Yaari@vidhyanagar.com - 7 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | યારી@વિદ્યાનગર.કોમ - 7

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

યારી@વિદ્યાનગર.કોમ - 7

પ્રકરણ-૭

બીજું સેમેસ્ટર શરૂ થયાને લગભગ છ મહિના જેટલો સમય વીતી ગયો હતો. એવામાં એક દિવસ એ ટુ ઝેડ સરનું લેક્ચર હતું એટલે તેઓ લેક્ચર લેવા માટે કલાસરૂમમાં આવ્યા. તેઓ બધાં વિદ્યાર્થીઓને એનિમલ બિહેવીયર વિશે ભણાવી રહ્યા હતા. એનિમલ બિહેવીયર એ પ્રાણીવર્તણૂકનો એક અભ્યાસ હોય છે કે, જેમાં પ્રાણીઓના વર્તન, એમની રીતભાત, પ્રાણીઓના સ્વભાવ વગેરે વિશે વિસ્તારથી સમજાવવામાં આવે છે. આજે જ્યારે એ ટુ ઝેડ સર કલાસરૂમમાં આવ્યાં ત્યારે એકદમ અચાનક જ એમણે બધા વિદ્યાર્થીઓને કહ્યું,

"My dear Students. Now you all have to go to the college campus and observe the behaviour of all the animals that you found in the campus and note down your observations in your book. Now go fast."

સરની આજ્ઞા થતાં જ બધાં ફટાફટ કોલેજના કેમ્પસમાં પ્રાણીઓના વર્તન વિશે અને પ્રાણીઓને જોવા માટે ચાલ્યા ગયા. બધાંને તો ખૂબ જ મજા પડી ગઈ હતી. અને એમાંય મનીષને તો પ્રાણીઓના અવાજ પણ સરસ કાઢતા આવડતાં હતા એટલે એને તો આજે ખુલ્લું મેદાન મળી ગયું હતું. અને એમાંય એ ગધેડાનો અવાજ તો એવો કાઢતો કે, લોકોને એમ જ લાગે કે સાચે જ ગધેડો જ બોલી રહ્યો છે. એનું એ હોંચી હોંચી એકદમ ગધેડા જેવું જ લાગતું હતું.

એટલે બધાં ભણવાની સાથે સાથે રમતે પણ ચડી ગયા હતા. બધાં ખૂબ જ મજા કરી રહ્યા હતા. પ્રિયા, મોનલ અને શાહીનની ત્રિપુટી, કીનલ, નીરા અને મિલીની ત્રિપુટી અને ભાવિ, લવ અને મનીષની ત્રિપુટી અને એ સિવાય સમીર, પરાગ અને પ્રતીક પણ કોલેજના કેમ્પસમાં ફરવાનો ખૂબ આનંદ લઈ રહ્યાં હતાં. અને સાથે સાથે કેમ્પસમાં જે પણ પ્રાણીઓ દેખાતાં જેવાં કે, કૂતરાં, બિલાડી, કીડી, મંકોડા, કાનખજૂરા વગેરે વગેરે...ના વર્તનનો અભ્યાસ પણ કરી રહ્યાં હતાં.

સમીરની નજર વારંવાર મિલી તરફ પડતી હતી. પરંતુ મિલી હવે એની સામે જોઈ રહી ન હતી. એ હવે સમીર જોડે માત્ર કામ પૂરતી જ વાત કરતી હતી. સમીરને મિલીનું આવું વર્તન સમજાઈ રહ્યું ન હતું. સમીરે મિલીને એના આવા વર્તનના કારણ વિશે એક-બે વખત પૂછ્યું પણ ખરાં પરંતુ મિલી હંમેશા એ વાતને કોઈને કોઈ બહાનું કાઢીને ટાળી જ દેતી.

બધાં મિત્રો હજુ તો કેમ્પસમાં જ ફરી રહ્યા હતા અને ત્યાં જ અચાનક મોનલની નજર એક સાપ પર પડી અને એ ચીસ પાડી ઉઠી, "સાપ, સાપ જો ત્યાં સાપ છે." કોલેજનું આખું કેમ્પસ ખેતરાઉ જમીન હતી એટલે ત્યાં ઘણીવાર સાપ નીકળતાં એમ જ આજે પણ સાપ નીકળ્યો હતો.

સાપનું નામ સાંભળીને તરત જ પરાગે મોનલને પૂછ્યું, "અરે! મોનલ! ક્યાં છે સાપ? લાવ જલ્દી કહે મને. ક્યાં છે? હમણાં જ હું એને પકડી લઉં."

