Modern Mahabharatno Arjun - 4 in Gujarati Adventure Stories by Suresh Kumar Patel books and stories PDF | મોર્ડન મહાભારતનો અર્જુન - 4

Featured Books
Categories
Share

મોર્ડન મહાભારતનો અર્જુન - 4

(4)

(મસ્તી નો અડડો)

સાંજ ના ૬.૩૦ થયી રહ્યા છે, સુરજ તેના પ્રકાશને સમેટી રહ્યો છે, અર્જુનના ઘરના ધાબા પર બધા ફ્રેન્ડસ મસ્તી,ગોસીપ અને ટાઇમ પાસ કરવા રોજની જેમ ભેગા થયા છે.

‘અરે ફ્રેન્ડસ આપણે આ વિકેન્ડમાં પિક્ચર નો પ્લાન બનાવીએ તો?’ સર્જન એકદમ બોલ્યો.

‘હા, યાર કંઈક તો કરીએ નહિ તો આ પીકનીક કેન્સલ થયા ના ટેન્સનમાં હું તો બોર થયી ગયો છું.’

રેમો ટેન્સન માં હોય તેમ બોલ્યો.

‘ઓકે, તો હું ટીકીટો બુક કરાવી લાવું’ સર્જન.

‘અરે, નહિ પિક્ચર નહિ, બીજું કંઈક કરીએ તો?’ અર્જુને પ્રસ્તાવ મુક્યો.

‘યેસ, કંઈક નવું કરીએ અને આમેય અત્યારે કોઈ સારૂં મુવી પણ નથી, હું બધા મુવી જોઈ આવ્યો છું. એકેય માં દમ નથી.’ ખૂણામાં બોલ થી જગ્લીંગ કરતો મેહુલિયો(મેહુલ) ટહુક્યો.

‘ઓકે, તો અમને લોકોને છોડીને તું એકલો પિકચરો જોઈ આવે છે અમને.? મેહુલા..!!’ રેમો ગુસ્સાથી બોલ્યો.

‘અરે, ભાઈ એવું નથી આતો મારા કઝીનના બર્થડે માં અમે પાર્ટી માંગી હતી એટલે એ મને લઇ ગયો હતો.’

‘સારૂં કઈ નહિ, થોડા દિવસ પછી તારો પણ બર્થડે છે યાદ છેને મેહુલ?’ સર્જને જાણે મેહુલને ચેતવ્યો.

‘અરે, હા-હા, મને ખબર છે.’

‘તો, હવે બોલો શું કરીશું આ રવિવારે?’ રેમો એ પ્રશ્ન કર્યો.

‘બોલો સર્જન, બોલો અર્જુન..?’

અર્જુન કંઈક વિચારતો હોય તેમ લાગ્યું એટલે તેના કાન સુધી આ પ્રશ્ન પહ્‌ચ્યો નહિ.

‘એય હેલો, અર્જુન ક્યાં ખોવાઈ ગયો’ તાલી પાડતા- પાડતા સર્જનને પૂછ્‌યું.

‘અરે સોરી, હા-હા બોલો- બોલો’ અર્જુન જબુક્યો.

‘હા, સર્જન તું કંઈક પૂછતો હતો મને.?’

‘હું નહિ રેમો પૂછતો હતો તો પછી શું પ્લાનિંગ છે.? કે ફરી કોઈ રોમેન્ટિક સ્વપ્ન માં ખોવાઈ જવું છે?’ સર્જને મજાક થી પૂછ્‌યું.

‘અરે ના યાર ! આતો હમણાં થોડા દિવસથી હું આપણા દેશ અને પૂરાણોની અદભૂત વાતો વિશે વિચારતો હતો.

આપણા પૂરાણોમાં અને ૠષીમુનીયો પાસે કેટલી બધી શક્તિઓ અને આવડતો હતી નહિ..?’

‘અરે અર્જુન આ ક્યાં તું આવા બોરિંગ વિષય પર અટકી ગયો છે.? એ તો બધું બાવા-ભુવા નું ધતિંગ જ હોય છે.’ રેમો આશ્ચર્ય થી બોલ્યો.

