Pret sathe Preet - 1 in Gujarati Horror Stories by Kamejaliya Dipak books and stories PDF | પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 1

Featured Books
  • સંઘર્ષ - પ્રકરણ 11

    સિંહાસન સિરીઝ સિદ્ધાર્થ છાયા Disclaimer: સિંહાસન સિરીઝની તમા...

  • ફરે તે ફરફરે - 37

    "ડેડી  તમે મુંબઇમા ચાલવાનુ બિલકુલ બંધ કરી દીધેલુ છે.ઘરથ...

  • પ્રેમ સમાધિ - પ્રકરણ-122

    પ્રેમ સમાધિ પ્રકરણ-122 બધાં જમી પરવાર્યા.... પછી વિજયે કહ્યુ...

  • સિંઘમ અગેન

    સિંઘમ અગેન- રાકેશ ઠક્કર       જો ‘સિંઘમ અગેન’ 2024 ની દિવાળી...

  • સરખામણી

    સરખામણી એટલે તુલના , મુકાબલો..માનવી નો સ્વભાવ જ છે સરખામણી ક...

Categories
Share

પ્રેત સાથે પ્રિત- એક રોમેન્ટિક ગેમ - 1

આજે નિશાનો જન્મદિવસ છે. તે ખૂબ જ ખુશ છે. આજે તેના 21 વર્ષ પુરા થયા અને તે 22મા વર્ષ માં બેઠી. નિશા વહેલી સવારે જાગીને તૈયાર થઈ ગઈ, જોકે ઊંઘ ના નામે રાત્રે બે વાગ્યાથી પાંચ વાગ્યા સુધી જ તે સૂતી હતી, અને એમા પણ તેની આંખો જાણે કોઈની રાહ જોઈ રહી હોય તેમ જાગતી રહી હતી. કેમકે રાત્રે 12 વાગ્યા પછી તો તેના મિત્રો તેને લેટ નાઈટ બર્થડે વિશ કરવા માટે વારંવાર ફોન કરી રહ્યા હતા એટલે માંડ માંડ કરતા બે વાગ્યે તેને ઊંઘ આવી હતી. તેમ છતાં તે સવારે પાંચ વાગ્યે જાગીને તૈયાર થઈ ગઈ હતી.

નિશા શહેરના નામી બિઝનેસમેન અરુણ સક્સેના ની દીકરી હતી. તેના ઘરે એટલે કે તેના બંગલામાં તેના મમ્મી-પપ્પા સહિત 13 જણા જોઇન્ટ ફેમિલી માં રહે છે. તેમાં નિશા સૌથી નાની અને બધા ની લાડકી છે. નિશા નો બર્થડે હતો એટલે આજે તે સફેદ કલરના ડ્રેસમાં એકદમ પરી જેવી લાગતી હતી. કાજલ કરેલી નમણી આંખો, એકદમ વ્યવસ્થિત રીતે ઓળાવીને રાખેલા વાળ, લિપસ્ટિક કરેલા ગુલાબી હોઠ, તેના ડ્રેસ સાથે મેચ થતા નાક, કાન અને ગળામાં પહેરેલા ઘરેણા સાથે તે બહુ જ ક્યુટ લાગતી હતી. આજ સુધીમાં તેના દરેક બર્થડે પર તેના મમ્મી પપ્પા તેને કોઈને કોઈ સ્પેશ્યલ ગિફ્ટ આપતા, પરંતુ આ બર્થડે માટે તેના મનમાં કંઈક અલગ જ પ્લાનિંગ હતી. તેના માટે તેણીએ બધીજ તૈયારીઓ કરી રાખી હતી. આ વખતે બર્થડે ભલે નિશાનો હતો પરંતુ સરપ્રાઇઝ તેના મમ્મી પપ્પાને મળવાનું હતું.

