Jivan Sathi - 48 in Gujarati Love Stories by Jasmina Shah books and stories PDF | જીવન સાથી - 48

Featured Books
  • નિતુ - પ્રકરણ 52

    નિતુ : ૫૨ (ધ ગેમ ઇજ ઓન)નિતુ અને કરુણા બંને મળેલા છે કે નહિ એ...

  • ભીતરમન - 57

    પૂજાની વાત સાંભળીને ત્યાં ઉપસ્થિત બધા જ લોકોએ તાળીઓના ગગડાટથ...

  • વિશ્વની ઉત્તમ પ્રેતકથાઓ

    બ્રિટનના એક ગ્રાઉન્ડમાં પ્રતિવર્ષ મૃત સૈનિકો પ્રેત રૂપે પ્રક...

  • ઈર્ષા

    ईर्ष्यी   घृणि  न  संतुष्टः  क्रोधिनो  नित्यशङ्कितः  | परभाग...

  • સિટાડેલ : હની બની

    સિટાડેલ : હની બની- રાકેશ ઠક્કર         નિર્દેશક રાજ એન્ડ ડિક...

Categories
Share

જીવન સાથી - 48

આન્યા: હું તને આટલું બધું સમજાવું છું તે ઉપરથી તને નથી લાગતું કે હું કંઈ એમ જલ્દીથી કોઈની ચુંગાલમાં ફસાવું તેમ નથી.
સ્મિત: હા એ તો લાગે જ છે. તું મને સમજે મને ઓળખે મને જાણે ત્યાં સુધી હું તારી રાહ જોવા તૈયાર છું.
આન્યા: ઓકે, એઝ યુ લાઈક. અને હવે બસ યાર ટોપીક બદલ.. ક્યારનું ચલાવ્યું છે તે પ્રેમ.. પ્રેમ.. પ્રેમ..

સ્મિતને આજે બરાબર ખબર પડી ગઈ હતી કે ખરેખર આ ખૂબસુરત તોફાની નટખટ ચાલાક મછલી એમ કંઈ જલ્દીથી મારી પ્રેમની જાળમાં ફસાય તેમ નથી મારે તેને માટે ખૂબ મહેનત કરવી પડશે અને તે એક ઉંડો નિસાસો નાંખે છે.

