Sharat - 1 in Gujarati Moral Stories by મૃગતૃષ્ણા mrigtrushna" books and stories PDF | શરત - 1

Featured Books
  • My Wife is Student ? - 25

    वो दोनो जैसे ही अंडर जाते हैं.. वैसे ही हैरान हो जाते है ......

  • एग्जाम ड्यूटी - 3

    दूसरे दिन की परीक्षा: जिम्मेदारी और लापरवाही का द्वंद्वपरीक्...

  • आई कैन सी यू - 52

    अब तक कहानी में हम ने देखा के लूसी को बड़ी मुश्किल से बचाया...

  • All We Imagine As Light - Film Review

                           फिल्म रिव्यु  All We Imagine As Light...

  • दर्द दिलों के - 12

    तो हमने अभी तक देखा धनंजय और शेर सिंह अपने रुतबे को बचाने के...

Categories
Share

શરત - 1

આ રચના સંપૂર્ણ કાલ્પનિક છે જેનો કોઈ વ્યક્તિ વિશેષ કે ઘટના સાથે સંબંધ નથી છતાં પણ સામ્યતા જણાય તો એ માત્ર સંયોગ છે.
********************

એક મંદિરમાં મંત્રોચ્ચાર સાથે સ્પતપદીના ફેરા લેવાઇ રહ્યાં હતાં. વર-વધુ એકબીજા સાથે શોભી રહ્યા હતાં. વરપક્ષ અને કન્યાપક્ષના ગણ્યાં ગાઢ્યા લોકો જે કુટુંબીઓ જ હતાં એ ક્યાંક ખુશ તો ક્યાંક અસમંજસમાં જણાતાં હતાં. બધાંએ જ માતાજીનાં દરબારમાં નક્કી થયેલ સંબંધનું ભવિષ્ય સુખદ જ નિવડશે એમ મન મનાવી ચહેરે સ્મિત સાથે આ ઘટનાનાં સાક્ષી બન્યાં હતાં.

વાત જાણે એમ બની કે, બંને કુટુંબના સભ્યો માતાજીના દર્શન કરવાં આવ્યાં હતાં. દર્શન કરી પ્રદક્ષિણા કરતાં કરતાં આરસ પર મમતાબેનનો પગ લપસ્યો પણ એ પડે એ પહેલાં એક છોકરીએ એમને સંભાળી લીધાં. મમતાબેને એ છોકરીનો આભાર માનવા નજર કરી તો જોતાં જ રહી ગયાં. આમ તો બહું સુંદર ન કહી શકાય પણ નમણી, વાણી પણ મધુર, આંખો નાની છતાં ઊંડી, કદ-કાઠી સામાન્ય અને એકવડીયો બાંધો.
હજી તો મમતાબેન કંઈક વાત કરે ત્યાં એ છોકરીનાં મમ્મી આવી ગયાં. છોકરી બંનેને મંદિરની પાળીએ બેસાડી પ્રદક્ષિણા પૂરી કરવા ગઇ. મમતાબેને પોતાનો પરિચય આપ્યો અને સુમનબેને એમનો. મમતાબેન અને એમનો પરિવાર આશરે ચાલીસેક કિલોમીટર દૂર એવાં એક નાનાં શહેરમાં રહેતા હતા જ્યારે સુમનબેન અને એમનો પરિવાર છસોએક કિલોમીટરનું અંતર કાપી માતાજીના દર્શને આવ્યાં હતાં. થોડીવારમાં બંને પરિવારો એમની પાસે ભેગાં થયાં અને ઔપચારિક પરિચયની આપ-લે પછી છૂટાં પડ્યાં.

મમતાબેન ઘરે આવ્યાં ત્યારથી કંઈક વિચારમાં હતાં. એમનું મન આજે ઘરકામમાં નહોતું કે ન કોઈ બીજી વાતમાં. એમનો દિકરો આદિ બેવાર એમની પાસે આવી કંઈક કહી ગયો પણ એમનું તો ધ્યાન જ નહોતું. એ તો બસ યંત્રવત્ કામ કરી રહ્યા હતાં. એમનું ચિત્ત તો મંદિરમાં મળેલી છોકરીમાં હતું.

