Modern Mahabharatno Arjun - 8 in Gujarati Adventure Stories by Suresh Kumar Patel books and stories PDF | મોર્ડન મહાભારતનો અર્જુન - 8

Featured Books
Categories
Share

મોર્ડન મહાભારતનો અર્જુન - 8

(8)

અર્જુન આજે બહુજ પ્રભાવિત થયો હોય તેમ લાગ્યું. કેમકે ઘરે આવી ને તરત તે કંઈક લખવા બેસી ગયો,

જીવન જીવવાની રીત કેટલી સરળ રીતે ગુરૂજીએ સમજાવી દીધું નહિ...!?’ પોતાની જાતે લખતા લખતા બોલ્યો.

‘જીવન માં કોઈનો પણ જેટલો વિરોધ કરશો એ એટલોજ વધુ સામો આવશે.’

‘તમારા જીવન નો વિલન જેટલો ખતરનાક એટલાજ તમે મહાન હીરો બનશો.’

‘જીવન ને સરળ બનાવવા માટે જરૂરીયાતો નહિ જવાબદારીઓ વધારો.

‘પોતાની આસપાસ જુવો તમારા કરતા વધુ દુઃખી લોકો આનંદ થી જીવે છે તો તમે કેમ નહિ..?’

‘પોતાની જાતને પોતેજ મોટીવેટ કરી શકશો બીજા કોઈ નહિ.’

‘તમારા જીવનની દરેક પરિસ્થિતિઓ ના જવાબદાર તમે પોતેજ છો.’

આવા ગણા બધા સુવાક્યો અર્જુને તેની ડાયરીમાં ટાંક્યા.

અને આ બધા વાક્યો માંથીજ એ કંઈક સીખી ગયો હોય તેમ થોડો ગંભીર થઇ ગયો અને જીવનની હવે પછી ની સફર માટે શું કરવું તેના તરફ ધ્યાન દોરતો રહ્યો....!!!

***

આજે આખો દિવસ એ કોલેજમાં હતો પણ ન હોવા બરાબર! કોઈને પણ કંઇ ન સમજાયું કે અર્જુનને આવું કેમ લાગે છે. પણ સર્જન અને મેહુલ બધું જાણતા હતા એટલે એ લોકો એનો મજાક ઉડાવતા હતા.

‘અરે, મેહુલ જો અર્જુન આમને આમ પેલા બાબા જેવો થઇ જાય અને તેનો ચેલો બની જાય તો કેવું સારૂં, આપણ ને ફ્રી માં રોજ યોગા શીખવાડે ....નહિ..?’ સર્જન હસ્યો.

‘હા, અને ફુ.... ફુ...કરીને આપણી સોસાયટીના મચ્છરો પણ ભગાવી નાખે...!’ મેહુલે પણ મઝાક કરી.

‘તમે આબધુ શું કહો છો, અમને કંઇજ ખબર નથી પડતી અને તમે એકલા જ હસ્યા કરો છો...?’ સોમ્યા બોલી.

‘અરે, હા અમને પણ કહો તો અમે પણ હસીએ ને...!!’ સંજના અને ઐશ્વર્યા પણ પાછળથી આવી.

‘અરે કંઇ ખાશ નથી બસ, આજ થી અર્જુન સન્યાસી બનવાના મુડમાં છે, એટલે સંજના તારે હવે કંઈક વિચારવું પડશે...!!!’ સર્જને અર્જુન અને સંજનાની મઝાક કરી.

‘હેય....એવું કંઇ નહી હોય..!’ સંજના શરમાતી હોય તેમ અર્જુન સામે જોઈ ને બોલી.

‘અરે ભાઈ એવું કંઇ નથી.’ અર્જુન જબ્ક્યો અને થોડો શરમાયો.

બધા જોર થી હસવા લાગ્યા.

આજ નો લાસ્ટ લેકચર હતો એટલે બધા રિલેક્ષ થઇને બેઠા હતા કેમકે એ લેકચર ફ્રી હતો.

એટલામાંજ બેલ્ વાગે છે અને બધા પોતાના બેગ જે ક્યારનાય પેક કરીને બેઠા હતા લઈને બહાર નીકળે છે.

પાર્કિંગમાં અર્જુન તેના બીજા મિત્રોને વિદાય આપી સર્જન પાસે પોહ્‌ચે છે કેમકે આજે તે એની સાથે જ કોલેજ આવ્યો હતો, ‘ચલો, સર્જન’

‘હા, બસ હું રેડીજ છું.પોતાનો મોબાઈલ જીન્સ ના પોકેટમાં મુકતા બોલ્યો.’ અને બાઈક ચાલુ કરી.

