MOJISTAN - 98 in Gujarati Comedy stories by bharat chaklashiya books and stories PDF | મોજીસ્તાન - 98

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મોજીસ્તાન - 98

મોજીસ્તાન (98)

"શું થયું લાભુજી ? કેમ એકદમ તમે ચિંતામાં પડી ગયા ? કોનો ફોન હતો ?" ચંપાએ ડૉક્ટરનું મોં જોઈને તરત જ પૂછ્યું.

"ચંપુ, મારે તાત્કાલિક અમદાવાદ જવું પડશે. મારી વાઈફ બહુ બીમાર છે.એને ફરીવાર હોસ્પિટલમાં દાખલ કરવી પડી છે. હું લાંબી રજાઓ પર એટલે જ ઉતરી ગયો હતો કારણ કે એને મારી જરૂર હતી. કદાચ હવે પાછું ફરાય કે ન ફરાય." કહી ડોકટર ઉભા થઈ ગયા. બપોરનો સમય હોવાથી ખાસ કોઈ દર્દીઓ હતા નહિ.

ડોકટર ખરેખર એકદમ ઉદાસ થઈ ગયા હતા.એમના ચહેરા પરથી કંઈક વધુ ગંભીર બની ગયું હોય એવું ચંપાને લાગ્યું.

"તમે જલ્દી પાછા આવી જશો ને ? હજી આજ તો આવ્યા ને તરત જવું પડ્યું.." ચંપાએ કહ્યું.

"મારે નહોતું આવવું જોઈતું.કદાચ એ નહિ રહે..મને એમ હતું કે થોડો આરામ થઈ ગયો છે તો હું આંટો મારી આવું.ચંપા તું થોડા દિવસ સંભાળી લેજે." કહી ડોકટર ઝડપથી એમના કવાટર તરફ ભાગ્યા. ચંપા લગભગ દોડતા જ જઈ રહેલા ડોક્ટરને જોઈ રહી.એમની પત્ની બીમાર હતી. 'ડોકટર એમની પત્નીને કદાચ બહુ પ્રેમ કરતા હશે. છતાં એમણે મને પણ પ્રેમ કર્યો. આ તો પત્ની સાથે બેવફાઈ ન કહેવાય ? કોઈ માણસ પોતાની પત્નીને ખૂબ પ્રેમ કરતો હોય તો બીજી સ્ત્રી સાથે કેવી રીતે પ્રેમ સબંધ બાંધી શકે ? આ ડોકટરની જીવન જીવવાની શૈલી કંઈક જુદી છે !'

'કોણે કહ્યું કે ડોકટરે બીજી સ્ત્રી સાથે પ્રેમસંબંધ બાંધ્યો છે ? ચંપા તારી સાથે ડોકટરે પ્રેમસબંધ નહિ ખાલી શરીરસબંધ બાંધ્યો છે.બંને સબંધમાં બહુ ફેર હોય છે.' ચંપાની અંદરથી બીજી ચંપા બોલી. 'તું તો પૈસાની લાલચે ગઈ હતી ડોકટર પાસે. પણ ડોકટર પછી તને ગમવા લાગ્યા અને હવે તું પ્રેમ કરી બેઠી,પણ ડોક્ટરને મન તો તું એમનું એક રમકડું જ છો જે એમણે એમના આનંદ માટે ખરીદ્યું છે !'

એ જ વખતે ડોકટરે કાર તરફ જતા જતા દવાખાના તરફ જોયું.ચંપા હજી બારણામાં એમને જતા જોઈ રહી હતી.એના મનમાં ઉપર મુજબ વિચારો આવી રહ્યા હતા. પોતે કરેલું કૃત્ય સારું કહેવાય કે ખરાબ એની સમજણ એને પડી રહી નહોતી.ડોકટરની દ્રષ્ટિએ એમાં કંઈ ખોટું નહોતું પણ સમાજની દ્રષ્ટિએ સાવ ખોટું હતું. ડોકટર હાથ ઊંચો કરીને ગાડીમાં ગોઠવાયા.ગાડી વાળીને એમણે બસસ્ટેન્ડ તરફ લીધી.ચંપા પાછી દવાખાનામાં આવીને બેઠી. આજ એનું ચિત ચગડોળે ચડ્યું હતું. ડોકટર સાથેના સંબંધ ગામમાં છતો થઈ ગયા પછી હવે અહીં કામ કરવું અઘરું થવાનું હતું. લોકોની નજરમાં હવે પોતે હલકી પડી ગઈ હોવાનું એને લાગી રહ્યું હતું.

