Chaal jivi laiye - 17 in Gujarati Moral Stories by Dhaval Limbani books and stories PDF | ચાલ જીવી લઈએ - 17

Featured Books
Categories
Share

ચાલ જીવી લઈએ - 17

ચાલ જીવી લઈએ - ૧૭

એ ધવલ. સાંભળ ને ! પાછળથી આવતા આવતા પૂજા બોલી.

ધવલ : ઓહ હો ! શુ વાત છે હે ! આજે સવાર સવારમાં અમને યાદ કર્યા ?

પૂજા : અરે કહી નહીં થયું.બસ હું સામેથી આવતી હતી તો તને જોઈ ગઈ તો મને થયુ કે તારી સાથે જ કલાસરૂમમાં જાવ.

ધવલ : વાહ વાહ. આજે તો અમારા નસીબ ખુલી ગયા એમને !

પૂજા : જા ને હવે.

ધવલ : ક્યાં છે તારી પી.એ.

પૂજા : એટલે ?

ધવલ : અરે તારી ફ્રેન્ડ !

પૂજા : અરે હા. આજે એની તબિયત સારી નથી તો ઘરે છે. મેં સવારે કોલ કર્યો હતો તો કહે કે " મને તાવ છે સો હું કોલેજ પર નહીં આવું "

ધવલ : ઓહ. એને કહે જે કે ધ્યાન રાખે અને ડોકટરને બતાવી આવે.

પૂજા : હા કહી દઈશ પણ તું મને એ કહે કે તારો ચમચો ક્યાં ?

ધવલ : ચમચો !?

પૂજા : હા પેલો આળવીતરો લખન , તારો ભાઈબંધ.

ધવલ : ઓ હેલો. એ મારો ચમચો નથી હો. મારો ભાઈ છે સો હવે ક્યારેય બીજી વાર એને ચમચો ન કહેતી હો.

પૂજા : હા હો.

એટલી વારમાં બંને ક્લાસરૂમમાં પાસે પહોંચી જાય છે.
બંને પોત પોતાની બેન્ચ પર બેસી જાય છે. થોડીવાર માં લખન આવે છે અને એ પણ ધવલની સાથે એની બેન્ચ પર બેસી જાય છે.

લખન : એલ્યા ધવલા. આ પૂજાની પેલી ફ્રેન્ડ ક્યાં ?

ધવલ : મને શું ખબર.

લખન : અરે તો પૂજા ને પૂછ ને !

ધવલ : કેમ ભાઈ ? તને શું થયું છે ? કેમ તું એ મોહતરમાં વિશે પૂછે છે ?

લખન : અરે એમ જ હવે હો.

ધવલ : કંઈક દાળમાં કાળું લાગે છે મને તો !

લખન : ના હવે એવું કંઈ નથી હવે. બસ આતો મને એ દેખાણી નહીં ક્યાંય એટલે મેં તને પૂછ્યું.

ધવલ : ઓહ એવું છે એમને ! બીજું કંઈ તો નથી ને ! કે જે હો અમને કઈ હોય તો.

લખન : અરે કઈ નથી હવે. માણસ ક્યારેય એમ જ પૂછે પણ નહીં ?

ધવલ : હા પૂછે ને પણ તું ક્યાં માણસ છે.

લખન : એટલે તું કહેવા શુ માંગે છે ભાઈ ?

ધવલ : કઈ નહીં હવે ! ચુપચાપ બેસ ને વાયડી.

ધવલ અને લખન આમ વાતો કરતા જ હોય છે ત્યાં જ કલાસરૂમમાં પ્રોફેસર આવી જાય છે. બધા વિદ્યાર્થીઓ શાંતિથી ભણવા લાગે છે. થોડી વાર બાદ લેક્ચર પૂરો થાય છે અને બીજા લેક્ચર લેનાર પ્રોફેસરની રાહ જોવે છે.

લખન : એલ્યા એય ધવલા. પેલી પૂજા એકલી બેઠી છે. જા એની પાસે બેસ ને. બિચારી એકલી એકલી મુંજાય ન જાય હો.

ધવલ : તને કઈ થયું છે ભાઈ આજે ?

લખન : ના રે. કેમ ?

ધવલ : હા તો શુ છે ભાઈ તારે ? થોડી વાર પૂજાની ફ્રેન્ડ વિશે પૂછે છે તો થોડી વારમાં તને પૂજાની ચિંતા થાય છે તને.

લખન : અરે એ તો એમ જ.

ધવલ : હા તો ચૂપચાપ બેસ હો.

લખન : ( જોરથી ) એ પૂજા , આ ધવલ ને કઈક કામ કે તો તારી પાસે આવે છે . તને કઈ વાંધો તો નથી ને !

પૂજા : ના ના મને કંઈ વાંધો નથી.

લખન : જા ભાઈ. આપકા બુલાવા આ ગયા.

ધવલ : લખન સામે જોતો જોતો પૂજા પાસે જાય છે અને એની સાથે એની બેન્ચ પર બેસી જાય છે.

ક્રમશઃ

More Updates nd More Poetry Follow Me On Instagram..

@ dhaval_limbani_official

Next Part Coming Soon...
for More Update

follow Me On Instagram
@dhaval_limbani_official.

મિત્રો આજ કાલ મેં વીડિયો કવિતાઓ બનાવવાની શરૂઆત કરી છે જે મારા આવાઝમાં અને મારી પોતાની કવિતાઓ છે તો એ સાંભળવા જરૂરથી મને ઇન્સ્ટાગ્રામ પર ફોલો કરો. સાથે જ નવા નવા Quotes પણ લખું છુ તો એ પણ તમને ત્યાં વાંચવા મળી જશે. તો પ્લીઝ ફોલો કરવાનું ના ભૂલતા.

@dhaval_limbani_official