Modern Mahabharatno Arjun - 18 in Gujarati Adventure Stories by Suresh Kumar Patel books and stories PDF | મોર્ડન મહાભારતનો અર્જુન - 18

Featured Books
Categories
Share

મોર્ડન મહાભારતનો અર્જુન - 18

(18)

હું તમને જે સમજાવવા માંગતો હતો એ બધું આ પ્રશ્ન ના જવાબ માં આવી જશે.

અત્યાર શુધી તમે તમારા ચક્રો ને વશ માં કરીને તમારી યોગ શક્તિથી તમારી મનની શક્તિઓ ને થોડી ગણી વશ કરી છે બરાબર.

સૌ એ પોતાનું મો હલાવી ને હા પાડી.

પણ જો હું તમને કહું કે યોગ અને ધ્યાનથી તમે તમારા ચક્રો અને ઇન્દ્‌રિયો ને પણ વશ કરી શકો છો અને તમારી ઇન્દ્‌રિયોના અદભૂત ઉપયોગથી તમે આ દુનિયા પર જાદુ કરી શકો છો જાદુ.!

પણ એ બધું આમ ચપટી વગાડતા થઇ જાય એવું સેહલું નથી.! એના માટે તમારે વેઠ કરવી પડે વેઠ. એટલે કે ખુબ મેહનત કરવી પડે. જે તમે લગભગ પેલા દિવસે જોઈ આવ્યા પેલા હઠયોગીઓ ને એ એટલા માટે ગાયબ થઇ સકે છે કેમકે એમને પોતાની ઇન્દ્‌રિયો ના કમાલ થી પોતાની આજુબાજુ ના વાતાવરણ ને પણ વસમાં કરી લીધું હતું. અને યોગ અને ધ્યાન થી તમે તમારી બધી ઇન્દ્‌રિયો ને વશમાં કરીને પોતાની ભૌતિક દુનિયા ને પણ વશ કરી શકો છો એટલે કે તમે તમારી દુનિયાના પંચ મહાભૂતો ને તમારા વિચારો તરફ ફેરવી શકો છો. સમજ્યા...!’

અર્જુન અને સર્જન તો તરત જબકી ગયા કેમકે આ બંને જણા આવા વિચાર ઉપર ગણીવાર વાતો કરી ચુક્યા છે.

‘જોયું સર્જન મેં કહ્યું હતુંને કે ધ્યાન થી, હું... હું એક દિવસ મારા વિચારોથી બધું કટ્રોલ કરી શકીશ...! યેસ...યેસ...!’ અર્જુન એકદમ એકસાઈટ થઇ ગયો.

‘હા....યાર તારી વાત સાચી પડી.’ સર્જન પણ અચરજ થી બોલ્યો.

‘પણ ગુરૂજી, આ પંચ મહાભૂતો ને કેવી રીતે વશમાં કરી શકાય...? અને શું એના થી આપણે દુનિયા ની ભૌતિક વસ્તુઓને પણ અસર કરી શકીએ...?’ અર્જુન અને સર્જન બંને બોલી ઉઠયા.

‘તમેજ કહો કે દુનિયા કેવી રીતે બનેલી છે.?’

‘હવા, પાણી, આકાશ,....વગેરે. એટલે કે પંચ તત્વો કે પંચ મહાભૂતો થી.’

‘અને તમારૂં શરીર શેનું બનેલુ છે.?’

‘એ પણ પંચ તત્વો થી એટલે કે પંચ મહાભૂતો થી.’

‘તો જેમ જેમ તમે જોયું કે આપને ધ્યાનમાં ઊંડા ઉતરતા જઈએ તેમ આપણા શરીર ના સ્તરોમાં ઊંડે જતા રહીએ છીએ અને પછી આપણે આપણા સુક્ષ્મ શરીર પર આવી જઈએ છીએ ત્યાંથીજ આ જાદુ ના ખેલ થઇ શકે છે...!’

‘તો એના માટે તો સર ક્યાં એટલી મેહનત ની જરૂર છે. એતો ફક્ત આપણે ધ્યાન લગાવીએ કે તરત સુક્ષ્મ શરીર દ્વારા આપણે પોતાની બોડી ને છોડીને બહાર આવી જઈએ છીએ.’ એમ.બી.એ. વાળા ભાઈ થોડા જાગ્યા હોય તેમ લાગ્યું.

