Modern Mahabharatno Arjun - 11 in Gujarati Adventure Stories by Suresh Kumar Patel books and stories PDF | મોર્ડન મહાભારતનો અર્જુન - 11

Featured Books
  • अनोखा विवाह - 10

    सुहानी - हम अभी आते हैं,,,,,,,, सुहानी को वाशरुम में आधा घंट...

  • मंजिले - भाग 13

     -------------- एक कहानी " मंज़िले " पुस्तक की सब से श्रेष्ठ...

  • I Hate Love - 6

    फ्लैशबैक अंतअपनी सोच से बाहर आती हुई जानवी,,, अपने चेहरे पर...

  • मोमल : डायरी की गहराई - 47

    पिछले भाग में हम ने देखा कि फीलिक्स को एक औरत बार बार दिखती...

  • इश्क दा मारा - 38

    रानी का सवाल सुन कर राधा गुस्से से रानी की तरफ देखने लगती है...

Categories
Share

મોર્ડન મહાભારતનો અર્જુન - 11

(11)

(કુદરત નું સાનિધ્ય)

આજે ખુબ મજા પડી ગયી હતી એક તો અર્જુન તેના મિત્રોને થોડું ગણું સમજાવી શક્યો તેના મનની મુજવણને, અને એમાં પણ હવે બસ કાલ ના દિવસ પછી ધ્યાન નો વધુ ઊંડાણ પૂર્વક સમજણ લેવા ક્યાં અને ક્યારે જવું એ કાલે યોગેશ સર કેહવા ના હતા એટલા માટે.

અર્જુન એક બાજુ તો ખુબ ખુશ હતો કે તેને આ બધી વસ્તુઓથી તેના સપનાઓ અને તેને થતા ઈશારાઓ ને સમજી શકશે, પણ હજુ તેના મનમાં જે વાત ખુંચે છે તે છે તેની આજુબાજુ ની લાઈફ.

હા, જે રોજબરોજ અર્જુનની જીંદગી કે પછી એમ કહો ને કે એની માનશીક તકલીફ વધારે છે એ વાતો જે કોલેજ માં બનતી રહે છે, જે રોજ માર્કેટમાં બનતી રહે છે, જે રોજ કોઈકને કોઈકના ઘરમાં બનતી રહે છે, એજ બધી વાતો હા, એજ બધી દગા, ચોરી, બ્લેક મેઈલીંગ, ગુંડાગીરી વગેરે ની વાતો. આ બધી તકલીફો થી કેમ પાર પડાશે એજ અર્જુન વિચારી રહ્યો છે અને ધ્યાનથી એને મદદ મળશે જ એવું લાગે છે. એટલેજ તો એ વધુ પ્રેક્ટીસ કરવા અને હજુ વધુ જાણવા ઉત્સુક છે. એના વિચારોમાં તો પેહલા થીજ આ સાત સ્તરો અને સાત ચક્રોનું પરિભ્રમણ થઇ રહ્યું છે પણ હવે તેને આ શક્તિઓને પોતાની મુઠઠીમાં પકડવાનો સમય નજીક આવતો હોય તેમ લાગે છે.

અર્જુન વળી પાછો પોતાના ડરેસિંગ પાસે જઈને પોતાની જાત ને જુવે છે અને આ બધી મોડર્ન જમાનાની મુસીબતો થી કેવી રીતે નિપટવું એના પર વિચાર કરે છે.

થોડી વારમાં ડરેસિંગનો મિરર ધૂંધળો થઇ ગયો! અર્જુન જરા ગભરાયો પણ હવે એ ધ્યાનના અભ્યાસ થી વધુ સારી રીતે આ બધી વસ્તુઓ ને હેન્ડલ કરી શકે તેમ છે, તે જરા પણ વિચાર અને નજરને આજુબાજુ હટાવ્યા વગર અને પોતાના શ્વાસોને પણ જાણે ધ્યાન કરતો હોય તેમ આરામ થી લેવા લાગ્યો અને મિરર પર જ પોતાનું ધ્યાન લગાવે છે અને એ વસ્તુ શેનો ઈશારો કરે છે તે જાણવા પ્રયત્ન કરે છે.