મોનલે પોતાના હાથના ઈશારાથી જ્યાં સાપ હતો તે જગ્યા બતાવી. બધાંની નજર મોનલે જે તરફ આંગળી ચીંધી એ તરફ ગઈ. સાપને જોઈને શાહીન તો એકદમ જ ગભરાઈ ગઈ હતી. પણ મોનલ અને પ્રિયાએ એને હિંમત આપી કે, તું ડર નહીં. આપણી સાથે પરાગ છે પછી આપણે શું સાપથી ડરવાનું હોય? આખા ક્લાસમાં એ તો સૌ જાણતા જ હતા કે, પરાગ સાપ પકડવામાં માહિર હતો. પરાગ મૂળ ભાવનગરનો વતની હતો. અને ત્યાં ભાવનગરની કોલેજમાં જ એને સાપ પકડવાની ટ્રેનિંગ પણ મળી હતી. અત્યારે પરાગના સાથે હોવાના કારણે બધાંને થોડી તો રાહત થઈ.

પરાગે હવે સાપની સામે જોયું તો એને ખબર પડી કે, આ તો બિનઝેરી સાપ છે. એટલે બહુ ચિંતા કરવાની જરૂરિયાત નથી. એટલે પરાગે બધાંને જણાવ્યું કે, "અરે! ગભરાવાની જરૂર નથી. આ તો બિનઝેરી સાપ છે. કંઈ નહીં કરે. સમીર! તું અંદર ડિપાર્ટમેન્ટમાંથી પાંજરું લઈ આવ જા. એટલે આપણે આ સાપને પકડી લઈએ. "હા, હા, હું લઈ આવું છું." આટલું કહીને સમીર પાંજરું લેવા ગયો.

થોડીવારમાં સમીર પાંજરું લઈને આવ્યો એટલે સમીરે સાપને ખૂબ જ આવડત અને કુશળતાપૂર્વક સાપને પકડીને એ પાંજરામાં પુરી દીધો. સાપના પાંજરામાં પૂરાઈ જવાને કારણે બધાંએ હવે રાહતનો શ્વાસ લીધો.

હવે પાંજરું લઈને બધાં ડિપાર્ટમેન્ટમાં ગયાં અને બધાંએ એ ટુ ઝેડ સરને પરાગે સાપ પકડ્યો એની માહિતી આપી. આથી એ ટુ ઝેડ સર પણ પરાગની બહાદુરી પર ખુશ થઈ ગયા અને એમણે પરાગને શાબાશી આપી. અને બાકીના બધાં વિદ્યાર્થીઓ માટે આ કેમ્પસની ટુર એડવેન્ચરસ ટુર થઈ ગઈ.

એમ કરતાં કરતાં બીજું સેમેસ્ટર પણ પૂરું થઈ ગયું. સમયને વીતતા ક્યાં વાર લાગે છે? ફરી પાછી પરીક્ષાઓ આવી અને બધાંએ પેપર પણ લખ્યાં. અને પછી રિઝલ્ટ પણ આવ્યું અને બધા જ પરીક્ષામાં સારા માર્ક્સથી પાસ પણ થઈ ગયા. અને હવે બધાંએ ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ કર્યો. ફરી નવા વિષયો અને નવું સેમેસ્ટર. નવા સેમેસ્ટરમાં પ્રવેશ કરવાનો ઉત્સાહ બધાંના ચેહરા પર છલકી રહ્યો હતો અને એમાંય હવે તો બધાં સિનિયર પણ બની જવાના હતાં. અને સિનિયર બનવું એ દરેક વિદ્યાર્થીઓ માટે એક જંગ જીત્યા બરાબર જ હોય છે.

ત્રીજા સેમેસ્ટરમાં પ્રવેશ કરવાને કારણે તેઓ બધા હવે સિનિયર બની ગયાં. અને તેમના જે સિનિયર હતા એ લોકોનો હવે વિદાયનો સમય આવી ગયો હતો. બધાંએ એમના સિનિયરોને ફેરવેલ પાર્ટી આપી. અને હવે નવા આવનારા જુનિયર્સને વેલકમ પાર્ટી આપી. જુનિયરો જોડે થોડી મસ્તી પણ કરી. થોડું રેગિંગ પણ લીધું. પણ બધાં જ વિદ્યાની આ નગરી એવાં વિદ્યાનગરમાં વિદ્યા મેળવવાની સાથે સાથે નવી નવી યારીઓ પણ બનાવી રહ્યાં હતાં.

જામી છે યારીની મહેફિલ વિદ્યાની સંગ.
પડે ના કદીયે હવે તો આ રંગમાં ભંગ!
ચડ્યો છે હવે સૌ પર યારી દોસ્તીનો રંગ!
વ્યાપી રહી કેવી આ મૈત્રી સૌને અંગ અંગ!
લાગે જાણે જીતી ગયાં છે મૈત્રીની જંગ.
જોઈને આ યારી રહી જાય છે સૌ દંગ!