‘અરે હું એ વાતોમાં નથી માનતો, પણ આપણી પ્રાચીન અને અદભૂત શક્તિઓની વાત કરૂં છું.’

‘એ વળી કઈ શક્તિઓ?’ સર્જન બોલ્યો.

‘હું સમજી ગયો ! અર્જુન, તું યોગા, ધ્યાન, આયુર્વેદ, વગેરે ની વાત કરે છે ને?’ મેહુલે કહ્યું.

‘હા, એક્જેટલી, હું એજ વાત કરવા માંગું છું. કાલે જ મેં નેચરલ જીઓગ્રાફી ચેનલ પર જોયુ’તું, કે હવે તો આખું વિશ્વ આપણા આયુર્વેદને માનવા લાગ્યું છે. અને આયુર્વેદિક દવાખાના અને દવાઓ ની દુકાનો પણ ટપોટપ ખોલવા માંડયા છે. અને સાથે સાથે યોગા, ધ્યાન એ બધું પણ લોકો જીવનમાં ઉતારી રહ્યા છે, આ બધું જાણીને એક વખતે તો મને ખુબ જ ગર્વ થાય છે...પણ?’

‘પણ, શું અર્જુન?’

‘મને આ બધા પર વિશ્વાસ નથી અને અનુભવ પણ નથી.’

‘એમાં વિશ્વાસ પછી, પણ અનુભવ પેહલા આવે..’ મેહુલે અર્જુને જણાવ્યું.

‘કેમ તને અનુભવ છે...? મેહુલ’

‘હા, મેં તો કેટલી વાર અનુભવ લીધો છે.’

‘અરે, તો કેહતો કેમ નથી, ક્યારનો બેઠો છે..!!’ અર્જુન ઉત્તેજિત થઈ બોલ્યો.

‘એ તો મને એમ કે તમને ખબર હશે, હું ૨ વર્ષ પેહલા મમ્મી લોકો જોડે પેલા ‘બાબા’ ની ધ્યાન શિબિરમાં ગયો હતો.’

‘હા, તો એ ‘બાબા’ એજ સૌને ધ્યાન ગેલા કરી મુક્યા છે, એટલે કે આખા વિશ્વમાં ધ્યાન શિબિરો કરે છે.’ સર્જને કહ્યું.

‘હા, એજ ધ્યાન શિબિર. એમાં શું હોય છે? ધ્યાન એટલે શું? યોગા શું છે? પ્રાણાયામ એટલે? અર્જુને પૂછ્‌યું.

‘અરે હા-હા કહું છું પણ આ બધું થોડી યાદ હોય મને હવે, એ તો નવું નવું શીખ્યો હતો એટલે કર્યું મજા આવી ત્યાં સુધી પછી કંટાળી ગયો અને આળસ ના કાદવ માં ફસાઈ ગયો તે હજુ સુધી નીકળ્યું નથી. અર્જુન પણ બહુજ મજા આવે છે એકદમ રીલેક્સ થઇ જવાય અને ક્યારેક તો અદભૂત અનુભવ થાય છે. મારી પાસે એનું મટીરીયલ છે તને જોઈએ તો લઇ જજે.’ મેહુલે બધુજ સમજાવ્યું.

‘ઓકે, નાઈસ તો હું હમણાજ જામી ને આવું છું એ બધું લઇ જઇશ.’

‘અરે એટલી બધી ઉતાવળ કેમ છે?’ રેમો એ ક્ન્ફ્યુસ થતા પૂછ્‌યું.

‘તો તું ડાયરેક્ટ યોગા ધ્યાન શિબિર માં જ પોહચી જાને..!’

‘અરે હા, આજે જ સવાર માં અન વિશે મારા ઘર માં ચર્ચા થયી હતી,અને મમ્મી અને એના ફ્રેન્ડસ જવાના છે.’ અર્જુને નિખાલસતા થી જણાવ્યું.