જમતી વખતે એમણે આદિને કહ્યું કે, એમણે ફરી મંદિર જવું છે. આદિએ કારણ પૂછ્યું તો બસ એક કામ છે પૂજારી પાસે. આદિએ પપ્પા સાથે જઈ આવજો એ ગાડીની વ્યવસ્થા કરી દેશે એમ કહી ભોજન પતાવી ટીવી સામે ગોઠવાયો. નાનકડી પરી પણ એની બાજુમાં ગોઠવાઇ ગઇ. પરી.... એ આદિની બહેનની દિકરી. આમ તો સાસરું ખૂબ સારું પણ પરીના જન્મ પછી થોડાં જ સમયમાં આદિની બહેન અને બનેવી અકસ્માતમાં પ્રભુશરણ થયાં. નાનકડી ત્રણ મહિનાની પરીને સાચવવાં વાળું ત્યાં કોઈ નહોતું કારણકે બહેનનાં સાસુ સસરા પણ હયાત નહોતાં. આમ પરીનું આગમન આ ઘરમાં થયું અને ઘર જીવંત થઇ ઉઠ્યું. મમતાબેનનો બધો સમય પરીની સારસંભાળમાં નીકળી જતો. એ પરીનું ખૂબ જતન કરતાં પણ એમને આદિ અને પરીની ચિંતા રહેતી કે એમનાં પછી કોણ સાચવશે!

આદિ લગ્નલાયક હતો, દેખાવડો પણ ખરો. માંગા તો ઘણાં આવતાં પણ આદિની એક શરત પર સામેવાળા પાછીપાની કરી લેતાં. એ હતી પરી.

થાકી હારી મમતાબેને ઘણીવાર આદિને સમજાવ્યો કે, લગ્ન કરી અલગ રહેવા જતો રહે, પરીને એ સાચવી લેશે પણ આદિ આ વાત સાથે સહમત ન થતો અને કહેતો જે આવશે એણે એની સાથે પરી અને માતા-પિતાને પણ મનથી અપનાવવા પડશે. આમ વાતો વહી જતી અને સમય પણ. જાણીતાં કહેતાં આવી જીદ સાથે તો લગ્ન ક્યારેય નહીં થાય પણ આદિ નમતું જોખતો જ નહીં.

આમાં માતાજીના સ્થાનકે મળેલી છોકરી મમતાબેનને માતાજીનો સંકેત લાગી. એમણે ફરી સુમનબેનને મળવું હતું પણ મનમાં એક ડર પણ હતો છતાં પ્રયત્ન કર્યે જ છૂટકો એમ વિચારી એ પરી અને એમનાં પતિ કેતુલભાઈ સાથે માતાજીના મંદિરે ગયાં.

પહેલાં માતાજી સામે ખોળો પાથરી એમનો સાથ માંગ્યો, કૃપા માંગી, મક્કમ મને સુમનબેનની રાહ જોઈ એ પગથિયાં નજીક ગોઠવાયાં જેથી મંદિરમાં આવતાં દેખાય તો એમને દેખાય. સુમનબેન અને પરિવાર હજી બે દિવસ પૂનમ સુધી અહીં જ રોકાવાના છે એવું એમને ગઈકાલે જ જાણી લીધેલ. વાત કેવી રીતે કરવી એ અસમંજસમાં જ હતાં ને એમને સુમનબેન આવતાં દેખાયા. એમણે ઊભાં થઇ સુમનબેનનું અભિવાદન કર્યું અને એમની સાથે અગત્યની વાત કરવાની ઈચ્છા જાહેર કરી. સુમનબેને દર્શન કરી આવું પછી બેસીએ એમ કહી ગર્ભગૃહ તરફ વળ્યા.

થોડીવાર પછી બંને મંદિરનાં પ્રાંગણમાં એક બાંકડે બેઠાં હતાં અને મમતાબેને વાતનો દોર શરૂ કર્યો. એમણે બધી બીના સંભળાવી આદિ અને સુમનબેનની દિકરીનાં લગ્નનો પ્રસ્તાવ મૂક્યો.

(ક્રમશઃ)

- મૃગતૃષ્ણા