જયારે નિશાના રૂમની સફાઈ વખતે ભાવનાબેને(નિશાના મમ્મી) નિશાની બુકના એક પેજ પર 'I love you vishal' લખેલુ જોયું ત્યારે જ mr. સક્સેનાએ તેમના PA ગોપાલ રાજગુરુ ને આ વિશાલની બધી જ ડિટેઇલ્સ મેળવવા માટે કહ્યું હતું. mr સક્સેનાને પહેલા તો ખુબ ગુસ્સો આવ્યો હતો પરંતુ જયારે તેમને જાણવા મળ્યું કે વિશાલ સુપ્રીમ કોર્ટ ના જજ નો દીકરો હતો જે સ્વભાવે એકદમ સરળ અને પ્રેમાળ હતો તેમજ દેખાવે સીધોસાદો લાગતો એક હેન્ડસમ છોકરો હતો એટલે તેમનો ગુસ્સો એકદમ ઠંડો થઈ ગયો હતો. mr.સક્સેના ને પોતાની જ છવી વિશાલ માં દેખાઈ રહી હતી જેવી તેમને પોતાની દીકરી માટે જોઈતી હતી. જો કે આ બધી વાતની નિશાને તો ખબર જ નહોતી. તેને મન તો એમ જ હતું કે તે પોતાના પપ્પાને બહુ મોટુ સરપ્રાઈઝ આપવા જઈ રહી છે.

આજે રાત્રે 'કરુણા હોટેલ એન્ડ રિસોર્ટ' માં નિશાના જન્મદિવસની પાર્ટી રાખી છે. સવારે વહેલા ઉઠતાની સાથે જ નિશાને તેના ભાઈ સુરજ અને દિવ્યાભાભીએ સૌથી પહેલા બર્થડે વિશ કર્યું હતું કેમ કે તેમના બંગલામાં તેઓના રૂમ સામસામે છે. પછી તેણીએ પોતાના મમ્મી-પપ્પા ના આશીર્વાદ લીધા હતા. ત્યારબાદ તો આખો દિવસ તેને બર્થડે વિશ માટે કોલ આવતા રહ્યા હતા. તેની બર્થડેપાર્ટી માટે ઘણા બધા VIP ઓને આમંત્રણ આપવામાં આવ્યું છે. નિશાને એ બધું ખુબ જ પસંદ છે. cake કાપવો, માથે બર્થડે કેપ પહેરવી, બલુન્સ લગાવેલા રૂમમાં પરી જેવો ડ્રેસ પહેરીને આમતેમ નાચવું અને ગાવું તેમજ સૌથી વધારે ઈમ્પોર્ટન્ટ એ કરુણા ની famous game રમવી.

પહેલી વાર નિશા તેના કલાસ ના ગ્રુપ સાથે આ હોટેલમાં આવી હતી. ત્યા પહેલી વાર તેણે વિશાલને કિસ્સ કરી હતી. આમતો તે વિશાલને પહેલેથી જ પસંદ કરતી હતી પરંતુ જયારે તે અહીં આવી ત્યારે તેણે પોતે જ સામેથી વિશાલને પ્રપોઝ કર્યો હતો અને વિશાલને કિસ્સ કર્યું હતું. ત્યારે game ના rules પ્રમાણે તે ખુબજ ભયંકર અને ડરામણી ચુડેલનો makeup કર્યો હતો. આજે પણ પોતાના મમ્મી-પપ્પા ને સરપ્રાઈઝ આપવા માટે તેણીએ વિશાલને બોલાવ્યો હતો. આજે તે વિશાલને પોતાના મમ્મીપપ્પાને પોતાના boyfriend તરીકે ઇન્ટ્રોડ્યૂસ કરવાની હતી.