‘હા મારી મમ્મી અને મોટી બેન પણ જવાના છે’ સર્જને કહ્યું.

‘હા, તો ચાલોને આપણે પણ બધા જઈએ..!’ અર્જુને દરખાસ્ત મૂકી.

‘અરે ના ભઈ મારા થી આ ૩ દિવસ ની ધ્યાન શિબિર તો ઠીક પણ ૩ કલાક પણ ના બેસાય.’ રેમો ઉઠયો.

‘૩ દિવસ ક્યાં છે?’ અર્જુને પૂછ્‌યું.

‘હા, આ શિબિરો ૩-૪ દિવસ સુધી કન્ટીન્યું ચાલે છે, એ પણ સવાર માં ૫.૦૦ વાગ્યે થી ૯.૦૦ વાગ્યા સુધી નહિ મેહુલ ?’ સર્જને કન્ફર્મ કર્યું.

‘હા, તો સવાર માં વેહલુ છે તો નાઈસ, ચાલશે ને ફ્રેન્ડસ રેમો, સર્જન, મેહુલ ?’ અર્જુને બધા ને ફરી પૂછ્‌યું.

‘અરે .ના-ના, મારા થી એટલું વેહલુ નહિ ઉઠાય, હું નહિ આવી સકું પ્લીઝ સોરી’ રેમો છટક્યો.

‘ઓકે તો તમે તો આવો છો ને મેહુલ, સર્જન?’

‘હું વિચારી ને કહું છું’ મેહુલે ગુસ મારી.

‘હું...તો...!!!???’ સર્જન પણ આનાકાની કરવા લાગ્યો.

‘કઈ નહિ તમે બંને આવો છો અને એ ફાઈનલ છે બસ’ અર્જુને બંને ફોર્સ કર્યો.

‘ઓકે, ચાલો હું આવીશ’ મેહુલ સ્યોર થયો.

‘હું પણ અમે રવિવારે બોર થઇ જવું છું, કેમ કે દુકાને પણ રજા હોય છે એટલે હું પણ આવીશ પણ મને યાદ કરાવજે’ સર્જને સમ્મતિ આપી.

‘થેન્ક્સ યાર, પણ મેહુલ હું એ બધી બુક્સ અને મટીરીયલ લેવા હમણાજ આવું છું ઓકે.’ અર્જુને ફરી યાદ કર્યું.

‘પણ, હવે તો તું પ્રેક્ટીકલી સીખવા જવાનો છે પછી?’

‘હા-હા, પણ તો શું કાલે શનીવાર છે અને આજે રાત્રે પણ ટાઇમ મળશે અને હું ફ્રી છું એટલે જેટલું બને એટલું થોડું વધારે જાણી લઉં.’ નાસ્તા ની ડીસો ભેગી કરતા કરતા અર્જુન બોલ્યો.

‘હા તો સારૂં, હું જમી ને બધું મટીરીયલ તૈયાર કરીને તને મિસ કોલ કરીશ.’ મેહુલે છતની સીડિયો ઉતરતા કહ્યું.

‘ઓકે, બાય’

બધા પોતાના ઘરે જવા નીચે ઉતારી ગયા અને સ્ટ્રીટ લાઈટના અજવાળામાં પડછાયો બનીને ગરકાવ થઇ ગયા.

***

(અર્જુનની ધ્યાન યાત્રા નો પ્રારંભ.)

૮.૧૫ મિનીટ ડાયનીંગ ટેબલ પર અર્જુન તેના મમ્મી-પપ્પા ને ધ્યાન અને યોગા ની ૨૧ મી સદી માં ક્યારે અસર થયી કે માનવા માં આવ્યું એવું બધું પૂછી રહયો હતો અને જમવા નું પણ ચાલુ હતું. એટલા માં વોસ બેસીન ની બાજુ ની હેંગર માં લટકતા તેના જેકેટ માંથી મોબાઈલ ની ૧-૨ રીંગ વાગી બંધ થયી ગયી. થોડી વાર પછી અર્જુને ખબર પઢે છે કે આતો મેહુલ નો મિસકોલ હશે..!! એટલે જલ્દી જલ્દી જમવાનું પતાવી ટેબલ પરથી ઉભો થઇ જાય છે.