‘યેસ, સાચું કહ્યું. તમે એક વખત સુક્ષ્મ શરીર ને પોતાની ધ્યાન અવસ્થામાં મેળવી લો પછીજ તમારા વિચારો ને કઈ દિશામાં લઇ જવી એની કસોટી થતી હોય છે કેમકે આ સુક્ષ્મ શરીર તમારા વિચારો ના ઇશારે અને ઇન્દ્‌રિયોના પ્રભાવ પર ચાલે છે. એટલે પેહલા તો તમારે તમારા વિચારો અને ઇન્દ્‌રિયોને પુરેપુરી તમારા વશમાં કરવી પડે સમજ્યા..!! અને એ ફક્ત ને ફક્ત શેના થી પોસીબલ છે.?’

‘ધ્યાન અને સાધના થી...!’ એમબીએ વાળા ભાઈ હાથ ઉંચો કરીને બોલ્યા.

‘રાઈટ....!!’

હવે લગભગ બધાને આ સિક્રેટ સમજાઈ ગયું હોય તેમ લાગ્યું અને અર્જુન અને સર્જન પણ આ બધી વસ્તુ ને બરાબર પોતાના મગજમાં ફીટ કરી રહ્યા છે.

હવે મને લાગે છે કે તમે લોકો પેલા અલ્ટીમેટ અદભૂત પ્રેક્ટીકલ સેશન માટે તૈયાર છો.

બધા શાંત બેસી રહ્યા છે અને એકબીજાના મો સામે જોઈ રહ્યા છે. ફક્ત એક દિવસ ના પેલા પ્રેક્ટીકલ સેશન જેવા હઠયોગીઓને જોયા પછી હજુ સુધી અમુક લોકોની ઉંગ હરામ થઇ ગયી છે..! તો હવે, આ ગુરૂજી કહે છે એ જગ્યા પર જઈને નજાણે શું થશે. એના વિશે જ બધા વિચારી રહ્યા છે...! એમાય વળી ગુરૂજી એ કહ્યું કે ધ્યાનથી તમે જાદુ કરી શકો છો જાદુ. એટલે બધા થોડા સીરીયસ અને થોડા બેચેન થઇ ગયા...!!

અરે, એમાં ડરવાની જરૂર નથી હું તમારી સાથે આવવાનો છું. અને ત્યાં જે પણ વસ્તુઓ તમને દેખાશે કે નહિ દેખાય એ બધી વસ્તુઓ તમે પણ થોડી પ્રેક્ટીસ પછી કરી શકસો..!

‘સર, બસ અબ ઔર મત ડરાયીએ. સબ ડર રહે હે..!’ બંગાળી બાબુ બોલ્યા.

‘સબ નહિ આપ ડર રહે હે..!’ સર્જને મજાક કરી માહોલ હળવો કર્યો.

હવે કોઈના થી રેહવાય એમ નથી એટલે બધા જવા માટે ખુબ ઉત્સાહી થયા છે. અને આ જાદુઈ દુનિયાને પોતાની આંખો થી નિહાળવા તત્પર થયા છે.

ગુરૂજીએ બધા ને થોડો રેસ્ટ કરવા અને ફ્રેશ થઈ જવા રીસેશ આપી. અને થોડીવારમાં બધા તૈયાર થઇ જાય એવી સુચના આપી. પોતે પણ ફ્રેશ થવા ગયા.

‘અરે, પ્રણવ ‘દા. આજ તો ફૂલ વાટ લગને વાલી હે..!’ સર્જને રોજ ની જેમ મજાક કરી.

‘તું અપની ચડડી સંભાલના મેરી ફિકર છોડ.’

સૌ એકબીજા ની ખેચતા હોય તેમ ફ્રેશ થવા પોતાના રૂમ તરફ જતા જતા મજાક ના મૂડ માં હતા.

પોત પોતાની બધીજ વસ્તુઓ ચેક કરીને બધા આશ્રમના મેઈન ગેટ આગળ આવીને ઉભા છે.

સૌ ગુરૂજીની રાહ જોઈ રહ્યા છે. એટલામાં ગુરૂજી અને મનુકાકા રસોઈયા આવી ગયા.

ચલો...ચલો.

યેસ, ચાલો સર વી આર રેડી..!! બધા બોલ્યા.

‘અરે, ગુરૂજી અપના ખાના ભી વહાં હોને વાળા હાઈ ક્યાં મનુંકાકા ભી સાથ આ રહે હે તો..!!??’

