Modern Mahabharatno Arjun - 10 in Gujarati Adventure Stories by Suresh Kumar Patel books and stories PDF | મોર્ડન મહાભારતનો અર્જુન - 10

Featured Books
Categories
Share

મોર્ડન મહાભારતનો અર્જુન - 10

(10)

એટલે આનો મતલબ મેં એવી રીતે કર્યો છે કે જો મન તમારા પર હુકુમ ચલાવશે તો તમારે ગુન્હા ના રસ્તા પર પણ જવું પડશે, અને જો તમે મનને વશ કરી લેશો તો પછી હરએક કામમાં ભગવાન તમારી સાથે હશે.

મને મારા જીવન નો રસ્તો મળી ગયો છે અને હું એજ રસ્તે ચાલવા નો છું.

યોગ અને ધ્યાન થી ફક્ત ધર્મ અને ધાર્મિક ચેન્જ લાવી સકાય તેમ છે એવું નથી પણ ધ્યાન થી તમે સમાજ માં પણ પરિવર્તન લાવી શકો છો અને હું એ લાવી ને રહીશ. અને તેના માટેજ હું તમને મારા આ મિસન માં સામેલ થવા માટે કહી રહ્યો છુ.

તમને એમ લાગશે કે ખાલી ધ્યાન અને યોગના પાઠ કરવાથી કંઇ થવાનું છે ખરૂં..?

તો હવે હું તમને એજ સમજાવવા કોસિસ કરીશ કે યોગ અને ધ્યાન કેટલા પાવરફુલ છે. અને મને મારા જીવન નો અલ્ટીમેટ ધ્યેય કેવી રીતે મળી ગયો છે આ ૨-૩ દિવસ માં.

ધ્યાન થી સંભાળજો હવે હું જે તમને કેહવા જઈ રહ્યો છું તે,

જેમ તમને કહ્યું તેમ મન આપણા સરીર નો મહત્વનું અંગ છે જે અદ્રશ્ય છે તેને કંટ્રોલ કરવાનું એક અને માત્ર એક સાધન એટલે ધ્યાન..! હવે તો તમને ધ્યાન ની કીમત ખબર પડી.!

ધ્યાન કોઈ પણ માણસ હા, કોઈ પણ માણસ ને અદભૂત શક્તિ શાળી બનાવી સકે છે. એ વાત માં કોઈ બેમતલબ નથી પણ તેના માટે મેહનત પણ એટલીજ કરવી પડે જેમ આપણા પૂરનો માં લખ્યું છે તેમ તપ અને સાધના કરવી પડે જે ખુબ ખુબ અગરી છે આજના યુગ માટે પણ અસંભવ નથી..!

આપણે તો ફક્ત ધ્યાનના દરિયા ને કિનારે થી માનવો છે બસ પછી જેને જેવી મજા આવે તેવી મજા લેવા ની.

અને હું તમને એમ નથી કેહતો કે તમે બધા તમારા ફ્યુચર નું પ્લાનિંગ ભૂલી જઈ ને બસ મારી સાથે જોડાઈ જાઓ. હું ફક્ત મારા ફ્યુચર નું પ્લાનિંગ તમને કહી દઉં અને તમને જો એવું લાગે કે તમારે પણ મારી સાથે આવવું છે તો તમે આવી શકો છો અને હું કહીસ કે તમારે આવવું જોઈએ જ.

હું ભવિષ્ય માં ભલે ગમે ત્યાં હોઉં અને ગમે તે કરતો હોઉં પણ એક વાત ચોક્કસ છે કે હવે થી હું ધ્યાન ને નહિ છોડું. કેમકે આ મનુષ્ય જીવન ની એક એવી સિક્રેટ ગીફ્ટ છે જે ભગવાને આપી છે આપણને અપની જીંદગી જેવી જોઈએ એવી બનવા માટે. હું મારા અને મારા પરિવાર માટે જો સારી જીંદગી ડીઝાઇન કરી સકું તો કેવું સારૂં કેહવાય નહિ..! તો, બસ હું એજ કરવા જવાનો છું આ ધ્યાન થકી.

ધ્યાન ના અદભૂત ચમત્કારો વિશે હું જેટલું કહીસ એટલું ઓછું છે માટે તમે નિરાંત થી એ બધું સમજી અને જાણી લેજો. હું બસ ધ્યાન થી મને જે મળ્યું છે તે કહું છું,

જેમ મેં વાત કરી કે નાનપણ થી હું કુદરત ના આ ઈસારાઓ અને સપના ની વાતો સમજી નોહ્‌તો સકતો એ બધું મને ધ્યાન થી સમજાઈ ગયું અને મારા મન ની શક્તિઓ પણ મને ખબર પડી ગઈ. તમે નહિ માનો પણ હું તમને કહી દઉં કે હું અત્યારે તમે જે કહો તે વિચારી ને બતાવી શકીશ કે ત્યાં શું થઇ રહ્યું છે. અને હું ત્યાં જઈ પણ સકું છું..!