*

રઘલો હવે સાજો થઈ ગયો હતો. જડીને છાતીએ જડવાના અભરખા પૂરા કરવા એ ભૂત બન્યો હતો પણ પેલી કાબરી કુતરી એને ઓળખી ગઈ હતી.એ કુતરીએ જ આખો ખેલ ઊંધો પાડ્યો હોવાનું જજમેન્ટ રઘલાએ પોતાની જાતને આપ્યું હોવાથી રઘલો એ કૂતરીને સજા-એ-મોત આપવા રઘવાયો થયો હતો. ડોકટરે એને સાજો તો કર્યો હતો પણ ધૂળિયાએ કમર ભાંગી નાખી હોવાથી એ વાંકો વળી ગયો હતો. એટલે એના બે હાથ આગળ લબડતા રહેતા હતા અને ડોક નમેલી રહેતી હતી.એ રસ્તે ચાલ્યો જતો હોય ત્યારે જાણે જમીનમાં કંઈક શોધતો શોધતો એ જતો હોય એવું લાગતું હતું.એટલે જેને ખબર ન હોય એ રઘલાને તરત પૂછતું, " કેમ રઘા, શું પડી ગયું છે તારું ? કેમ ગોતતો ગોતતો આવે છે ?"

શરૂઆતમાં તો રઘો ' કંઈ નથી પડી જયું, હું જ પડી જ્યો'તો એટલે આમ હાલું સુ.' એમ જવાબ આપી દેતો.પણ પૂછનારને બધી જ ખબર હતી કારણ કે રઘાનો કિસ્સો ગામમાં સારીપટ ચર્ચાના ચગડોળે ચડ્યો હતો.

થોડા સમય પછી લોકો રઘાને ચીડવવા લાગ્યા.ધીમે ધીમે રઘલો 'હેઠે જોઈને હાલતો રઘો' તરીકે ઓળખાવા લાગ્યો.

"કેમ રઘા શું પડી ગયું છે ?" એવું કહીને નાના છોકરાઓ પણ રઘાને હવે ખીજવવા લાગ્યા. રઘો પાછળ પણ દોડી શકતો નહિ, કારણ કે એનું માથું સીધું થતું જ નહોતું.એટલે એના પગ આગળ વધુમાં વધુ દસ ફૂટ સુધી જ જોઈ શકતો હતો.

ગામની બજારે ચાલ્યા આવતા રઘાને જે પણ જુએ એ તરત જ પૂછે કે 'અલ્યા શુ પડી ગયું છે ?' એટલે રઘાનું મોં પડી જતું.તરત એ પુછનારની પાછળ દોડતો.પણ આગળ લબડતા હાથને કારણે બહુ સ્પીડ પકડી શકતો નહીં.
આ પરિસ્થિતિ માટે એણે કાબરી કૂતરીને જવાબદાર માની હતી.કાબરી કુતરી સાથે વેર લેવાનું જ હતું, પણ ઘણા સમય સુધી એ ખાટલે રહ્યો એટલે ઘરમાં હાલ્લાં કુસ્તી કરતા હતા.રઘલાની ઘરવાળીએ દાડી દપાડી અને મજૂરી કરીને એના બે બાળકો અને રઘલાને આજ દિવસ સુધી ખવડાવ્યું હતું.પણ હવે રઘલો હાલતો ચાલતો થયો એટલે કંઈક કામ ધંધો કરવાનું એની ઘરવાળીએ કહ્યું હતું.રઘલાએ દુકાન ખોલવાનો વિચાર કર્યો હતો પણ એની પાસે મૂડી બિલકુલ નહોતી.

મૂડી ગમે તેમ ઉભી કરવી પડે એમ હોવાથી રઘલાએ ધુળિયાને જ પકડવાનું નક્કી કર્યું. કારણ કે એ લખમણિયો બનીને જડીને મળવા ગયો આ ત્યારે ધુળિયો જ ભેંસનો ડેરો લઈને એની પાછળ દોડ્યો હતો.

રઘલાએ ધૂળાની ધૂળ ખંખેરવાનું નક્કી કર્યું અને એક દિવસ સાંજના સમયે નીચી નજરે જમીનમાં જોતો જોતો ઘુળિયાની ખડકી સામે જઈને ઉભો રહ્યો.