‘નહિ. પ્રનાવ’દા. મનુકાકા એક રસોઇયે કે સાથ સાથ એક અદભૂત યોગી ભી હે. મેં હર બેચ કી યેહ લાસ્ટ સેશન મેં ઉન્હેં સાથ લે જાતા હું. વોહ ભી અપને કુછ અનુભવ શેર કરેંગે આપ કે સાથ.’

‘વાહ...બડીયા...હે..! મઝા આયેગા.’

‘હા એતો ત્યાં જઈને ખબર પડશે કેવી મઝા આયી..!!’ મનુકાકા એ સૌથી આગળ ચાલતા ચાલતા કહ્યું.

હા...હા...હાહા..! સૌ છોકરાઓ હસવા લાગ્યા

‘ક્યાં કહા મનુભાઈ આપને...? મુજે સુનાઈ નહિ દિયા.’ ગુરૂજી સાથે પાછળ ચાલતા પ્રણવ’દા એ બુમ પાડી.

‘અરે, કુછ નહિ તુમ બસ ચલતે રહો’ ગુરૂજી એ વાત પૂરી કરી.

આશ્રમ થી થોડા આગળ નીકયાજ હશે એટલા માં પાક્કો રસ્તો આવી ગયો.

‘આ રોડ નેપાળ અને ભારત ની સરકારે સંયુક્ત ખર્ચે પ્રવાસીઓ માટે બનાવ્યો છે. પેલો બોડ મરેલો છે એ બાજુ થી બધા એવરેસ્ટ ટ્રેકિંગ માટે આવે છે...!!’ મનુકાકાએ એક ગાઈડ ની ગરજ સારી.

‘ઓહ, વાહ. અહી થી એવેરેસ્ટ પર જવાય છે એમને..!’ અમ.બી.એ. વાળા ભાઈ ખુશ થઇ ગયા.

‘હા, પણ આપણે એ બાજુ નથી જવાનું’ મનુંકાકા એ થોડો રસ્તો બદલ્યો અને પાક્કા રોડ પર થી નીચે ઉતર્યા.

‘કેમ ? મનુ..! સામે થીજ જઈએ ને.!’ ગુરૂજી પાછળ થી બોલ્યા.

‘ગુરૂજી એ બાજુ હજુ બરફ પડયો હશે રોડ પર તો આ બાજુ ઉંચાઈ પર થી વાટ કરી લઈશું.’ મનુકાકા પોતાનો અનુભવ કામે લગાડયો.

‘ઓકે, સારૂં જેવું તમને ઠીક લાગે.’ ગુરૂજી બેફીકર હતા.

સૌ મનુંકાકા ની પાછળ પાછળ એક લાઈન માં ચાલ્યા આવતા હતા. અને હવે એ પાક્કો રસ્તો દુર રહી ગયો હતો. અને આશ્રમ પણ દેખાવાનો બંધ થઇ ગયો હતો.

‘તો તમને કેવું રહ્યું અહિયાં આવીને..?’ ગુરૂજી જાણે બધાની પાસે થી ફીડબેક લેતા હોય તેમ.

‘કેમ ગુરૂજી આવું કેમ પૂછી રહ્યા છો..?’ સર્જન પાછો વળી ને બોલ્યો.

‘કંઇ નહિ પણ હવે તમારા પાછું જવાનું છે ને અને મારે બીજી બેચ માટે તૈયારીઓ કરવાની છે. તમારી બેચ હવે થોડા દિવસ ની મેહમાન છે. તો હું પણ જાણી લઉં ને કે તમને કેવું લાગ્યું અહિયાં આવીને.?’

‘અરે, સર એમાં થોડી કંઈ પુછવાનું હોય. બધાને ખુબ ખુબ મઝા આવી જ હોય. આવી અદભૂત જગ્યાએ આવીને.’ એમ.બી.એ.વાળા જાણે બધા વતી બોલ્યા.

‘મઝા તો આવીજ હોય પણ તમને કોઈને પણ કોઈ એવી વસ્તુ અહિયાં થી મળી કે તમારા જીવન માં ઉપયોગી બને.?’

‘હા, સર મને અને અર્જુન ને જીવનનો ટર્નીંગ પોઈન્ટ મળી ગયો છે હવે તમારે કોઈ ચિંતા કરવા ની જરૂર નથી.’ સર્જન થોડું વધારે બોલ્યો હોય તેમ લાગ્યું. પણ અર્જુનને પણ એની વાત પર જાને વિશ્વાસ હોય તેમ પોતાનું મંતવ્ય આપ્યું.

