Modern Mahabharatno Arjun - 12 in Gujarati Adventure Stories by Suresh Kumar Patel books and stories PDF | મોર્ડન મહાભારતનો અર્જુન - 12

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મોર્ડન મહાભારતનો અર્જુન - 12

(12)

‘એટલે શું સર ધ્યાન ની શક્તિઓ કેળવવી એટલે..?’ પાછળ થી કોઈ બોલ્યું.

‘હા, હું સમજાવું. જેવી રીતે તમે જાણ્‌યું કે ધ્યાન કરવા થી તમને મન ની શાંતિ મળે છે સ્ટ્રેસ મટી જાય છે અને જીવન માં આનંદ ફેલાઈ જાય છે, પણ તેની સાથે સાથે તમને ધ્યાન કરવા થી ગણી બધી અદભૂત શક્તિઓ પણ મળે છે બોનસ માં. એ શક્તિઓ થી ક્યારેક તમે જાણ હસો તો ક્યારેક અજાણ, એવી અનેક શક્તિઓ છે જેવી કે ઇનટયુસન પાવર, ટેલીપથી પાવર, ફ્યુચર વિસન, સિક્સ સેંથ વગેરે વગેરે...!’

‘હા, હા, સર અમે આના વિશે ગણું બધું વાંચ્યું છે અને ઈન્ટરનેટ પર ગણા બધા વિડીયો પણ જોયા છે.’ હોલ માં છેક ખૂણામાં બેઠેલા એક ખુબ નાની ઉમર ના વિદ્યાર્થી એ ઉભા થઇ કહ્યું.

‘હા, તો આ બધી શક્તિઓ બધા ને જે ધ્યાન કરે તેમને મળીજ જાય તેવું નથી એ તો એની નિયમિત પ્રેક્ટીસ પર આધાર રાખે છે કોઈક ને આ પાવર કે શક્તિ જલ્દી મળી જાય છે તો કોઈક ને ખુબ વાર લાગે છે પણ બધા ને કંઈક ને કંઈક તો મળી જ રહે છે અદભૂત. હા, આ બધી શક્તિઓ મળવાનું એક મુખ્ય કારણ તમારા શરીરના એ ચક્રો પણ છે જે ધ્યાન કરવાથી જાગૃત થાય છે. અને જેમ જેમ એ ચક્રો તમારા મન અને ધ્યાન ની ગતિ સાથે મેચ થઇ જાય છે ત્યારે તમને એ શક્તિઓ નો એહસાસ થાય છે. પણ જો તમે થોડા સમય પછી ધ્યાન કરવા નું ભૂલી ગયા કે મૂકી દીધું તો ફરી થી એ શક્તિઓ સુષુપ્ત થઇ જાય છે. માટે જો તમારે કંઈક વધારે ને વધારે મેળવવું હોય ધ્યાન થકી તો તમારે રોજ ધ્યાન કરવું પડશે, અને એ પણ ફક્ત ૩૦ મિનિટ કે ૧ કલાક બસ વધારે નહિ. તો તમારી શક્તિઓ ડેવેલોપ થતી રેહશે અને તમારા મન ને પણ શાંતિ અને તમારા સ્વભાવ માં પણ ગણો બધો પોસિટીવ ચેન્જ આવશે.’

‘પણ સર, મને ક્યારેક એવું લાગે છે કે મારી એવી અમુક શક્તિઓ જાગૃત છે અને એ પણ હું ધ્યાન નથી કરતો તો પણ...?’ એક યુવાન અને પેહલવાન દેખાતા વ્યક્તિએ પ્રશ્ન કર્યો.

