naam me kya rakkha hai - 20 in Gujarati Fiction Stories by Dhaval Limbani books and stories PDF | નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૨૦

Featured Books
Categories
Share

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૨૦

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૨૦ 😊

બસ એટલી જ વાત કરી અને ભૂમિનો ફિયાન્સ ત્યાંથી નીકળે છે. થોડીવાર જતા ફરી ઓફિસનો પટ્ટાવાળો આવે છે અને કહે છે કે મને સર એમની ઓફિસમાં બોલાવે છે.

હું તરત જ સરની ઓફિસમાં ગયો. સર એ મને બધી વાત કરી અને એ વાત સાંભળતા જ મારા તો હોશ ઉડી ગયા.કેમ કે ભૂમિનો ફિયાન્સના સર સાથે મારા સરની કંપની સાથે કોલબ્રેશન થયું હતું જેથી ભૂમિનો ફિયાન્સ હવે દરરોજ મારી સાથે કામ કરવાનો હતો.

મને તો એમ જ લાગતું હતું કે જે વસ્તુથી હું દૂર જવા માંગુ છું એ જ વસ્તુ ફરીને મારી પાસે આવે છે. હું બધા ને છોડીને દૂર જતો રહ્યો હતો પણ ખબર નહીં પણ આ પેલો ભૂમિનો ફિયાન્સ ક્યાંથી ઉડીને અહીં નીચે પડ્યો. એક તો માંડ માંડ મેં પોતાની જાતને સંભાળી હતી ને હવે ફરીથી પેલો મારા ઘા પર મીઠું લગાવવા આવી ગયો હતો.

થોડીવાર બાદ સરની કેબિનમાંથી બહાર નીકળીને મારી કેબિનમાં આવી જાવ છું.એટલી જ વારમાં ભૂમિનો મેસેજ મારા ફોન પર આવે છે.

" મને વાત મળી કે તું આજે મારા ફિયાન્સને મળ્યો હતો ? "

મેં મેસેજનો જવાબ આપતા કહ્યું કે , " હું નહીં પણ એ ભાઈ સાહેબ મને મળ્યા હતા અને વાત રહી તારા ફિયાન્સની તો એનાથી મને કોઈ ફેર પડતો નથી."

થોડી જ વારમાં ફરી ભૂમિનો રીપ્લાય આવ્યો અને અમારી વાતોનો દોર શરૂ થયો.

" કેમ એમ બોલે છે ? ભૂમિએ કહ્યું.

" બસ મારી મરજી છે અને આમ પણ આપણા દેશમાં લોકશાહી છે તો કોઈ પણ વ્યક્તિ કઈ પણ વસ્તુ બોલી શકે છે" મેં સામો જવાબ આપતા કહ્યું.

ભૂમિ : યાર પ્લીઝ આમ વાત ન કર. મને ખબર છે તું શા માટે આવી રીતે વાત કરે છે.!

હું : હા તો ખબર હોય તો ના વાત કરાય ને ! શા માટે સામેથી મેસેજ કરો છો ?

ભૂમિ : સો......રી..... મારી ભૂલ થઈ ગઈ. હવે નહીં કરું મેસેજ.

હું : હા .... તમારો ખૂબ ખૂબ ઉપકાર...!

ભૂમિ : .......

આવો મેસેજ જોઈને હું પણ ભૂમિને મેસેજ કરવાનું બંધ કરુ છું. મને પોતાને ખબર ન હતી કે હું કઈ રીતે ભૂમિ સાથે વાત કરું છું કે પછી મને શું થાય છે ! એ મને પોતાની ખબર ન હતી.

ભૂમિએ મને ના પાડી ને બીજા સાથે સગાઈ કરી એ ગુસ્સો હતો કે પછી એનો ફિયાન્સ મારી સાથે કામ કરવાનો હતો એનો ગુસ્સો હતો.

મને તો કઈ સમજાતું ન હતું.હું તો બસ મારા વિચારોમાં ખોવાયેલો હતો.આખો દિવસ આમ જ વિચારોમાં ગયો. સાંજે મારા રૂમ પર પાછો આવ્યો અને બેડ પર સૂતો.ખબર નહીં પણ કેમ અચાનક મને ખુબ ઊંઘ ચડી ગઈ અને હું સુઈ ગયો. ઓફિસના કપડામાં જ સુઈ ગયેલો.ના શૂઝ કાઢ્યા અને ના બ્લેઝર. હું તો બસ આમ જ સુઈ ગયો.

અડધી રાત્રી થતા મારી આંખો ઉઘડી.આંખ ઉઘડતા જ ખૂબ તરસ લાગી.બેડ પરથી ઉભો થઈ પાણી પીધું.પાણી પી હજુ બેડ પર આડો પડતો જ હતો એવામાં જ ખબર પડી કે હું એના એ જ કપડામાં સુઈ ગયો છું.તેથી મેં ફટાફટ નાઈટ ડ્રેસ પહેર્યો અને ફરી બેડ પર આડો પડ્યો.
સાથે જ મોબાઈલ પણ ચાર્જમાં મુક્યો.મોબાઈલમાં જોયું તો રાત્રીના ત્રણ વાગ્યા હતા. ફરી મોબાઈલ બાજુમાં મૂકીને હું સુઈ ગયો.આ વખતે ઊંઘ આવતા બોવ જ સમય લાગ્યો. આમ તેમ પડખા ફેરવ્યા પણ ઊંઘ ન આવી. છેલ્લે કંટાળીને મોબાઈલમાં ધીરા અને સોફ્ટ સોન્ગ શરૂ કર્યા. એ સાંભળતા જ સાંભળતા જ ઊંઘ આવી ગઈ અને મોબાઈલના સોન્ગ એમ જ ચાલુ રહી ગયા.

સવારે ઉઠીને જોયું તો મોબાઈલમાં સોન્ગ ચાલુ હતા. આંખ મિચોળતો મિચોળતો મેં મોબાઈલ હાથમાં લીધો. મોબાઈલનો લોક ખોલ્યો તો મને કેટલાય મેસેજ જોવા મળ્યા. આશરે પચાસ થી સાઈઠ જેટલા મેસેજ હતા. એ મેસેજ પર ક્લિક કર્યું તો એ બધા જ મેસેજ ભૂમિના હતા.

મેં બધા જ મેસેજ વાંચ્યા અને વાંચ્યાની સાથે જ મેં મોબાઈલ દીવાલ પર ઘા કર્યો અને.......

ક્રમશઃ

આપ સૌ લોકો મને જે રીતે સપોર્ટ કરો છો એ બદલ આપનો ખુબ ખુબ ધન્યવાદ..

ખાસ વિનંતી કે આપ સૌ મારી કોઈ પણ રચનો વાંચો તો એમાં તમારો પ્રતિભાવ જરૂરથી આપજો.

(મારા વ્હાલા વાંચક મિત્ર થોડા દિવસથી કામમાં વ્યસ્ત છું અને સાથે સાથે મારી પરીક્ષા પણ શરૂ છે પણ આપ સૌના ઘણા બધા મેસેજ અને પ્રેમને જોઈ આ વખતે નાનો એવો ભાગ રજુ કર્યો છે.)

For more updates Follow Me In instagram
@dhaval_limbani_official