“આ સુંદર ચહેરો જ છે ને આ બધાનું કારણ?તો ઠીક છે, હું પ્રતિજ્ઞા લવ છું જ્યાં સુધી સારંગનું મૃત્યુ નહીં થાય ત્યાં સુધી હું મારો આ ચહેરો કોઈને નહીં બતાવું.”એટલું કહી પદમા ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગી.
....
વર્તમાન સમય
પદમા પોતાનો ભુતકાળ યાદ કરી ફરીથી રડવા લાગી.અર્જુને પદમાને શાંત કરવાનો પ્રયાસ કર્યો પરંતુ પદમાનાં આંસુઓ રોકાવવાનું નામ જ નહોતાં લેતાં. અર્જુને પદમાનાં માથાં પર સ્નેહથી હાથ ફેરવ્યો અને કહ્યું,
“પદમા,તારે હવે તારો ચહેરો વધુ સમય સુધી છુપાવવો નહીં પડે. હું શીઘ્રતિશીઘ્ર તારાં એક-એક આંસુનો બદલો લઈશ.”
અર્જુને પદમાને સહારો દઈને ઉભી કરી અને બંને મલંગ તરફ ચાલી નીકળ્યા.
…
સારંગ અને ભાનું સેના તૈયાર કરવા સારંગગઢ ચાલ્યાં ગયાં હતાં.પદમાનાં રાજમહેલમાં આવ્યાં બાદ તે પોતાનાં પરિવારને મળી.તેઓની મુલાકાત ગમે તેને ઢીલા પાડી દે એટલી ભાવુક હતી.
બે દિવસ બાદ અર્જુન, પદમા અને શાશ્વતનો પરિવાર તથા વિદ્યુત સભાખંડમાં બેઠાં હતાં. થોડાં સમય બાદ શ્લોક પણ પદમાની સહાયતા કરવાન આશયથી ત્યાં આવી ગયો.પદમાનાં ગયાં બાદ પોતાના માતાનાં કહેવાથી શ્લોકે મેઘા સાથે વિવાહ કરી લીધાં હતાં.
સારંગે અર્જુનને ચેતવણી આપી હતી કે કા તો તે પદમાને સોંપી દે અથવા તો યુદ્ધ માટે તૈયાર રહે.
“અર્જુન,આપણે શા માટે માત્ર પદમાની સહાયતા કરવા માટે સારંગ જેવી શક્તિશાળી રાજા સાથે દુશ્મની કરવી જોઈએ?આખરે પદમા તારાં માટે છે કોણ?”લક્ષે અર્જુનને સીધું જ પૂછી નાખ્યું.
“પુત્ર લક્ષ, સ્મરણ રહે પદમાએ અર્જુન, રાજકુમારિઓ અને મારી પૌત્રવધુનો જીવ બચાવી ઘણી વખત રાજપરિવારની મદદ કરી છે અને આજે જયારે તે મુસીબતમાં છે તો આપણે પાછળ ન હટી શકીએ. માટે હું શૌર્યસિંહ યુદ્ધનો સ્વીકાર કરું છું.”
શૉર્યસિંહની વાત બધાએ સ્વીકારી લીધી. પરંતુ લક્ષનો સવાલ સાંભળીને પદમાએ અર્જુન સામે જોયું જાણે એ પણ લક્ષનાં પ્રશ્નનો ઉત્તર અર્જુન પાસેથી જાણવા ઈચ્છતી હોય.
“દિલ સે હૈ જુડે યે દિલ અપને
કહને કો કોઇ રિશ્તા હી નહીં.
ઇસ પાકિઝાસે બંધનકો
દુનિયામેં કોઈ સમજા હી નહીં.
જબ ઘાવ લગે કોઈ તુમકો
તો દર્દ યહાં ભી હોતા હૈ
જબ નમ હો તુમ્હારી યે આંખે
તો દિલ યે મેરાભી રોતા હૈ
તુમને ભી આજ યે પૂછ લિયા
તુમ કોન પિયા, તુમ કોન પીયા.
…
રાજસભામાંથી બધા જઈ રહ્યા હતા ત્યાં અર્જુને કહ્યું,
“પદમા,મારે તારી શાશ્વત, શ્લોક અને રેવતી સાથે એક ચર્ચા કરવી છે.”અર્જુનની વાત સાંભળીને તેઓ રાજસભામાં જ રોકાયા અને બાકીનાં બધા ચાલ્યા ગયા.
અર્જુને શ્લોક અને શાશ્વત સામે જોયું અને કહ્યું,
“શ્લોક,શાશ્વત મને સારંગ પર જરા પણ ભરોસો નથી.મને પૂર્ણ વિશ્વાસ છે કે આપણે બધા જો રણમેદાનમાં ચાલ્યાં જઈશું તો સારંગ જરૂર પાછળથી પદમાને લઈ જવાનો પ્રયત્ન કરશે.માટે હું ઈચ્છું છું કે તમે બંને અને રેવતી પદમાને કોઈક સુરક્ષિત જગ્યાએ લઈ જઈ તેનું રક્ષણ કરો.”
“પરંતુ અર્જુન સારંગ બહુ શક્તિશાળી છે.”શાશ્વતે કહ્યું.
“મિત્ર શાશ્વત, તું ચિંતિત ન થા.મારી સાથે મારો પરિવાર અને વિદ્યુત છે. પરંતુ જો તમે બંને પણ યુદ્ધમાં આવશો તો પદમા અહીં એકલી થઇ જશે.”
અર્જુનની વાત સાંભળીને શાશ્વત અને શ્લોકે એકબીજા સામે જોયું અને કહ્યું,
“અમને તારી વાત માન્ય છે.”
બીજા દિવસે સૂર્યોદય પહેલાં જ શાશ્વત અને શ્લોક પદમાને લઇને એક સુરક્ષિત સ્થળે પહોંચી ગયાં અને સૂર્યોદય થતાં જ શરૂ થયું એક પ્રચંડ યુદ્ધ.શૉર્યસિંહે અને અર્જુને સૈનિકોનો ઉત્સાહ વધારવા જુસ્સાથી ભરપૂર શબ્દો કહ્યા.
...
“आरम्भ है प्रचण्ड, बोले मस्तकों के झुंड
आज जंग की घड़ी की तुम गुहार दो
आन बान शान या कि जान का हो दान
आज इक धनुष के बाण पे उतार दो
आरम्भ है प्रचण्ड...
मन करे सो प्राण दे, जो मन करे सो प्राण ले
वही तो एक सर्वशक्तिमान है
कृष्ण की पुकार है, ये भागवत का सार है
कि युद्ध ही तो वीर का प्रमाण है
कौरवों की भीड़ हो या पांडवों का नीड़ हो
जो लड़ सका है वो ही तो महान है
जीत की हवस नहीं, किसी पे कोई वश नहीं
क्या ज़िन्दगी है ठोकरों पे मार दो
मौत अंत है नहीं, तो मौत से भी क्यों डरें
ये जा के आसमान में दहाड़ दो
आरम्भ है प्रचंड...”
...
એક ભયંકર યુદ્ધ શરૂ થઈ ગયું હતું એક દુષ્ટનાં અંત માટે,એક નારીનાં સન્માનની રક્ષા માટે.
શું લાગે છે વાચકમિત્રો આ યુદ્ધમાં કોનો વિજય થશે?