કરુણા માં એડવાન્સ બુકિંગ થઈ ગયું હતું. નિશા તેની ફેમિલી સાથે સાડા પાંચ વાગ્યે ત્યા હાજર થઈ ગઈ હતી. ત્યા બધીજ તૈયારીઓ થઈ ગઈ હતી. હજી બીજા મહેમાન ધીમે ધીમે આવી રહ્યા હતા. પાર્ટીમાં ધીમે ધીમે રોનક જામી રહી હતી. એક મોટો હોલ બલૂન્સ અને રેડિયમ ના કાગળ જેવી ચમકતી વસ્તુઓ થી સજાવેલો હતો. નિશાના કલાસમેંટ અને બીજા નજીકના સગા અત્યારે હાજર હતા. નિશાનો ભાઈ સુરજ ઇવેન્ટ હોસ્ટ કરી રહ્યો હતો. સૌથી પહેલા થોડું બોલ્યા પછી તેણે નિશાને cake કાપવા માટે સ્ટેજ પર બોલાવી. ત્યારે નિશાએ cake કાપતા પહેલા પોતે સાચવીને રાખેલી સરપ્રાઈઝ આપવાનું વિચાર્યું. સ્ટેજ પર જઈને નિશાએ ઈશારાથી વિશાલને સ્ટેજ પર બોલાવ્યો. વિશાલ જયારે સ્ટેજ પર આવ્યો ત્યારે નિશાએ તેના મમ્મીપપ્પાને તેની ઓળખાણ આપતા કહ્યું, "ડેડ, મોમ. આ વિશાલ ગુપ્તા છે જેને હુ પ્રેમ કરું છું. આજે તમને મળાવવા માટે એને અહીં બોલાવ્યો છે. જો તમે મને એની સાથે મેરેજ કરવા માટેની મંજૂરી આપો તો તે જ મારા માટે સૌથી મોટુ બર્થડે ગિફ્ટ હશે. please ડેડ." નિશાના મમ્મીપપ્પા પણ જાણે કાઈ જાણતા ન હોય તેમ વર્તન કરીને બોલ્યા, " હા બેટા, જો એ તને પસંદ હોય તો અમને કોઈ જ ઓબ્જેકશન નથી." એમ કહીને તેમણે પણ નિશાના પ્રેમ માટે લીલી જંડી આપી દીધી. ત્યારબાદ નિશાએ cake કાપ્યો. બધાએ cake ખાધી અને સુરજે સ્કોચની બોટલ ખોલીને પાર્ટીની શરૂઆત કરી. બધા બર્થડે વિશ કરીને પાર્ટીનો આનંદ માણવા લાગ્યા. ધીમું બર્થડે માટેનું અંગ્રેજી મ્યુઝિક વાગી રહ્યું હતું.

આજે ખાવા અને પીવા માટે કોઈ જ વસ્તુની ખામી નહોતી. કોઈના ગ્લાસમાં વાઇન તો કોઈના ગ્લાસમાં સ્કોચ, કોઈ બિયર પીવે છે તો કોઈ વ્હિસ્કી કે રમ, આમ જ ઘણીબધી જાતની વિદેશી શરાબ પીવા માટે હાજર હતી. અમુક લોકો જે પીવામાં રસ નહોતા ધરાવતા તેઓ જમવા માટે આગળ વધ્યા. જમવામાં પણ ઘણી બધી variety હતી. તેમાં ઇટાલિયન, ચાઈનીઝ, પંજાબી, સાઉથ ઇન્ડિયન, ગુજરાતી, સી ફૂડ, વેજ-નોન્વેજ, બિરયાની, પિઝા, સ્વીટ અને છેલ્લે ice cream પણ હાજર હતો.

બધાએ જમી લીધા બાદ, હવે બધાનો ઉત્સાહ વધી રહ્યો હતો કેમકે હવે જ ચાલુ થવાની હતી પેલી મશહૂર ગેમ. ગેમ ચાલુ થાય તે પહેલા જ ગેમ ના નિયમ પ્રમાણે બધીજ લેડીઝને હવે makeup રૂમમાં જવા માટેનું ઇન્સ્ટ્રકશન આપવામાં આવ્યું. નિશાના ભાભી અને બીજા બધા લેડીજ makeup રૂમમા આવ્યા. આમતો આ makeup રૂમ બીજા makeup રૂમ જેવો જ હતો પરંતુ ફર્ક એ જ હતો કે અહીં કોઈને makeup કરીને રાજકુમારી જેવું સુંદર નહોતું બનવાનું પરંતુ પોતાનો રાજકુમારી જેવો makeup ઉતારીને એકદમ ડરાવે તેવો ચુડેલ નો makeup કરવાનો હતો.