ધીરે ધીરે અર્જુનને તેમાં ગણી બધી ઘટનાઓ દેખાય છે અને એમાંની તો ગણીબધી તેની સાથે થઇ ચુકી છે, અને થોડી ગણી હજુ થવાની બાકી હોય કદાચ. એ બધી વસ્તુઓ કે ઘટનાઓ તેના પ્રોબ્લેમ વિશે જણાવે છે એવું અર્જુન ને લાગે છે..! હવે અર્જુન એજ બધી ઘટનાઓ અને વસ્તુઓ ના હલ માટે વિચારે છે.

જેમ અર્જુન પોતાના મન માં વિચારી રહ્યો છે તેમ તેમ સામે મિરર માં દ્રશ્ય ચેન્જ થતું જાય છે. અને એક એવો નજરો બતાવે છે કે જે અર્જુન ના પોતાના પ્રશ્ન નો જવાબ હોય છે.

તરતજ અર્જુનને લાગે છે કે કંઈક જાદુ જેવું મળી ગયું હોય તેમ તેનો ચેહરો ખુસી અને આશ્ચર્યથી ભરાઈ જાય છે. પણ અર્જુન તો જાણે જાદુઈ દુનિયામાં કોઈ જ્ઞાન અને વિચારોના અનંત મહાસાગરમાં તરતો હોય તેમ મિરર ની સામે જોયાજ કરે છે. અને એના શ્વાસ અને આંખોની પલક પણ જાણે સ્લો મોશનમાં તેને સાથ આપતી હોય તેમ ધીમે ધીમે ચાલે છે. એમાય અર્જુન માટે તો બધુજ અત્યારે સ્લો મોસનમાં જ ચાલી રહ્યું છે અને એ પોતાના બેડરૂમમાં છે એનું પણ ભાન નથી. પણ જેમ ધ્યાનમાં તમારા શ્વાસ તમારા હાથમાં હોય અથવા તમે તમારા શ્વાસને જેટલી વાર કંટ્રોલ કરી શકો તેટલી વાર તમે ધ્યાનમાં રહી શકો તેમ અત્યારે અર્જુનને પણ એવુજ છે જ્યાં સુધી આ મિરર અને તેના દ્રશ્ય પર ધ્યાન છે ત્યાં સુધી આ બધું તેને દેખાય છે જેવું તેનું મન હટ્‌યું કે તરતજ આ સામેનો સીન ગાયબ..!

હવે ધ્યાનના અભ્યાસના લીધે અર્જુન ગમે તેટલી વાર મિરર સામે અથવા ધ્યાનમાં બેસી શકે છે એટલે તેને પોતાના પ્રશ્નોના જવાબ જલ્દીજ પૂરેપુરા મળી જશે..! અને અત્યારે પણ અર્જુન જાણે પોતાના પ્રશ્નો ના જવાબ શોધી રહ્યો છે તેમ મિરર સામે વિચિત્ર નજરે જોઈ રહ્યો છે. પોતાના પ્રશ્નો ના જવાબ સમજી ગયો હોય તેમ ક્યારેક ધીરે થી હશે છે અને ક્યારેક તેનો ચેહરો વધુ સીરીયસ કરી લે છે પણ અર્જુન આજે ગણી વાર સુધી ધ્યાનમાં રહી ગયો. હવે તો તેને ઉભા ઉભા થાક પણ લાગતો હશે..! અને સાચેજ થકી ગયો હોય તેમ તેના મો ના હાવભાવ બગાડવા માંડયા અને ધીરે થી એ પોતાના હાથ મિરર પાસે લઇ જઈ ને તેમાં હાથ ઊંડે સુધી જવા દે છે પણ જેવી તેના હાથ ની આંગળીઓ મિરર માં ગુસીજ ગયી હતી કે તરત તેને કંઈક ખુચવા લાગ્યું..! અને તેનું મન મિરર પર થી તેના હાથ તરફ આવી ગયું. અને સામે નું દ્રશ્ય પણ વિલીન થઇ ગયું.

