🙂 ચાલ જીવી લઈએ - ૧૯ 🙂
" કેમ તું ધ્રૂજે છે પૂજા " ? ધવલએ કહ્યું.
"અરે ના ના... એ તો બસ એમ જ હો ધવલ."
" સારું સારું. બીજો કોઈ પ્રોબ્લેમ તો નથી ને તને ! "
" અરે ના ના ધવલ.મને શું પ્રોબ્લેમ હોય."
આમ ધવલ અને પૂજા વાતો કરતા જ લેક્ચર પૂરો કરે છે.થોડીવારમાં કોલેજનો સમય પૂરો થઈ જાય છે અને બધા વિદ્યાર્થીઓ અને વિદ્યાર્થીનીઓ ઘરે જવા માટે નીકળી પડે છે. પૂજા અને ધવલ પણ ઘરે જવા માટે નીકળી પડે છે. પૂજા પોતાની એક્ટિવા લઈને ઘરે જાય છે અને ધવલ લખનની ગાડીમાં ઘરે જાય છે.
" કેમ મારા ભાઈ ! કેવો રહ્યો ભાભી સાથે એક બેન્ચ પર બેસવાનો અનુભવ !"
" એ લખન્યા ! તું છે ને ક્યારેક મને મરાવવાનો છો. તને ખબર એ બિચારી કેટલી ધ્રૂજતી હતી !"
" એમાં મારો કોઈ વાંક નથી હો ધવલા. મેં તો તારા માટે સારું જ વિચાર્યું હતું ને! મને તો એમ હતું કે મારો ભાઈ મને થેંક્યું કહેશે પણ આતો થેન્કયુના બદલે આપણો વાંક કાઢે બોલો ! ( રમુજમાં )
" ઓ બસ હો લખન્યા. તારી આ વાઈડાઈ બંધ કર. મને ખબર છે બધી."
બસ આમ બંને મિત્રો વાતો કરતા કરતા ધવલના ઘરે પહોંચે છે.
લખન ધવલને એના ઘરે ઉતારી પોતાના ઘરે ચાલ્યો જાય છે. ધવલ અને એનો પરિવાર એક સાથે સાંજનું ભોજન કરે છે. પરિવારમાં બધા પોતપોતાની વાતો કરે છે. ધવલ અને માનસી થોડી વાર ઝઘડે છે અને થોડા સમય બાદ બંને પોતપોતાના રૂમમાં જતા રહે છે.
ધવલ રૂમમાં જઈ પોતાનો ફોન હાથમાં લઈ વોટ્સએપ ચેક કરે છે.પૂજાનો મેસેજ આવ્યો કે નહીં એ જુએ છે. પૂજાનો મેસેજ ના આવતા ધવલ પૂજા ને મેસેજ કરે છે.
" આ એલિયન ક્યાં જતું રહ્યું👽 ? કઈ મેસેજ નહીં , કોલ નહીં ! "
થોડી વાર જતા ધવલના ફોન પર પૂજાનો રીપ્લાય આવે છે.
" અરે.......! આ તારા જેવા ડેવિલ વધી ગયા છે ને પૃથ્વી ઉપર એટલે અમારે એલિયન લોકો એ બીજા ગ્રહ પર શાંતિ લેવા માટે જવું પડે.😋😋😋 "
" ઓહ હો..એવું છે એમને."
" હા તો એવું જ હોય ને..! "
" હા પણ અમે સારા ડેવિલ છીએ. પ્રેમ કરવા વાળા અને પ્રેમ આપવા વાળા..😉😉.સમજાયું મિસ એલિયન 👽."
" ઓહ હો...! તમે પ્રેમ કરવા વાળા ડેવિલ છો એમને ? "
" હા તો તમને શું લાગે છે મિસ એલિયન 👽."
" બાય દ વે આ નામ સારું મળી ગયું નહીં ! મિસ એલિયન 👽 ."
" એ બસ હો...! હું કહી એલિયન નથી 😡
" ઓહ સોરી સોરી પૂજા. તું આમ ગુસ્સો ન કર. હું તો બસ મસ્તી કરતો હતો. મને નહોતી ખબર કે તને ખોટું લાગી જશે અને ગુસ્સો આવી જશે."
" અરે એ... પાગલ........ હું મસ્તી કરું છું. મને તારી વાતનું ક્યારેય કઈ ખોટું નથી લાગતું."
" હાશ... કેમ મારી વાતનું કઇ ખોટું નહીં.?"
" અરે બસ એમ જ. "
" ઓહ હેલો.. આમ ના ચાલે હો.....સરખો જવાબ આપો."
" અરે ધવલ.. બસ એમ જ કે તારી કંપની મને ગમે છે , તારી સાથે વાતો કરવી ગમે છે."
" એટલે ?"
" એ ધવલ......! એ મને ના પૂછ. તારે જે સમજવું હોય એ સમજ ."
" જે સમજવું હોય એ સમજ એટલે ......❤️....?
" 😊😊😊 "( પૂજાનો રીપ્લાય )
" ઓહ હેલો... આમાં મારે સમજવું ?
" .............." ( પૂજાનો રીપ્લાય)
" અરે બોલ ને પૂજા....શુ .....?