Modern Mahabharatno Arjun - 13 in Gujarati Adventure Stories by Suresh Kumar Patel books and stories PDF | મોર્ડન મહાભારતનો અર્જુન - 13

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મોર્ડન મહાભારતનો અર્જુન - 13

(13)

(કોલેજમાં મહાભારતનો સામનો)

યોગા શિબિર પુરા થયાને થોડા જ દિવસો થયા છે અર્જુન અને તેના મિત્રો હજુ સુધી તો નિયમિત યોગાભ્યાસ અને ધ્યાન કરી રહ્યા છે પણ ન જાણે કેટલા દિવસ સુધી આ ધ્યાન અને યોગનો સાથ આપી શકશે આ લોકો.

કોલેજ માં હમણાં ની ખુબ શાંતિ વર્તાઈ રહી છે બધા ક્લાસ્ નિયમિત થઇ રહ્યા છે અને કોઈ ન્યુસન્સ પણ હમણાનું નથી. પણ તોય અર્જુનનું મન કંઈક કહી રહ્યું હોય તેમ આજે એ થોડો વ્યાકુળ દેખાય છે..!

‘કેમ અર્જુન તારૂં મુડ નથી લાગતું આજે કોલેજ માં..?’ સંજના એ તેની સામેની બેંચ માંથી ઈશારો કરતા કહ્યું.

‘ના બસ એમજ. ઇટ્‌સ ઓકે.’

‘તો ચલ થોડું હસીને બતાવ.’

‘અરે, રીયલી કંઇ નથી બસ.’ અર્જુન સ્માઈલ સાથે એની સામે જુવે છે.

‘અરે, તમારી લવરી બંધ કરો સર આવી ગયા’ અર્જુનની બાજુમાં બેઠેલા મેહુલે કોણી મારતા કહ્યું.

બધા રોજ મુજબ ક્લાસ અટેન્ડ કરવામાં મશગુલ થઇ ગયા અને પછી કેન્ટીનમાં મળી વાતો કરીશું કહી પોતાની બૂકોમાં ખોવાઈ ગયા.

આખો ક્લાસ ખાલી થઇ ગયો હતો પણ અર્જુન જાણે સ્લોવ મોસનમાં બેગ પેક કરતો હોય તેમ હ્‌જુ કંઈક વિચારતા વિચારતા બેંચ પર બેઠો છે એટલામાં સંજના જે પોતાની ફ્રેન્ડસ સાથે બહાર નીકળી ગયી હતી એ લેવા પાછી ફરી.

‘અરે ઓ રોમિયો ક્યાં ખોવાયો છે.? ચલ બધા ગયા.’

‘અરે, હા સંજુ, ચલ..ચલ’બંને એક સાથે ક્લાસની બહાર નીકળી રહ્યા હતા એટલામાં સામેના ક્લાસ માંથી મેકસ અને રોકી તેની ગેંગ સાથે આવતા દેખાયા. હજુ થોડા દિવસ પેહલાંજ આ ગેંગ લેડીસ ટોઇલેટ પાસે મસ્તી કરતા પકડાઈ હતી અને પ્રોફેસરે તેમને ધમકી પણ આપી હતી. પણ, આ ગેંગ ક્યાં આવી ધમકીઓથી ડરવાની હતી કેમકે તેમના ગોડફાધરો બેઠા છે તેમના આ નબીરાઓ ને બચવવા માટે...! એટલે જ તો આ નબીરાઓ બિન્દાસ થઈને ફર્યા કરે છે.

‘બોસ આ છે અપણા કોલેજ ના રોકસ્ટાર નો ક્લાસરૂમ...!’

‘ઓહો...એટલે આ છે રોમિયો જુલિયેટનો ક્લાસ એમને..?’ રોકીએ મશ્કરી કરતા સંજનાની સામે આવીને ઉભો રહ્યો.

‘સંજના..!, તું આબાજુ આવ’ અર્જુને એનો હાથ ખીચીને પોતાની પાછળ કરી.

‘હા, આ અમારો ક્લાસ છે અને પેલી ૩જા નંબરની પાટલી અમારી છે એ પણ જોઈ લેજો..!’ અર્જુને ઈશારો કર્યો.