‘આઉચ, મારો હાથ આ રીતે કેમ મિરર માં ગુસી ગયો ..!’ અર્જુન પોતાની જાતને કંઈક આશ્ચર્યપૂર્‌વક કેહતો હોય તેમ જબ્ક્યો. અને તરત તેનો હાથ મિરર માંથી બહાર કાઢી લીધો. પોતાના હાથ ને બરાબર તપાસી લીધા પછી ફરી થી મિરર માં હાથ નાખવા ની કોસિસ કરે છે પણ આ શું હવે તેનો હાથ જરા પણ અંદર નથી જતો અને તેને પણ વિચિત્ર લાગ્યું કે હમણાજ હજી તો મારો હાથ એમાં ગુસી ગયો હતો અને હવે નથી જતો..!

પણ તરત અર્જુન ને યાદ આવ્યું કે હવે એ ધ્યાન માં નથી નોર્મલ અવસ્થા માં આવી ગયો છે. અને આજની આ કોસિસ માં અર્જુન એ પણ જાણી ગયો કે પોતે જો ધ્યાન માં જે વિચારે છે તે જોઈ શકે છે અને તેજ જગ્યાએ પોતાનું શરીર પણ જઈ શકે છે. જેમ પેલી બૂકમાં અને ધ્યાન શિબિરમાં પણ કહ્યું હતું કે ધ્યાનની એક અવસ્થા એવી છે જ્યાં તમે સ્થળના બંધનથી મુક્ત થઇ તમારા વિચારો સાથે ગમે ત્યાં જઈ શકો છો તમારા સુક્ષ્મ શરીર દ્વારા દુનિયામાં નહિ પણ પુરા બ્રહ્‌માંડમાં ગમે ત્યાં..!

પણ આતો ધ્યાન કરવામાં મહારથી હોય અથવા જે વરસો થી ધ્યાન કરતા હોય તેમના વશની વાત છે મારી પાસે આ બધું કેમ આટલું જલ્દી થતું જાય છે? અર્જુન મનમાં વિચારે છે.

લાગે છે મારા ચક્રો બહુજ જલ્દીથી ખુલવા મંડી રહ્યા છે કેમકે યોગેસ સર કેહતા હતા તેમ જો તમારા ચક્રો જલ્દીજ ગતિમાન થઇને તમારી કુંડળીને જાગ્રત કરીલે અને ચક્રો જો તમારા મન ના તાલમેલમાં આવી જાય તો તમે ધ્યાનથી અદભૂત ચમત્કારિક અનુભવ મેળવી શકો છો. આવુજ કંઈક મારી સાથે થયું હમણાં.

અર્જુન પોતાના માંથું બરાબર કરીને મિરર પાસે થી દુર થયો અને સ્ટડી ટેબલના ડરોવર માંથી પેલી ગોલ્ડન ડાયરી કાઢી કે જેમાં તે પોતાના પ્રશ્નોના જવાબ અને પોતાના ભવિષ્યના પ્લાનિંગ લખે છે.

અને ખુરસી ખેંચીને ટેબલ પાસે બેઠો અને આજે જે પણ તેને અનુભવ થયો અને જે પણ જવાબો મળ્યા એ બધા લખવા બેસી ગયો. આ વખતે તેને વધુ સારી રીતે જવાબો મળી ગયો હોય તેમ લાગ્યું અને તે એટલાજ ડીટેલ થી તેની મુશ્કેલીઓ ના જવાબો લખી રહ્યો છે અને ભવિષ્યમાં આમાંથીજ એને રસ્તો મળવાનો છે.