‘શું વાત કરે છે?’ સર્જન ચોક્યો.

‘એવું તો કંઇ ના હોય ! જવા દે છોડને તારી વાર્તા આગળ કર.’ મેહુલ જાણીને પણ માનવા તૈયાર નહતો.

હા, તમને અચરજ લાગશે પણ મારા માટે આ નવું નથી. કેમકે મને કુદરતી રીતે ધ્યાન નો અભ્યાસ આવડતો હતો જે હું પોતે પણ જાણતો નહતો હમણાં સુધી. મારી પાસે જે પાવર છે તે ધ્યાન થીજ મારી પાસે આવ્યો છે. મને એ બધું સમજાઈ ગયું છે હવે.

‘તો તું એમ કેહવા માંગે છે કે તને જન્મ થીજ ધ્યાન કરવા ની આદત હતી ..!’ મેહુલે થોડું ડીટેલ માં પૂછ્‌યું.

‘હા, મને બચપણ થી જ ધ્યાન ની આદત હતી પણ મને ખબર નહોતી રેહતી કે આને ધ્યાન કેહવાય, હું આખી આખી રાત ક્યારેક ધ્યાન માંજ હોવું છું અને જ્યારે સવાર પડે ત્યારે ખબર પડે કે હું કોઈ સપના માં હતો અને ત્યાં જે થઇ રહ્યું હતું એ બધું હું મેહસૂસ કરતો અને મને એ બધું ખબર પણ હોય. નહિતર જો રૂટીન નું સપનું હોય તો થોડી વાર પછી ભૂલી જવાય ને, પણ મને તો એ બધું હજુ પણ યાદ છે.! અને હવે જયારે હું ધ્યાન કરવા નું શીખી ગયો છું ત્યારે મને ખબર પડી ગયી કે એ હુજ હતો જે ત્યાં હતો પણ મારા આ અસલી સરીર સાથે નહિ પણ મારા સુક્ષ્મ શરીર જે મન થી ઉદભવે છે તેના થકી.

અને આવા તો કેટલાય અનુભવો છે મારી પાસે મારી યાદો ના રૂપમાં.

‘તો તું એક્જેટલી કેહવા શું માંગે છે અર્જુન, હું હજુ સમજ્યો નહિ’ સર્જન મુજવાતો હોય તેમ લાગ્યું.

‘હું એજ કહું છું કે હું તમારા જેવો નોર્મલ માનશ છું, અને મને જો આવા અનુભવ થતા હોય તો તમને પણ એ થવા જોઈએ, અને જો મારી પાસે એ શક્તિઓ આવી શક્તિ હોય તો તમારી પાસે પણ એ અદભૂત શક્તિઓ આવી સકે છે. ફક્ત થોડા અભ્યાસ ની જરૂર છે.’

‘હા, તો તું એ કેહવા માંગે છે કે અમે લોકો તારી જેમ ગજાની થઇ ને ફર્યા કરીએ’ મેહુલે મજાક કરી.

‘અરે એવું નથી, હું એમ કહું છું કે જો તમે ધ્યાન ને થોડું સીરીયસલી લેવા માંડશો તો જરૂર કંઈક ચમત્કાર થશે.

અને તમને પણ મજા આવશે કે તમે લોકો પણ એ ચમત્કાર નો એક ભાગ હસો..! અને આ બધું ફક્ત ૪-૫ દિવસ ની યોગા શિબિરમાંથી નહિ મેળવી શકાય એટલે આપણે થોડા દિવસ આપણા ઘરથી અને આ ટેકનોલોજી ના યુગ થી દુર જવું પડશે.

‘એટલે ક્યાં જંગલમાં કે ગુફામાં..?’ સર્જન ડર્યો.

‘અરે ના - ના, જંગલમાં કે ગુફામાં નહિ. આપણે બસ યોગેન્દ્ર સર ના ગુરૂ અને મહાન યોગાચાર્ય ને ત્યાં આશ્રમમાં રહીને ધ્યાન સીખીશું’

‘અને એ આશ્રમ ક્યાં છે?’

‘બસ બહુ દુર નથી, અહી હિમાલયની તળેટી માંજ ક્યાંક છે, સર એડરસ આપશે, ઓકે.’

‘પણ ધ્યાન કરવું હોય તો એ આપણા ઘરે પણ થઇ શકેને ? એના માટે આપણે હિમાલય સુધી જવાની શું જરૂર છે?’ મેહુલે ચિંતા સાથે કહ્યું.