‘અરે, અર્જુન કેમ શું થયું? જમવાનું તો પૂરૂં કર.’

‘ કઈ નથી થયુ પપ્પા, હું બસ હમણાજ આવું છું. મારે મેહુલ ના ઘરે જવાનું છે’

‘અરે, પણ તારૂં જેકેટ તો પેહેરતો જા.!’

‘ચાલશે હું હમણાજ આવી જઈસ, પપ્પા’

ફટાફટ સ્લીપર પેહરીને અર્જુન નીકળી જાય છે.

***

હાંફતા હાંફતા, અર્જુન બેત્રણ વખત દોર બેલ વગાડે છે. મેહુલ નો ભાઈ દરવાજો ખોલે છે.

‘કોણ છે?, એટલી બધી ઉતાવળ કોને છે?’ મેહુલ ની મમ્મી રસોડા માંથી બોલી.

‘અરે, અતો મેહુલભાઈ ના ફ્રેન્ડ અર્જુનભાઈ છે.’

‘ઓહ, અર્જુન આવને’ મેહુલ ઉભો થયો.

બધા જમવા બેઠા હોય છે.

‘અરે અર્જુન, કેમ એટલી ઉતાવળે? આવ બેસ.’ મેહુલ ની મમ્મી જમવા ઈસારો કરતી હોય તેમ.

‘કઈ નહિ આન્ટી, તમારી લીફ્ટ બંધ છે એટલે પગથીયા ચઢી ને આવ્યો છું એનો થાક છે.’

ડાયનીંગ ટેબલ પાસે જઈ જાતેજ પાણી નો જગ ઉપાડી ૨-૩ ગ્લાસ પાણી પી ગયો.

‘અરેરે, ધીમે ધીમે,અર્જુન ચાલ હવે જમવા બેસી જા’

‘અરે નહિ, અંકલ, હું જમીને જ આવ્યો છું.આતો મેહુલ નું થોડું કામ હતું એટલે...’

‘હા તો બોલને’

‘શું બોલને, તે મિસકોલ કર્યો ને એટલે જ તો હું આવ્યો છું, ભૂલી ગયો.’

‘હા, મને યાદ છે તને પેલું મટીરીયલ લેવાનું છે...પણ મેં ક્યાં તને મિસકોલ કર્યો છે, હું તો રૂમ માંથી આ બેગ મૂકી ને સીધો જમવા બેસી ગયો છું’

‘તો પછી એ કોનો મિસકોલ હશે..?’ અર્જુને પોતાની જાતને જ પ્રશ્ન કર્યો.

‘ચલ જવાદે હું પછી ચેલ કરી લઈશ, પણ મને જે જોઈએ છે એ ક્યાં છે?’

સોફા પર મુકેલી બેગ તરફ હાથ કરતા મેહુલ બોલ્યો, ‘ એ રહી આખી બેગ હમણાજ મેં ત્યાં મૂકી છે.’

ફટાફટ બેગ ચેક કરી અર્જુન નીકળી જાય છે.

‘બાય, અંકલ, બાય આન્ટી, બાય મેહુલ, છોટુ.’

‘અરે, આ છોકરા ને આટલી બધી ઉતાવળ કેમ છે?’ મેહુલ ના પપ્પા ચોક્યા.

‘કઈ નહિ પપ્પા,અમે લોકો રવિવારે યોગા અને ધ્યાન ની પેલી શિબિરમાં જવાના છીએ, અને અર્જુન પણ સાથે આવવાનો છે, અને એટલે જ તેને મારૂં પેલું જુનું મટીરીયલ જોયતું હતું, સ્ટડી કરવા માટે.’

‘અચ્છા અચ્છા તેની ઉતાવળ હતી.’

