naam me kya rakkha hai - 18 in Gujarati Fiction Stories by Dhaval Limbani books and stories PDF | નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૮

Featured Books
Categories
Share

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૮

નામ મેં ક્યાં રખ્ખા હૈ - ૧૮ 😊

ભૂમિ : ( મુરતિયા ને ) ચૂંટકી ને તો તમે ઓળખો જ છો એટલે એના વિશે તો કહી કહેવાની તો જરૂર છે જ નહીં પણ આ છે મારો બેસ્ટ ફ્રેન્ડ. અમે ઘણા સમય થી સાથે છીએ અને એક બીજાને બધી વાતો , પ્રેબ્લેમ શેર કરીએ છીએ. આ મારો જીગરી યાર છે.

મુરતિયો : ઓહ હો વાહ સરસ પણ ભૂમિ આનું નામ શું છે ?

ભૂમિ : અમે લોકો આમ તો Drecu કહીએ છીએ એટલે કે Dreculla .

મુરતિયો : ઓહ હો વાહ. ખૂબ સરસ. એક દમ અલગ નામ છે હો પણ સાચું નામ શું છે ?

હું : અરે ભાઈ નામ મેં ક્યાં રખ્ખા હૈ !

ભૂમિ : હા.

ચૂંટકી : ચાલો તો આપણે હવે જમવા બેસીએ.

હું : અરે ના ના. તમે લોકો જમી લો.

ચૂંટકી : અરે પણ કેમ ! કેમ તું ના પાડે છે ?

હું : અરે ડિયર. આ બંને નવા કપલ ને સાથે બેસીને જમી લેવા દે. આપણે પછી ક્યારેક જમી લઈશું.

મુરતિયો : અરે અરે. એવું કહી નથી. તમ તમારે આવો ને અમારી સાથે. અમારી સાથે જ જમવા બેસી જાઓ.

હું : અરે ના ના. તમે જમી લો. આજે તમેં બંને પહેલી વાર જમવા સાથે બેઠા છો તો આ પળો ને માણી લો અને આમ પણ મને કબાબ માં હડ્ડી બનવાનો શોખ નથી.

ભૂમિ : ( મુરતિયા ને ) અરે તમે એને ફોર્સ ના કરો. એ બોવ જિદ્દી છે. એ નહીં માને તમારી વાત.

હું : હા એક દમ સાચું કહ્યું ભૂમિ એ.

ચૂંટકી : ( ભૂમિ અને મારી સામે જોતી જોતી ) જીજુ ( પરાણે ) આ બંને સરખા છે. આ બંને બોવ જ જિદ્દી છે. તમે આ બંનેની વચ્ચે ન પડો. જે કહે છે એ જ કરો બાકી તમારું માથું દુખવા લાગશે.

મુરતિયો : ઓહ એવું છે.તો તો હવે વચ્ચે આવવું જ નથી. ખોટો હું વચ્ચે આવ્યો.

હું : હા હો ખરેખર તમે મારી અને ભૂમિની વચ્ચે આવ્યા.

ભૂમિ અને ચૂંટકી મારી સામે જુએ છે અને એ જાણી જાય છે કે હું શું કહેવા માગું છું એ.

મુરતિયો : શુ ?

હું : અરે કહી નહિ. તમે શાંતિથી જમી લો. આમ પણ મારે બોવ જ જરૂરી કામ છે તો હું પણ હમણાં નીકળું જ છું.

ચૂંટકી : બસ તું જાય છે ?

હું : હા. સારું તો બધા આવજો અને હા ફરીવાર તમને અને ભૂમિને ખૂબ ખૂબ અભિનંદન. હંમેશા બંને આગળ વધતા રહો અને ખુશ રહો.
એક બીજા ને સમજજો અને સપોર્ટ કરજો બસ.

મુરતિયો : ખૂબ ખૂબ આભાર. તમે ચિંતા ન કરો. તમારી ફ્રેન્ડને કઈ પણ જાતની કમી મહેસુસ નહીં થવા દવ.

હું : વાહ ખૂબ સરસ લ્યો. સારું ચાલ ભૂમિ હું નીકળું છું. તારું ધ્યાન રાખજે.

ભૂમિ : સાંભળ. જમી ને જજે.

હું : ના યાર ભૂમિ. મારે એક કામ છે તો એ સમયસર પુરુ નહીં થાય.

ભૂમિ ( સમજી જાય છે ) હા સારું જા. તારું ધ્યાન રાખજે.

ચૂંટકી : ચાલ હું તને ગેઇટ સુધી મુકવા આવું છું.

હું : અરે ના ના. એની કઈ જ જરૂર નથી. હું જતો રહીશ.

ચૂંટકી : ના ના હું આવું છું.

હું : તું પણ જિદ્દી છે નહીં માને ને ! સારું ચાલ.
સારું ચાલો આવજો બધા

ગેઇટ પાસે પહોંચતા

ચૂંટકી : શુ યાર તું પણ ! બધા ની સામે એમ બોલાય.

હું : લે હું વળી શુ બોલ્યો ?

ચૂંટકી : ઓ હેલો " તમે મારી ભૂમિની વચ્ચે આવ્યા છો " એવું કોણ બોલ્યું હતું ?

હું : અરે એ તો એમ જ હવે.

ચૂંટકી : હા એ તો મને ખબર જ છે હો. એ એમ જ હતું કે નહીં એ.

હું : સારું ચલ. હવે હું જાવ. મારે ખરેખર કામ છે. તું મને પછી નિરાંતે કોલ કરજે.

ચૂંટકી : હા સારું સારું. જા પણ બહાર કઈક જમી લે જે. મને ખબર છે કે તું અહીં શા માટે નથી જમ્યો.

હું : હા હવે. તને મારી બધી ખબર હોય નહીં.

ચૂંટકી : હા હો બધી જ.

હું : સારું પણ હવે નહીં ખબર પડે કઈ પણ.

ચૂંટકી : એટલે ?

હું : કઇ નહીં.
એમ કહી હું ત્યાંથી નીકળી જાવ છું.

ક્રમશઃ

For More Update
Follow me In Instagram - @dhaval_limbani_official