‘હા, હા, ભાઈઓ જોઇલો એ પવિત્ર અને નસીબદાર પાટલીઓને..!’ મેક્સે પણ મજાક કરતા કરતા પોતાના ઇન્દ્રધનુષ કલરવાળા ચશ્માં ઊંચા કરી અર્જુન સામે આંખો કાઢતા કાઢતાં બધાને લઇને આગળ નીક્યી ગયો.

‘ચલ, અજુન આપણે જલ્દી જતા રહીએ..!’ સાંજના થોડી નર્વસ થઇને બોલી.

‘અરે, જલ્દી શું કામ? બસ જઈએ છીએ ઉભી રહેને..!’

અર્જુન જે નોર્મલી થોડો ઠંડોજ હોય છે એ આજે વધુ ઉગ્ર થઇ ગયો હોય તેમ લાગ્યું. તેને પોતાને ફિલ થયું કે આ થોડી વધારે પડતી મજાક હતી. એકદમથી આવેલું આ લફન્ગાઓનું વાવાજોડું સીટીઓ મારતું મારતું આગળ નીકળી ગયું પછી બંને એકબીજાના હાથ થોડા વધુ જોરથી પકડી કેન્ટીન તરફ ચાલતા થયા.

થોડી વધારે મજાક કદાચ અહી મહાભારત રચી નાખ્યું હોત પણ આજે કંઈક નવું થયું એવું અંદરથી અર્જુનને પણ લાગ્યું પણ શું થયું એ સમજી ના સક્યો..!

જે થયું તે હતું તો પોસિટીવ વાઈબ્રેસન. નહીતર તો આનું રીઝલ્ટ તો ગણું નેગેટીવ આવવાનું હતું.

આવા મહાભારત રોજ કોલેજો માં જોવા મળતા હોય છે જેને આપણે ફક્ત દુર થી નિહાળતાંજ હોયીએ છીએ અને કોઈક વખત એજ મહાભારત તમારી સામે આવીને ઉભું રહી જાય છે અને નજરો જોનારા બદલાઈ જાય છે..!

પણ આ વખતે અર્જુન સામે જે મહાભારત રચાયું તેનો એહસાસ તો પેહલા જેવોજ હતો પણ પરિણામ કંઈક અલગ આવ્યું એના લીધે થોડો અચરજ માં છે. કેમકે એને લાગ્યું કે જાણે એની અંદર કંઈક નવું થઇ રહ્યું છે. જે પ્રતિકાર કરવામાં નહિ પણ બીજી કોઈ વસ્તુ માં ફોર્સ કરતુ હોય તેવું લાગ્યું. પોતાનું મન પૂરે પૂરૂં તેના કાબુ માં હતું અને પોતાના ગુસ્સા ને અજાણતાંજ એનું મન દબાવી રહ્યું હતું. અને કંઈક પોસિટીવ ઇનટ્‌યુસન આપી રહ્યું હતું. હવે કંઈક નવું લાગ્યું અર્જુનને કેમકે એની પાસે તો ગુસ્સા ના અસ્ત્ર સિવાય બીજા કોઈ અસ્ત્રો નથી. પણ આ કંઈક નવા બ્રહ્‌માસ્ત્ર જેવું મળ્યું લાગે છે...!

હવે આ મહાભારત ને નવી રીતે જોવાની ખરી મજા આવવા ની છે.

પણ અર્જુન હજુ કન્ફયુઝ હોય તેમ વળી વળી ને પેલા લોકોને જોતા જોતા આગળ નીકળી રહ્યો છે અને મેક્ષ અને રોક્કી પણ ઘડી ઘડી પાછળ વળી ને અર્જુનને જોઈ રહ્યા છે જાને એમને પણ કંઈક નવો અનુભવ મળ્યો હોય તેમ લાગ્યું. અને હજુ આ બધું કેમ આટલી ઝડપી પતિ ગયું એ ખબર ના પડી.

જાણે મહાભારતના યુદ્ઘમાં બંને બાજુ યોદ્ધાઓ પોત પોતાના હાથીયાર લઈને તૈયાર હતા અને યુદ્ધ વિરામ નો શંખનાદ વાગી ગયો...!

