Sharat - 2 in Gujarati Moral Stories by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | શરત - 2

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

શરત - 2

(મમતાબેન અને સુમનબેન બંને પ્રાંગણમાં બેઠાં અને મમતાબેને વાતનો દોર સાધતાં આદિ અને સુમનબેનની દિકરીનાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.)
_____________________________

પ્રસ્તાવ સાંભળી સુમનબેન અસમંજસમાં પડી ગયાં. એમનાં ચહેરાનાં ભાવ કળી મમતાબેન બોલ્યાં,
"વાંધો નહીં. પહેલાં તમે દિકરીની ઇચ્છા જાણી લો, પરિવાર સાથે વાત કરો પછી બધાંની સહમતી હોય તો જ આગળ વધશુ. મેં પણ હજી આદિ સાથે વાત નથી કરી. હું આદિની માહિતી લખીને લાવી છું." એ સુમનબેનને એક કાગળ આપતાં બોલ્યાં.

"હા, એ તો છે. બધાંની મંજૂરી જરૂરી છે જ પણ પહેલાં તમારા આદિ અને મારી ગૌરીની. એ પહેલાં તમે જેમ ખુલ્લાં મને સત્ય જણાવ્યું એમ મારે પણ મન ખોલવું જરુરી છે. કંઈક છુપાવવુ એ નહીં મને પરવડે ન તો ગૌરીને. આપણી વચ્ચે જ્ઞાતિનો ફર્ક તો છે જ એ સિવાય આપણે એકબીજા વિશે પણ કંઈ જાણતાં નથી. છસો કિલોમીટર જેટલી દૂરી છે એટલે રહેણીકરણી પણ અલગ ખરી!

"મારા કુટુંબમાં અમે પાંચ જણાં છીએ. હું, મારા પતિ, ગૌરી, આનંદ અને તેની પત્ની નેહા. અમે અહીં આનંદની ઈચ્છાથી જ દર્શન કરવા આવ્યાં છીએ. તમે જોઇ જ શકો છો, હું વધુ ચાલી નથી શકતી. ગોરીના પપ્પાની તબિયત પણ એવી જ. ઉંમરનો તકાજો છે. ગૌરી આનંદથી મોટી છે.... ખૂબ સમજું છે, લાગણીશીલ છે. એક પ્રાઈવેટ સ્કૂલમાં શિક્ષિકા છે. પણ એક કમી કહો કે કિસ્મત મારી ગૌરીને એક તકલીફ છે. ચારેક વર્ષ પહેલાં સ્કૂલેથી આવતાં એને અકસ્માત નડ્યો, બે દિવસ કૉમામાં રહી મારી ગૌરી. ડૉક્ટરના કહેવા પ્રમાણે ઈજાઓના કારણે એની માતૃત્વ ધારણ કરવાની શક્યતા ખૂબ ઓછી છે. આ પછી એણે નક્કી કર્યું કે એ ક્યારેય લગ્ન નહીં કરે. એને લાગે છે કે એ એની જવાબદારીઓ નહીં નીભાવી શકે. કોઈની અપેક્ષાઓ પૂર્ણ નહીં કરી શકે." સુમનબેન ભીની આંખે બોલ્યાં.

"ખોટું ન લગાડશો પણ સંતાનો તો જુસ્સામાં નિર્ણય લઇ લે પણ આપણે તો અનુભવી છીએ, દુનિયા વધુ જોઇ છે એટલે પ્રયત્ન તો કરવો જ રહ્યો. આમ જોવા જઈએ તો મારો સ્વાર્થ તો ખરો જ. હું પણ ઈચ્છું છું કે મારી પરીને માની મમતા મળે. જો ભવિષ્યમાં સંતાન ન હોય તો પણ પરી છે અને આજે તો વિજ્ઞાન કેટલું આગળ વધી ગયું છે. કેટલાંય વિકલ્પો ઉપલબ્ધ છે માતા-પિતા બનવાનાં. પહેલાથી હાર માની લેવી એ તો કોઈ ઈલાજ નથી. એક કામ કરીએ તો, તમે તમારા પરિવાર સાથે વાત કરો, હું મારા પરિવાર સાથે ચર્ચા કરી લઉં. પછી તો જેવી માતાજીની ઈચ્છા."

"જી... આપ સાચું કહો છો."

ત્યાં જ બે વર્ષની પરી કેતુલભાઇ સાથે આવતી દેખાય.

"અરે મમતા..આ પરીને પગ નહીં પાંખો આવી છે, એટલી દોડાદોડી કરી કે હું તો થાકી ગયો એમાં પાછી પડી એટલે એટલો જોરથી ભેંકડો તાણ્યો કે એને છાની રાખતાં દમ આવી ગયો. ચાલ હવે ઘરે જઈએ."