‘યાર સર્જન, તને કંઈક અલગ ફિલ થાય છે? આ યોગ અને ધ્યાન કર્યા પછી.?’

‘ના, ખાશ એવું કંઇ નહી પણ થોડુ રિલેક્ષ જેવું લાગે છે.’

‘એના સિવાય કંઈક અલૌકિક કે જે તમને બેચેન કરી નાખે એવું કંઈક..?’

‘ના. યાર એવું તો જરાય નથી લાગતું, તું સપનામાં છે કે શું?’

‘અરે ના હવે હું બસ જોવા માંગું છું કે હુ જે ફિલ કરી રહ્યો છું તે તું પણ કરી રહ્યો છે કે નહિ..?’ અર્જુને થોડા ભારે અવાજે કહ્યું.

‘કેમ તને કેવું લાગે છે.?’

‘મને તો બસ...!!’ થોડો ઉત્શાહથી બોલ્યા પછી અર્જુન ચુપ થઇ ગયો.

‘હા, બોલને તને કેવું ફિલ થાય છે.?’

‘કંઇ નહિ હું તને આરામથી સમજાવીસ કે મને શું થાય છે અને શું જાણવા મળ્યું છે આ યોગ અને ધ્યાન થી. અને તું પણ ચોક્કસ રોમાંચિત થઇ જઈશ એ જાણીને કેમકે જો તું પણ સાચી રીતે ધ્યાન કરીશ તો હું જે ફિલ કરૂં છું એજ તું પણ કરીશ.’

‘હા, પણ તું શું ફિલ કરે છે એ તો કહે..!’

‘એ વસ્તુ કેહવાથી નહિ ખબર પડે તારે જાતેજ એ ફિલ કરવું પડશે..સમજ્યો’

‘એ કેવી રીતે?’ સર્જન થોડો ખચકાયો.

‘હું તને બધું સમજાવીશ બસ, હું કહું તેમ તું કરજે બસ.’

‘હાં તો બોલ ને હું શું કરૂં.’

‘અરે, અત્યારે નહિ અત્યારે બસ તું બાઈક ચલાવ સીધી રીતે. હું તને સાંજે કહું છું.’

સર્જન વધુ ગુચવાયો હોય તેમ સ્તબ્ધ થઈને બાઈક ચલાવે છે અને અર્જુન પોતાને જે ટેકનીક જાણવા મળી છે કે એમ કહો કે જે વિદ્યા ધ્યાન કે મેડીટેશન થકી મળી છે તેને એના દોસ્તોને જણાવવા અને શીખાવવા તત્પર હોય તેમ સાંજનો પ્લાનિંગ કરવા લાગે છે મન માં. અને પોતાનો મોબાઈલ લઇ વોટ્‌સઅપ પર સર્જન અને મેહુલ ને સાંજે એના ઘરે આવવા નો મેસેજ કરે છે. રોડ પર ની ટ્રાફિક ના આટલા બધા આવાજ વચ્ચે પણ અર્જુન એકદમ શાંત થઈને આજુબાજુ જે પણ થઇ રહ્યું છે તેને નિહાળી રહ્યો છે.

રોડ ની સાઈડમાં ફૂટપાથને અડીને જ લાઈનમાં ઝુપડીઓ બાંધેલી છે જેના આંગણાઓમાં કોઈક અડધા નાગા અને ધૂળને પોતાનું વસ્ત્ર બનાવીને રમતા છોકરાઓ દેખાય છે અને એની પાસે રમકડા પણ કેવા છે માટી અને લાકડાની નાની મોટી સળીયો અને વધુમાં માચીસ ની ખાલી ડબ્બીઓ. ગંદકી અને મચ્છરો જાને એમના મિત્રો હોય તેમ એમની મોજુદગી આ છોકરાઓ ને પસંદ છે. અને બધાના મો પર માંખીયો નો જાને મેકઅપ કર્યો હોય તેમ દેખાય છે. ઝુપડીઓ જે છે તો ફક્ત એક ચાદર સમાય તેટલીજ પણ અર્જુનની નજર છેક ઊંડે સુધી પોહ્‌ચે છે જ્યાં એ પરીવારની પુંજીરૂપી ઘરવખરી ભેગી કરેલી છે. બસ બધા માટે એક-એક જોડી કપડા અને થોડા ગણા ગોદ્‌ડાઓ ને થોડા વાસણો, એમની સ્ત્રીઓ પણ પૂરેપુરા અંગને ઢાંકી સકે તેવા કપડા નથી વસાવી શકી.

