ચાણક્ય આશરે ઈસવીસન પૂર્વે 350 વર્ષ પહેલા થઈ ગયા. તેઓ વિષ્ણુગુપ્ત અને કૌટિલ્ય જેવાઅન્ય નામો થી પણ ઓળખાય છે. તેઑ એક શિક્ષક, અર્થશાસ્ત્રી, ફિલોસોફર હતા. ચાણક્ય તેમની કૂટનીતિ(Chanakya Niti) માટે પ્રસિદ્ધ હતા. અહી ચાણક્ય ના કેટલાક મહત્વપૂર્ણ સૂત્ર આપેલ છે.
ચાણક્ય(Chanakya) એ નંદ વંશ સાથે બદલો લેવા માટે ચન્દ્ર્ગુપ્ત મૌર્ય વડે નંદ વંશ ને ખતમ કરાવી મૌર્ય વંશ ની સ્થાપના કરાવી હતી. તેઓ પોતાનું જીવન એક દમ સરળતા થી વિતાવતા હતા. તેઓ એ પોતાનું શિક્ષણ તક્ષશિલા માં થી પૂરું કર્યું હતું.
* એક અભણ વ્યક્તિનું જીવન કૂતરાની પૂંછડી જેવુ હોય છે જે ના તો તેના પાછલા ભાગ ની રક્ષા કરી શકે છે, ના તો તે બીજા જીવ-જંતુ ને દૂર ભગાડી શકે છે.
* જે વ્યક્તિ શક્તિ ન હોવા છતાં પણ મનથી હાર સ્વીકારતી નથી, તેને વિશ્વની કોઈ શક્તિ પરાજિત કરી શકતું નથી.
* સંતુલિત મન જેવી કોઈ સરળતા નથી, સંતોષ જેવુ કોઈ સુખ નથી, લોભ જેવો કોઈ રોગ નથી અને દયા જેવો સારો ગુણ નથી.
* જે તમારા મનમાં છે તે તમારા દૂર હોવા છતાં પણ દૂર નથી અને જે મનમાં નથી તે પાસે હોવા છતાં પણ દૂર છે.
* પોતાનું અપમાન કરીને જીવવાં કરતાં મરીજવું સારું કેમ કે મરવાથી એકજ વાર દુખ થાય છે જ્યારે અપમાનિત જીવન જીવવાથી અનેક વાર દુખ થાય છે.
* નસીબ તે લોકોની તરફેણ કરે છે જે મુશ્કેલ પરિસ્થિતિઓ વચ્ચે પણ તેમના લક્ષ્યો પ્રત્યે અડગ રહે છે.
* બુદ્ધિ થી પૈસા કમાવી શકાય છે પરંતુ પૈસા થી બુદ્ધિ નહીં.
* જો કુબેર પણ તેની આવક કરતા વધારે ખર્ચ કરવાનું શરૂ કરશે તો તે પણ કંગાળ બની જશે.
* મૂર્ખ લોકોની સાથે ક્યારેય ચર્ચા ના કરવી જોઈએ તે હમેશા આપના સમય નો વ્યય કરે છે.
* આળસુ વ્યક્તિનું વર્તમાન અને ભવિષ્ય હોતું નથી.
* વ્યક્તિ ઉચા સ્થાને બેસીને ઉન્નત થતો નથી, પરંતુ તે હંમેશાં તેના ગુણોથી ઉન્નત બને છે.
* અન્યની ભૂલોથી શીખો અને તમારી જાતે ભૂલો કરીને શીખવામાં તમારી ઉંમર ઓછી પડશે.
* ભગવાન મૂર્તિઓમાં રહેતા નથી, પરંતુ તમારી લાગણી તમારા ભગવાન છે અને આત્મા તમારું મંદિર છે.
* તમામ પ્રકારના ભયમાં સૌથી મોટો ભય એ નિંદા છે.
* એક જ સુગંધિત વૃક્ષ થી જેમ આખું જંગલ સુગંધિત થાય છે તેમ એક ગુણવાન પુત્ર દ્વારા આખાં કુટુંબ ની નામના વધે છે.
* કોઈ શિક્ષક સામાન્ય નથી, પ્રલય અને નિર્માણ તેના ખોળામાં રમે છે.
* ચાણક્યના મત પ્રમાણે જે વ્યક્તિ પોતાની શક્તિ અને ક્ષમતાઓની વાસ્તવિકતાનું જ્ઞાન રાખે છે અને હાનિ થવા પર દુઃખ સહન કરવાની શક્તિ રાખે છે. વિચલિત થતા નહી અને ધર્મને અપનાવતા આ સમયને વ્યતીત કરો છો એ પ્રકારના વ્યક્તિ બુદ્ધિમાન કહેવાય છે.
* ચાણક્યના મત પ્રમાણે સારા કાર્યોને અપનાવવું અને ખોટા કર્મોથી અંતર બનાવી રાખવું સમજદારની વ્યક્તિની નિશાની છે. આ પ્રકારના વ્યક્તિ સદૈવ વિવાદોથી દૂર રહે છે અને પોતાના બુદ્ધિના બળ પર સફળતા પ્રાપ્ત કરે છે.
* ચાણક્યના મત પ્રમાણે સમજદાર વ્યક્તિ તે જ છે, જે સફળ હોવાના પૂર્વે પોતાની યોજનાઓને ખુલાસો ન કરે. જે વ્યક્તિના કર્તવ્ય, સલાહ અને પ હેલાથી લેવામાં આવેલ નિર્ણયને કાર્ય પૂર્ણ થવા પર જ અન્ય લોકોને જાણાકારી હોય, એવા વ્યક્તિ બુદ્ધિમાન કહેવાય છે.
* ચાણક્યના મત પ્રમાણે જે વ્યક્તિ પોતાના કાર્યોને પૂર્ણ કરવામાં કોઈ પ્રકારની અડચણથી ગભરાતા નથી અને નિરંતર પોતાના લક્ષ્યની તરફ અગ્રેસર રહે છે. શરદી અને ન તો ગરમી, ન ભય અને ન અનુરાગ, ન સંપત્તિ અને ન દરિદ્રતા દરેક બાધાઓને ઝેલવાની ક્ષમતા રાખે છે. તે વ્યક્તિ બુદ્ધિમાન કહેવાય છે. આવા વ્યક્તિ પર લક્ષ્મીજીની પણ કૃપા બની રહે છે...