*++ પ્રેમ મુલાકાત મિલન ઝરૂખેથી
કેટલી યાદો હું અમદાવાદમા છોડીને આવ્યો હતો.નીંદર મારી ગાયબ થઈ ગઈ હતી.હું આમથી તેમ પડખાં ફેરવે જતો હતો અને જેને લઈને આવતા પલંગના અવાજને કારણે મમ્મી પણ બબડતી હતી કે,અલ્યા પ્રથમા પડખાં ઘસવાનું છોડ...."સૂઈ જા....બહુ રાત વીતી ગઈ છે.અહીંયા ઊંઘ પણ મારી વેરાન બની હતી ....શું કરું ?પછી ....પડખાં જ ફેરવું ને.....હું પોતે જ હું નહોતો રહ્યો.બધું જ ભૂલી ગયો હતો.આ જગતને ભૂલીને પ્રેમજગતમાં ચાલી ગયો હતો....છેક મોડી રાત્રે ઊંઘ આવી હતી.સવારના સાત થયા હતા ....ત્યાં પ્રથમેશ ઉઠવાનું નથી,મમ્મીએ મારા ખાટલા આગળ આવીને કહ્યું....હું એકદમ ચોંકી ઉઠ્યો અને આકાશમાં ઊંચે ઉડતા પક્ષીને નીચે પાડવામાં આવે તેમ હું નીચે પછડાયો....એકાએક મમ્મીની સામે જોઇને કહ્યું,તું. તું વળી,ક્યાં મને મોડે સુધી ઊંઘવા દેવી એવી છે.......સાત થઈ ગયા હતા,એટલે મને થયું કે હવે તને ઉઠાડું."સારું કર્યું,નહિતર મને સમયનું ભાન જ ન રહેતું...હું ચા મૂકું છું અને તું બ્રશ કરીને ....આમ કહીને મમ્મી ત્યાંથી ચાલી ગઈ.
હું અને મમ્મી ચ્હા પિતા હતા ત્યાં આન્ટી .....આન્ટી નામની બૂમો પાડતી દર્પણા આવી ચઢી.મને આમ અચાનક આવેલો જોઈને ક્ષણાર્થ તે ચોંકી ગઈ.દર્પણા મારા ચહેરા સામે જોઈ રહી હતી.જાણે કોઈ અજાણ્યો ચહેરો જોતી ન હોય.....!એણે કલ્પના કરી નહોતી કે હું આવી રીતે....એનો પાંપણ પર ચોંટેલા આંસુ હું જોઈ શકતો નહતો.મેં સ્મિત સાથે અરે,પગલી....તારા ચહેરા પર આંસુ શોભતાં નથી.અને ....આંસુ સાથેના ખરડાયેલા ચહેરા સાથે તે મને લપેટાઇ ગઈ.મારાથી માંડમાંડ અલગ કરતાં ચલ...મારી નજીક બેસ....ચા પીને જા...મેં તેના ચહેરા પરથી અશ્રુબિંદુઓને લૂછતાં કહ્યું.મમ્મી રસોડામાં કપ લેવા ગઈ.હજુ પણ દર્પણા દિવેટની સ્થિર જ્યોતની જેમ મારા ચહેરા પર જોયે જ રાખતી હતી....તેની આંખોમાં અનેક સવાલો મને દેખાતા હતા.ઘડીભર મને શું બોલવું એ ન સૂઝયું.હું હજુ કંઇક બોલવા જતો હતો તે પહેલા જ દર્પણાએ કહ્યું જગ્ગુભૈયા,તમારી દિલ લૂંટનારી .....દિવાળીમાં....મેં તરત જ આંગળીના ઇશારે ચૂપ રહેવા કહ્યું.હા...તમને કહી દઉં કે,તમે ઋત્વિના નિર્દોષ દિલ સાથે રમતા નહીં....તેને આવેગમાં આવીને કહ્યું અને એના પાછળનો ઈશારો પણ હું સમજી ગયો હતો.પણ અમારી બંન્નેની વાતના શબ્દો મમ્મીના કાને પડ્યા...."કોની સાથે રમવાની વાત ચાલે છે"આ ઉંમર તમારી રમવાની છે .....રસોડામાથી ખાલી કપ લાઈને આવતા મમ્મીએ કહ્યું.