‘હા, જેમ મેં કહ્યું કે આ શક્તિઓ તમારી કે મારી અંદર જન્મથીજ મોજુદ છે અને બધા એ શક્તિઓ ને મેળવી શકે છે પણ આપણી આ ફાસ્ટ લાઈફમાં આપણી પાસે રહેલી આ બધી માનવીય શક્તિઓ ને જાણી નથી શકાતી એનું મેઈન કારણ આજ ની આ લાઈફ-સ્ટાઈલ છે જેમાં આપણા મન ને જરાવાર માટે એકલું પડવા દેવાતું નથી. ક્યારેક ટીવી તો ક્યારેક રેડિયો, ક્યારેક ઈન્ટરનેટ તો ક્યારેક મોબાઈલ, ક્યારેક ફેસબુક તો ક્યારેક વોટ્‌સએપ નહિ..? પણ જેમ આપણે જોયું કે ધ્યાનએ પણ માત્ર એક ઉંગ કે ઉંગ નો એક પ્રકાર છે જેમાં આપણને આજુબાજુ ના વતાવરણ સાથે સચેત રેહવાનું હોય છે. પણ જો આજ ક્રિયા તમે ક્યારેક નિદ્રામાં હોવ ત્યારે થઇ જાય તો તમને પણ ખબર નથી પડતી કે તમે ધ્યાન કર્યું છે કે તમે આજે રાત્રે ધ્યાન અવસ્થામાં હતો એટલે અજાણતાજ થયેલા એ ધ્યાનરૂપી ઉંગ માં પણ તમને એ શક્તિઓ મળી જાય એમાં કંઇ નવું નથી હા, પણ તમને એ શક્તિ નો એહસાસ થાય એટલે કંઈક નવું કે કંઈક અદભૂત તમારામાં છે એવું લાગ્યા કરે. ક્યારેક તમે તમારૂં ભવિષ્ય પણ સપનામાં જોઈ લેતા હસો. તો ક્યારેક તમે એવી જગ્યા એ પોહચી જાસા હસો જ્યાં તમે ક્યારેય ગયા પણ નહિ હો. તો વળી ક્યારેક તમે કંઈક નવું કરી રહ્યા હસો.... આવું ગણું બધું રોજ તમારી સાથે થતું હશે..! નહિ?’

‘હા,,,,હા,,, આવું તો થાય છે મારી સાથે..!’ ગણા બધા એક સાથે બોલ્યા અને ગણા બધા મનમાં હસ્યા.

‘તો, શું તમને નથી લાગતું કે કુદરતે આપેલી આવી અદભૂત ધ્યાનરૂપી ચાવી ને આપણે અપણા જીવન ના રહસ્યો ખોલવા માટે વાપરવી જોઈએ..?’

‘હા, સર ચોક્કસ, જરૂર થી વાપરવી જોઈએ અને એ પણ ફ્રી માં મળતી હોય ફક્ત ૧ કા’દ કલાક ખાલી આંખો બંધ કરી ને બેસવા થી તો...!’ એક ભાઈ મજાક ના મૂડ માં બોલ્યા.

‘હા,,,હા,,, વાહ ! આ ભાઈ લાગે છે વેપારી છે !’ યોગેશ સર પણ મજાક ના મુડમાં આવી ગયા.

થોડી ગણી આવી હળવી વાતો અને હળવી નોલેગ શેરીંગ પછી પાછા બધા ધ્યાન કરવા માટે અને હવે તો થોડું વધારે ધ્યાનથી ધ્યાન કરવા કેમકે હવે તો કંઈક નવું નવું મેળવવાની ઈચ્છા સાથે છે એટલે ફટાફટ તૈયાર થઇ ગયા.

અને આ વખતે બધા થોડા સીરીયસલી ધ્યાન કરતા હોય તેમ સર ને લાગ્યું. અને સ્વયમ સેવકો પણ ખુશ જણાતા હતા કેમકે એમણે પણ સમાજમાં કંઈક પ્રદાન કર્યું હોય તેમ લાગ્યું અને હજુ વધુ કરવા પ્રેરણા મળી.

છેક ૧૧ વાગ્યા સુધી ધ્યાન નું સેશન ચાલ્યું અને પોતપોતાના અનુભવો શેર કર્યા પછી જાણે અત્યાર સુધી જે લોકો એકબીજા થી અજાણ હતા એ બધા એકબીજાના પરિવાર હોય તેમ હળી ભળી ગયા. અને એટલેજ કદાચ યોગેસ સરે આ ગીફ્ટ આપવાનો અને ટીફીન શેર કરવાનો નુસખો અપનાવ્યો હશે ! એવું બધાને લાગ્યું ખાશ કરીને પેલા છોકરાઓ ને હવે સમજાયું કે આ ગીફ્ટ અને ટીફીન એટલેજ મંગાવ્યા લાગે છે..!