પણ આ બધા ઝુપડાઓ ની બધી સ્ત્રીઓ ભેગી થઈને મોજ મસ્તી કરતી હોય તેમ ઘર કામ કરતા કરતા વાતો કરતી હોય છે, અને ઘર ના મુખ્ય માણસો તો આખો દિવસ બસ મજુરીજ કર્યા કરે છે તેની બાજુમાં આવેલ સ્થળ પર જ્યાં વીસ વીસ માળની બિલ્ડીંગો બની રહી છે. અને રાત્રે કામ થી આવીને ખાવાનું હોય કે ન હોય પણ ‘પોટલી’ તો જરૂર જોઈએ એના શોખ માટે અને કદાચ એને ટેવ પડી ગયી હોય તેના થાક ને ભૂલવવા માટે. આ બધુજ જોઈને હજુ અર્જુન શ્વાસ લેવા જાય છે એટલામાંજ એની નઝર રોડની પેલી પાર થોડી દુર પણ રોડ પરજ હોય તેવી સુપર ડેવેલોપડ સોસાયટી દેખાય છે. જ્યાં નજારો થોડો વિચિત્ર છે.

આ સોસાયટીમાં ગેટ ને અડીને એક સુંદર બગીચો છે. જેમાં થોડા છોકરાઓ હીચકા પર અને નાના એવા ચકડોળ પર અને સારી રીતે સાફ કરેલ નદીની રેતીમાં રમતા હોય છે બધાજ છોકરાઓ ખુબ સુંદર કપડામાં છે.

ગણા બધા છોકરાઓ પાસે અવનવી ગેમ્સ છે અને કેટકેટલા રમકડાઓ પણ છે પણ એ બધા રમકડાઓ માં જોઈએ એવી મજા નથી આવતી એમ એક બાજુ પડયા છે અને છોકરાઓ પેલી રેતીમાં જ બસ રમી રહ્યા છે.

પણ જેમ જેમ અર્જુન ની દ્રષ્ટી મોટી થતી જાય છે તેમ એને દેખાય છે કે બગીચાની બાજુમાંજ ઉભેલા ગણા બધા છોકરાઓ રમવા માટે તૈયાર છે પણ એના વાલીઓ એમના થી દુર જવા નથી દેતા કેમકે એ લોકો બીમાર છે. બીજા ને ઇન્ફેક્સન લાગી જાય તેની બીક છે! થોડે દુર એક ટોળું કંઈક જપાજપી થઇ હોય તેમ ભેગા થઇ ને લડી રહ્યા છે જેમાં વધારે સ્ત્રીઓ છે અને થોડા ગણા વૃદ્ધ પણ છે,

આ બધું અર્જુનને રોજ દેખાય છે પણ આજે જાણે એની આંખો બધું સ્કેન કરતી હોય તેમ સ્લો મોસનમાં રેકોર્ડ કરતી જાય છે અને એ પણ બસ એક મિનીટ માં, કેમકે એ જગ્યાએ થી તો સર્જન નું બાઈક ક્યારનુય સડસડાટ નીકળી ગયું હોય છે પણ અર્જુન હજુ ત્યાંજ છે.

‘ચલ અર્જુન ઉતર તારૂં ઘર આવી ગયું!’

અર્જુનને કંઇ ખબરજ ના પડી કે ક્યારે એ ઘરે આવી ગયા.

‘હા-હા, ચલ’

‘ઓકે બાય અર્જુન, કાલે વેહલા મળીયે યોગા શિબિરમાં.’

‘અરે ના. હજુ સાંજે ભેગા થવાનું છે પ્લીઝ, તું વોટ્‌સ અપ ચેક કરી લેજે મેં તને મેસેજ કર્યો છે.’

‘ઓકે, બાય’

‘હા બાય’ અર્જુન જલ્દીથી મો ફેરવીને ઘરમાં ગુસી ગયો.

અર્જુનને દુનિયા ના નજર કંઈક નવી રીતે દેખાવા લાગ્યા છે અને હવે એ થોડો વધુ સીરીયશ થઇ રહ્યો છે.

