર્ટસ ખરીદવાના છે એની વધુ કિંમત અપાઇ રહી છે...'

કિરણની વાતથી આરવ ચોંકી ઊઠ્યો. એનો કહેવાનો અર્થ એવો થતો હતો કે ત્રણ હજાર રૂપિયા વચ્ચે કોઇ ખાઇ જવાનું હતું. તેણે સીધું રચનાનું કે આરવનું નામ આપ્યું ન હતું એ વાત બંને ભાવિ પતિ-પત્ની સમજી ગયા હતા.

રચના બોલી ઊઠી:'સર, તમારી વાત સાચી છે. એ ત્રણ હજારનું માર્જીન અમે...'

વાક્ય પૂરું કરતાં પહેલાં રચનાએ આરવ તરફ નજર નાખી. જાણે તેની સંમતિની રાહ જોવા લાગી.

હિરેન ગુસ્સામાં મનોમન બબડ્યો:'નક્કી પોતાના લગ્નના ખર્ચ માટે માર્જીન રાખ્યું હશે. કિરણે કીધું ના હોત તો ખાઇ જ જાત. પપ્પાને હવે ખબર પડશે કે એ નાગણને દૂધ પાઇ રહ્યા છે...'

ક્રમશ: