Yaari@vidhyanagar.com - 5 in Gujarati Fiction Stories by Dr. Pruthvi Gohel books and stories PDF | યારી@વિદ્યાનગર.કોમ - 5

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

યારી@વિદ્યાનગર.કોમ - 5

પ્રકરણ-૫

બીજા સેમેસ્ટરમાં પ્રવેશ કરતાં જ બધાં ખૂબ જ આનંદિત થઈ ઉઠ્યા હતાં. એમાંય સમીર તો આજે મિલી એને મળશે અને એ મિલીનું મોઢું જોઈ શકશે એ વિચારી વિચારીને ખૂબ જ પુલકિત થઈ ઉઠ્યો હતો.

થશે આજે તારું ને મારું મિલન અનોખું!
બંધન આપણું કેવું બનશે જન્મોજન્મનું!
તારી યાદમાં વિતાવી રહ્યો'તો હું પળપળ,
તને મળવાને હવે તો હું પળપળને જોખું!

અને મિલીએ પણ એ વાતની નોંધ લીધી કે, સમીર આજે એને જોઈને ખૂબ જ ખુશ થઈ ગયો છે. અને એને મળવાની ખુશી તો સમીરના ચેહરા પર મહેકી ઉઠી હતી.

બીજા સેમેસ્ટરનો પહેલો દિવસ ડિપાર્ટમેન્ટમાં સારી રીતે પસાર થઈ ગયો. બધાં ફરી એકવાર મિત્રોને મળીને આનંદિત થઈ ઉઠ્યાં હતાં.

કોલેજ પતાવીને પ્રિયા, મોનલ અને શાહીન પોતાના રૂમ પર આવ્યાં. આવીને બધાં ફ્રેશ થયાં. ઉનાળાનો સમય હતો એટલે ગરમી પણ ખૂબ હતી એટલે પ્રિયા નાહવા ગઈ હતી. જેવી એ નાહીને બહાર નીકળી કે, ત્યાં જ એનો ફોન રણક્યો.

પ્રિયાએ ફોન ઉપાડ્યો, "હેલ્લો!"

"હાય, પ્રિયા! ઓળખાણ પડે છે?" સામે છેડેથી મયૂરી બોલી.

"હા, હા, બોલ મયુરી. તારો નંબર હજુ પણ સેવ રાખ્યો છે મેં હો." મયુરીએ ઉત્તર આપ્યો.

"તને ખબર છે હું પણ અહીં વિદ્યાનગરમાં ભણવા આવી છું. સેમકોમ કોલેજમાં." મયૂરીએ કહ્યું.

"અરે વાહ! આ તો તે ખૂબ સારા સમાચાર આપ્યા. ક્યાં કોર્ષમાં એડમિશન લીધું છે તે? તે તો બી.કોમ. કર્યું હતું ને?" મયૂરી પણ અહીં વિદ્યાનગરમાં જ છે એ સાંભળીને પ્રિયા તો ખૂબ જ ખુશ થઈ ગઈ અને એની આ ખુશી પણ એના ચહેરા પર છલકી રહી હતી.

"હા, પણ પછી મેં એક વર્ષ પી.જી.ડી.સી.એ.નો ડિપ્લોમાં કોર્ષ કર્યો અને હવે અત્યારે એમ.એ.બી. (માસ્ટર ઈન ઈ બિઝનેસ) એવો કોર્ષ થાય છે અને આખા ઈન્ડિયામાં માત્ર અહીં વિદ્યાનગરમાં જ થાય છે અને હું એ જ કરવા માટે અહીં આવી છું." મયુરીએ ચોખવટ કરી.

"અરે વાહ! આ તો સારું કહેવાય! પણ તું રહે છે ક્યાં અત્યારે?" પ્રિયાએ પૂછ્યું.

"અત્યારે તો આણંદમાં જ એક જગ્યાએ પી.જી.ની વ્યવસ્થા થઈ છે પણ માત્ર એક મહિના સુધી જ. અને એક મહિના પછી મારે ખાલી કરવાનું છે. એટલે તારા ધ્યાનમાં વિદ્યાનગરમાં કોઈ જગ્યાએ પી.જી. ખાલી હોય તો કહેજે. અને આમ પણ મારી કોલેજ તો વિદ્યાનગરમાં જ છે તો મને એ નજીક પણ પડે. આણંદ મને થોડું દૂર પડી જાય છે." મયૂરીએ કહ્યું.

"અરે! બીજે ક્યાં? અમારા જ પી.જી.માં અમારા રૂમમાં જ એક જગ્યા ખાલી છે. તું અહીં જ આવી જા. હું અમારા મકાનમાલિક દાદા જોડે વાત કરી લઈશ.એ ના નહીં જ પાડે." પ્રિયાએ કહ્યું.

"ઓહ! થેન્ક યુ વેરી મચ." મયુરીએ પ્રિયાનો આભાર વ્યક્ત કર્યો.

"અરે! એમાં થેન્ક યુ શું? આખરે આ સ્કૂલ ટાઈમની દોસ્તી ક્યારે કામ આવશે? મોસ્ટ વેલકમ."

આટલું કહી અને પ્રિયાએ ફોન મૂક્યો અને એ પોતાની સખી એની જોડે એના રૂમમાં આવશે એ વિચારે ખુશ થઈ ગઈ.

પ્રિયા અને મયુરી બંને સ્કૂલમાં પહેલાં ધોરણથી દસ ધોરણ સુધી સાથે જ ભણ્યાં હતા પણ પછી પ્રિયાએ સાયન્સ રાખ્યું અને મયુરીએ કોમર્સ એટલે દસમા પછી બંને અલગ પડી ગયાં. અને આજે ફરી એક વખત બંને વિદ્યાનગરના આંગણે ફરી ભેગાં થવાના હતા. બંનેએ ક્યારેય સ્વપ્નમાં પણ વિચાર્યું નહોતું કે, એ બંને આવી રીતે ભેગાં થઈ જશે.

ફોન મૂકીને પ્રિયાએ મોનલ અને શાહીનને પોતાની અને મયૂરીની દોસ્તીના કિસ્સાઓ સંભળાવ્યા. પણ મોનલ અને શાહીનના મનમાં ડર હતો કે, આ રૂમમાં નવી આવનારી વ્યક્તિ કેવી હશે? શું એ આપણી જોડે ભળી શકશે કે નહીં? આપણને એની જોડે ફાવશે તો ખરાં ને? પણ બંનેના મુખ પરની આવી ચિંતાની રેખાઓ જોઈને પ્રિયાએ કહ્યું, "અરે! તમે એકવાર મયૂરીને મળશો તો તમને લાગશે જ નહીં કે, તમે આને નથી ઓળખતાં. ખૂબ સરસ અને મસ્તીખોર સ્વભાવ છે એનો. એની જોડે તમને બંનેને ખૂબ મજા પડશે. થોડાં જ સમયમાં એ તમારાં બંનેની પણ સારી મિત્ર બની જશે જોજો! પ્રિયાએ પોતાની આ સખી પર ગર્વ કરતાં કહ્યું.

પ્રિયાએ ક્યારેય સપનામાં પણ વિચાર્યું નહોતું કે, એની સ્કૂલની સખી એની સાથે એક જ રૂમમાં રહેશે. નહીં તો બંનેના ફિલ્ડ પણ સાવ અલગ જ હતાં. પણ બંનેની યારી જ કદાચ એવી હતી કે, કુદરતે પણ ફરી બંનેને એક છત નીચે લાવી જ દીધાં.

અરે! આ કેવી અનોખી હોય છે મિત્રોની મહેફિલ!
અને હોય છે યારી દોસ્તીની વાત પણ અનોખી!
અવનવા મિત્રો સાથે મળીને કેવાં કરે છે બધાં ચિલ!
"પ્રીત" ભરી આપણી આ યારી સદા રહે ચોખ્ખી!

એક મહિના પછી પ્રિયાએ દાદાને મયૂરીની વાત કરી અને દાદાએ મંજૂરીની મહોર મારી એટલે મયૂરી પણ પ્રિયાના રૂમમાં રહેવા આવી ગઈ. હવે એક રૂમમાં ચાર જણાં થઈ ગયાં. અને મયૂરી પણ જેમ દૂધમાં સાકર ભળે એમ પ્રિયા, મોનલ અને શાહીન જોડે ખૂબ પ્રેમથી ભળી ગઈ.

મોનલ અને શાહીનનો મયૂરી બાબતમાં જે ડર હતો એ બિલકુલ નિરર્થક નીવડ્યો અને પ્રિયાએ જેમ કહ્યું હતું એમ જ એ બધાં ચારેય જણાની દોસ્તી ખૂબ જ ગાઢ બની ગઈ. પણ હજુ પાંચમા સભ્યની એન્ટ્રી એ લોકોના ગૃપમાં બાકી હતી એ પણ ટૂંક સમયમાં જ થઈ. અને એમની જ બાજુના જ રૂમમાં રહેતી અનાયા કે, જે બોટનીમાં એમ.એસ.સી. કરી રહી હતી એ પણ આ ચારના ગૃપમાં જ ભળી ગઈ હતી. અને એમનું ચાર જણાનું ગૃપ પાંચ જણનું બન્યું અને હવે એ પાંચ જણના ગ્રૂપને પાંચ પાંડવ તરીકે એમના પી.જી.માં બધાં હવે ઓળખવા લાગ્યા હતા.

પાંચેય જણાંએ યારી દોસ્તીની નવી મિસાલ કાયમ કરી હતી. એમની આ દોસ્તી જોઈને ભલભલા લોકોને ઈર્ષા થઈ આવતી.