ડોકું સહેજ નમાવીને રઘલાએ ખડકીના બારણાના ધોકા નીચે હાથ નાખીને આગળો ખોલી નાખ્યો.બારીને ધક્કો દઈ એ ધૂળાના ઘરમાં પેઠો.

ધુળો હજી જાદવની વાડીએથી મજૂરી કરીને આવ્યો જ હતો. એની ઘરવાળી એના માટે ચા બનાવી રહી હતી. રઘલો નીચી ડોક અને લબડતા હાથ લઈને ખડકીમાં આવ્યો ત્યારે ધુળો હાથપગ ધોઈને ઓસરીમાં ખાટલે બેઠો હતો.રઘલાને જોઈને એણે તરત પૂછ્યું,

"કાં અલ્યા રઘલા ? શું ગોતવા આયો છો મારા ઘરમાં ? ક્યાંક ભૂલો તો નથી પડયોને !"

ધુળો આવકારો આપવાને બદલે સીધો જ ચીડવવા લાગ્યો એટલે રઘાએ મગજ ગુમાવ્યું.

"ધૂળિયા જરીક ખડકી બાર્ય નીકળ, મારે તારી હાર્યે જરીક વાત કરવી સે.ખાસ કામ સે મારે'

"તારે વળી મારું સું ખાસ કામ બળ્યું સે.આંય ઉભો ઉભો જ ફાટયને મોઢામાંથી ? ઈમાં બાર્ય જાવાની સું જરૂર સે ?" ધુળિયો ગુસ્સે થયો. કારણ કે રઘલાને ક્યારેય એનું કામ પડે જ નહીં એ ધુળિયો જાણતો હતો.

"સા બનતી લાગે સે. ઠીક તારે સા તો પા.પસી કવ" કહી રઘલો ઓસરીની ધારે બેઠો.

ધૂળિયાને રઘલાની દયા આવી. એણે એક રકાબી ચા એને પીવડાવી.
"બોલ્ય હવે સુ કામ સે તારે ?"
"થોડાક રૂપિયા દે, મારે દુકાન કરવી સે." રઘલાએ ડોળા ઊંચા કરીને કહ્યું.
"તું કાંય મારી માસીનો દીકરો સો તે હું તને રૂપિયા આલું ? આંય કાંય ઝાડવું સે તે ખંખેરીને તારી જેવા આલિયા માલિયા મેં હમાલિયાને હું રૂપિયા આપતો ફરું ? તણવારા ( સવાર, બપોર ને સાંજ) તૂટી મરવી સી બેય માણહ
તંયે બે રૂપરડી ભેગી થાય સે.ઈ કાંય તારી જેવા ભૂતને દેવા હાટુ નય.સોલાવા ભૂત બનીને ગામને જધવા નીકળ્યો'તો ?"

ધુળિયો પૈસાની વાત સાંભળીને એકદમ ખિજાઈ ગયો.એના ઊંચા અવાજની જરા પણ અસર રઘલા પર થઈ નહિ એની એને નવાઈ લાગી.

"તે દી રાતે મારો વાંહો ભાંગનારો તું જ હતો,અને જાદવાના ઘરમાં તું ઈ વખતે સ્હું લેવા જ્યોતો ઈ તારી ઘરવાળીને કવ ?'' રઘલાએ એકદમ હળવેથી કહ્યું.

રઘલાની વાત સાંભળીને ધુળિયો એકદમ ભડક્યો.થોડીવાર રઘલા સામે ડોળા કાઢીને તાકી રહ્યો.

"કય દવ..?" કહી રઘલાએ રસોડામાં કામ કરતી ધૂળિયાની બૈરી સાંભળે એમ ઊંચા અવાજે કહ્યું, "એ ભાભી જરીક બાર્ય આવો તો..."

ધુળિયાએ તરત રઘલાનું બાવડું પકડીને ઉભો કર્યો, "હાલ્ય બાર્ય, આંય કાંય બફાટ કરવાની જરૂર નથી."

"ઈ હાટુ તો પેલા કીધું'તું.પણ સીધી આંગળીએ તો તમ્યે ઘી કાઢવા નો જ દયો ઈ મને ખબર્ય હોય હમજ્યો !" તીર નિશાન ઉપર વાગેલું જોઈ રઘલો ખુશ થયો અને પરાણે ડોકું અદ્ધર કરીને ધૂળિયા સામે આંખ મારી.

