😊 ચાલ જીવી લઈએ : ૧૮ 😊
ધવલ લખન સામે જોતો જોતો પૂજા પાસે જાય છે અને એની સાથે એની બેન્ચ પર બેસી જાય છે.
પૂજા : કેમ ધવલ ? શુ થયું ? અહીં આવતા શરમાતો હતો કે શું ?
ધવલ : અરે ના ના હવે. મને વળી એમાં શુ શરમ આવે !
પૂજા : હા એ તો લાગ્યું જ.
ધવલ : હશે હવે જવા દે ને.
પૂજા : હા સારું સારું.
થોડીવારમાં પ્રોફેસર લેક્ચર લેવા માટે આવે છે. બધા લોકો ઉભા થઇ પ્રોફેસરને રિસ્પેક્ટ આપે છે. પ્રોફેસર પોતાનો લેક્ચર લેવાનું શરૂ કરે છે. બધા શાંતિથી ચૂપચાપ ભણતા હોય છે. વચ્ચે વચ્ચે ક્યારેક ધવલ અને પૂજા ચાલુ લેક્ચરએ મસ્તી કરતા હોય છે.
મસ્તી કરતા કરતા એક બે વાર પૂજા ધવલ ની સાવ નજીક આવી જાય છે અને એનું શરીર ધવલના શરીરને સ્પર્શ થતું હોય છે. ધવલ થોડો નર્વસ થઇ જાય છે અને થોડો ગભરાઈ જાય છે. થોડીવારમાં લેક્ચર પૂરો થઈ જાય છે ને પ્રોફેસર ત્યાંથી જતા રહે છે.
એટલામાં જ લખન પોતાની જગ્યા પરથી ઉભો થઇ ધવલ પાસે આવે છે. ધવલ પણ બેન્ચ પર થી ઉભો થાય છે. પૂજા એનું કામ કરતી હોય છે.
લખન : કેમ ભાઈ ! મજા આવે છે ને ભાભી સાથે એક બેન્ચ પર બેસવાની ?
ધવલ : જા ને હવે મજા વાળી.
લખન : હા હા ભાઈ. એતો મને ખબર હોય ને તારી.
આહ હા મારો ભાઈ !
મારી ભાભી પાસે પેલી વાર બેઠો હો,
મારા ભાઈની ખુશીનો તો પાર નથી હો.
ધવલ : એલ્યા શાંતિ રાખ ને. પેલી સાંભળી લે શે. એમ કહી ધવલ લખન ને ધક્કો મારે છે ( મસ્તીમાં)
લખન : કેમ ભાઈ હે. સાચું કહ્યું એટલે ને ! આમ તો જો. તારું મોઢું કેવું ગુલાબી ગુલાબી થઈ ગયું છે આહ હા.
એમ કહી લખન પણ ધવલ ને મસ્તીમાં ધક્કો મારે છે.એટલામાં જ ધવલ પાછળ ની બેન્ચ પર અથડાઈ છે જેથી એનું બેલન્સ જતા સીધો પૂજા જ્યાં બેઠી હતી એની ઉપર પડે છે. ધવલનું માથું સીધું પૂજાના ખોળામાં પડે છે. આવું થતા જ પૂજા ધવલ ને પકડી લે છે અને પડતા પડતા બચાવી લે છે.
થોડીવાર માટે બંનેની આંખો એક થઈ જાય છે. ધવલ પૂજાના ખોળામાં શાંતિ નો અનુભવ કરે છે અને આ બાજુમાં પૂજા ધવલની આંખોમાં ખોવાયેલી હોય છે. માત્ર સાત થી આઠ સેકન્ડ ની ઘટનામાં આ બંને એ જાણે કલાકો વિતાવી હોય એવું લાગે છે.
ધવલ : એ સોરી સોરી હો પૂજા. ( ઉભા થતા થતા )
પૂજા : અરે ઇટ્સ ઓકે.
ધવલ : અરે આ લખન એ ધક્કો માર્યો ને તો મારું બેલેન્સ ગયું ને હું પડી ગયો. સો સોરી હો.
પૂજા : અરે બસ હવે. સોરી ના કહે પ્લીઝ.
ધવલ : અરે હા પણ તને લાગ્યું તો નથી ને ?
પૂજા : અરે ના ના મને નથી લાગ્યું.
ધવલ : સાચે ને !
પૂજા : અરે હા યાર. ક્યાંય નથી લાગ્યું મને.
ધવલ : હા તો વાંધો નહીં.
આમ થોડીવાર બાદ બીજા પ્રોફેસર આવે છે અને નવો લેક્ચર શરૂ થાય છે. ધવલ અને પૂજા એક બીજાની સામે મંદ મંદ હસે છે. લેક્ચર દરમિયાન ઘણીવાર બંને એક બીજાની પાસે આવી જતા હોય છે. એક બીજાનો શ્વાસ એક બીજાના શ્વાસ સામે ટકરાતો હોય છે.
પૂજા ધ્રૂજતી હોય એવી ધવલને અનુભૂતિ થાય છે.
ક્રમશઃ
More Updates nd More Poetry Follow Me On Instagram..
@ dhaval_limbani_official
Next Part Coming Soon...
for More Update
follow Me On Instagram
@dhaval_limbani_official.
મિત્રો આજ કાલ મેં વીડિયો કવિતાઓ બનાવવાની શરૂઆત કરી છે જે મારા આવાઝમાં અને મારી પોતાની કવિતાઓ છે તો એ સાંભળવા જરૂરથી મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સાથે જ નવા નવા Quotes પણ લખું છુ તો એ પણ તમને ત્યાં વાંચવા મળી જશે. તો પ્લીઝ ફોલો કરવાનું ના ભૂલતા.
@dhaval_limbani_official