***

(કેન્ટીનનો મસ્તીવાળો ક્લાસ)

દરરોજની જેમ મસ્તીનો માહોલ જામેલો છે. રેમો મસ્તીના માહોલનો કેપ્ટન છે અને હંસરાજ પોતાની ટેવ મુજબ બધાનો ઓર્ડર લઇ રહ્યો છે. હંસરાજ પોતાની કાયમ ની ટેવ મુજબ પેન્સિલ થી મેનુ કાર્ડ પર બધાની આઈટમો ટીક કરી રહ્યો છે અને જેની જેની આઈટમો છે તે લખી રહ્યો છે. અને તેમાં પોતાની એક એક આતમ એડ કઈ રહ્યો છે.

‘બોલો, લેડીશ લોકો તમારે શું ખાવું છે?’

‘હંસ, મારી વેજી. સેન્ડવીચ.’

‘ઓકે, ઐશ્વર્યા મેડમ. અને બાજુમાં વિધિ બેન બોલો તમારે..?’

‘મારે, કંઇ નથી ખાવું પેટ ફૂલ છે. બસ એક કોલ્ડરીંક’

‘ઓકે, ૨ કોલ્ડડરીંક’

‘અરે..! ૨ નહિ એકજ.’

‘હા, પણ એક મારી છે, વિધિમેમ.’

‘તું શાંતિ રાખ. એને બધી વસ્તુ ડબલ લખવાની ટેવ છે, અને આમેય બધા માંથી થોડું થોડું ખાય એના કરતા બધાનું મેનુ એક એક વખત રીપીટ કરી લે એટલે એનું પેટ ભરાઈ જાય, આ તો કાયમ નું છે. વિધિ તને ખબર નથી..!’

‘હા, મને ખબર છે પણ આટલું બધું એ ખાઈ જશે..!’

‘અરે, ધીરે થી બોલ, હાથી સાંભળી જશે તો ગુસ્સો કરશે.’ ઐશ્વર્યાએ વિધિને ધીરેથી સમજાવી.

‘નો પ્રોબ્લેમ, જેને જે કેહવું હોય તે કહે મને કોઈ નહિ રોકી સકે ખાવા થી...! મારૂં પેટ છે અને મારૂં મો...!’

‘જોયું ખોટું લાગી ગયું ને હંસરાજ ને..?’

‘ના...ભાઈઓ અને તેમની બેહનો મને ક્યારેય ખોટું નથી લાગતું. હું તો બસ કોલેજમાં ખાવા તો આવું છું.’

‘અરે, એવું નથી હંસ પ્લીસ મારા થી મિસ્ટેક થઇ ગયી...મને ખબર નથી કે તને આવી ટેવ છે..!’ વિધિ ગભરાઈ.

‘હા, તો તારે એવું ના કેહવું જોઈએ હું મારા મો થી ખાઇશને તેમાં બીજા ને શું તકલીફ પડવાની છે..?’

‘હા,,હા,, તમે ખાવો જે ખાવું હોય તે. આ તો બસ મારા થી બોલાઈ ગયું. સોરી’

‘ના, હવે સોરી બોરી ના ચાલે તારે મારૂં બીલ ભરવું પડશે...!’

‘તમારૂં બીલ એટલે બધાનું બીલ?’

હા.....હા....હા....

બધા જોરથી હસવા લાગ્યા.

‘સમજી ગઈ વિધિ? આજનો બકરો તું છે.’

‘શું બકરો ? ના ભાઈ હું બધાનું બીલ નહી ભરૂં..એય ઐશું સમજાવને બધાને !’

‘એમાં એશુ-બેશું ના ચાલે તારે મસ્તી નહોતી કરવીને હંસરાજની’

‘હા, પણ મને ક્યાં ખબર હતી કે એ સાંભળી જશે?, પ્લીઝ મને માફ કરો.’

‘અરે ગાંડી હજુ તું ના સમજી આ લોકો તારી બજાવી રહ્યા છે..! મસ્તી કરી રહ્યા છે તું ટેન્સન ના લેતી.’

‘એય ઐશ્વર્યા, તું અમારી વચમાં ના આવતી આ તો અમારી અને વિધીની વાત છે’

‘એય, ચલ ને હવે રેહવા દે રેમો, મસ્તી ના કરો એ એનું પર્સ ભૂલી ગયી છે એનું બીલ ઉલટાનું તારે આપવું પડશે.’

‘અરે આતો ખોટું કેહવાય.’

જોર થી પોતાનો હાથ ટેબલ પર પછાડી ને અર્જુન બાજુ ની ટેબલ પર આવી ને બેસે છે પાછળ થી સંજના પણ આવીને તેના ખભા પર હાથ મુકતા બોલી.