‘ગુરૂજી, હું તમને વચન આપું છું કે હું મારા જીવન માં અને મારી આસપાસ ની દુનિયા ને બને એટલો ફાયદો આ યોગ અને ધ્યાન થી કરાવીશ. મારી પૂરી શક્તિઓ લગાડીશ. અને હવે તો ખરેખર મને જીવન નો સાચો ધ્યેય મળી ગયો છે.

‘સાબાશ....ખુબ સરસ. મને આવીજ અપેક્ષઓ હોય છે મારા શિષ્યો તરફ થી. પણ..!’

‘પણ શું ગુરૂજી..?’ સર્જન લાઈન માંથી બહાર નીકળીને જાણે ઉભો રહી ગયો. અર્જુન પણ થોડો ઉભો રહ્યો પણ ગુરૂજી એ તેને આગળ ધકેળ્યો.

‘પણ ... કઈ નહિ બસ તમે જે કહો છો એ ભૂલી ન જતા એટલે બસ. કેમકે મને આવું મારા ભૂતકાળ ના ગણા શિષ્યોએ કહ્યું છે એટલે.’ ગુરૂજી બીજા હાથે સર્જનને પણ સાથે ચાલવા હાથ લંબાવ્યો.

‘નહિ ગુરૂજી. તમને કેમ એવું લાગે છે. કે અમે ભૂલી જઈશું.’ અર્જુન ચોક્યો.

‘મને એવું લાગતું નથી એવુજ થાય છે. તમે આ અદભૂત ટુર ને કેટલા દિવસ યાદ રાખવાના..?’

‘જીન્દગી ભર...!’ કેમ વળી ..?’

‘હા...હા....!!’

‘કેમ ગુરૂજી તમે હાસ્યા.

‘કંઇ નહિ બધા એવુજ કહેતા હતા....!’

‘હા, પણ બધા માં અને મારા માં ફરક નથી લાગતો...!’ અર્જુન ગર્વ થી બોલ્યો.

‘મને પણ એક એવા શિષ્ય ની જરૂર છે કે જે મારા અનુભવો અને પોતાની આવડત થી દુનિયામાં કંઈક કરી બતાવે.’

‘હા, તો મારા પણ તમે પૂરેપૂરો ભરસો કરી શકો. સર. હું તમને લખીને આપવા તૈયાર છું.’ અર્જુન ઉત્તેજિત થઇ ગયો.

‘હા.હાં. મને પુરેપુરો ભરોસો છે તારા પર અને સર્જન પર પણ.’

‘તો બસ, ગુરૂજી અમને એવા આશીર્વાદ આપજો કે અમે તમારા એવા શિષ્યો બની શકીએ જેની તમને આશા છે.’ સર્જન થોડો મોટો થઇ ગયો હોય એમ લાગ્યું.

‘આશીર્વાદ તો સાથે છેજ અને હવે તો તમે ગમે ત્યારે ક્યાય મુન્જાવતો આજ્ઞાચક્ર નો ઉપયોગ કરી મારી સાથે વાત કરી શકો છો ને..!’

‘હા, સર એ ખુબ મજાની વાત છે. હું તમને ત્યાંથી રોજ અપડેટ કરતો રહીશ.’ સર્જન ડાહ્યો થયો.

‘અરે, તું શું અપડેટ કરીશ ગુરૂજીને. ગુરૂજી તો ત્યાજ હશે આપડી જોડે સુક્ષ્મ સરીર દ્વારા..!! કેમ ગુરૂજી’ અર્જુનને જાણે ગુરૂજીને બાંધી લીધા.

‘અરે, હા એતો હું ભૂલીજ ગયો...!’

‘ઓકે ચાલો હવે બધા ક્લ્હુબ આગળ નીકળી ગયા છે...!’ ગુરૂજીએ અર્જુન અને સર્જનને વાતો માંથી બહાર કાઢ્‌યા. અને ગુરૂજી સાથે વાતો વાતોમાં બધા થી પાછળ રહી ગયા છે એનું ભાન કરાવ્યું.

‘અરે, મનુંકાકા થોડા ધીરે ચાલો અમે બહુ પાછળ રહી ગયા છીએ..!’ સર્જને બુમ પાડી.

‘કેમ થાકી ગયા કે શું..?’ મનુકાકા એ પોતાનું આઈસ હેમર ઉંચુ કરતા કહ્યું.

‘જો પેલા મી.માર્કેટિંગ ને...કેટલા આગળ નીકળી ગયા છે.’ પેલા એમ.બી.એ વાળા ભાઈને બતાવતા મનુંકાકા બોલ્યા.