***

જેટલી ઝડપથી અર્જુન ગયો હતો તેટલીજ ઝડપ થી પાછો આવી ગયો. અર્જુનના પપ્પા ટીવી જોવામાં મશગુલ છે, અને તેની મમ્મી રસોડામાં બધું કામ પતાવી ને બહાર આવી રહી છે, અને તરત અર્જુન રસોડામાં પ્રવેશે છે.

‘અરે, અરે ધીરે હમણાજ ભટકાઈ ગયો હોત..’

‘સોરી સોરી, મમ્મી. બસ મમ્મી હું તને એટલુજ કેહવા આવ્યો હતો કે મારૂં કઈ પણ કામ હોય તો હું મારા બેડરૂમ માં જ છું, અને હા દૂધ નો ગ્લાસ આપી દે હું પછી પી લઈશ, અને પપ્પા ને કેહ્‌જે કે જો કોઈ અરજન્ટ કામ ના હોય તો ડીસ્ટર્બ ના કરતા હું બુક્સ વાંચવા એકલોજ રૂમ માં રેહવા માંગું છું.’

‘હા-હા, પણ શાંતિ રાખ’ દૂધ નો ગ્લાસ અને પાણીની બોટલ આપતા આપતા મમ્મી બોલી.

‘સારૂં, અમે તને ડીસ્ટર્બ નહિ કરીએ પણ તારો ફોન ? એજ તને પરેશાન કરશે, હમણાજ હજુ બંધ થયો છે ક્યારનો વાગતો હતો.’

‘ઓકે હું જોઈ લઉં છું મોબાઈલ ને.!, ગુડ નાઈટ, જય શ્રી કૃષ્ણ...મમ્મી’

‘જય શ્રી કૃષ્ણ’

‘ગુડ નાઈટ પપ્પા’ અર્જુન બેગ સાથે રૂમ તરફ જતા-જતા બોલ્યો.

‘ગુડ નાઈટ, પણ આ બધું શું છે? બેટા.!’

‘અરે આ તો એની બુક્સ અને ધ્યાન અને યોગા ની સીડી અને ડીવીડીઓ છે એને હવે ધ્યાન અને યોગા નું ભૂત વળગ્યું લાગે છે’ સાડી ના પલ્લું માં હાથ લૂછતાં અર્જુનની મમ્મી આવી ને સોફા પર બેઠી.

‘હા.હા, એ જે રીતે તુફાન મેલ ની જેમ ભાગ્યો ત્યારે મને પણ લાગ્યું ખરૂં....’

‘હા-હા, હવે લાવો રીમોટ મારે ગોપી જોવી છે’

હજુ અર્જુનને હાથ માં દૂધ નો ગ્લાસ, પાણી ની બોટલ અને મોટી બેગ લઇ ને જતા જોતા હતા એટલા માં તો અર્જુન ગાયબ થઇ ગયો અને તેમના હાથ માંથી રીમોટ પણ ગાયબ થઇ ગયું...!!!

‘શ્રીમતીજી..! તમે તો જાદુગર થઇ ગયા છો.!, ક્યારે રીમોટ લઇ લીધું..?, ખબર પણ ના પડી.’

‘તમારી સામેજ તો લીધું, હવે જુવો ટીવી.’

‘હા-હા, લાવ તારી ગોપી જોઈએ’

હર ઘર ની જેમ ૯.૩૦ ના ટકોર પછી અર્જુન ના ઘરમાં પણ રીમોટ હંમ્મેસા ‘મમ્મી’ પાસેજ જતું રેહતું.!!

***

અર્જુન એના રૂમમાં બધી વસ્તુઓ સરખી રાખીને જે બુક્સ અને સીડીઓ લાવ્યો છે, એ બધું પલંગ પર વ્યવસ્થિત ગોઠવી નાખે છે,અને જેવી એક બુક ઉઠાવે છે કે તરત તેના મોબાઈલ પર મેસેજ આવે છે, અને એને યાદ આવે છે કે તેનો ફોન ક્યાર નો વાગતો હતો, અર્જુન તરત ઉભો થઇ કોમ્પુટર ટેબલ પર મુકેલા એના મોબાઈલ ને ચેક કરવા ઉઠાવે છે.