બસ આ બધી ચર્ચા ચાલી રહી છે અને એટલામાં આન્યાનું ઘર આવી જાય છે એટલે સ્મિત પોતાની કારને રોકે છે અને ઉદાસ મન સાથે આન્યાને " ઓકે ચલ બાય, કાલે મળીએ.." કહીને વિદાય કરે છે અને આન્યા પોતાની મોમને બૂમો પાડતી પાડતી પોતાના આલીશાન બંગલામાં પ્રવેશે છે. મોમે તેને માટે ગરમાગરમ કોફી બનાવીને રાખી છે તે પીવા માટે તે ડાઈનીંગ ટેબલ ઉપર પોતાની મોમની બાજુમાં બેસે છે. મોમ તેને તેની એક્ઝામ ક્યારે આવી રહી છે તે પૂછે છે એટલે આન્યા જવાબ આપે છે કે, હજુ એક્ઝામની તો ઘણીવાર છે મોમ પણ તને અત્યારે મારી એક્ઝામ ક્યાંથી યાદ આવી..? ત્યારે મોમ તેને કહે છે કે એક ખૂબજ ખુશીના સમાચાર છે માટે..
આન્યા મોમની મૂંઝવણભરી વાતોથી અકળાઈ જાય છે અને કહે છે કે, સીધેસીધું કહી દે ને મોમ કે, શું ખુશીના સમાચાર છે ? પરંતુ આજે મોનિકાબેને નક્કી કર્યું છે કે, પહેલા આન્યા guess કરે પછી જ તેને સાચું કારણ જણાવવાનું એટલે મોનિકાબેન આન્યાને કહે છે કે, " ના આજે હું તને કહેવાની નથી તારે guess જ કરવું પડશે..
આન્યા પણ મોનિકાબેનની જ દીકરી છે એમ કંઈ ગાંજી જાય તેમ નથી તેથી તે પણ દાદાગીરીથી મોમને જવાબ આપે છે કે, આર યુ ચેલેન્જ મી ?
મોનિકાબેન પણ ખુશ થઈને જવાબ આપે છે કે, યા સ્યોર..
આન્યા: અને હું આ ચેલેન્જ જીતી જવું તો મોમ તમારે મને પ્રોમિસ આપવી પડશે કે હું કહું તેમ તમારે કરવું પડશે.
મોનિકાબેન પણ ખુશી ખુશી ચેલેન્જનો સ્વિકાર કરીને હા પાડે છે એટલે આન્યા એક પછી એક વાત guess કરતી જાય છે અને બોલતી જાય છે કે,
આન્યા: ડેડને કોઈ નવો એવોર્ડ મળ્યો ?
મોમ: નૉ
આન્યા: ડેડ મારા માટે ન્યુ કાર ખરીદવાના છે ?
મોમ: નૉ
આન્યા: ફરવાની શોખીન આન્યા પૂછે છે કે, હું, તું અને ડેડ આપણે ત્રણેય કોઈ ફોરેઈનની ટ્રીપ ઉપર જઈ રહ્યા છીએ ?
મોમ: નૉ, નોટ નાઉ..‌.
હવે આન્યા થોડી અકળાઈ જાય છે અને બોલી ઉઠે છે કે, ઑહ નૉ વ્હાય આઈ કાન્ટ હેવ સચ એન આઈડિયા ? અને પછી પોતાની હાર સ્વીકારીને બોલે છે કે, કહી દો ને મોમ આઈ કેન નોટ ગેસીંગ...
અને ત્યારે જઈને મોમ તેને પૂછે છે કે, " આર યુ સ્યોર યુ કાન્ટ ગેસીંગ..?
આન્યા: યસ મોમ સે પ્લીઝ
અને આન્યાની મોમ તેને કહે છે કે, " આજે તારા વ્હાલા દિપેન ભાઈનો ફોન આવ્યો હતો અને પંદર દિવસ પછી તેમના મેરેજ છે તો તારે જો કોલેજમાંથી રજા મળે તો બે ચાર દિવસ પહેલા તેમના ઘરે જવાનું છે. આર યુ રેડી ?
આન્યા તો ખૂબજ ખુશ ખુશ થઈ જાય છે અને બોલી ઉઠે છે કે, ઓહો આ તો રીયલી તે અને દિપેનભાઈએ બંનેએ મને જોરદાર સરપ્રાઈઝ આપી. ગમે તે થાય હું કોલેજનું થોડું એડજસ્ટ કરીને પણ બે ચાર દિવસ વહેલી જ જઈશ મારા એકના એક ભાઈના મેરેજ થોડા વારંવાર આવે છે..!!
અને તે પોતાની મોમને એમ પણ કહેવા લાગી કે, મોમ જુઓ આ વખતે તમારે પણ આવવું જ પડશે નહીં ચાલે ઓકે ?
પપ્પાએ પણ એ દિવસે ક્લિનિક બંધ રાખીને રજા પાડીને આવવું જ પડશે ઓકે ?
મોનિકાબેન: હા હા સ્યોર બેટા, હું અને તારા ડેડી બંને આવીશું ઓકે ?
અને સ્મિતની બોરીંગ વાતોથી કંટાળેલી આન્યા આજે તો આ સમાચાર સાંભળીને જાણે ફ્રેશ થઈ ગઈ અને ખુશીથી ઝૂમવા લાગી.

હવે આન્યા દિપેનના મેરેજના બે ચાર દિવસ પહેલા તેના ઘરે જઈ શકે છે કે નહિ ? આન્યાના મમ્મી પપ્પા પણ આ મેરેજમાં જઈ શકે છે કે નહિ ? અશ્વલ પણ ત્યાં હાજર જ હશે તો અશ્વલ આન્યાને ફરીથી પ્રપોઝ કરે છે કે નહિ ? અને જો ફરીથી પ્રપોઝ નથી કરતો તો પણ આન્યાને તેને માટે કોઈ ફીલીંગ્સ થાય છે કે નહિ ? આન્યા અશ્વલની લવસ્ટોરી શરૂ થાય છે કે શરૂ થતાં પહેલાં જ ખતમ થઇ જાય છે ? તમને શું લાગે છે ? મને જરૂરથી જણાવજો...આપણી આન્યા સ્મિત ઉપર પોતાની પસંદગી ઉતારશે કે પછી અશ્વલ ઉપર ? જરૂર જણાવજો... હું આપના પ્રતિભાવને ધ્યાનમાં રાખીને આગળનો ભાગ લખીશ....તો ચાલો જોઈએ.. આગળ શું થાય છે તે....

આપની લેખિકા....
~ જસ્મીના શાહ 'જસ્મીન'
દહેગામ
7/7/22