કેટલા દિવસથી એ અન્જાન હતો આ બધી વસ્તુઓ થી હવે જાણે એ બધું જાણવા લાગ્યો ખરા દિલ થી.

***

(ધ્યાન મિસનનું ગતકડું)

અર્જુન એના ઘર ના ધાબે એકલો એકલો બસ આટા મારી રહ્યો છે. મેહુલ અને સર્જન આવવામાં થોડું મોડું કરી રહ્યા હોય તેમ લાગે છે. અર્જુન આટલો સીરીયસ ક્યારેય નથી દેખાયો. એને આ ધ્યાન ના સીબીરે ખરેખર ચેન્જ કરી નાખ્યો છે. અને હવે તેને જે વાત રાત્રે ઉંગવા પણ નહોતી દેતી તે બસ તેની પક્કડ માં હોય તેમ લાગે છે. હવે એ પોતાના સપનાઓ અને વિચાર નો પીછો કરીને તેના જવાબો મેળવવા મથી પડશે. પણ અર્જુન અત્યારે તો બસ સર્જન અને મેહુલ આવે તેની રાહ માં આકુલ વ્યાકુળ થઇ રહ્યો છે. પાણી ની એક બોટલ પણ ખાલી થવા આવી છે અને આંટા મારી મારી ને અર્જુન પણ હવે થકી ગયો હોય તેમ છત ના ખૂણા માં મુકેલી પાટલી પર બેસી જાય છે. થોડી વાર માં નીછે થી મમ્મી નો અવાજ આવે છે....

‘અર્જુન, તારા દોસ્ત આવ્યા છે, મેહુલ અને સર્જન...’

અર્જુન ઝટ દોડીને પગથીયા સુધી પોહચી જાય છે અને બુમ પાડે છે ‘અરે, જલ્દી ઉપર આવી જાવ હું, અહિયાં ઉપર છું.’

બંને જણા ફટાફટ ઉપર આવતા આવતા ‘શું વાત છે આને આટલી ઉતાવળ કેમ છે.?’

‘અરે, સર્જન.....અરે ઓ મેહુલ....શું વાત કરૂં તમને ...હું ખુબ ખુશ છું આજે.’ અર્જુન જેવા બંને જણ ઉપર આવે છે કે તરત એના હાથ પકડી ને પેલી પાટલી પર બેસાડતા બોલ્યો.

‘હા...પણ એ શું છે એ તો કહે..!’

‘અરે હા,હા, કહું છું સર્જન...કહું છું....એટલેજ તો તમને બોલાવ્યા છે.’

‘શું તું ધ્યાન વિશે કંઈક કેહવા માંગે છે....?’ મેહુલ બોલ્યો.

‘હા...હા...પણ કંઈક જાદુ જેવું છે.’

‘મને ખબર જ હતી....તું ધ્યાન અને એની વાતો ને લઈને પાગલ થઇ ગયો લાગે છે, મેં તને કહ્યું હતું ને સર્જન એજ વાત હશે ! છેને ?’ મેહુલે સર્જન તરફ જોતા કહ્યું.

‘હા, તમને હું ગાંડો લાગીસ પણ મારા માટે આ ગાંડપણ પણ કંઈક ચમત્કાર થી ઓછું નથી. મેહુલ તને ખબર છે હું તમને કેહતો રેહતો હતો કે મને રોજ સાંજે કંઈક ને કંઈક સપનાઓ આવ્યા કરે છે અને હું કોઈ અલગ અલગ જગ્યાએ પોહચી ગયો હોવ એવું લાગ્યા કરે છે.’

‘હા, તો શું એવા સપનાઓ તો બધા ને આવ્યા કરતા હોય છે કોઈક ને વધારે આવે તેમ તને પણ તું જે રોજ વિચાર્યા કરે છે તેના લીધે અલગ અલગ સપનાઓ આવતા હશે’ મેહુલ સમજાવે છે.

‘પણ, તું સાંભળ...મેહુલ, સર્જન હું જે બુક્સ અને સીડીઓ તારી પાસેથી લઇ ગયો હતોને મેં એ બધી વાંચી અને જોઈ નાખી. તમને ખબર છે ધ્યાન શિબિર ના આ બે-ત્રણ દિવસમાં આપણે જે શીખ્યા એ બસ એટલુજ નથી આ બધું તો ફક્ત કોઈ મોટી બૂક ના ઇન્ડેક્સ જેવું છે ...આતો બસ ધ્યાનરૂપી ખઝાના અને અદભૂત શક્તિઓના નું મેનુ કાર્ડ છે.’