ના,મમ્મી વાત એવી છે ને કે દર્પણા કોલેજની ઇન્ટર વોલીબોલ ટુર્નામેન્ટમાં ભાગ લેવાનું જણાવી રહી હતી. ...બરાબર દર્પણા,મેં તેને આંખ મારતા કહ્યું.મમ્મીને જણાવ ને દર્પણા.....મારી સામે કટાણું મોઢું કરીને હા...હા..આન્ટી ,દર્પણાએ કહ્યું.ચ્હા પીધા પછી મેં સવારનું છાપું હાથમાં લીધું.મમ્મી રસોડાનાં કામમાં પરોવાઈ ગઈ.છાપું તો મારા હાથમાં હતું,પણ ચિત્તની મૂંઝવણે મને અસ્થિર બનાવી મૂક્યો હતો.દર્પણાના તે શબ્દો હજુ પણ....મને લાગ્યું કે,અત્યારે મારે,મમ્મીની સાથે ઋત્વિની વાત કરવી યોગ્ય નથી લાગતું.સમય આવશે ત્યારે સમજવીશ...અત્યારે તો કુણી કૂંપળ જેવા તેના પ્રેમનો સહવાસ તો મેળવી લઉં....મેં વિચાર્યું કે,ભલે મમ્મી આધુનિક પેઢીના વિચારો સાથે સંમત ન થાય,પણ પોતાના દીકરાની લાગણીને તો જરૂર સમજશે.હું મૂંઝવણમાં ડૂબેલો હતો ત્યાં જ દર્પણા ઓહ....જગ્ગુભૈયા કહીને મોટેથી બોલી.મારી આંખો એકદમ સ્થિર થઈ ગઈ...તે બોલવા લાગી તમે ઘડીક નવરા થયા નથી ને ત્યાં જ ઊંડા વિચારોમાં ડૂબી જાઓ છોશું જાદુ કર્યો છે તમારી એ .....શ................શ............શ ......................શ..............ધીમા અવાજે બોલવાનો મેં ઈશારો કર્યો,પણ તમને યાદ છે ને જગ્ગુભૈયા મારા એ શબ્દો....એના પર તો હું વિચારી રહ્યો હતો.તું મારા પર બધું છોડી દે.મેં બધુ વિચારી લીધું છે જો તારી મદદની જરૂર પડશે તો તું મને મદદ કરીશ ને ....?મારી આસકિત મારી આંખમાં નિતરતી હતી, અરે,એમાં કંઇ પૂછવાનું હોય.....તેને સ્મિત સાથે જવાબ આપ્યો.