‘ઓહો, નો, એટલા બધા મિસકોલ’

હા, એના ફોન પર ૧૭ મિસકોલ હતા. અને એ પણ એકજ નંબર પર થી..!

‘બીજું કોણ હોય ? સંજના જ હોય ને..’ જાણે અર્જુન મનમાં બોલ્યો.

અને છેલ્લે આવેલો મેસેજ પણ સંજનાનો હોય છે. અર્જુન એ સ્વીટ મેસેજ વાંચીને સંજનાને પાછો રીપ્લાય કરે છે કે આજે વાત કે મેસેગ થાય તેમ નથી. ‘કાલે ફોન કરીશ, બાય ગુડ નાઈટ, સ્વીટ ડરીમ્સ’

અને પછી અર્જુન તેનો મોબાઈલ સ્વીચ ઓફ કરી નાખે છે. અને ફરી પાછો તેની કંઈક નવું સીખવા ની જીજ્ઞાસા અને રોમાંચ ની પંખ લગાવી અન્જાન આકાશમાં ઉંચી ઉડાન ભરવા તૈયાર થઇ જાય છે. આમ તો ધ્યાન વિશે અજાણતા જ અર્જુન ગણું બધું જાણે છે પણ, વણઉકેલ્યા અને બીન અનુભવેલા રહસ્યોની જાણકારી મેળવવાજ એ એટલો બધો તત્પર થયો છે.

ધ્યાન, યોગા અને આધ્યાત્મ ની ગણી બધી બુકો બેડ પર વિખરાયેલી પડી છે, હવે અર્જુન થોડો મુંજાયો કે ક્યાંથી સરૂઆત કરવી. એટલા માંજ એની નજર ધ્યાન એટલે શું? એવા ટાઈટલ વાળી બુક પર પડી, અને એને પણ લાગ્યું કે સૌ પ્રથમ આજ બુક વાચવી જોઈએ, એટલે એ બુક લઇ બેસી ગયો.

થોડીવાર માં બુક ના એક એક પાનાઓ માં એવો ખોવાઈ ગયો કે સમય નું પણ ભાન ન રહ્યું. પણ જયારે સોસાયટી ના વોચમેને રોજની ટેવ મુજબ દરવાજા પર લાકડી ખખડાવી ‘જાગતે રહો’ કહ્યું, ત્યારે ખબર પડી કે સાચેજ બહુ મોડું થઇ ગયું છે. પણ અર્જુનને તો તેના વારંવાર મન ના અચરજ પમાડે એવા દીવા સ્વપ્નો અને વિચારો નો જવાબ શોધવો હતો એટલે વાંચવાનું હજુ ચાલુજ રાખે છે. થોડી વાર રહી ને સરીર ને સ્ટ્રેચ કરી અર્જુન ઉભો થઇ પાણી પીવા જાય છે.

હવે જે પણ વાંચ્યુ તેના વિશે વિચારે છે અને ધીરે ધીરે ખબર પાડવા લાગી કે, કેમ પેહલા ના ૠષ્િામુનીઓ પાસે આટલી બધી શક્તિઓ અને સિઘ્ધિઓ આવી હતી. જેમ જેમ અર્જુન ધ્યાન વિશે જાણવા લાગ્યો તેનાથી તો એવુજ લાગ્યું કે ‘માનવશરીર’ એક શક્તિ પુંજ છે અને એ શક્તિઓ ને જાગૃત કરવાનું સાધન ધ્યાન કે યોગ છે.

અર્જુન ને હવે ખબર પડી કે, એને ક્યારેક ક્યારેક કેમ એવા સપનાઓ આવે છે, કેમ કે એ વખતે એ તેના ઇનટ્‌યુસન કે જ્ઞાનેન્દ્‌રિયોને અજાણતાંજ જાગૃત કરી લેતો હોય છે. ધ્યાન કરવાથી માનવ શરીરમાં રહેલી બધીજ ઇન્દ્‌રિયો જાગૃત થઇ જાય છે. અને હા માનવ શરીરમાં ઇન્દ્‌રિયો નું અસ્તિત્વ તો વિજ્ઞાન પણ માને છે.