"શું તમે પણ ફરિયાદ કરો છો! બાળક છે અને આસપાસ જૂઓ તો ખરાં! આ સુમનબેન ગઈકાલે મળ્યાં હતાં એ. મેં જે તમને વાત કરી હતીને આદિ વિશે, એ જ ચર્ચા કરતાં હતાં."

"ઓહ... માફ કરજો બેન. મારું ધ્યાન નહોતું."

"ના...ના... ભાઇ વાંધો નહીં."

મમતાબેન, કેતુલભાઈ અને પરી ઘરે પાછા આવ્યાં. આદિ હજુ ઑફિસેથી પરત નહોતો આવ્યો એટલે મમતાબેને કેતુલભાઈને સુમનબેન સાથે થયેલી વાત જણાવી અને તાકીદ કરી કે એમણે એમનો સાથ આપવો. કેતુલભાઈ સહમત થયા.

સાંજના સુમારે આદિ ઘરમાં આવ્યો તો ઘરનું વાતાવરણ કંઈક અલગ લાગ્યું. ઘરમાં એકદમ શાંતિ હતી. એણે ટીખળ પણ કરી, "મમ્મી, આ તોફાન પહેલાની શાંતિ છે કે તોફાન પછીની!"

મમતાબેને જરા પણ મરક્યા વગર કહ્યું, "ફ્રેશ થઈ ચા પી લે. અમારે તારી સાથે અગત્યની વાત કરવી છે."

"એવી તે શું વાત છે? એક મિનિટ. તમે મંદિરે ગયાં હતાં, ત્યાં કંઈ થયું!" આદિએ કેતુલભાઈ તરફ જોઈ પ્રશ્ન કર્યો.

"હા પણ અને ના પણ. હજી કંઈ થયું નથી પણ થશે. ભાઈ તું જાને પહેલાં ફ્રેશ થઈ જા પછી વાત." કેતુલભાઈએ થોડાં ઊંચા અવાજે કહ્યું એટલે આદિ એનાં રૂમમાં ગયો પાંચ મિનિટમાં નીચે આવ્યો. મમતાબેને એને ચા આપીને વાત શરું કરી.

"બેટા, અમે ગઈકાલે મંદિરે ગયેલાં ત્યાં હું કાલે પડતાં પડતાં રહી ગઈ."

"મમ્મી, આ તમે મને આજે કહો છો? તમને કંઈ વાગ્યું તો નથીને! પગ મચકોડાઈ તો નથી ગયો ને! પપ્પા, મમ્મી તો ના કહે તમે પણ છૂપાવ્યુ!"

"ના... ના... મને કંઈ નથી થયું. હું સહીસલામત છું. એ છોકરીએ મને ન પકડી હોત તો કદાચ અત્યારે હું હૉસ્પિટલમાં જ હોત અથવા કદાચ..."

"મમ્મી આગળ એક શબ્દ નહીં. હું તમને કંઈ નહીં થવા દઉં."

"જીવન-મરણ તો ઈશ્વરને હાથ દિકરા. એને કોઈ રોકી શક્યું છે? મારા નસીબમાં તો કદાચ સુખે મરવાનું પણ નથી લખ્યું. તારી અને પરીની ચિંતા અમને દિવસ-રાત કોરી ખાય છે."

"હમમમ્... હવે સમજાયું. કોણ સગું મળ્યું હતું મંદિરે? આ ભૂત ફરી ધૂણ્યું એટલે કોઈએ તો આગમાં ઘી હોમ્યું છે. બોલો આગળ બોલો."

"કોઈ સગું નથી મળ્યું. એક છોકરી મળી હતી જેણે મને પડતાં બચાવી એ. મને તો ખૂબ સારી અને સંસ્કારી લાગી. તું કહે તો મળવાનું ગોઠવીએ. તમારી બંનેની ઇચ્છા હોય તો જ આગળ વધશુ."

"મમતાદેવી, તમે નક્કી કરીને જ આવ્યાં હશો મળવાનું, પણ હું નથી મળવાનો. કોઇએ મદદ કરી એનાં પરથી એ સારું જ છે એવું પુરવાર ન થાય. હું કોઇને નથી મળવાનો. મેં તમને કેટલીવાર કહ્યું કે મારે લગ્ન નથી કરવા. હું એકલો પણ પરીને સાચવી લઈશ." એ ઉભો થઇ પોતાની રુમ તરફ ચાલવા લાગ્યો.

"હા.. હા.. જા. દરવખતે આમ જ કરે છે. હું તો મા નથી દુશ્મન છું ને! જીવ નિચોવી મોટો કર્યો પણ મારી તો કોઈ કદર જ નથી. મારી એક ઈચ્છા પણ આ છોકરો પૂરી નહીં કરે. હું ચિંતામાં ને ચિંતામાં ભટકતી રહીશ મર્યા પછી પણ..." મમતાબેનથી એક ડૂસકું લેવાઇ ગયું.

(ક્રમશઃ)

- મૃગતૃષ્ણા