હવે સ્વયમ સેવકો એ બધાને ૫ મિનીટ ની બ્રેક આપી. અને બધા અંદર પાછા આવ્યા કે તરત યોગેસસર ના જણાવ્યા મુજબ બધા ને ૫-૬ જણ ના ગ્રુપમાં બેસાડી દીધા અને કોઈએ પણ પોતાની ગીફ્ટ જે આપવા માટે લાવ્યા છે તેના પર નામ ન લખવા જણાવાયુ. અને જો ઓલરેડી લખેલું હોય તો પ્લીઝ ભૂસી નાખવા કહ્યું. સૌને થોડું અચરજ ભરેલું લાગ્યું પણ થયું કે આમાં પણ કંઈક સરપ્રાઈશ હશે.

‘બસ, બસ હવે બધા થોડી વાર માટે આબાજુ મારી સામે જોઈ લો પછી તમે બધા મારી સજા માંથી ફ્રી થઇ જસો.!’

‘અરે, સર આવી સજા તો રોજ લેવા તૈયાર છીએ’ કોઈક ભીડ માંથી બોલ્યું.

‘હા..હા...!’

સૌ સંત થયા અને સ્ટેજ તરફ નજર કરી.

‘હવે તમારે બસ હું કહું એટલુજ કરવા નું છે.’

‘ઓકે સર પ્લિઝ જલ્દી કહો મારે ભૂખ લાગી છે’ ભૂખ્યો મેહુલ બોલ્યો.

‘વળી બધા થોડીવાર હાસ્યા અને સ્વયં સેવકો પણ હવે પોતાનું ટીફીન લઈને બધા ગ્રુપ માં એક એક કરી ડીવાઈડ થતા થતા હસતા હસતા બેસિ ગયા.

‘બધા પોતાનું ટીફીન ઉચુ કરો’

બધા એ પોતપોતાના ટીફીન ઊંચા કરી સર ને બતવ્યા.

‘ઓકે, ભરેલા છે ને?’ હળવી મજાક કરી.

‘પ્લીઝ હવે તમારૂં ટીફીન બાજુવાળા ને અને બાજુ વાળા નું ટીફીન તમારે લઈ લેવાનું છે.!’

વળી પાછું હસી નો માહોલ સર્જાયો કેમકે કોઈક તો પોતાની ફેવેરીટ ડીસ ફક્ત પોતાના માટેજ બનાવી ને લાવ્યા હતા એટલે..! પણ એ બધા નું પ્લાનિંગ ફેઈલ ગયું.

‘હવે શું કરવા નું સર?’

‘બસ, હવે તમારા ભાગે આવેલ ટીફીન માંથી તમારે ખાવાનું ચાલુ કરવાનું, પણ હજુ ઉભા રહો એક વાત કહું!’

‘હજુ શું સર..?’ એક મેડમ બોલ્યા.

‘એ ટીફીન માંથી તમારે બસ થોદુક્જ ખાવાનું બાકી નું બીજા ગ્રુપ સાથે શેર કરવા નું અને જેટલું તમે શેર કારસો એટલુજ તમને સામે થી બીજું ટીફીન ખાવા મળશે અને એ પણ અલગ અલગ વાનગીયો મજા પડીને?’

‘હાસ, ખુબ મજા આવશે અને હું તો બધાને શેર કરીશ કેમકે વધારે વસ્તુઓ ખાવા મળે ને !’ મેહુલે અર્જુન ને કહ્યું.

‘અરે હા, હા, ભાઈ તું બધા ને શેર કરજે બસ. પણ પેટ તારૂં છે એટલે સંભાળ જે..!’