જેને વિજ્ઞાન ની ભાષામાં ય્ઙ્મટ્ઠહઙ્ઘજ અને સરળ ભાષામાં ‘ચક્રો’ કહેવાય છે. શરીરમાં શક્તિઓ નું સંચાલન આ ચક્રો જ કરે છે, આવા કુલ ૭ ચક્રો છે,એ તો બધા જાણે જ છે, અને અર્જુન પણ આ વાત જાણતો હતો પણ આ ચક્રો માનવ ના જન્મ વખતે ખુલા હોય છે અને પછી ધીરે ધીરે મંદ અને ક્યારેક બંધ પડી જાય છે અને તેને ફરી જાગૃત કરવા માટે દુનિયામાં આપણી પાસે ધ્યાન કે યોગ જેવી કોઈ સરળ રીત નથી. એ હવે ખબર પડી.

આગળ વાચતા પેહલા થોડી વાર એ એકીટસે કોઈ વસ્તુ ને જોઈ રહ્યો જાને બધું એના મગજના મેમરી કાર્ડ માં સેવ કરતો હોય..! વળી પાછો વાંચવામાં મશગુલ થઇ જાય છે, ધ્યાન થી તમે હવા, પાણી, આગ, અને કોઈ પણ પદાર્થ ને પણ કંટ્રોલ કરી શકો છો એ જાણી ને જાણે અવાચક બની ગયો. (શું વાત છે..? અર્જુન મન માં બોલ્યો) ધ્યાન અને યોગા કરવાથી સ્વાસ્થ્ય તો તંદુરસ્ત રહે છે પણ એના થી તમે બાહ્ય પદાર્થો પર પણ મનની શક્તિ વડે કંટ્રોલ કરી શકો છો એ જાણી ને જાણે આશ્ચર્ય ના દરિયા માં ડુબી જ ગયો હોય તેમ બંને હાથ પોહલા કરી મો ખુલ્લું મૂકી બેડ પર ઢળી પડે છે.

આ વાતની જાણ થતા સાથેજ પેલા દિવસે જે અનુભવ્યું હતું તેના વિચાર માં ફરી પડી જાય છે,

‘ઓહો, હવે મને ખબર પડી કે, હું તે દિવસે ઓલમ્પિકની ઓપનીંગ સેરેમનીમાં કેવી રીતે પોહ્‌ચ્યો...!!?’

પણ, અર્જુન હજુ અમુક વાત થી ચકિત છે જેમકે, પેલો શસ્ત્રધારી અને પોતાના તરફ ખેચતા એ પુરૂષ નું જે પ્રતિબિંબ અરીસા માં દેખાય છે એ કોણ અથવા એનું રહસ્ય શું?

હવે લગભગ ધ્યાન ના થિયોરીકલ પાર્ટ થી ખુબજ પ્રભાવિત અને પરિચિત થઇ ગયો લાગે છે પણ હવે જે મુખ્ય છે તેવું કામ જે તેના માટે તો ખુબ સરળ હશે એવું ધ્યાન નું પ્રેક્ટીકલ સેસન છે...!!!!

એક જ પુસ્તક ના જ્ઞાન થી અર્જુન એટલો બધો પ્રભાવિત થઇ ગયો કે જાણે અત્યારે ને અત્યારે એ ધ્યાન કરવા બેસી જાય એવું લાગતું હતું, પણ આખા દિવસની દોડધામ પછી અને આટલી મોડી રાત્રી થઇ હોવાથી અર્જુનની આંખો ગેરાવવા લાગી, હવે તો શેરીના કુતરાઓના અવાજ પણ બંધ થઇ ગયો હતો, અર્જુન જટ થી બધી વસ્તુઓ ટેબલ પર મૂકી પલંગ પર આડો પડતાની સાથેજ ગસગસાટ ઉંગ માં નસકોરા બોલાવતા બોલાવતા સરી પડયો.

***