હાલમાં તો આપણે ઋત્વિની વાત કરવી નથી.મેં મમ્મીને કહેવાનો પ્લોટ ઘડી કાઢ્યો છે. મેં તેની હથેળી મારા હાથમાં દબાવતા કહ્યું.ઓકે ...ઓલ ધ બેસ્ટ ભૈયા...નવા વર્ષનો પ્રથમ સૂર્યોદય તમારી દરેક આશાઓ પૂરી કરે એવી શુભેચ્છા અને નુતન વર્ષા અભિનંદન....કેમ અત્યારથી....!"હજુ તો બે દિવસ બાકી છે"મારા ચહેરા પર આશ્ચર્ય તરી આવ્યું.અરે,બુધ્ધુ હું આવતીકાલે મારા મામાના ઘરે જાઉં છું અને ભાઇબીજના દિવસે પછી આવીશ...તેણે ઉઠવાની તૈયારી બતાવતા કહ્યું.મેં તેને રોકવાની કોશિષ કરી,"બટ શી કુડન્ટ સ્ટે વિથ મી"શી વેન્ટ .... ....તેના ગયા પછી હું પણ કામમાં આટોપાઈ ગયો ,પણ મારા આંખની સામે ઋત્વિનો ચહેરો જ દ્રશ્યમાન થતો રહેતો હતો.તેનો હૂંફાળો સ્પર્શ....કેટલો કોમળ હતો તેનો સ્પર્શ....હું વિચારોમાં ખોવાયેલો હતો ત્યાં જ મમ્મીએ જગ્ગુ ...અલ્યા ઓ જગ્ગુ ....કયાં પાછો ખોવાઈ જાય છે વારેઘડીએ........હું એકદમ વિચારોમાંથી બહાર આવ્યો અને દિવાળીને લઈને મમ્મીની મદદમાં લાગી ગયો.અમારું ગામડું હતું એટલે દિવાળીની સાફસૂફીમાં બહુ મથામણ નહોતી,પણ ઋત્વિ આવવાની હતી એ ખ્યાલથી થોડી ઘરમાં સજાવટ કરવી હતી.સપનાઓનું લીલું તોરણ હૈયામાં બંધાતું હતું...એ નવલા દિવસનો મને ઇંતેજાર હતો.તેનો છુપો આનંદ પણ હતો.....પણ આ આનંદને કોની સાથે વહેંચવો...દર્પણા તો જતી રહી.એક ઊંડો નિશ્વાસ નંખાઈ ગયો.મેં ફટાફટ કામ પૂરું કર્યું અને ઝડપથી બાથરૂમમાં બાથ લેવા જતો રહ્યો.બાથ લઈને નીકળ્યો ત્યારે સુરજ ઢળવાની તૈયારીમાં હતો.થાકને લીધે મેં બહાર ઢાળેલા પાટીના ખાટલામાં લંબાવ્યું.એવામાં જગ્ગા ....જગ્ગા ....અમદાવાદથી તારો ફોન છે.દર્પણાના ઘરેથી બૂમો પડતી હતી.હું એકદમ બેઠો થઈ ગયો અને દર્પણાના ઘર તરફ દોડ્યો એ વિચારોથી કે ...નક્કી ઋત્વિનો જ ફોન હોવો જોઈએ...
મેં રિસીવર ઉપાડયું.હેલો...સામેથી ઋત્વિનો અવાજ....હેલો.....રૂપેરી ઘંટડી જેવો અવાજ....કેમ છે તું....હું એકદમ ઝડપથી બોલી ગયો.તેને પણ મને સામેથી પૂછ્યું. ત્યારપછી અમે સામસામે પ્રાથમિક વાતચીત કરી...મેં ધીરેથી કહ્યું ઋત્વિ....મને તારી બેચેની સતાવે છે. અચ્છા એમ વાત છે મિસ્ટર....તો તારી ઉદાસીનતાનો ઉકેલ લાવી દઉં ....ઋત્વિએ હસતાં કહ્યું.તને હસવાનું....સાંભળ તો ખરો મારી પૂરી વાત........હું અને કુંજલિકા બંને ભાઇબીજના દિવસે તારા ઘરે આવી રહ્યા છે.દર્પણા ઘરે મળશે ને....?ઋત્વિ સડસડાટ બોલી ગઈ. ખરેખર...કહે છે....હા ભાઈ હા....શું બોલી તું...ફરીથી બોલ તો....ભાઈ....તું મને ક્રોધિત કરવા માટે બોલી છું ને ....મેં તેને ગુસ્સાના સ્વરમાં કહ્યું.અરે,મિસ્ટર,તમે તો ગુસ્સે થઈ ગયા.