બધા એક બીજા ના ટીફીન ખાવા ના સુરૂ કર્યા અને ધીરે ધીરે બધા એ પોતપોતાના ભગ માં આવેલા ટીફીન પણ શેર કરવા ના ચાલુ કર્યા બધા ને ખુબ મજા આવી ગયી.

વાત વાત ફરી યોગેસ સરે થોડી ઊંડાણપૂર્વક વાત કરી, ‘ જેમ આપણે એકબીજા ના ટીફીન ખાવામાં અને શેર કરવામાં મજા આવે છે એવીજ રીતે જો આપણે બીજાના દુખ દર્દ અને તકલીફો ને શેર કરીએ તો કેવી સેહલી થઇ જાય આ જીંદગી નહિ..?’

બધાના મો નો કોળીયો મો માંજ રહી ગયો અને થોડીવાર માટે સૌ વિચારતા થઇ ગયા અને જાણે આ વાત તેમના દિલમાં ડાયરેક્ટ પોહચી ગયી હોય તેમ સૌ સ્તબ્દ્ધ થઇ ગયા.!

‘અરે, સોરી સોરી બધા ડીસ્ટર્બ થઇ ગયા હું તો બસ જીવનની એક હકીકત તમને કેહવા માંગતો હતો.! તમને નથી લાગતું કે આપણે આ ફાસ્ટલાઈફ ની સુપર સ્પીડ ને થોડી બ્રેક મારીને આજુ બાજુ ની જિંદગીઓ ને પણ માણવી જોઈએ અને એના દુખ દર્દ પણ શેર કરવા જોઈએ આ ટીફીન ની જેમ.! જેમ આપણું ટીફીન આપણને વાહલું હતું અને બીજા નું ટીફીન અપણા માટે અજાણ્‌યું હતું પણ જેમ આપણે આપણું સુખરૂપી ટીફીનને શેર કર્યા તેમ અપના સુખ બીજા ને અને બીજાના ટીફીનરૂપી થોડા દુઃખ લઇને આ ગેમ ને જીવનમાં રમી ના શકીયે..?’

હવે તો મો માં કોળીયો જાય તેમ પણ નહતું કેમકે સૌના મો બિલકુલ કોરા થઇ ગયા હતા અને સૌ ના હ્ય્દય ભીંજાઈ ગયા હતા બસ આંખો રોવાની તૈયારી માં હતી..!

‘ઓહો....થોડું વધારે થઇ ગયું તેમ લાગે છે !’ યોગેસ સર પોતાની પાંપણોના ખૂણાને સાફ કરતા સ્ટેજ પર થી નીચે ઉતરતા બોલ્યા.

‘અરે, નહિ સર ખરે ખર અમે આ લાઈફ માં કેટલું બધું પાછળ છોડી રહ્યા છીએ એનું ભાન જ નથી.’ એક બુજુર્ગ ધીમા અવાજે બોલ્યા.

‘અર્જુન, લે મારૂં આ ટીફીન તું ખાઈ લેજે કાંટો આગળ પાસ કરી દે મારા થી હવે નહિ ખવાય’ સર્જન થોડો સીરીયસ થઇ ગયો હોય તેમ રૂમાલ કાઢી પોતાનું મો લુછવા ઉભો થયો.

‘અરે, લાવ અર્જુન એનું ટીફીન હું ખાઉં છું.!’ યોગેસ સર પણ જોડાયા હોય આ પીકનીક માં તેમ લાગ્યું.

‘ઓહો ખમણ, ગ્રેટ મારૂં ફેવરીટ છે..!’ ૨-૩ પીસ એક સાથે મો માં નાખતા બોલ્યા.

બધા હસવા લાગ્યા અને નોર્મલ થઇ પાછા પીકનીક ના મુડ આવી ગયા પણ હવે બધા નો ટેસ્ટ બદલાઈ ગયો હોય તેમ લાગતું હતું. બીજા ના ટીફીન પણ હવે મીઠા અને સ્વાદિસ્ટ લાગતા હતા. અને થોડુંગણું મીઠું મરચું ઓછું હોય તો પણ ચલાવી લેતા સીખી ગયા. આ ટીફીન શેરીંગ વાળી ગેમમાં બધાને કદી ના ભૂલાય એવો મેસેજ પણ મળી ગયો.!