‘એટલે તું કેહવા શું માંગે છે?’ સર્જન થોડો સીરીઅસ થયો.

‘અત્યારે હું તમને થોડો વિચિત્ર અને પાગલ જેવો લાગીશ પણ હું જે કેહવા જઈ રહ્યો છું એ બધું સાચું છે.’

‘હા, પણ તું ચોખ્ખું કેને કે કેહવા શું માંગે છે.’

‘અરે, હા બસ બધું કહી નાખું છું મેહુલ, પણ વિચારૂં છું કે કેવી રીતે શરૂઆત કરૂં.’

તમને તો ખબરજ છે કે હું ગાવા માં કેવો શરમાતો હતો પણ હવે હું મારૂં ગમે તેવું ગાવા નું છે પણ ગભરાતો નથી અને મને હવે કોઈ બીક જેવું પણ નથી લાગતું કેમકે મારી અંદર થી જે દર જેવું કે સરમ જેવું હતું એ નીકળી ગયું અને હું મારી જાત પર કોન્ફિડેંટ થઇ ગયો મને નથી લાગતું કે આટલું જલ્દી આ યોગા અને ધ્યાન સિવાય હું બીજે ક્યાય થી આ કોન્ફીડેંટ લાવી સક્યો હોવું. આ ઉદાહરણ તો હું તમને મારા પ્રેક્ટીકલ અનુભવ થી કહું છું બાકી મારી પાસે તમને જાણવા જેવું ગણું બધું છે પણ હમણા તમે મારી વાતો પર વિસ્વાસ નહિ કરી શકો પણ, હું તમને બધા ને એકજ વાત નું કહું છું કે જો મારા માં આ થોડા ગણા ધ્યાન અને યોગા ના પાઠ કરવા થી આવું કોન્ફીડેન્સ આવતું હોય તો તમારે પણ ફક્ત ટ્રાય તો કરવો જોયે ને ..!

ધ્યાન એક અદભૂત અને અલૌકિક તોય બધા શીખી શકે એવી સામાન્ય વિદ્યા છે એતો તમને ખબર હશે ! પણ મેહુલ તારી પાસેથી હું જે બુક્સ લઇ ગયો હતો તેમાંથી એક બૂક એવી છે જેમાં એવું જણાવ્યું છે કે, ‘ધ્યાન’ કે ‘યોગ’ એક સામાન્ય માણસને એક દેવતા કે એમ કહો ‘ભગવાન’ બનાવી શકે છે એટલી તાકાત આ વિદ્યામાં છે.’

‘આ બધું કોઈ ફિક્સન મુવીમાં જ હોય અને તું આવા ખોટા તુક્કા ના લગાવ, ધ્યાન એ તો બસ મનને શાંત કરવા અને સ્ટ્રેસ અને તણાવ ને કંટ્રોલ કરવા માટેની એક જૂની અને જાણીતી પદ્ધતિ છે બસ બીજું કઈ નહિ’

‘હા, મને ખબર છે કે આજના જમાનામાં ધ્યાન એટલે ફક્ત સ્ટ્રેસ અને તણાવમુક્ત બનવા માટેની એક સામાન્ય એકસરસાઈઝ છે સર્જન !, પણ જરા એતો વિચારો કે ધ્યાનના એટલા બધા ફાયદા હોય તો એને ફક્ત એક મામુલી એકસરસાઈઝ કેહવાય કે પછી કોઈ અદભૂત તાકાત ?’

‘આટલા બધા ફાયદા? એટલે કેટલા ફાયદા છે? ૨-૩-૪- કે ૬ પછી ?’ મેહુલ જરા વધુ જાણવા માંગતો હોય તેમ.

‘અનલિમિટેડ ફાયદા છે, બસ તમે જે ઈચ્છો તે મેળવી શકો એવું છે ટૂંક માં કહું તો જાદુ છે જાદુ...!’

‘હવે આ ભાયડો લીમીટ ક્રોસ કરતો હોય તેમ લાગે છે’ સર્જન થોડો ટટ્ટાર થતા ધીમેથી બોલ્યો.

‘હા, અર્જુન હવે એવું લાગે છે કે તને આરામની જરૂર છે.’ મેહુલે અર્જુનના ખભે હાથ મુક્તા કહ્યું.

‘અઓહો...! તમે એમ નહિ સમજો’ અર્જુન હાથ પછાડતા ઉભો થયો.