‘હા, ઘરે થી પણ આ બધું સીખી શકાય પણ તું વિચાર કર કે જો દુનિયા ના મહાન ધ્યાન યોગી ઓ અને ધ્યાન ગુરૂઓ ધ્યાન સીખવા અને કુદરત ના ઇસારાઓ સમજવા માટે દુનિયામાં ફક્ત ને ફક્ત હિમાલય માંજ જતા હોય તો ત્યાં કંઈક તો એવું હશે ને જે આ બધા ને ત્યાં ખેંચે છે. અને હા, મેહુલ આમેય મેં જે તમને મારા અનુભવો કહ્યા ને એ તો મારા જુના ધ્યાન ના અજાણતા થઇ ગયેલા અનુભવો હતા માટે નવા અને અલૌકિક અનુભવો લેવા તો જવુજ પડે ને...! અને તારે પણ કંઈક અલૌકિક મેળવવું છે ને? કે પછી તારા પપ્પા ની જેમ તું પણ એજ હાર્ડવેર ની દુકાનમાં તારૂં ફ્યુચર જુવે છે..!’

‘અરે, ભાઈ ફ્યુચર તો કોઈ ક્યાં જોઈ શક્યું છે પણ હું ફ્યુચરમાં બનવાનો તો બીજનેસ મેન જ છું હો. આતો તું કહે છે અને મને પણ હવે લાગે છે કે દુનિયામાં સાલું કંઈક તો એવું કરવું છે કે જેમાં મારૂં પણ નામ હોય. અને હા, ત્યાં જઈને જો બાબા-શાબા બનવાનો ઈરાદો હોય તો કહી દેજે હા, અર્જુન તો હું મારો સમય ન બગાડું.’

‘અરે, ના રે ના મારે ક્યાં કોઈ આશ્રમ ખોલવો છે કે બાબા શાબા બની જાઉં.’

‘તો ઠીક નહિ તો હું પણ દીક્ષા લઇ આવું મારા ઘરે થી’ સર્જને પણ મજાક કરી.

બધા હળવા મૂડમાં આવી ગયા અને અર્જુનને ખાતરી થઇ કે હવે તેના ‘ધ્યાન મિસન’ માં કોઈ તો એની સાથે આવશે.

‘તો, હું તમારા તરફ થી કન્ફર્મ સમજુ મારા આ ધ્યાન મિસન માં જવા માટે’ અર્જુને મેહુલ અને સર્જન ને પૂછ્‌યું.

‘ધ્યાન મિસન..?’ બંને ચમક્યા.

હા, હું મારા આ જીવન ના ધ્યેય ને ‘ધ્યાન મિસન’ કહીસ હવે થી. જેમ કોઈ સેના તેના લક્ષ્ય સુધી પોહ્‌ચવા માટે કોઈ મિસન બનાવે છે તેમ મેં પણ મારા આ લક્ષ્ય સુધી પહોચવા માટે મિસન બનાવ્યું છે ‘ધ્યાન મિસન’.

હું તો ફક્ત એટલા માટે ત્યાં જવા માંગું છું કારણકે યોગેશ સરે કહ્યું તેમ જો અપણે ધ્યાનનો સાચો અને સારો અનુભવ લેવો હોય તો દુનિયા ની બેસ્ટ જગ્યા હિમાલય છે. માટે મારે ત્યાં જઈને અદભૂત ધ્યાન કરવું છે અને ખાલી પોતાના માટે નહિ પણ દુનિયા માટે પણ કંઈક મેળવીને આવવું છે. ધ્યાનથી મન ની શાંતિ તો મળે છે પણ જો તમારામાં ધગશ હોય તો તમે તમારી આંતરિક શક્તિઓ ને પણ જાગૃત કરી શકો છો અને તેને તમે કોઈ ચમત્કાર કરવા માટે વાપરી પણ શકો છો. એટલે મારે તો એટલીસ્ટ મારી થોડી ગણી શક્તિઓ ને જાગૃત કરવી છે અને દુનિયાની ભલાઈ અને નહિ તો મારી આસપાસ ની દુનિયાને સારી બનાવવી છે અને એ પણ એકલા હાથે ફક્ત ધ્યાનથી એટલે હું આ લક્ષ્ય ને પામવા આ મિસન પર જવા માંગું છું. તો બોલો તમે છો તૈયાર મારી સાથે આવવા આ ‘ધ્યાન મિસન’ પર?’

‘ઓહો, ઓકે તો આ છે તારૂં ધ્યાન મિસન. વાહ ખુબ મજા પડી સંભાળીને, ચાલો મજા આવશે આ ધ્યાન મિસન પર હું ૧૦૦% આવીશ તારી સાથે’ સર્જને ઉત્સાહ થી ફાઈનલ કર્યું.