અને હવે છેલ્લે બસ ગીફ્ટ આપી અને પોતાની ગીફ્ટ મેળવીને સૌએ છુટા પાડવાનું હતું એટલે બધા પોતપોતાની ગીફ્ટ લઈને ઉભા રહી ગયા છે અને યોગેન્દ્ર સર ની સુચનાની રાહ જોઈ રહ્યા છે.

યોગેસ સર અને તેના અમુક સ્વયમ સેવકો હોલ ની બિલકુલ વચોવચ આવી ગયા અને સૌને એક મોટા સર્કલમાં ઉભા રેહવા કહ્યું.

‘એક મોટું રાઉન્ડ બનાવો એકબીજા ના હાથ પકડીને. હજુ.. મોટું હજુ... મોટું.’ એક ભાઈ સૌને કેહવા લાગ્યા.

‘હા, બસ બસ હવે ચાલશે..!’

‘હવે સંભાળો, તમારૂં ગીફ્ટ તમારી ડાબી બાજુ ઉભેલા વ્યક્તિને આપી દો. અને તમારી જમણી બાજુથી તમારૂં ગીફ્ટ મેળવી લો.’ યોગેસ સરે ઇશારા સાથે કહ્યું.

બધા એ એક બીજાના ગીફ્ટ પાસ કર્યા અને પોતાનું ગીફ્ટ બાજુ માંથી મેળવી લીધું.

‘અરે, ઉભા રહો ઉતાવળ ના કરો હજુ ખોલ્સો નહિ આ ગીફ્ટ.’

‘અરે, હવે શું છે સર? હવે તો જોવા દો મને શું મળ્યું છે આ ગીફ્ટ માં!’ અર્જુન ઉતાવળિયો થઇ બોલ્યો.

‘હા, તમારૂં ગીફ્ટ તમે જ ખોલજો પણ હજુ આ ગીફ્ટ તમારૂં નથી.’

‘એટલે?’

‘એટલે એમ કે, હવે આ ગીફ્ટ તમારે બિલકુલ તમારી સામે જે વ્યક્તિ ઉભી છે તેને આપી દેવાનું છે અને તેની પાસે થી તમારે તમારૂં ગીફ્ટ જે એ આપશે એ લઈ લેવાનું છે..!’

‘ઓકે હવે એ ગીફ્ટ તો અમારૂજ થશે ને સર?’ વળી એક ઉતાવળિયો બોલ્યો.

‘હા, એ ગીફ્ટ તમારૂં જ થશે જે તમારે જીવનમાં ક્યારે ભૂલાય નહિ એવી જગ્યાએ રાખવાનું એ તમને તમારા જીવનમાં ધ્યાન નું મહત્વ ભૂલવા નહિ દે.’

‘પણ સર આ ગીફ્ટ વાળી ગેમમાં પણ જો કોઈ એવો મેસેજ મળી જાય તો વધુ યાદગીરી સાથે રહે !’

હા, છેને આ ગીફ્ટ શેરીંગ ગેમ માંથી એ શીખવાનું છે કે કોઈ અમસ્તા મળેલી વસ્તુ પર પોતાનો અધિકાર જતાવવો નહિ અને મોહ મોયા બાંધવી નહિ, પણ જો એ વસ્તુ તમારી જ હશે તો કુદરત તમને ગમે ત્યાંથી પાછી આપી દેશે. જેમ તમને બીજા પાસે થી તમારૂં ગીફ્ટ મળી ગયું ને તેમ. શું ખબર તમે જે આપ્યું તેના કરતા પણ વધુ સારૂં અને ઉપયોગી હોય આ ગીફ્ટ..!! અને હા, આ ગીફ્ટ ને કુદરત પાસે થી મળેલ ગીફ્ટ સમજજો. કેમકે એના પર કોઈનું પણ નામ નહિ હોય..!! સમજ્યા.