એક બાજુ અર્જુન તેના ટેબલ પાસે કંઈક લખી રહ્યો છે અને બીજી બાજુ દીવાલ પણ મહાભારત નો એજ જુનું અને જાણીતું પોસ્ટર લાગેલુ છે જેમાં શ્રી કૃષ્ણ રથ હાંકી રહ્યા છે અને અર્જુન તેના ધનુષ સાથે રણ મેદાન માં યુદ્ધ કરવા તૈયાર છે પણ મનમાં ગણા બધા પ્રશ્નો છે. અને પછી આપને જાણીએ છીએ તેમ તેના પ્રશ્નોના જવાબ પણ મળે છે ભગવદ ગીતા ના ઉપદેશ રૂપે. તે વખતે તો ભગવાન શ્રી ક્રિષ્નના રૂપમાં ત્યાં હાજર હતા પણ આજના આ સમયમાં ભગવાન હાજર નથી અને તો પણ આજ નો આ અર્જુન પોતાની જાતેજ એના પ્રશ્નો ના જવાબ જાણે કોઈ ૨૧મી સદીની ભગવદ ગીતા લખતો હોય તેમ લખી રહ્યો છે.! અને ભવિષ્ય માં જાને આજ ભગવદ ગીતા રૂપી ગોલ્ડન ડાયરી તેને સાચા માર્ગે જવા માં મદદ રૂપ બનશે એવું લાગી રહ્યું છે. અને આ સમયમાં પોતેજ શ્રી કૃષ્ણ અને પોતેજ અર્જુન હોય તેમ અત્યારે અર્જુન ના પાત્ર માંથી હટી ને જાણે સ્વયમ શ્રી ક્રિષ્ના પોતાના મોરપીંછની જાદુઈ પેનથી ભગવદ ગીતા લખતા હોય તેમ ધ્યાનથી આ ગોલ્ડન ડાયરીમાં અર્જુન ક્યારનોય લખી રહ્યો છે.

૨૧મી સદીના અર્જુનના બેડરૂમ નું આ સીન જોવ ઉપર આકાશ માંથી દેવો પણ જોવા માટે તલપાપડ થઇ રહ્યા હોય તેમ તારાઓ અને ચાંદ ફૂલ જોશમાં ચમકી રહ્યા છે અને બેડરૂમની બારી માંથી ડોકિયું કાઢી રહ્યા છે. અને ખુદ શ્રીકૃષ્ણ પણ આ માહોલમાં સાથ પુરાવતા હોય તેમ દુર આકાશ માંથી મોરલીનો અવાજ સંભળાય છે અને જેવું અર્જુન થોડીવાર માટે બારી માંથી બહાર જુવે છે કે તરતજ આકાશમાં જે પેલું વાદળું ક્રિષ્નના મુખ જેવું દેખાતું હતું એ વીખરાવા માંડયું. અને જાણે હમણાજ આ તારાઓ અને ચંદ્ર પણ અહિયાં થી ડોકિયું કરીને ફટાફટ ઉપર પોહચી ગયા હોય તેમ લાગ્યું.! પણ અર્જુન આ બધી વાતથી અંજાન થઇ પોતાને મળેલી અદભૂત શક્તિરૂપી ધ્યાનથી ખુબ ખુશ હોય તેમ બિન્દાસ થઇ ફ્રેશ થવા ટેબલ પરથી ઉભો થઇ પોતાના કપડા લઇ બાથરૂમ તરફ વળ્યો અને જાણે ધ્યાનના એક દરિયામાં સ્નાન કરી વાસ્તવિક જીવનમાં ફરી નાહવા જઈ રહ્યો છે.

દુર આકાશમાં પણ હવે જાણે બધા દેવો નિશ્ચિંત થઇ પોતાના લોકમાં જતા રહ્યા હોય તેમ વાતાવરણ શાંત અને ઠંડુ થઇ ગયું છે. થોડીવાર માંજ અર્જુન નહાઈને બાથરૂમ માંથી બહાર આવી રૂમ ની લાઈટ બંધ કરી પોતાના બેડ પર રોજની જેમ માંથું ઓશિકા નીચે મૂકી સવારમાં વહેલું ઊઠવાનું હોવાથી કંઇજ બીજું વિચાર્યા વગર સુઈ ગયો.