"અતારે ખાલી પાંસ હજાર દે..!" ખડકી બહાર નીકળીને રઘલાએ કહ્યું.

"આંય કાંય કૂતરાં હંગે સે ? હાલી સુ નીકળ્યો સો.એટલા બધા તો આખું વરહ મજૂરી કરું તોય ભેગા નથી થાતા." ધુળિયો પાંચ હજારનો આંકડો સાંભળીને ખિજાયો.

"તો ચેટલા તારી કીધે થાય ઈમ સે ઈં ભસ્ય." રઘો બોલ્યો.

"વધુમાં વધુ બસ્સો લગી હું દય હકુ.જોતા હોય તો બોલ્ય નકર જા ઢોલ વગડાવ્ય ગામમાં.."
ધૂળાએ કહ્યું.

"અલ્યા તારી ઈજ્જત ખાલી બંહે રૂપિયાની જ સે ? હાવ આમ પાણીમાં નો બેહ,હાલ્ય બે હજાર દે અતારે, બાકીના હળવે હળવે કરીને પાંસ પુરા કરજે.પસી હમણે નઈ માગું." રઘાએ લાંબા ગાળાની યોજના રજૂ કરતા કહ્યું.

"ઓલી વખતે તો દાગતર ગુરુ થઈ જ્યા'તા. હવે વધુ વાયડીનું થ્યા વગર આ બંહે લઈને હાલતું થઈ જા.અને પસી કોય દી મારા ઘરમાં ટાંગો મુકતો નય નકર કેડ તો ભાંગી ગઈ સે પણ બેય ટાંગા સ્હોતે ભાંગી નાખીશ કવ સુ."

ધુળિયો નામકર ગયો એ જોઈ રઘલો વિચારમાં પડ્યો.એને એમ હતું કે ધુળિયો કાયમ એનાથી ડરીને એને જોઈએ એટલા પૈસા આપશે અને પોતાનું ગાડું ચાલશે. પણ ધુળિયો ઘામાં આવે એમ લાગતું નહોતું.

"ઠીક સે દીકરા, તું પણ હવે કેવીક મોજું કરછ ઈ જોઈ લેજે.'' કહીને તરત રઘલાએ બસ્સો રૂપિયા લઈને ચાલતી પકડી.

થોડે દુર જઈને એણે પાછું ફરીને જોયું. ધુળિયો એની ખડકીમાં જતો રહ્યોં પછી એ પાછો વળ્યો. ધૂળિયાની ખડકી સામે જ જાદવનું ડેલું હતું.રઘલો જાણતો હતો કે જાદવો અત્યારે તખુભાની ડેલીએ જ ગયો હોય. અને ઘરમાં જડી એકલી જ હોવી જોઈએ.તો શા માટે ધુળાની જેમ જડીને'ય ન ખંખેરવી ?

રઘલો એની વાંકી ડોક લઈને જાદવના ડેલે આવીને ઉભો રહ્યો. થોડીવાર વિચાર કરીને એણે ડેલાની બારીના કડા પર હાથ થપથપાવ્યો.

"કોણ સે ?" અંદરથી જડીનો અવાજ આવતા રઘલાએ ફરી જોરથી કડું ભટકાડ્યું.

થોડીવારે જડીએ આવીને બારી ખોલી.જડી કંઈ સમજે એ પહેલાં રઘલો બારીને તરત ધક્કો દઈને બારીમાં ઘુસી ગયો.

"હાય મુવા આંય શીદ ગુડાયો સો. બાર્ય નીકળ નકર હમણે રાડયું પાડીને બધાને ભેગા કરું સુ.કેડય ભાંગી જઈ તોય હેઠો બેહતો નથી
#$%&નો.." જડીએ રઘલાને ધક્કો મારીને ગાળ દીધી.

રઘલો લથડયો.પણ તરત એણે બારી બંધ કરીને સાંકળ ચડાવી દીધી.

"બવ સતી સાવિત્રી થા માં. હું તને કાંય નઈ કરું.ખાલી મારી વાત હાંભળ, તારા હારા હાટુ કેવા આયો સુ.તને ઠીક લાગે ઈમ કરજે પસી." રઘલાએ માથું સહેજ ઊંચું કરીને ડોળા કાઢ્યા.

"તું અતારે ને અતારે મારા ઘરમાંથી બાર્ય નીકળી જા.મારે તારી કાંઈ વાત હાંભળવાનો મોખ નથ.હાલ્ય આમ હાલતીનો થા આંયથી.." એમ કહી જડીએ ડેલાને ટેકવેલું લાકડું ઉપાડી લીધું.