‘પણ, ત્યાં ક્યારે જવાનું છે?, કેટલા દિવસ માટે? એ બધું તો જાણવું પડે ને?’ મેહુલે મુંજાઈ ને પ્રશ્ન કર્યો.

‘એ બધું પછી ફાઈનલ થશે, પણ આપણે જવાનું છે એ કન્ફર્મ છે, મેં યોગેશ સર ને નેક્સ્ટ બેચ ચાલુ થાય તેની જાણ કરવા કહી રાખ્યું છે.’ અર્જુને મેહુલ નો હાથ પકડતા કહ્યું.

‘અરે, એમાં ગભરાવા નું શું હોય, ભલે ગમે તેટલા દિવસ હોય અને ગમે ત્યારે જવાનું હોય આપડે તો રેડી, અને હા એમ સમજી લેવાનું કે કોઈ એડવેન્ચર ટુર પર ગયેલા કોલેજ માંથી.’ સર્જને મેહુલ ને સમજાવ્યો.

‘એતો બારાબર પણ ઘરે તો પૂછવું પડે ને ?’

‘હા, તો ઘરે તો બતાવીને જઈસુ ને ક્યાં ભાગીને જવા નું છે..!’

‘હા, ઘરે તો ચોક્કસ બતાવીને જ જવાનું ને ‘ અર્જુને સર્જન નો સાથ આપતા મેહુલ ને સમજાવ્યો.

‘પણ મારા ઘરે થી રજા મળવા નો ડાઉટ છે.’

‘કેમ વેકેસન માં તું ક્યાં ફરવા નથી જતો?’

‘ફરવા જતા હતા હજુ સુધી, પણ હવે થી મારે દુકાને બેસવાનું હોય છે એટલે સમય ઓછો હોય છે વેકેસન નો.’

‘કંઈ નહિ સમય આવ્યે કંઈક જાદુ કરી લઈશું કેમ અર્જુન..!’ સર્જને મજાક કરી.

‘હા, હા, એ તો બધું ઠીક થઈ જશે સમય પર’ અર્જુને બંનેને મોટીવેસન આપ્યું.

બધા એકબીજા સામે જોઈને હસવા લાગ્યા.

થોડીવાર બધા ફૂલ એક્સાઈટમેન્ટમાં આવીને નાચવા લાગ્યા અને મોબાઈલ માં જોરજોર થી સોંગ વગાડવા લાગ્યા. એટલા માં ટેરેસ ની લાઈટ ચાલુ થઇ અને અર્જુન ની મમ્મી ઉપર આવી.

‘અલ્યા છોકરાઓ, તમને કેટલી વાર થઇ ઉપર આવ્યે હવે તો જુવો અંધારૂં થઇ ગયું છે, અને હા, મને કહ્યું નહોતું એટલે મેં તમારા માટે જમવાનું નથી બનાવ્યું.’

‘અરે, નહિ આન્ટી, અમે ઘરે જ જઈસુ અને અમારે જમવું નથી ઘરે જઈને મોડા જમીશું’ સર્જને કહ્યું.

‘ઓહ યેસ, મમ્મી આ લોકો જામશે નહિ પણ તું જલ્દી જઈને નાસ્તો તૈયાર કરને અમે હમણાજ નીચે આવીએ છીએ, બધા ્‌સાથે નાસ્તો કરીશું પપ્પા આવે ત્યાં સુધી પછી આપણે જમીશું.’ અર્જુને મમ્મીને સીડીઓ તરફ પાછી વળતા કહ્યું.

‘અરે, હા. હા. જાઉં છું અને તમે જલ્દી નીચે આવજો, અને આ મોબાઈલ ને થોડો ધીમે વગાડો.’

‘ઓકે, મમ્મી’

અર્જુન પાછો ડિસ્કો ડાન્સમાં જોડાઈ ગયો. બધા પોતાના મૂડમાં આવીને નાચતા હતા અને અર્જુનની મમ્મી જાણે આ લોકો એનું કંઇજ માનશે નહિ તેમ જાણી નીચે ઉતરી ગયી.

દુર આકાશ માં જાણે ભગવાન પણ આ વાતથી ખુશ થઇ ગયા હોય કે આ ‘અન્જાન’ અર્જુન અને તેના મિત્રો કંઈક તો કરીજ બતાવશે એમ વિચારી પોતાનાની હાજરી આ મસ્તીના માહોલમાં પુરાવા માટે દુરથી તારાઓ ને પોતાના ઇશારાથી ચમકાવી રહ્યા છે અને જાણે ડિસ્કોથેકમાં લેઝેર લાઈટ અને રંગીન લાઈટસ માં બધું ડીજેના તાલે જુમી રહ્યું હોય તેમ આકાશ આખું જગમગી ઉઠયું છે.

***