દૂર એક ખૂણામાં એક નાનું સ્પીકર મુકવામાં આવ્યું હતું. તેમાં વારંવાર આ ગેમના નિયમો મોબાઇલની કૉલર ટ્યુન ની જેમ એક છોકરીના અવાજમાં બોલાઈ રહ્યા હતા.
૧) બુકિંગ કરેલા હોલમાં જ બધાએ ગેમ રમવી.
2) makeup રૂમમાં કોઈએ makeup સિવાય બીજી કોઈ પ્રવૃત્તિ કરવી નહી.
3) કોઈએ ક્યાય ચોરીછુપીથી રોમાન્સ કરવો નહી.
4)makeup કરવા માટે લેડીઝને જવું, પુરુષોએ નહી.
આવી રીતે એક પછી એક નિયમો પેલી સ્પીકર વાળી છોકરી બોલ્યે જતી હતી.

થોડી જ વાર માં બધી લેડીઝ makeup કરીને રૂમની બહાર હોલમાં આવી. જયારે તેઓ makeup રૂમ માં ગયા હતા ત્યારેની સાપેક્ષે અત્યારે તેઓ કંઈક વિચિત્ર જ લાગી રહ્યા હતા. એકદમ ડરામણાં ચહેરા, ખુલ્લા વાળ, આંખોની આસપાસ એકદમ ડાર્ક સર્કલ, કાળા રંગના પહેરેલા કપડાં, વધારે પડતી લાલી હોઠ પર ઓછી અને ગાલ પર વધારે લગાવેલી હતી, અને તેમાંય અલગ અલગ રંગની ચાલુ બંધ થઈ રહેલી લાઈટ માં તેમનો દેખાવ વધારે ભયંકર લાગી રહ્યો હતો.

અચાનક ભીડમાંથી કોઈ તેમની આજુબાજુ જ સંભળાય તેમ ધીમાં અવાજ માં બોલ્યું "આ જો એના અસલી સ્વરૂપમાં આવી ગઈ, જ્યારે હુ તેને પહેલી વાર મળ્યો ત્યારે જો તેણે આ સ્વરૂપ બતાવ્યું હોત તો કદાચ હુ બચી ગયો હોત." તેમની આસપાસ ઉભેલા બીજા સંબંધીઓ આ સાંભળીને હસી પડ્યા.

હવે બધા પુરુષોને સ્ટેજ પર જવા માટેનું instruction આપવામાં આવ્યું. બધા પુરુષો ધીમે ધીમે સ્ટેજ પર જવા લાગ્યા. ગેમ રમવા માટે બધા પુરુષોએ હાથ લાંબો કરીને સ્ટેજ પર ઉભા રહેવાનું હતું જેથી તેમની પત્ની આવીને તેમણે લંબાવેલા હાથ પર કિસ્સ કરીને તેમને પ્રપોઝ કરે અને ત્યાર પછી તેમણે ચુડેલ બનેલી પોતાની પત્ની ને કિસ્સ કરવાની અને એવી રીતે ગેમની શરૂઆત કરવામાં આવતી અને સ્ટેજ પર આવી રીતે એકદમ રોમેન્ટિક વાતાવરણ ઉભું થયું હતું.