‘હવે બધું જવાદેને અર્જુન. એતો બસ મસ્તી કરતા હશે.’

‘મસ્તી..?’ એને તું મસ્તી કહે છે? જો હું ત્યાં નહોત તો. તું એકલી હોત તો આ લોકો જાણે શું કરતા..?’

‘કંઇ ના કરી સકે આ લોકો બસ ખાલી એમની ટેવ મુજબ બધાને ડરાવ્યા કરે છે તો મને પણ થોડી ડરાવી હોત. પછી શું..?’

‘શું પછી શું..? જો હવે એ લોકો મારી સામે આવ્યા તો...!’ ફરી મુઠઠી પછાડી.

બાજુની ટેબલ પરથી જાણે મસ્તીનો ક્લાસ અધવચ્ચેજ પૂરો થઇ ગયો. બધા અર્જુન-સંજના તરફ વળ્યા.

‘શું થયું? અર્જુન.’

‘શું કહે છે તું સંજના?’

‘કંઇ નહિ, રેમો બસ એતો ચાલ્યા કરે’

‘કેમ તમારી વચ્ચે લડાઈ થઇ છે?’

‘ના, ઐશ્વર્યા અમે નથી જગડયા. પણ..!’

‘પણ..! તો શું? સંજના કેમ ગભરાઈ ગઈ તું.’

‘અરે યાર મને તો કહે શું થયું અર્જુન’

‘રેમો, આજે પાછા પેલા લફન્ગાઓ આપણા ક્લાસ બાજુ આવ્યા હતા.’

‘ઓહ...તો, કંઈક કર્યું તો નથી ને બોલ હું હમણાજ મેહુલ અને આપણા ગ્રુપને બોલોવી આવું.’

‘અરે, ના ના એ લોકો જતા રહ્યા’

‘હાસ, તમે તો વળી પાછુ ટેન્સન વધારી નાખ્યું મારૂં પેલા દિવસ ની જેમ..!’

‘હા, હંસરાજ કરવું તો એવુજ હતું. તોજ એમને ભાન પડે, પણ આ સંજનાએ રોકી લીધો મને. નહીતર સાલાઓને આપ્યો હોત મેથીપાક. પણ મને જાણે અંદરથી એવું લાગ્યું કે અત્યારે લડાઈ જગાડો કરવાનો કોઈ ફાયદો નથી. અને ગુસ્સા પર જેમતેમ કાબુ રાખ્યો.’

‘સારૂં થયું નહીતર તુજ ધોવાઇ જાત.’

‘ના સંજના એવું નથી અમે તરત ત્યાં આવી ગયા હોત’

‘હા, રેમો પણ એલોકો છેક આપના ક્લાસમાં આવી ગયા હતા અને બહાર જવાય તેમ ન હતું. તમને બોલાવા પણ કઈ રીતે હું તો ગભરાઈ ગયી હતી.’

‘અરે એ તો હું ન જાણે કેમ આ વખતે ઉભો રહી ગયો. મારો ગુસ્સો મારા કાબુમાં આવી ગયો આવું પેહલી વાર બન્યું. આ કંઈક અલગ થયું મારી સાથે.’

‘આ બધું મને લાગે છે તારા ધ્યાન ના એ ડોઝ ના લીધે થયું છે...!’

‘હા, હંસરાજ મને પણ લાગે છે હું ધ્યાન કરૂં છું ત્યાર પછી મારી અંદર કંઈક અલગ જ મેહસૂસ થઇ રહ્યું છે. અને હા, મેં જેવું તેની આંખો માં આંખ નાખી ને કહ્યું કે અત્યારે તમે લોકો જતા રહો નહીતર સારૂં નહી થાય. અને બીજું બધું હું જે સમજાવતો હતો એ બધું એ લોકો સમજી રહ્યા હતા અને જાણે મારી વાત માની લીધી હોય તેમ થોડા શાંત પણ પડી ગયા હતા એવું લાગ્યું. એટલે તો મને પણ થોડો ગુસ્સો ઓછો થયો.’

