કર્મોનો હિસાબ ( ભાગ :- ૨૧ )
શાલીની નો વિશ્વાસ તૂટી ગયો હતો જ્યારે આ તરફ તો ક્રિશ્વી જ તૂટી ગઈ હતી. એને હજુપણ વિશ્વાસ નહોતો આવતો કે પોતે જે વ્યકિતને બધુંજ સોંપ્યું એ વ્યકિત આવી નીકળી. ચોધાર આંસુએ રડી એ ત્યાજ ઢળી પડી.
શાલીની પણ આ બધા ઘટનાક્રમ માં ભૂલી ગઈ હતી કે મન એ વ્યક્તિ હતો જે ક્રિશ્વી ને જીવથી વધારે વહાલો હતો. એને ક્યાંકને ક્યાંક એવું લાગ્યું કહેવામાં ઉતાવળ થઇ ગઇ.
શાલીનીને આ વાત ધ્યાનમાં તરતજ તે ક્રિશ્વીના ઘરે જવા નીકળી ગઈ. ઘરે જઈ જોયું તો ક્રિશ્વી ત્યાં નિસ્તેજ, બેબાકળી બની રડી રહી હતી. શાલીની એ સાંત્વના આપી અને પોતાના આલિંગનમાં જેમ કોઈ બાળકને ભીંસી લે એમ ભીંસી નાખી.
ક્રિશ્વી એમજ શાલીની ના આલિંગનમાં પડી રહી. મન સતત ફોન જોડતો રહ્યો પણ આ તરફ શાલીની કે ક્રિશ્વી કોઈપણ રીતે મન સાથે વાત કરી શકે એ મૂડમાં નહોતાં.
***
હોસ્પિટલના બિછાને પડેલો મન આ બધોજ જીવનનો ઘટનાક્રમ જાણે નજર સમક્ષ નિહાળી રહ્યો હતો. એણે શું કર્યું એને ખબર હતી અને એટલેજ એ આજેપણ એ કર્મોની સજા ભોગવી રહ્યો હતો. એણે કર્મો પણ જાતે કર્યા અને સજા પણ જાતેજ નક્કી કરેલી.
કાવ્યા, ક્રિશ્વી, શાલીની હોય કે અનન્યા મનના જીવનમાં આવેલા દરેક પાત્ર એ એકદમ યોગ્ય કર્યું હતું, એ પાત્રો ક્યાંય પણ, ક્યારેય પણ ખોટા હતાં જ નહીં પણ આ મન નામના શેતાની વ્યક્તિત્વ એ બધાની લાગણીઓ સાથે રમી પોતાનું ધાર્યું કર્યું હતું. ક્યારેય એ લાગણી, પ્રેમના લાયક જ નહોતો.
***
ક્રિશ્વી અને શાલીની હવે સ્થિર થઈ હતી અને લાગણીઓથી પરે થઈ હવે વિચારવું હતું, કોઈ નિર્ણય પર આવવું હતું. આથી ફ્રેશ થઈ આ વિષય પર વાત કરવા બેઠા કે આ સંબંધનું, આ વ્યક્તિનું આગળ શું કરવું.
એક તરફ મનના ફોન આવતા હતા તો બીજી તરફ માનસિક યુદ્ધ ચાલતું હતું. આખરે ક્રિશ્વી અને શાલીની બીજા દિવસે મળી શાંત મને આગળ શું કરવું એ માટે ભેગા થવાનું નક્કી કર્યું. ત્યાં સુધી મન ને મેસેજ કરી કહ્યું કે તું હમણાં કોઈ કોલ કે મેસેજ ના કરતો.
મન પાક્કો ખેલાડી હતો એ જાણતો હતો ક્રિશ્વીની લાગણીઓ. ક્રિશ્વી કંઇપણ વિચારશે પણ રાખશે તો જોડે જ. શાલીની કંઇપણ કરશે ક્રિશ્વી મને સાથે રાખજે જ એવો મનને દ્રઢ વિશ્વાસ હતો.
મન હોય, ક્રિશ્વી હોય કે શાલીની હોય બધાની આખી રાત એક ઉદ્વેગ અને અસમંજસમાં ગઈ. આ બધું બન્યા પછી મન પણ થોડો અસ્થિર થયો હતો આથી અનન્યા સાથે પણ રાત્રે વાત ન કરતા અનન્યા ને એકલી મૂકી સૂઈ ગયો હતો. કદાચ અનન્યા કરતા ક્રિશ્વી ને વધુ મહત્વ આ પળમાં આપ્યું હતું. મને આવું પહેલીવાર કર્યું હતું આથી અનન્યા પણ સૂઈ શકી નહોતી.
બીજા દિવસે ક્રિશ્વી અને શાલીની ભેગા થયા. શાલીની સમજી ચૂકી હતી કે મન પ્રેમ તો દૂરની વાત દોસ્તીને લાયક પણ નથી. આથી પોતાની આ વાત શાલીની એ બેધડક ક્રિશ્વી ને કરી હતી.
ક્રિશ્વી એ માનવા તૈયાર નહોતી. ક્રિશ્વી બસ આ ઘટના કહો કે દુર્ઘટના ને નિયતિનો ખેલ માની રહી હતી ને પોતાની જાત પર વિશ્વાસ હતો કે ક્યાંકને ક્યાંક ક્યારેક ને ક્યારેક મન એનો થશે ને સાચવશે. જો એવું નહીં થાય તો ઓકે. તુટી પડેલી ક્રિશ્વી જાણે પોતાને જ સાચવી રહી હતી અને શાંત્વના આપી રહી હતી.
કદાચ આજની સ્થિતિથી વધુ એને એના પ્રેમ પર વિશ્વાસ હતો અને આ તરફ મન તો બસ બધા લોકોને છેતરવા જન્મ્યો હોય એવુંજ કરી રહ્યો હતો. બધાના જીવનમાં મહત્વ પણ જોઈતું હતું અને બધાને શરીરથી ભોગવવા પણ હતા.
મન જાણે એક વહેશી, પિશાચી, દરિંદો થઈ ગયો હતો. કોઈજ લાગણીઓ નહીં બસ શરીરની ચાહત હતી, પ્રેમ હતો એ પણ શરીર સાથે. મન એક નંબરનો બોગસ, થર્ડ ક્લાસ માણસ હતો. જેના માટે કચરાથી સારી કોઈ જગ્યા જ ના હોઈ શકે. એવોજ અદ્દલ કર્મોની હિસાબ હોઈ શકે. એટલે જ સમયે એને એ જ સુજડ્યું અને આજે એને એની યોગ્ય જ્ગ્યાએ લાવી ઊભો કરી દિધો હતો.
*****
શું શાલીની મનને માફ કરશે?
અનન્યા ને ખબર પડશે તો શું કરશે?
ક્રિશ્વી નો પ્રેમ જીતશે કે મન ના ક્ષડયંત્રો?
પ્રેમ અને શારીરિક સંબંધ શું જીતશે?
આ જાણવા વાંચતા રહો કર્મોનો હિસાબ.
*****
તમને કેવી લાગી વાર્તા, કેવો રહ્યો અનુભવ એ માટે તમે પ્રતિભાવ, સૂચન આપી શકો છો. Email :- feelingsacademy@gmail.com અને https://www.instagram.com/feelings.academy/ આવી જ વાર્તાઓ વાંચવા જોડાયેલા રહો. મારી બીજી પ્રકાશિત વાર્તાઓ પણ વાંચી પ્રતિભાવ આપી શકો છો.
જય ભોળાનાથ...
Feelings Academy...