ધીમે ધીમે બધા જ couple અત્યારે એકબીજાને અનુસરીને lipkiss કરી રહ્યા હતા. એવુ લાગી રહ્યું હતું જાણે કોઈ ચુડેલ એના પ્રિય પાત્ર ને પોતાની અંદર સમાવી રહી હતી. વાતાવરણ ધીમે ધીમે રોમેન્ટિક અને ગરમ થઈ રહ્યું હતું. આસપાસના આવા વાતાવરણ ના લીધે કે પછી બધાએ પીધેલી ડ્રિંક્સના લીધે અત્યારે સૌ કોઈ મદહોશ હતું. નિશા અને વિશાલ આ બધું જોઈ રહ્યા હતા. બધાને આવી રીતે રોમાન્સ કરતા જોઈને તેમના મનમાં પણ ધીમે ધીમે અરમાન જાગી રહ્યા હતા. તેમની આંખો હવે એક થઈ અને તેમણે એકબીજાને કાતિલ સ્માઈલ આપી. નિશાએ ઈશારાથી વિશાલને એક બાજુના અંધારા વાળા ખૂણા તરફ આવવા માટે કહ્યું. તેઓ તેમના માતાપિતા અને વડીલોની ઈજ્જત કરતા હતા એટલે તેમની સામે કાઈ પણ એવુ કરવા નહોતા ઇચ્છતા જેનાથી તેમને શર્મિંદગી મેહસૂસ કરવી પડે. એટલે તેઓ તરત જ પેલા સહેજ અંધારા વાળા ખૂણા તરફ જવા લાગ્યા જેથી તેમના ઉપર બીજા કોઈ નું ધ્યાન ન જાય.

ધીમું ધીમું રોમેન્ટિક music વાગી રહ્યું છે. બધા જ couple રોમાન્સ કરવામાં વ્યસ્ત છે. એકબાજુના થોડા અંધારા વાળા ખૂણામાં ઉભા ઉભા નિશા અને વિશાલ એકબીજાને કિસ્સ કરી રહ્યા છે. અત્યારે નિશાના હોઠ વિશાલના હોઠ સાથે જાણે રમત રમી રહ્યા છે. વિશાલનો હાથ નિશાના શરીરના નાજુક અંગો પર ફરી રહ્યો છે. અત્યારે તેઓને એકબીજા સિવાય બીજું કાઈ જ યાદ નથી. તેઓ એકબીજાની અંદર ખોવાઈ રહ્યા છે. તેમના શરીર એકદમ કંપી રહ્યા છે. એકબીજાથી સાવ ચિપકાઈને તેઓ એકબીજા ને કિસ્સ કરવામાં વ્યસ્ત છે.

દૂર એક ખૂણામાં કોઈ અદ્રશ્ય પડછાયો અત્યારે વિશાલ અને નિશાને જોઈ રહ્યો છે. પરંતુ તે પડછાયાની આંખોમાં ખુબ જ ગુસ્સો ભરેલો છે. એકદમ લાલ થઈ ગયેલી આંખોમાં ગુસ્સો અને દર્દ ઉભરાઈ રહ્યું છે. એવુ લાગી રહ્યું છે કે જાણે તે પોતાના દુશ્મનને તડપાવી તડપાવીને મારી નાખવા માટે તૈયાર છે. ધીમે ધીમે તે વિશાલ અને નિશાની નજીક આવી રહ્યો છે. તે વિશાલ અને નિશાનો જીવ લેવા માગતો હોય તેમ આગળ વધી રહ્યો છે. પરંતુ વિશાલ અને નિશા તો એકબીજા ના પ્રેમમાં ડૂબેલા હતા. તેઓ અત્યારે આ બધાથી દૂર કોઈ અલગ દુનિયામાં ખોવાયેલા હતા. અરે, વિશાલ અને નિશા જ નહી પરંતુ દરેક couple અત્યારે આ દુનિયાથી ખુબ જ દૂર જાણે કોઈ અલગ માહોલમાં જઈ પહોંચ્યા હતા. તેમને કોઈને પણ ખબર નહોતી કે આજે કંઈક અજુગતું થવાનું હતું. પેલો અદ્રશ્ય પડછાયો ઘણી વાર સુધી નિશા અને વિશાલને ઘૂરતો રહ્યો. ત્યારબાદ જેવો તે વિશાલ અને નિશા પર હુમલો કરવા ગયો ત્યાં જ નિશાના ભાભીએ વિશાલ અને નિશાને બોલાવ્યા. નિશા અને વિશાલ જાણે ઊંઘમાંથી જાગ્યા હોય તેમ તેમની સામે જોઈને શરમાઈને એકબીજાથી દૂર થઈ ગયા. નિશાના ભાભી એકદમ હસી પડ્યા.