"હે હે હે..તો તું મને મારીશ ઈમ ?" રઘલો હસ્યો.

"મારી મારીને ટાંટિયા વગરનો કરી નાખીશ જો હાલતીનો નો થ્યો'તો." જડી હવે રણે ચડી હતી.

"તો હાંભળી લે.ઈ રાતે તું ને ધુળિયો તારા ઘરમાં હતા ઈ મેં મારી સગ્ગી આંખ્યે ભાળ્યું'તું. હું આ વાત જાદવાને કરવાનો સુ.પસી કરી લેજે મોજ તારા ધૂળિયા હાર્યે ! ધુળીયાએ આ વાત કોઈને નો કેવાના બે હાજર આપ્યા સે.તું ઝટ બે હજાર દઈ દે એટલે હું એક મિલેટ પણ આંય ઉભો રવ તો કેજે.લાકડું મેલી દે અને કબાટ ઉઘાડીને બે હજાર આલી દે ઝટ." રઘલાએ કહ્યું.

જડી વિચારમાં પડી. 'જો જાદવાને આ વાતની ખબર પડશે તો ડખો થવાનો.મારા ધૂળિયાને જાદવો માર્યા વગર નઈ મૂકે.અને પસી ખેતરે દાડી કરવા'ય આવવા નઈ દે.તો તો પસી મારા ધૂળિયાને મળવાનું હાવ બન થઈ જાહે'

"બવ વચાર કર્યા વગર ઝટ રૂપિયા દે.નકામું કોક આવી જાહે તો તારી તો ઠીક મારી કોઈ આબરૂ ગામમાં નઈ રે ભૂંડી.લે હવે ઝટ કર્ય,ધરમના કામમાં બવ ઢીલ નો કરાય."

"તારી આબરૂ ? રાંડના તારી આબરૂ પાવલીની'ય નથી ગામમાં. હું રૂપિયા તો તને એકવાર ગુડી દવ,પણ રૂપિયા લયન તું ફરી તો નય જા ને ? જોજે હો મારા જેવી કોઈ ભૂંડી નથી હા"

"હા હા મને ઈ ખબર્ય જ સે.તું ઝટ રૂપિયા દે અટલે વેતીનો થાવ"

જડીએ લાકડું નાખી દીધું.ઘરમાં જઈને હજાર રૂપિયા લાવીને રઘલાને આપતા કહ્યું, "મર્ય મુવા, હજાર લયન હાલતીનો થા.મારી પાંહે બે હજાર નથી."

"કોઈ વાંધો નહિ ડારલીંગ, હજાર દે અતારે. બીજા હજાર થાય તે દી કેવરાવજે.હું રૂબરૂ આવીન લય જાશ.હાલ્ય તારે હું જાઉં હવે." કહી રઘલાએ માથું ઊંચું કરીને આંખ મારી.

"જાને હવે જાતો હોય તો.તને તો હાળા આંધળો જ કરી મુકવા જેવો હતો."

"હા તે જાવી જ સી.તું કાંય અમને થોડી રોકાવાનું કેય ? તે હેં અલી તું ધૂળિયામાં એવું તે સુ ભાળી જઈ સો ? ઇનામાં સે ઈ હંધુય અમારામાં'ય સે. તારે રૂપિયા નો દેવા હોય તો આપડી પાંહે બીજો મારગ સે.મુંજાતી નય, આ તો તારા હારા હાટુ કવ સુ." કહીને રઘો થોડીવાર રોકાયો.

રઘાની વાત સાંભળીને જડીએ ફરી પેલું લાકડું ઉપાડ્યું. એ જોઈને રઘો 'હે હે હે' કરતો બારી ખોલીને લાંબા ડગલે ભાગી છૂટ્યો.

*

સવારે નવ વાગ્યે નગીનદાસના કુટુંબીઓ નીના ઘેરથી નાસી ગઈ હોવાના સમાચાર સાંભળીને એક પછી એક આવવા મંડ્યા.નગીનનો મોટાભાઈ કે જેને નગીન સાથે ઉભા પણ આઢતું નહોતું (સબંધ સારો નહોતો) એ તરત જ આવીને નગીનની વઢવા માંડ્યો.