‘કોણ..? મી.માર્કેટિંગ.?’ સર્જન મુન્જાયો.

‘અરે,,,,હા..હા...હા...લાયા...લાયા કાકા જોરદાર નામ પાડયું તમેં એનું.’ સર્જન હવે સમજી ગયો.

‘અરે ઉસકો તો પેહલે શે હી આગે રેહને કા શોખ હે..! તભી તો વોહ એમ.બી.એ. હે..!’ પ્રણવ’દા હાંફતા બોલ્યા.

બધા એનું સામે જોઇને હસવા લાગ્યા.

‘કેમ શું થયું...? કેમ હાસ્ય.’ મી.માર્કેટિંગ બોલ્યા.

‘કંઇ નહિ. બસ હવે આગળથી થોડુજ જવાનું છે તો ધીરે ચાલજો નહીતર તમે ભટકી જસો’ મનુંકાકાએ બહુ આગળ જતા તોક્યા.

બસ, થોડીવાર ઉભા રહો અને અહીનો માહોલ મેહસૂસ કરવાની ટ્રાય કરો. વાતો માં ને વાતો માં બધા કેટલે દુર આવી ગયા છે એનું ભાન પણ ન રહ્યું. બધા આજુબાજુ નજર કરવા લાગ્યા.

અને બધા એકદમ આશ્ચર્યમાં આવી ગયા હોય તેમ મો ફાડી ફાડી ને આજુબાજુ ફરી ફરી ને જોવા લાગ્યા. આ કઈ જગ્યા છે. અત્યાર ચુધી તો આપણે બરફા ના ડુંગરાઓ ચડતા આવ્યા અને એક દમ બરફ ક્યાં ગાયબ થઇ ગયો. આજુબાજુ માં જે પર્વતો દેખાતા હતા એ પણ ક્યાય ગાયબ થઇ ગયા. અને આ સુંદર મજાનું મનમોહક દ્રશ્ય ક્યારે સર્જાઈ ગયું. પેલા એમ.બી.એ.વાળા ભાઈ થોડા આગળ નીકળી ગયા હતા એટલે થોડા પાછા વળી ને આવ્યા અને આ લોકોને આમ મો ફાડી ફાડી ને જોતા થોડી અચરજ લાગી કે આ લોકો શું કરી રહ્યા છે પણ જેવા એ પણ બધા ની બાજુ માં આવી ગયા અને પેલા ઊંચા ઢાળ પરથી નીછે આવી ગયા કે તરત એને પણ આ મનમોહક જગ્યા નો નજરો દેખાયો અને મી. માર્કેટિંગ પણ કંઇ જ ના બોલી શક્યા અને પોતાનું મો ખુલે એટલું ખોલીને ગોળ ગોળ ફરતા ફરતા બધું જોવા લાગ્યો..!

કોઈએ પણ ધાર્યું ન હતું કે આવા બરફના જંગલ વચ્ચે પણ આવું લીલુછમ જંગલ જોવા મળશે.

હા. બરફ ના પર્વતો વચ્ચે લીલુછમ ફૂલો અને વ્રૂક્ષો થી ભરેલું જંગલ એકી નજર માં સૌને ગમી જાય તેવી ફૂલોની મેહ્‌ક પણ મેહ્‌કાવી રહ્યું હતું. અને એકદમ જાણે સૌનો થાક ઉતરી ગયો અને આ બધું આજુબાજુ માં શું થઇ રહ્યું છે એ જોવા જાણવા બધા મશગુલ થઇ ગયા. અને કોઈને કંઇ પૂછવાનો સમય પણ ન મળ્યો એટલા પોતાની જાતમાં ખોવાઈ ગયા...!

બધા પોતપોતાની રીતે આખા જંગલ માં જાણે ફરવા નીકળી ગયા. હવે મનુંકાકા કોઈને રોકતા કે ટોકતા ન હતા. અને ગુરૂજી પણ જાને ગાયબ થઇ ગયા તેમ અદ્રશ્ય થઇ ગયા. પણ હાલ કોઈને પણ પોતાની જાત સિવાય બીજા કોઈને તરફ નજર નાખવાની પણ જાને ફુરસદ ન હતી. એટલા તો મદમોહક બની ગયા હતા. અને જાને પોતાની જાત સિવાય કોઈ અહિયાં છે જ નહિ એવું વર્તન કરી રહ્યા છે.

કોઈ પોતાની જાત સાથે વાત કરતા હતા...

તો કોઈ વળી ગીત સંગીત ગાતા ગાતા ગુમી રહ્યા છે....