***

(ધ્યાન શિબિરનો છેલ્લો દિવસ)

એક્ઝેટ ૪.૩૦ વાગી રહ્યા છે. અર્જુન પોતાના રૂમ માંથી બહાર નિકળી સીધો કિચન માં ગયો જ્યાં તેની મમ્મી તેના માટે કંઈક બનાવી રહી હતી.

‘આ શું બનાવે છે આટલું વેહલા..?’

‘અરે, મેં ઢોકળી બનાવી છે તારા માટે. કેમ? તને યાદ નથી આજે શિબિર નો છેલ્લો દિવસ છે તો બધા ટીફીન લઈને આવશે અને બધા પોતાનું ટીફીન એકબીજા સાથે શેર કરશે..?’

‘ઓફો....!!, મમ્મી હું તો આ ધ્યાન ના ચકકરમાં આ બધું ભૂલીજ ગયો. હું તને કાલે કેહવાનો જ હતો પણ..!’ પોતાની વાત અધુરી મૂકી ઢોકળી નો એક ટુકડો મોમાં મુકતા અર્જુન બોલ્યો.

‘હા, પણ મને યાદ હતું, અમે લોકો પણ ગઈ શિબિરમાં આવીજ પીકનીક કરી હતી સવારમાં વેહલી..!’

‘હા, પણ તમને હજુ પણ યાદ હતું કે આવું પીકનીક આ વખતે પણ હશે..?’

‘ના હવે મને એમકે એ તો એ વખતના અમારા ટ્રેનર એવા રમુજી હતા કે કંઈક ને કંઈક નવું કરાવતા એટલે, પણ કાલે મેહુલના મમ્મી નો ફોન આવ્યો હતો કે તમે શું બનાવવાના છો કાલે છોકરાઓ માટે ? એટલે ખબર પડી કે તમારે ટીફીન લઈને જવાનું છે.’

‘વાહ, મમ્મી તું તો બહુ સ્માર્ટ હા..! મને કહ્યું પણ નહિ અને સરપ્રાઈસ આપી હે.!’ મમ્મી નો ગાલ ખેચતા અર્જુન મલકાયો.

‘હા, હા, હવે લે આ ટીફીન અને જલ્દી કર મોડું થઇ જશે નહીતર.’

‘ઓકે, મમ્મી હવે ચા પી લઉં એટલે જાઉં.’

ટીફીન, પાણીની બોટલ, અને પોતાની રોજની વસ્તુઓ બેગમાં મૂકી અર્જુન બહાર તરફ જવા લાગ્યો. અને મન માં વિચારવા લાગ્યો કે આ ટીફીન ની વાત તો પતિ ગયી પણ હજુ એક પ્રોબ્લેમ છે પેલા ગીફ્ટ લાવવાના હતા ને..! આ વળી યોગેશ સર પણ શું નવું નવું લાવે છે દર વખતે એક ગીફ્ટ થી શું લોકો ખુશ થવાના ખરા કે શું આપણને કોઈ યાદ રેહવા ના? પેલા મેહુલીયા ને કહ્યું તો હતું કાલે દુકાને થી પાછો આવ ત્યારે મારા પણ બે ગીફ્ટ લઇ લેજે.

એટલામાંજ મેહુલ તેની બાઈક સાથે દેખાયો.

‘અરે, અર્જુન તું, વેહલો તૈયાર થઇ ગયો આજે..!’ મેહુલે પોતાનું બાઈક ઉભું રાખતા કહ્યું.

‘હા, હવે રોજે કંઈક હું મોડો નથી થતો ઓકે.!, અને ચલ હવે નહિતર મોડું થશે’ અર્જુન ખિજાયો હોય તેમ બાઈક પર બેસતા બોલ્યો.

‘એ,,,, હાલો હાલો..!’ મજાક કરતા કરતા મેહુલે બાઈક જવા દીધી.