હા, હવે બધા ને સમજાયું કે કેમ આ ના પર નામ લખવાની ના પાડેલી. કેમ કે જો આપને નામ લખીને કોઈક ને ગીફ્ટ આપીએ અને આપણને ખબર પડી જાય કે મારી ગીફ્ટ તો આની પાસે છે તો આપણને તેના પ્રત્યે માલિકીપણા નો ભાવ થાય...! અને અપણામાં નાહક નો અહમ આવી જાય.

‘સો ગૂડ સર..! આપે રમાડેલી આ બેય ગેમ હું ક્યારેય નહિ ભૂલું સર...ગ્રેટ ખુબ મજા આવી ગયી.’ અર્જુન એક્સાઈટ થઇ ઉઠયો.

‘અને હા, સર અમે પણ કદી નહિ ભૂલી શકીએ..!’ આજુ બાજુ થી સૌ સર ને મળવા આવ્યા અને તેમનો મોબાઈલ નંબર અને ઈ મેઈલ એડરેસ માંગી રહ્યા છે.

યોગેશ સર બધાને પોતાનો નંબર અને ઈ મેઈલ એડરેસ આપી રહ્યા છે અને સમજાવી રહ્યા છે કે જો તમારે વધારે ડીટેઇલની જરૂર હોય તો મને ફોન અથવા મેઈલ કરજો નહીતર અહિયાં આ બુકલેટ રાખેલી છે તેમાં તમારી જાણકારી માટે બધુજ છે. ઓકે.

સૌ કોઈ પોતાને મળેલી ગીફ્ટ અને પોતાના જીવનમાં મળેલી કંઈક અદભૂત વસ્તુઓ અને નોલેજ લઇ છુટા પડી રહ્યા છે. અને યોગેસ સર ને ખબર હતી તેમ આ નોલેજ અને શક્તિઓ થોડા દિવસ માટે બધા ને ઉત્સાહી રાખશે પણ પછી ચીરે ચીરે લોકો આ ફાસ્ટ લાઈફ ના ચક્રવ્યૂહમાં ફસાઈ જશે બીજી બધી થતી એમની શિબિરોની જેમ.

પણ યોગેસ સરને આ શિબિર કે બેચમાં અર્જુન અને એવા કેટલાક બીજા વ્યક્તિઓમાં કંઈક અલગ હોય તેમ લાગ્યું છે અને ભવિષ્યમાં આ શિબિર નો ભરપુર લાભ આવા લોકોને મળે એવી આશા છે.

અર્જુન જેને હવે યોગેસ સર અને એની આ પીકનીક વાળી ગેમ્સ પોતાની કોલેજની પીકનીક કરતા પણ વધુ એક્સાઈટીંગ લાગી અને ઓફકોર્સ આગળના અભ્યાસ માટે યોગેસ સરને મળશે તેવી અરજી સાથે તેના મિત્રો જોડે વિદાય લે છે.

બધા ના જીવનમાં કંઈક નવું પોસિટીવ થાય અને સૌને કંઈક નવું શીખવા મળે તેવા હેતુ સર આવી શિબિરોનું આયોજન ભવિષ્યમાં પણ થતું રેહશે એવા વચન સાથે યોગેસ સર અને તેમના સ્વયમસેવકો સૌને વિદાય આપી રહ્યા છે. અને સુરજ પણ પોતાના પુર જોશમાં તપી રહયો છે, અને બધાને પોતાના જીવનમાં કંઈક નવું કરવા લાલબતી ધરી રહ્યા હોય તેમ આંખોમાં તેજ નાખી રહ્યા છે.!

જેમ કોઈ યુદ્ધ મેદાનમાં હમણાજ કોઈ યુદ્ધના એક અધ્યાયને ખતમ કરીને સેનાઓ પોતપોતાના વિશ્રામ સ્થાનો પર વિશ્રામ કરવા પાછી ફરી હોય તેમ આ શિબિરમાં પણ એવોજ માહોલ સર્જાયો હોય તેમ આ મેદાન બધાના વાહનોના ધુમાડામાં અને ધૂળની ડમરીઓમાં ખોવાઈ ગયું કોઈ નવા વિશ્વસર્જનની રાહમાં.

***