તો કોઈ એક ખૂણા માં બેસી ને નાના નાના બતકોને ફોસલાવી રહ્યું છે...

મી.માર્કેટિંગ તો હજુ કંઇજ સમજી નથી સક્યો. પણ પોતાની જાત માં મંત્રમુગ્ધ થઇ ગયો છે અને ધીરે ધીરે એક સુંદર ઝરણા તરફ વળી રહ્યો છે...

પ્રણવ’દા પણ બસ આંખો બંધ કરીને બંગાળીમાં કંઈક બોલતા બોલતા આમ તેમ વિહરી રહ્યા છે....

સર્જન અને અર્જુન તો જાણે અહિયાં રોજ આવતા હોય તેમ પેલા ઝરણા ની પાછળ જઈને એની આરપાર થી બધો નઝારો નિહાળી રહ્યા છે. અને બસ ધ્યાન અવસ્થા માંજ એકબીજા થી વાતો કરી લે છે....

આ જગ્યા કઈ છે કોઈ નથી જાણતું પણ બસ પોતાની જાતને આ જગ્યા ખુબ ગમે છે એ ખબર છે બધાને...! અને કોઈને પણ અહી થી જવાનું મન થતું નથી.

હા, અહિયાં જેમની જેવી કલ્પના શક્તિ એવો નજરો ઉભો થિયા ગયો છે પણ કોઈ એકબીજા ને એનું વર્ણન કરી સકે તેમ નથી કેમ કે જેવા બધા આ વાતાવરણ માં પ્રવેશ્ય કે તરત બધા જાને કોઈ ધ્યાન અવસ્થા માં આવી ગયા હોત તેમ બસ પોતાની જાત મંજ ખોવાઈ ગયા છે અને ધીમું ધીમું કોઈ મ્યુસિક વાગતું હોય તેમ લાગી રહ્યું છે. ચારેબાજુ થી મનગમતી સુગંધ પણ આવી રહી છે.

અને અર્જુન પોતાને આવતી એ સુગંધ ને ઓળખી ગયો છે પણ એ કોઈને કહી શકે એમ નથી..!

પ્રણવ’દા પણ પેહલા થોડા ડરી ગયા હોય તેમ લાગતું હતું પણ હવે તો બસ એવા પોતાની જાત માં મશગુલ થઇ ને વિચરી રહ્યા છે કે સમય નું અને પોતાની ઉંમરનું ભાન પણ ભૂલી ગયા છે. અને કેવા કેવા ડાન્સ કરી રહ્યા છે...!

બધાને આમ કંઈક અવનવું કરતા જોઇને મનુંકાકા થોડા અચરજમાં પડી ગયા છે પણ એમને જાણે આવું પેહલા પણ જોયલુ હોય તેમ લાગ્યું. અને સાઈડ માં ઉભા રહી ને જાણે કોઈના ઓર્ડર નો ઇન્તઝાર કરતા હોય તેમ બધાને નિહાળતા રહ્યા. અને પોતાની જાત સાથે મંદ મંદ હસવા લાગ્યા.

બધા એકબીજાને જોઈ શકતા હતા પણ એકબીજા સાથે વાત કરી શકતા ન હતા બસ પોતાના વિચારો થી એક બીજા ને પોતાની વાત જણાવી શકતા હતા પણ એમાં પણ એક મજા આવતી હતી. આંખો થી થોડા ઇસારા પણ કરી લેતા હતા. પોતાના હાવભાવ એવા થઇ ગયા હતા જાણે કોઈ અન્તરિક્ષ ના વાતાવરણ માં આવી ગયા હોય. પોતાની સરીર તો જાણે છેજ નહિ એવું હલકું થઇ ગયું છે. બસ પોતાની બુઘ્ધિ થી અને કલ્પના શક્તિથી પોતાની હાજરી પુરાવી રહ્યા છે ત્યાં બધા. બાકી શરીર નું કોઈ અસ્તિત્વ ત્યાં જણાતું નથી...!! અર્જુન તો પોતાની જાત ને કંઈક સમજાવી રહ્યો હોય તેમ આખા વિસ્તારમાં પોતાની જાત ને ફેરવી રહ્યો છે અને જાણે બધી વસ્તુઓ અને બધી પરિસ્થિતિઓનું અવલોકન કરી રહ્યો છે. સાથે સર્જન પણ જોડાય છે.

બસ, હવે એને બધું સમજાઈ ગયું હોય તેમ લાગે છે.