"તને કંઈ ભાન પડે સે કે નય.છોડીને આમ સુટો દોર દઈ દયો અટલે આવું જ પરિણામ આવે. અમારૂ કીધું તો કોઈ દી માનતા નથી તે હવે દેખાડો ગામમાં મોઢું.તમારું તો કપાવ્યું પણ હારે હારે મારું'ય નાક કપાવ્યું તારી છોડીએ. ગામ વસાળેથી નીકળવું ભારે પડી જયું.ઊંસુ મોઢું લઈને હાલવા જેવું નો રેવા દીધું તારી સોડીએ..!" લાંબા ટૂંકા હાથ કરતો
શાંતિલાલ ઓસરીની ધારે આવીને બેઠો.

"સાન્તીભઈ હાચુ જ કે સે.નાત્યનું નામ બોળાણું. સોડિયુની જાત્યને આટલા હાટુ જ અમે ભણાવતા નથી.બાપની આબરૂનો વસાર કર્યા વગર પરેમમાં પડે ને ભાગી જાય.ઈના કરતા તો નો ભણે તો કમ સે કમ બાપની આબરૂ તો બસે." બીજા એક પિતરાઈ રમેશે શાંતિલાલની બાજુમાં બેઠક લઈને એમની વાતને ટેકો આપતા થાંભલીનો ટેકો લીધો.

નગીન કશું બોલ્યા વગર સિલાઈ મશીન પાછળના ટેબલ પર બેઠો હતો.સવારમાં આવી ચડેલા બંને ભાઈઓને કંઈ જવાબ આપે એ પહેલાં બીજા બે જણ અને ચાર સ્ત્રીઓ કે જે નગીનની ભાભીઓ થતી હતી એ પણ આવી ચડી.એ લોકોના ચહેરા પર નગીન પ્રત્યે હમદર્દી કરતા નગીનની છોકરી ભાગી ગઈ એનો આનંદ વધુ દેખાતો હતો.મનોમન ઈર્ષાળુ કુટુંબીઓ ખુશ હતા કારણ કે નગીને એ બધા જ લોકોનો વિરોધ હોવા છતાં નીનાને ભણાવી હતી.
શાંતિલાલની વહુએ આવીને જાણે નીના મૃત્યુ પામી હોય એમ પોક મૂકી, "અરે..રે...મારી દીકરી તને આ સુ હુંજયું...ઉ..ઉ...એ તને બાપનું મોઢુંય આડું નો આયુ..
ઉ...ઉ...એ હવે તારા બાપુજી ગામમાં ચીમ કરીને નીકળશે..એ.. એ તારી મા હવે સુ મોઢું દેખાડશે...એ આજ તો મેમાન આવવાના હતા..ઈમને સુ જવાબ આલસું.. ઉ..ઉ....એ તારું નખ્ખોદ જાય..એ તને ભણાવાની અમે આટલા હાટુ જ ના પાડીતી... ઈ...ઈ....
પણ તારો પપ્પો નો માન્યો..ઓ...એ સોડી.ઈ.. ઈ... તને એવું તે હું હુંજયું..ઉ...ઉ..."

"હાંકન..સોડીએ તો ડાટ વાળી દીધો..હવે રોવાથી કાંય ફેર નઈ પડે..એ કંસનબેન તમે સાના રય જાવ...ભગવાનને ઈને સદબુધી
નો દીધી.." સાથે આવેલી એકે કંચનનું માથું એના ખભા પર લઈને કહ્યું. કંચનની પોક હજી ચાલુ જ હતી ત્યાં એક ડોશી કે જે નગીનની દાદી હતી એણે આવીને કહ્યું, " હશે બાપા જે થાવાનું હતું ઈ થય જયું...સાના રય જાવ બાપા."

નગીન કંઈ બોલ્યા વગર આ બધો ખેલ જોઈ રહ્યો હતો.નયના પણ રસોડામાં શાંતીથી ચા નાસ્તો તૈયાર કરતી હતી.એ જ વખતે આ દેકારો સાંભળીને નીના એના રૂમમાંથી બહાર આવી.

નીનાને જોઈ ક્લેશ કરવા આવી પહોંચેલા કુટુંબીઓના મોં ફાટેલા જ રહી ગયા !

એ લોકો જે શબ્દો નીના માટે બોલ્યા હતા અને એને ભણાવવા માટે નગીનને કોસી રહ્યાં હતાં એ બધું જ એણે સાંભળ્યું હતું. હવે નીના એ લોકોને છોડવાની નહોતી.

(ક્રમશ:)