‘હા, અને અર્જુન તે જેવું એ લોકોને કયું કે જોઇલો અમારો ક્લાસ અને આમારી આ બેંચ. જેવા એ ક્લાસમાં આવ્યા કે એમની પર કંઈક અલૌકિક પ્રભાવ પડયો હોય તેમ મને દુર થી લાગ્યું. એ લોકો થોડા ઓટોમેટીક શાંત પડી ગયા નહિતર, બહાર થી તો બહુ મસ્તી અને બીજા બધાની છેડતી કરતા કરતા આવતા હતા.

એમ લાગે છે કે આ ધ્યાન અને યોગાની પ્રેક્ટીસ તારી અને તારી આજુબાજુના વાતાવરણ માં પણ કંઈક જાદુ કરી રહી છે.’

‘હા...ચોક્કસ. મને પણ એનો અનુભાવ થયો છે’

‘તને? ક્યારે હંસરાજ. તને ક્યારે અને ક્યાં અનુભવ થયો.’

‘હું અને અર્જુન જયારે બે દિવસ પેહલા રેમો તારી સોસાયટીના ગાર્ડન માંથી ક્રિકેટ રમીને પાછા જતા હતા ત્યારે રસ્તામાં થોડા કુતરાઓં જગાડતા હતા એ વખતે અર્જુને બસ એક બુમ પાડીને બધાને કહ્યું ‘શાંત થઇ જાવ’ અને જેવું એ બધા કુતરાઓ એ અર્જુન સામે જોયુ કે તરત એ લોકો શાંત થઇ ગયા.! હા, બધાને આ મજાક લાગશે પણ આ સાચું છે.’

‘હા, એ તો બિલકુલ સાચું છે કે એ બધા તરત શાંત પડી ગયા હતા પણ આનાથી મારા યોગા અને ધ્યાનને શું લાગે વળગે.?’

‘લાગે, બધું બરાબર લાગે. અર્જુન બોસ, તું તો ખરેખર મેજિકમેન બની ગયો.!!’

‘એય, રેમો બસ હવે ઉડાડ નહિ બધા વચ્ચે.’

‘અરે, હા, હું સાચું કહું છું. ધ્યાન થી આ બધું શક્ય છે મેં ક્યાંક વાંચ્યું હતું.’

‘હા, અર્જુન તું ધીરે ધીરે બદલાઈ રહયો છે અને હવે તું તારા આ ધ્યાન અને યોગા પર પૂરૂં ફોકસ કર.’

‘શું કહો છો. સાચી વાત છે સંજુ ?! આ તો ખરેખર મને પણ ખબર નહતી.’ અર્જુન જાણે જબ્ક્યો તેમ બધું ભૂલીને ઉભો થઇ ગયો.

‘હા, આ બધું સાચુજ છે અર્જુન નહિતર તો અત્યાર સુધીમાં તો ત્યાં મહાભારત ચાલુ થઇ ગઈ હોત પહેલા ની જેમ. એ વખતે તો બસ એ લોકોએ કંઈક કોમેન્ટ કરી હતી, અને તું એટલો બધો ગુસ્સામાં આવી ગયો હતો. તો આજે તો એ લોકો આપના ક્લાસમાં આવી ગયા હતા અને તોય પણ કંઈ થયું નહિ...! એટલે ચમત્કાર તો છે.’

‘હા, ઐશ્વર્યા, સાચું કહ્યું તે. નહિ તો જો પેલા દિવસ જેવું થયું હોત તો આ વખતે તો અર્જુનના શર્ટ ના બટન જ નહિ પણ બીજું કંઈક પણ તૂટી પડયું હોત..!’

‘બસ હવે એવું નથી હો, સંજના.’

‘કેમ પેહલા એવું તો શું થઇ ગયું હતું કે બધા પેહલા જેવું..! તે દિવસ જેવું..! કરી રહ્યા છો.’ વિધિએ આખરે પુછીજ નાખ્યું.

‘અરે, વિધિ તું રેગ્યુલર કોલેજ આવતી નથીને એટલે તને પૂરૂં પિક્ચર નથી ખબર. થોડા દિવસ પેહલા આપણા કોલેજ કેમ્પસમાં ફાઈટીંગ નો સીન થયો હતો અને એ પણ રીયલ ફાઈટીંગ રીયલ.’

‘એમ..? એવું કે ?, હંસરાજભાઈ મને તો ખબર જ નથી.’

‘હા, વિધિબેન એ વખતે હીરો અર્જુન અને મેહુલ હતા અને વિલન પેલા મેક્શ અને રોકી ની પૂરી ટીમ.’