ગેમ અંદાજિત સાડા બાર વાગ્યા સુધી ચાલી. ડાન્સ અને કિસ્સ કરવામાં બધાનો મેકઅપ વિખાઈ ગયો હતો. અમુક અમુક લોકો થાક્યા હતા. એટલે હવે બધા ઘર તરફ જવાની તૈયારી કરવા લાગ્યા. નિશા દોડતી તેના મમ્મી પપ્પા પાસે આવી. થૅન્ક્સ કહીને એકદમ તેમને ગળે લાગી ગઈ. નિશાએ તેમની પાસે વિશાલ સાથે કારમાં ઘરે આવવાની પરવાનગી લીધી અને વિશાલ સાથે ગાડીમાં બેસી ગઈ.

રોડ પર અત્યારે ખુબ જ ઓછી ગાડીઓ જઈ રહી છે. સફેદ કલરની BMW કાર રસ્તા પર એક જ સ્પીડથી જઈ રહી છે. વિશાલ કાર ડ્રાઈવ કરી રહ્યો છે અને ડ્રાઈવર સીટની બાજુની સીટ પર નિશા બેઠી છે. સ્ટ્રીટ લાઈટના ખુબ જ આછા થતા અજવાળામાં ગાડીની લાઈટ પ્રકાશનો એક સીધો લીટો કર્યે જતી હતી. ચાલુ ગાડીએ પણ નિશા વિશાલને કિસ્સ કરી રહી છે. વિશાલનો એક હાથ ગાડીના steering પર છે જયારે બીજો હાથ નિશાના આખા શરીર પર ફરી રહ્યો છે. વિશાલનું ધ્યાન ક્યારેક આગળ રોડ પર તો ક્યારેક નિશાના ચેહરા પર જઈ રહ્યું છે. જયારે પણ તેઓ એકબીજાની સામે જોતા તો એક કાતિલ સ્માઈલ આપતા. અચાનક જ તેમને feel થયું કે પાછલની સીટ પરથી કંઈક અવાજ આવી રહ્યો છે જાણે કોઈ ધીમાં અવાજે રડી રહ્યું હોય. થોડી વારમાં તે રડવાનો અવાજ હસવા માં ફરી ગયો. હસવાનો આ અવાજ ખુબ જ તીવ્ર હતો. નિશા અને વિશાલે ડરતા ડરતા જ એકસાથે પાછળ ફરીને જોયું. પાછળની સીટ પર તેમણે જે દ્રશ્ય જોયું તે ખુબજ ભયંકર હતું, જેનાથી તેઓ ખુબ જ ડરી ગયા. ત્યા જ વિશાલે ગાડીનું સંતુલન ગુમાવી દીધું અને ગાડી રસ્તા પરના સ્ટ્રીટ લાઈટ ના થાંભલા સાથે અથડાઈ.

ડરના કારણે વિશાલ અને નિશાની આંખો ફાટી રહેલી છે. રાત્રીની ચાલી રહેલી ઠંડી હવામાં પણ બંનેના શરીરે ખુબ જ પરસેવો વળી ગયો છે. કારને તો વધારે કોઈ નુકશાન નથી થયું છતાં પણ તેઓ બંનેનું મૃત્યુ થયું હતું.

નિશા અને વિશાલના મૃત્યુનું કારણ પેલો અદ્રશ્ય પડછાયો જ હતો..
કોણ છે એ અદ્રશ્ય પડછાયો?
નિશા અને વિશાલને કેમ માર્યા?

આવા પ્રશ્નોના જવાબ જાણવા માટે વધારે રાહ નહી જોવી પડે
થોડા ટાઈમ માં જ આ કહાની આગળ વધારવા માટે હુ એનો બીજો ભાગ લઈ આવીશ.

ક્રમશઃ