‘અલ્યા, મેહુલ તું પેલી ગીફ્તો તો લઇ આવ્યો છે ને?

‘અરે, હા એતો ગઈકાલેજ લઇ લીધી હતી, તારા જેમ ભૂલાય નહિ હોકે..!’

‘હા હવે, તૂ તો બહુ સ્માર્ટ છે ને ...!’

શિબિર પર જઈને ખબર પડી કે આજે તો સાચેજ પીકનીક જેવો માહોલ છે. સર્જન જે વેહલો આવી ગયો હતો એ આ બંને ની રાહ જોઈ હોલ ની બહાર લગાવેલા પેલા ધ્યાન અને યોગ ને લગતી વસ્તુઓ ના સ્ટોલ પાસે અને આમતેમ બધી વસ્તુઓ તપાસી રહ્યો હતો. પાર્કિંગ માંથી અર્જુન અને મેહુલ ને આવતા જોઈ સર્જન તેમની સામે ગયો.

‘અલ્યા કેટલું મોડું થઈ ગયું છે ચલો, હવે બધા આવી ગયા છે અને અહી તો આજે મેળા જેવો માહોલ છે’

‘હા, તો જો-જે તું ખોવાઈ ન જતો...!!’ મેહુલે મજાક કરી.

‘શું કહ્યું?’

‘અરે, ઓકે હવે ચાલો થોડા સીરીયસ થઇ જાઓ’

‘યેસ, ચલો ચલો.’

મેઈન હોલમાં પોતાના ટીફીન એક બાજુ મૂકી અને પોતાની જગ્યાએ ગોઠવાઈ જાય છે. આજે જુના અભ્યાસુઓ અને ગણા બધા સ્વયમસેવકો પણ પીકનીક મનાવવા આવ્યા હોય તેમ હોલ ફૂલ ભરાઈ ગયો છે.

યોગેન્દ્ર સર, સૌને સમજાવી રહ્યા હતા કે આજ ના દિવસ નો સીડયુલ શું છે.

‘પ્લીઝ, બધા શાંત થઇ જાઓ અને પોતાની જગ્યા એ બેસી જાઓ. આજે આપને સૌથી પેહલા આપણા ધ્યાન ના બધાજ આસનો જે અત્યાર સુધી માં શીખ્યા છે તે બધા વન બાય વન કરીશું જેમાં લગભગ ૧.૩૦ થી ૨ કલાક નો સમય જશે. પછી આપણે બધા પાસે થોડી ગણી પ્રેકટીક્લ એકસરસાઈશ કરાવીશું. અને બધા ના આ ૩ દિવસ ના અનુભવો શેર કરીશું જેથી એક બીજાને કંઈક નવું જાણવા મળે.’

‘અને સર આ કોર્સ તો અહિયાં પૂરો થઇ ગયો ને...?’ એક ઉત્સાહી ધ્યાની એ પૂછ્‌યું.

‘હા’

‘તો પછી આના થી આગળ શીખવું હોય તો...?’

‘આના થી આગળ શીખવું હોય તો ગણું બધું છે પણ જો કોઈ પણ માણસ ફક્ત આપણો આ સામાન્ય ધ્યાન ની રેગ્યુલર પ્રેક્ટીસ કરે તો પણ એને જે જોઈએ તે પરિણામ તે લાવી સકે છે, મેઈન અને માસ્ટર કોર્સ આ છે. પછી કોઈને આગળ જવાની ખુબ ઈચ્છા હોય તો તે જઈ સકે છે તેના માટે આપણે અલગ અલગ ધ્યાન આશ્રમોની એડરેસવાળી એક બુકલેટ આપીશું.’

‘ઓકે સર. થેંક યુ.’

‘હા, તો ક્યાં હતા આપણે, હા બધા ના એક્ષપીરિએન્સ શેર કાર્ય પછી આપને ધ્યાન ની શક્તિઓ કેવી રીતે કેળવી શકાય છે કાયમ માટે એ જાણી શું.!’