‘પછી શું થયું તમે બધા એ રોક્યા નહિ એમને..!’

‘અમે શું કામ રોકીએ? અમને તો મજા પડી ગયી’તી કેમ કે મેહુલ પુરા ફોમમાં હતો. પણ બિચારાના કપડા પુરેપુરા ફેશનેબલ અને વેન્ટીલેસન વાળા થઇ ગયા હતા.’

‘અને હા,હા, હંસરાજ પેલા લોકો ના કપડા પણ ફાટી તો ગયા હતા અને હા, જો એ લોકો જો થોડી વાર હજુ લડયા હોત તો કોઈક ને તો હોસ્પિટલ માં જવુજ પડયું હોત ...!’

‘બસ હવે તું રેહવા દે ને સંજના.’ સર્જન ને સજના ને રોકી.

‘અરે, સર્જન કેહવા દે આપડે તો ક્યાં ગુંડાગીરી કરી હતી. એ તો એમની સાથે આપણે લડયા એટલે તો બધા ને ખબર પડી કે એ લોકો રોજ આવી ગુંડાગીરી કરે છે બાકી બધા રોજ જોયા જ કરે છે...બસ.’ અર્જુન થોડો બગડયો.

‘યાર પણ આપણે ફક્ત બે જન શું કરી શકવાના છીએ ..!’

‘મને ખબર છે પણ એટલીસ્ટ આપણે કોસિસ તો કરી હતી. અને મને લાગે છે આ કોશિશ થી કંઇ નહિ થાય પણ હવે કંઈક નવું કરવું પડશે’

‘નવું ..? પાછું શું કરવા ના છો ..?’

‘ઓહો, ટેન્સન ના લેસો કંઈ નથી કરવું અત્યારે તમે એન્જોય કરો. હું તો બસ સર્જનને અમારા ટ્રેકિંગ અને યોગા કોર્સ વિશે કંઈક બતાવી રહ્યો છું.’

‘અરે, હા તમે લોકો યોગા કોર્સ માટે હિમાલય જવાના છો સાંભળ્યું છે..!’

‘હા, ૧૦૦ % સાચું છે. વિધિ, હંસરાજ, રેમો, યુ ઓલ આ સાચું છે.’ સર્જને કન્ફર્મ કરતા બધાને કહ્યું.

‘ઓહો. તો તમે કોઈ ‘બાબા’ બનવા ના છો એમને..? શું નામ રાખવાના છો … ’સર્જનબાબા’… ’અર્જુનબાબા’ ’

‘અરે...અરે..તમે હજુ જૂના વિચારો વાળી કેસેટમાં ચોટયા છો..! અમે ત્યાં કોઈ બાબા બનવા નહિ પણ યોગાના એડવાન્સ કોર્સ માટે જઈએ છીએ અને ૨-૩ મહિનામાં પાછા આવી જવાના ત્યાં રોકવાના નથી કે નથી ત્યાં કોઈ આશ્રમ બનાવવાના..!!’ અર્જુને બધાને ફરી સમજાવ્યું.

‘ઓકે, તો તમે ત્યાં ક્યારે જવાના છો.? અને તમે ત્યાં શું - શું ખાવાનું લઇ જવાના છો.’ હંશરાજથી રેહવાયું નહિ.

‘ઓહ ગોડ...! હવે બસ કરો આ હંસરાજ વળી પાછો ખાવા પર આવી ગયો હવે બસ ફીનીસ કરો જલ્દી મારે જવાનું છે’ સંજના થોડી ચિડાઈ ગયી.

‘ઓકે, મારે પણ મોડું થશે’ વિધિ પણ ઉભી થઇ.

બધા પોતપોતાના બેગ સેટ કરી અને પોતાની પેપર પ્લેટો ડસ્ટબિન માં નાખવા ઉભા થયા કોઈકે બીલ્લ ચુકવ્યું અને કોઈકે પાણી ના પાઉચ લાવવા હાથોની ઝોળી બનાવી.

છોકરાઓ પોતાના ભીના હાથ એકબીજાના કપડા પર અને છોકરીઓ પોતાના રૂમાલ માં હાથ સાફ કરતા કરતા બધા છુટા પડયા....!!

‘બાય..!!’

‘બાય...ટા ટા’

***