હું તો મજાક કરતી હતી.સોરી.....ફરીથી ....મેં એને અમારી શરતો યાદ અપાવતાં કહ્યું.હું ફોન મૂકું છું.નહિતર આપણો સિલસિલો આવરીતપણે ચાલુ રહેશે.વધારે વાતચીત તારા ઘરે આવ્યા પછી કરીશું,પણ હા તું અમને બસસ્ટેન્ડ પર લેવા આવજે....અરે,હા એક વાત પૂછવાની ભૂલી ગઈ.શું આમારે ગોઝારીયા બસસ્ટેન્ડ પર ઉતરવાનું ને...?હા...પણ તમે લોકો બસમાં બેસો તે પહેલા મને ફોન કરજો.હું વચગાળાના સમયનો તાગ મેળવીને બસસ્ટેન્ડ પર પહોંચી જઈશ.બાય કહીને મેં રિસીવર મૂક્યું અને બહાર નીકળતો હતો ને કોણ આવે છે જગ્ગા ..?દર્પણાની મમ્મીએ સવાલ કર્યો.એ તો માસી....મારી સાથે અભ્યાસ કરતી બે છોકરીઓ આવે છે.આ બાજુ ફોન પર વાતચીત કર્યા પછી મારા મનનો અવરિત આનંદ સમાતો નહોતો.હૃદયના ધબકારા વાદળની જેમ ગડગડાટ કરતાં હતા.હું ઘરે ગયો ત્યાં એ જ પાછો સવાલ મમ્મીએ કર્યો,કોનો ફોન હતો બેટા....?મેં મમ્મીને સઘળી વાત જણાવી દીધી.કદાચ મમ્મીને ગમ્યું નહોતું....પણ મમ્મીએ મારી વાત શાંતિથી સાંભળી હતી.વાતનો વિરોધ કર્યો નહતો.વિચારો સાથે હું પાછો ખાટલામાં આડો પડ્યો.મૂડ આનંદનો હતો,વાતાવરણ પણ ક્લ્પનાશીલ અને રંગીલું હતું...એવામાં દિલની પરકકાષ્ઠાને રજૂ કરવા કોઈ માધ્યમ તો જોઈએ જ ને....શિવ પુરાણમાં પણ કહેવામા આવ્યું છે કે,દિલની અભિવ્યક્તિ પ્રદર્શિત કરવા માટે સંગીત સિવાય બીજું ઉત્તમ માધ્યમ કોઈ જ નથી.... શું કરું એમ વિચારતો હતો ત્યાં એક આઇડિયા....રેડિયો ચાલુ કરું...આમ વિચારીને હું રેડિયો લેવા ખાટલામાંથી ઊભો થયો. ....અંદરથી ટ્રાન્ઝિસ્ટર લાવીને ચાલુ કર્યો.સ્ટેશન સેટ કરતો હતો ત્યાં જ સાંભળવા મળ્યું શ્રોતામિત્રો હવે સાંભળો તમારી ફરમાઇશ પર આ રંગીલું ગીત અને તમારી સફરને બનાવો યાદગાર ....ગીતના શબ્દો હતા :
તુજે દેખા તો યે જાના સનમ,પ્યાર હોતા હૈ દીવાના સનમ
અબ યહાં સે કહાં જાયે હમ,તેરી બાહોંમે મર જાયે હમ
આ મારું ગમતું ગીત હતું. વોલ્યુમ થોડોક વધારી દીધો ત્યાં જ મમ્મી રસોડામાંથી બૂમો મારતી બહાર આવી ને કહેવા લાગી આ શું માંડ્યુ છે જગ્ગા...પાનનો ગલ્લો છે આ.....બેબાકળી બનીને મમ્મી બોલે જતી હતી.તો હું પણ તેને વધારે ક્રોધિત કરવા વધારે ને વધારે વોલ્યુમ વધારે જતો હતો. તે ધીમો કરતી તો હું વધારી દેતો હતો.... અમારી આ મીઠી ચપરચપર ગીત જ્યાં સુધી પૂરું ન થયું ત્યાં સુધી ચાલતી રહી.જો ગીત પૂરું થઈ ગયું ને .....કેટલું સરસ ગીત આવ્યું તું અને તે આવીને મારો મૂડ બગાડી દીધો. મેં ચહેરા પર ગુસ્સો અને હોઠમાં હસીને કહ્યું.જોયો મોટો ગીત સાંભળનારો ....આમ બોલીને મમ્મી પગ પછાડીને અંદર ચાલી ગઈ....
.... ક્રમશ: